The secret of silence in Gujarati Women Focused by Fatema Chauhan Farm books and stories PDF | મૌનનું રહસ્ય

Featured Books
Categories
Share

મૌનનું રહસ્ય

" રાધા. રાધા તને કેમ સમજાતું નથી, વીર તારો ફાયદો ઉઠાવે છે તે આજે પણ ખોટું બોલ્યો છે. તને કેમ તેની ચાલાકી દેખાતી નથી ? આટલો બધો વિશ્વાસ તને એના પર કેમ છે? મને તો આ વાત સમજાતી જ નથી . વેદિકા રાધા ને પોતાની વાત સમજાવતી હતી " પરંતુ કોઈ ઉત્તર ન મળતા તે શાંત થઈ ગઈ.

ચારે તરફ એક સન્નાટો હતો એક એવી શાંતિ હતી કે જેમાં ઘણાય રહસ્ય છુપાયેલા હતા છતાં રાધા ના ચહેરા પર કોઈ ભાવ હતા નહીં. આ ભાવવિહીન ચહેરાને વેદિકા આશ્ચર્ય સાથે જોઈ રહી . તે રાધા ને ખૂબ જ સારી રીતે ઓળખતી હતી છતાં આ વખત તે તેના ચહેરા પરના ભાવ વાંચી શકતી ન હતી

25 વર્ષ પહેલા ઘરની વહુ બનીને આવેલી રાધા ખૂબ જ ગુણવંતી હતી. મા બાપ જેવા સાસુ સસરા , ભાઈ જેવો દેવર અને બહેન જેવી નણંદ થી પરિવાર ભરેલું હતું પોતે પણ ગૃહસ્થી ના ભરેલા અરમાનો સાથે વીર ને પરણી હતી અને કેટલાએ સપનાઓ તેની આંખમાં હતા.

રાધા જ્યારે વીર ને પરણી ત્યારે કિશનભાઇ નો પરિવાર સામાન્ય એક મધ્યમ વર્ગીય હતો. પોતાના મિત્ર સાથે ના સંબંધો આગળ વધારવા કિશનભાઇ એ પોતાના મિત્ર કેશવ ની દીકરી પોતાના મોટા દીકરા વીર માટે માંગી હતી. રાધા તો તેમને પહેલી જ નજરમાં ગમી ગઈ હતી . શાંત સ્વભાવ, કોમળ અને પૂરતો કહી શકાય તેઓ શારીરિક બાંધો આમ તે બધી રીતે વીર માટે યોગ્ય હતી. પરંતુ કિશનભાઇ ની પત્ની જમનાબેન ને રાધા મંજૂર ન હતી પરંતુ વીર ને તો મંજુર હશે એમ કહી સંબંધ સ્વીકારી લીધો હતો અને વીર પણ પોતાના પિતાની મંજૂરી માં પોતાની સંમતિ આપી દીધી હતી આથી જમનાબેન ની ઘણી માથાકૂટ પછી પણ રાધા સાથે લગ્ન નક્કી થયા.

પિતાના રીટાયર્ડ થવા પહેલા જ વીરે ઘરની જવાબદારી માથે લઇ લીધી હતી. ભાઈ અને બહેન ને તો તે વધુ ને વધુ સાચવતો. માં નો તો તે લાડલો દીકરો હતો પરંતુ પિતા સાથે થોડી લાડ લડાઈ ચાલ્યા કરતી હતી. પરંતુ પરિવાર માટે વીર તો જાણે રામ બરાબર હતો અને રાધા પણ અહીં ખુબજ હળીમળીને રહેવા લાગી હતી. પરંતુ હાથમાં આવેલો લાડવો આપણા સ્વાદ પ્રમાણે હોય તેવું જરૂરી નથી અને આજ રાધા સાથે પણ હતું. પોતાના સપના અરમાનો જાણે લગ્ન પછી એક બંધ પેટીમાં મુકાઈ ગયા હતા .

