Operation relief - 1 in Gujarati Adventure Stories by Akshay Bavda books and stories PDF | ઓપરેશન રાહત ભાગ-૧

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ઓપરેશન રાહત ભાગ-૧

12 October 2000
Port of Aden, Yemen

USS Cole 6000 ટન નું ડિસ્ટ્રોયર જહાજ યમન બંદરગાહ પર તેલ ભરવા માટે ઉભુ હોય છે. બપોર થઇ ગઇ હોવાથી જહાજ ના સિપાહીઓ જમવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં અચાનક એક નાની બોટ જહાજ તરફ આવવા લાગે છે. USS Cole ની પાસે પહોંચતા જ બોટ માં બેઠેલાં બે નાવિક ઉપરની તરફ જોઈને કંઈક બબડે છે. થોડી જ વારમાં ખૂબ મોટો પ્રચંડ વિસ્ફોટ આખા સમુદ્રને હલાવી નાખે છે. બોટ સાથે પોતાને ઉડાવી દેવા વાળા આતંકવાદી હતા જે ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટક થી ભરેલી બોટ લઈને આવ્યા હતા. આ હુમલાથી અમેરિકાના 17 ફોજી મૃત્યુ પામે છે તથા 37 ઘાયલ થાય છે. આ ધમાકા ની તીવ્રતા એટલી ભીષણ હતી કે તેણે દુનિયાના સૌથી શક્તિશાળી ડિસ્ટ્રોયર જહાજ ની બોડીમાં ૪૦ ફૂટ નું મોટું કાણું પાડી દીધું હતું.

માર્ચ 2015

આ એ સમય હતો કે જ્યારે યમનમાં ભીષણ યુદ્ધ ચાલતું હતું અનેક હથિયાર બંધ જૂથ સત્તા મેળવવા માટે એકબીજા સાથે લડી રહ્યા હતા. આ આગમાં ઘી હોમવા માટે સાઉદી અરબ એ તાત્કાલિક હવાઈ હુમલા કરવાનું ચાલુ કરી દીધું હતું. આકાશમાં ઉડતા સાઉદીના વિમાનો યમનની જમીન પર આકાશમાં ઉડી રહેલા ડ્રેગન ની જેમ આગ વરસાવી રહ્યા હતા જેથી જમીન પર હાહાકાર મચી ગયો હતો.

આ દરમ્યાન ભારતીય નેવી કમાન્ડર મિલિન્દ મોહન મોકાશી તેમના યુદ્ધ જહાજ ને લઈને અરબની ખાડીમાંથી જીભૂતી તરફ આગળ વધી રહ્યા હતા. જીભુતી એટલે યમન ની સામે આવેલો ખૂબ જ નાનો આફ્રિકી દેશ જેની અને યમન વચ્ચે માત્ર ખારા પાણીના દરિયા સિવાય બીજું કઈ જ ન હતું. દોઢસો સૈનિકોથી ભરેલા આ ભારતીય ડિસ્ટ્રોયર અરબની ખાડી પર એન્ટી પાયરેસી મિશન માટે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું.

૨૬ માર્ચ ૨૦૧૫ ના દિવસે કમાન્ડર ને ખબર મળે છે કે યમન પર સાઉદી એ આક્રમણ કરી દીધું છે. આ બાબતની ખબર મળતાની સાથે જ સૌથી પહેલા કમાન્ડર ના મગજમાં યમનમાં ફસાયેલા પોતાના દેશવાસીઓ નો વિચાર આવે છે. તે જાણતા હતા કે યમનમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર થયેલી છે અને ત્યાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે તેમનું જહાજ ખૂબ સારી પોઝિશનમાં છે. ભારતીય નેવીના કમાન્ડર અને તેના દોઢસો સાથી યમનમાં ફસાયેલા હિન્દુસ્તાની ઓ નો જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવવાના હતા. જીદ પર ઉતરેલા આ ભારતીય સૈનિકો રેસ્ક્યું મિશન માટે હસતા મોઢે મૃત્યુને ભેટવા પણ તૈયાર હતા. આ માત્ર તેમની ડ્યુટી જ નહીં પરંતુ વાત ભારતના ગૌરવ ની હતી.

Gulf of Arabia
29 માર્ચ 2015

ઇન્ડિયન નેવી નું યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રા અરબ ની ખાડી માં ભારતીય વેપારીઓની સુરક્ષા કરતું હતું. તેના કમાન્ડર ના મગજ માં USS Cole ની 15 વર્ષ પહેલા ની ઘટના ઉછાળા મારી રહી હોય છે. તેવામાં કમાન્ડર મોકાશિ ભારતીય નૌસેના નું એકદમ નવું યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રા લઈને 20 દિવસ પહેલાં જ એડીન ની ખાડી પર પહોંચ્યા હતા. તેમના પર ભારતીય વેપારી જહાજોને સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી એવામાં અચાનક ૨૯ માર્ચ ૨૦૧૫ના દિવસે આઈએનએસ સુમિત્રા જીભૂતિ તરફ જઈ રહ્યું હતું. હેડ ક્વાર્ટર માંથી મળેલા આદેશ મુજબ તે લોકોએ એડીન બંદર પર જવાનું હતું જ્યાં 15 વર્ષ પહેલા જ USS Cole ને કાટમાળમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

ભારતીય નેવીના હેડ ક્વાર્ટર માંથી આદેશ મળતા જ કમાન્ડર મોંકાશી નું મન ખુશીથી પ્રફુલ્લિત થઇ જાય છે. અને આ મેસેજ તે સર્વ પ્રથમ આઈએનએસ સુમિત્રા ના એક્ઝિક્યુટિવ ઓફિસરને જણાવે છે. આ બંને સૈનિક પોતાના ડેક પરથી ડૂબતા સુરજને જોતા જોતા રેસ્કયું મિશન નો પ્લાન તૈયાર કરવા લાગે છે. લગભગ ૩૬ કલાક સુધી આખા આઈએનએસ સુમિત્રા ના ક્રૂ મેમ્બર ચૂપચાપ કામ કરીને જહાજને મિશન માટે તૈયાર કરે છે.

આઈએનએસ સુમિત્રા ના જવાનો માટે સૌથી મોટી મુશ્કેલી આ યુદ્ધ જહાજ ને રેસ્ક્યુ મિશન માટે તૈયાર કરવું એ જ હતી. આ જહાજ ને દરેક વાતાવરણમાં કામ કરવા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એન્ટી પાયરેસી મિશન પર હોવાથી તેને અનેક શસ્ત્રો વડે સજ્જ કરવામાં આવેલ હતું. આ જહાજ ભારતીય નેવી નું ખૂબ નવું જહાજ હતું જેને માત્ર છ મહિના પહેલાં જ કમિશન કર્યું હતું. એન્ટી પાયરેસી મિશન માટે સજ્જ આ જહાજના ઓર્ડર હવે સદંતર રીતે બદલાઈ ગયા હતા. જેથી કમાન્ડર એ જહાજ સાથે તેમના ક્રૂ મેમ્બરને પણ અલગ મિશન માટે તૈયાર કરવાના હતા અને આ કામ માટે તેમની પાસે માત્ર ગણતરીના કલાકો જ બચ્યા હતા.