ઘરમાં તે લાડલી તો બની પરંતુ વીરની સહભાગી બની શકી નહીં. એક સફળ વ્યક્તિ જેણે ગરીબીથી લઈ અમીરી સુધી ની સફળતા ઘણી મહેનત થી મેળવી હતી. સમય જતા તે જ સફળતા તેને વધુ ને વધુ બદલતી ગઈ હતી. તે હવે રાધા જેવી મધ્યમ વર્ગીય છોકરી અને તેના શોખ પોતાની સફળતા સામે નીચા સમજવા લાગ્યો હતો. તે રાધા ને પોતાના લાયક જ સમજતો ન હતો તેને લાગતું કે રાધા માત્ર ઘર અને પરિવાર માટે જ છે. પોતાની હાઈ ક્લાસ સોસાયટી માટે રાધા યોગ્ય નથી પોતાનું રાધા સાથે નું લગ્નજીવન માત્ર એક સામાજિક પ્રક્રિયા બનીને રહ્યું હતું.પોતાના ત્રણ બાળકો અને તેનો ઉછેર પરિવાર અને સમાજની રીતભાત મુજબ ચાલતો રહયો પરંતુ દિવસેને દિવસે વધતી જતી સફળતા રાધાને વીર થી વધુ ને વધુ દૂર કરતી ગઈ હવે વીર પોતાની હાઈ ક્લાસ સોસાયટી અને પોતાનું એક સ્ટેટસ બનાવવામાં વ્યસ્ત થઈ ગયો પરંતુ પોતાનો પરિવાર તેની માટે હંમેશા ખાસ રહ્યો મા બાપ ,ભાઈ , બહેન અને બાળકો ને તે એક આરામદાયક જીવન આપવામાં વધુ ને વધુ મથતો રહ્યો અને રાધા પણ પોતાના પરિવાર માટે વધુ ને વધુ કામમાં પરોવાયેલી રહી. સવારે ઉઠતા જ બાળકો પરિવાર અને પૂજા પાઠમાં તે પોતાનો સમય ફાળવતી રહી અને આ બાજુ વીર થાકીને પોતાના આરામ અને સુખાકારી માટે કોઈ બીજાનો સાથ અને સંગાથ મેળવતો રહ્યો અને રાધા તો જાણે તેના ઘરની એક રખવાળી બનીને રહી.

સમાજ અને પરિવારનો મોભો તેને રાધા સાથે બાંધેલો રાખતો હતો. સફળતા તેના માથે ચડી બોલતી હતી રાધા ને તે પોતાની આંગળી એ નચાવતો હતો . પોતાના પરિવારનો આધાર ગણાતી રાધા તેની માટે કંઈ ન હતી. વીર ને હંમેશા લાગતું કે તે રાધા ઉપર અહેસાન કરે છે નહીં તો મારા જેવા વ્યક્તિ માટે રાધા કરતાં પણ વધુ હોશિયાર અને સુંદર છોકરીઓ ની લાઈન લાગે આ ઘરગથ્થુ કામ તો પૈસા આપતા કોઈ પણ કરી શકે. અને રાધા પણ આવા કઠોર શબ્દો સાંભળી ચૂપ થઈ જતી તે પોતે પણ એમ સમજતી હતી કે તે ખરેખર વીર ને લાયક જ નથી.

રાધા ની પોતાના પરિવાર અને બાળકોની જ આસપાસ તેની દુનિયા પૂરી થઈ જતી હતી. પોતાના પ્રેમ અને લાગણી માટે વીર પાસે સમય નથી તે તેણે સ્વીકારી લીધું હતું. કેટલાય અરમાનો પોતાના મનમાં રાખી તે મનની આંખોથી રડી લેતી પરંતુ તેની ખબર પણ કોઈને પડવા દેતી ન હતી તે વિચારતી કે પોતાના મા-બાપ અને તેમના સંસ્કારો ની મોટી જવાબદારી તેની માથે છે આ રીતે પોતાનો તમાશો દુનિયા સામે કરી ન શકે અને વળી બાળકોનું શું ... ? બા અને બાપુજી નું શું ?બાપુજી તો હદય ના દર્દી છે. અને વીર તેના આજ વિચારોને પોતાના પગ નીચે કચડી નાખતો હતો. સાંજે વહેલા ઘરે આવી જવું , બહાર જગ જાહેર માં ધીમે બોલવુ કે હસવું અથવા તારે બહાર ના બીજા કામો શીખવાની શું જરૂર છે ? આમ કહી વીર તેને પોતાના નીચે રાખતો હતો અને હવે તો સમય જતાં રાધા પણ આ બધું ભૂલીને પોતાના કામમાં લાગી ગઈ હતી. હવે તો તેને તેના શોખ પૂરા કરવા માટે સમય જ નહતો અને આમ જ સમય પસાર થતો ગયો.

વેદિકા ના શબ્દો રાધાના કાન સુધી અથડાયા પરંતુ ત્યાંથી જ પાછા વળી ગયા. કોઈ ભાવ ની લાગણી ન આવતા વેદિકા ને રાધા મૂર્ખ લાગી. તેને લાગયું કે વીર ઉપરનો અતિશય વિશ્વાસ કદાચ તેને એક દિવસ તોડી નાખશે. તે બરબાદ થઈ જશે અને તે ગુસ્સા સાથે જતી રહી.

વેદિકા ના ગયા પછી રાધા બારી પાસે આવી ઉભી રહી શાંત ચહેરા ના ભાવ સાથે તે બહારના ચંદ્ર અને તેની ફેલાતી ચાંદની ને જોઈ રહી. આજે પણ વીર રોજની જેમ ઘરે આવ્યો ન હતો. આંખના એક ખૂણેથી તેની આંખનો આંસુ ગાલ ઉપર ઉતરી આવ્યો એકંદરે તે રડી જ પડી હતી પણ બસ અવાજ આવતો ન હતો. તે મનના અંદર ચાલતા વિચારોમાં ગુચવાઈ ગઈ . આજે જે થયું તે પહેલી વાર ન હતું.

વેદિકા તેને વારંવાર વીર પ્રત્યેના અવિશ્વાસ વિશે જણાવતી હતી .પેહલેથી જ તેને વીર ના વ્યવહાર વિશે શંકા હતી . તે રાધા ને ઘણીવાર આં વિશે કેહતી.એક બે વાર તો તેણે વીર ને કોઈ બીજી છોકરી સાથે બહાર રેસ્ટોરેન્ટમાં , કોફી શોપમાં હાથ માં હાથ નાખી બેઠેલો જોયો હતો અને તે વારંવાર રાધાને આ બધું જણાવતી હતી. છતાં રાધા ને તેની ઉપર વિશ્વાસ ન હતો અને આ વખત તો તે વીર અને તે છોકરીના ફોટા લઈને આવી હતી છતાં રાધાએ કોઈપણ પ્રત્યુત્તર આપ્યો નહીં અને વેદિકા ફોટા ને ત્યાં જ મૂકી ગુસ્સામાં જતી રહી આ એક વિશ્વાસ હતો કે પછી અંધવિશ્વાસ તે વેદિકા સમજી શકી ન હતી.પોતાની પ્રિય સખી ને કઈ રીતે સમજાવે તે વેદિકા સમજી શકતી ન હતી.

બારી પાસે ઉભેલી રાધાએ આંખો બંધ કરી. પોતાના ભૂતકાળની કેટલીક યાદોમાં તે ખોવાઈ ગઈ રોજિંદા એક દિવસની વાત હતી .વીર પોતાની એક જરૂરી ફાઈલ ઘરે ભૂલી ગયો હતો. અચાનક રાધા ને તે ફાઇલ ડાઈનીંગ ટેબલ ઉપરથી મળી ફાઈલ જોતા તેને ફાળ પડી તે ઍજ ફાઈલ હતી જેના પર વીર ગઈ કાલે મોડી રાત સુધી કામ કરતો હતો તેને થયું કે જો તેને સમય પર ફાઈલ ન મળી તો તેનું મોટું નુકસાન થશે અને તે ગુસ્સે પણ થશે.

આમ વિચારી તેણે વીર ને ફોન લગાડ્યો પરંતુ ફોન લાગ્યો નહિ.જોકે બંને વચ્ચે કોઈ ખાસ સંબંધ કે પ્રેમ અત્યારે ન હતો છતાં રાધા ને થતું કે તે કામમાં વ્યસ્ત છે. છતાં અત્યારે તો તે વીર ની ફિકરમાં ભાગતી ભાગતી ઓટો સ્ટેન્ડ સુધી આવી. વળી આજે ઘરે પણ કોઈ હતું નહીં. બા અને બાપુજી મંદિરે ગયા હતા ,જ્યારે તેના ત્રણેય દીકરાઓ સ્કૂલે અને કોલેજે જવા નીકળી ગયા હતા. વીર ને મોટું નુકસાન થશે અને વળી તેનો ગુસ્સો તે રાધા પર ઉતારશે એમ વિચારતા તે ઓફીસ જવા નીકળી ગઈ ઓફિસે પહોંચતા તેને ખબર પડી કે વીર તો મિટિંગ માં જવા પાછા નીકળી ગયા છે. તેણે ત્યાંથી ફોન લગાડવા કહ્યું પણ ફોન હજી લાગ્યો નહીં.

આથી તે સ્થળ નું એડ્રેસ પૂછી તે ફાઈલ લઈ હોટેલ જવા નીકળી ગઈ . રસ્તા માં પણ તે વીરનો નંબર લગાડવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ વીરનો નંબર લાગતો ન હતો . આખરે તે હોટેલ પહોંચી ત્યાં જઈ તેને વીર નું નામ પૂછ્યું પરંતુ ત્યાં રિસેપ્શન પરથી ખબર પડી કે અહીં તો કોઈ એવી મિટીંગ નથી પરંતુ હા કોઈ મિસ્ટર એન્ડ મિસીસ જોષીએ હોલીડે નું બુકિંગ કરાવ્યું છે. આ સાંભળતા જ રાધાને થોડો આચકો લાગ્યો છતાં તેને લાગ્યું કે કોઈ ભૂલ થતી હશે તે વીર નહિ હોય તેને થયું કે થોડીવાર અહીં રાહ જોવી જોઈએ કદાચ હજી વીર પહોંચ્યા જ ના હોય. તે વેઇટિંગ રૂમમાં રાહ જોઈને બેઠી હજી તે વીર નો નંબર લગાડતી હતી છતાં તે ફોન લાગતો નહોતો અચાનક ઉપરથી તેણે વીર ને આવતા જોયો પણ તે એકલો ન હતો.તે કોઈ છોકરી સાથે હતો અને તેણે તે છોકરીની કમરમાં પોતાનો હાથ રાખ્યો હતો અને બંને હસતા હસતાં નીચે ઉતર્યા અને આ બાજુ ઊભેલી રાધા આ બધું જોઈ રહી તે બંને ની પાછળ દોડી પરંતુ વીરે તેનો અવાજ સાંભળ્યો નહીં બંને જણા હસતા હસતા સ્વિમિંગ પૂલ એરિયામાં આવ્યા અને ત્યાં બેઠા .બંને હંસો ના જોડા મસ્ત મગન થઈ ફોટા પડાવવા લાગ્યા અને આ બધું રાધા દૂર ઉભી જોઈ રહી તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો .

થોડીવાર પછી વીર ઊભો થઈ કોઈનો ફોન લેવા ગયો ત્યાંરે રાધા એ છોકરી પાસે આવી અને તેના વિશે કોઈ અપરિચિત હોય તેમ પૂછવા લાગી. ત્યારે તેને ખબર પડી કે તે છોકરી વીરની પ્રેમિકા છે અને તેમનો બાર વર્ષ થી સંબંધ છે. આ સાંભળી રાધા ત્યાં જ ભાંગી પડી તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો. ગમે તેમ કરી તે પોતાને સંભાળતા સંભાળતા ઘરે આવી. અત્યારે બધા ઘરે આવી ગયા હતા પોતાના હસતા ખેલતા પરિવારને શું કહે. પોતાના આદર્શ દીકરા , પિતા કે ભાઈ વિશે આ બધું કઈ રીતે કહે તે વિચારવા લાગી પરંતુ તેની જીભ ઉપડી નહિ. કોઈપણ પત્ની પોતાના પતિને આ રીતે લગ્નના આટલા વર્ષ પછી આવા સંબંધમાં કે તેની સાથે તેનો પતિ છલ કરશે તે જોઈ શકે નહીં અને આજ રાધા સાથે હતું . આજે તેને પોતાની હાર દેખાતી હતી પોતાના ગૃહસ્થ જીવનમાં તેને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું અને અંતે જેના સહારે તે આ ઘરમાં આવી હતી તે તેને આ રીતે તરછોડસે તે રાધા માટે મોટો આઘાત હતો.આં એક એવું રહસ્ય હતું જો તેની જાણ પરિવારના લોકોને થાય તો બધું જ વિખાઈ જાય કોઈપણ સંબંધોનું માંન રહે નહીં.

બધું યાદ આવતાં તેની રહસ્ય ભરેલી આંખ ખુલી સ્વસ્થ થઈ .પોતાના રૂમમાંથી બહાર નીકળી અને પછી કામમાં લાગી ગઈ.