ભાગ - 10
અળવીતરો, ઓફિસના પ્યુન અશોકનો ગુસ્સો, તેમજ જો આજે એ પોતે પ્યુનના હાથમાં આવી જશે, તો પ્યુન અશોક, "હાલનેહાલ" પોતાનો શું હાલ કરશે ? તે
પૂરેપૂરી રીતે નહીં, પરંતુ સંપૂર્ણ રીતે જાણી ગયો છે, અને એટલેજ,
અત્યારે બેચેન થઈ, અડવીતરો ફેક્ટરીની હેવી માલસામાન ખસેડવાની krain પર ચડી ગયો છે.
Krain બહુ ઊંચાઈ પર હોવાથી, ત્યાં સુધી કઈ રીતે પહોંચવું /
તે માટે પ્યુન અશોક, મારવો છે અડવીતરાને, પરંતુ તે ગોડાઉનમાંજ આમથી તેમ
"આંટા" મારી રહ્યો છે.
અડવીતરા સુધી કેમ કરીને પહોંચવું ? એ પ્રશ્ન
અત્યારે પ્યુન માટે યજ્ઞ પ્રશ્ન છે.
આમ તો આજ સુધી પણ, એ પ્રશ્ન યજ્ઞ પ્રશ્નજ હતો, કે અડવીતરા સુધી કેવી રીતે પહોંચવું ? અને આજે ?
આજે, તેની નજર સામેજ અડવીતરો હતો, પરંતુ અત્યારે પ્યુન અશોક, ઊંચાઈ પર ચઢીને બેઠેલ, અડવીતરા સુધી પહોચી, એને ઝડપી,
"ઝડપીમાંઝડપી" મેથીપાક આપવા કયો રસ્તો કાઢવો ?
તે વિચારી રહ્યો છે.
હવે આપણે એ જોઈએ કે, પ્યુન અશોક અને અડવીતરા વચ્ચે, એવું તો શું બન્યું હતું ? કે
આજે અળવીતરાને મારવા પ્યુન, ઉતાવળો અને બેકાબુ થયો છે.
તો પહેલા આપણે એ કારણ જાણી લઈએ.
આ વાત છે, લગભગ ચારેક વર્ષ પહેલાંની.
હા, પ્યુનનો અત્યારનો ગુસ્સો, એ ચાર વર્ષ જૂનો અને "પરિપકવ" થયેલો હતો.
ચાર વર્ષ પહેલા બનેલા એક બનાવ, સોરી અણબનાવ વખતનો છે, અને એટલેજ આ ચાર વર્ષ જૂનો, પ્યુનનો એ ગુસ્સો આજે વ્યાજ સાથે જમા થઈ, એના પૂરા શરીરમાં "ફાટું-ફાટું" થઈ રહયો છે.
ચાર વર્ષ પહેલા આ પ્યુન અશોક, એક સેલ્સમેન તરીકેનું કામ કરતો હતો.
એ સમયે,
અશોક પોતાના લ્યુના પર પ્લાસ્ટિકનો ઘર-વખરીનો સામાન ભરીને, નાના-નાના અંતરિયાળ ગામોની દુકાનો પર વેચવા જતો.
હા, એ વખતે એના સ્વભાવમાં એક ખામી એ હતી કે,
એને બોલવા વધારે જોઈતું.
જેવો એ કોઈ વ્યક્તિને મળે એટલે, કામની કે નક્કામી, મતલબ વગરની ફાલતુ વાતો, અને એ પણ, સામેનો વ્યક્તી કંટાળે નહીં, ત્યાં સુધી એની વાતો બંધ પણ ના કરે, કે સામેનો વ્યક્તી કંટાળી, એને અહીંથી જવાનું ન કહે, ત્યાં સુધી ઉભો પણ ન થાય.
સામેવાળાને તેની વાતો ગમે કે ના ગમે, એ જોયા વગર પણ બોલ-બોલ કરવાની એની બહુ ખરાબ આદત હતી.
એટલી હદે વાતોડિયો સ્વભાવ. હવે આમાં,
ચાર વર્ષ પહેલા અળવીતરાના ગામનીજ એક દુકાન પર સવાર-સવારમાં જ તે માલ સામાન વેચવા પહોંચ્યો.
હવે આ સમયે, તે દુકાનનો માલીક હમણાંજ દુકાન ખોલી, સાફ-સફાઈ કરી રહ્યો હતો, અને એની નજર દૂરથી લ્યૂના પર આવતાં આ સેલ્સમેન અશોક પર પડી.
આમતો અશોક, આ દુકાને રોજ બપોર પછીજ આવતો,
પરંતુ
આજે તે સવાર-સવારમાં દેખાતા, અને તેનો સ્વભાવ સારી રીતે જાણતા, એ દુકાન માલિક મનમાં બબડ્યા પણ ખરા કે,
આ માથાનો દુખાવો, આજે સવાર-સવારમાં ક્યાં આવ્યો ? હજી તો મેં હાલ દુકાન ખોલી છે, દીવા-બત્તી પણ બાકી છે, અને આ સવાર-સવારમાં આવીને બેસી જશે, તો
મારુ માથું ખાઈ જશે, ને મારો આજનો દિવસ પણ બગાડી દેશે.
એટલે
એ દુકાનદાર, ફટાફટ ઝાડુ દુકાનમાં મૂકી, દુકાનના તાળા હાથમાં લઇ, દુકાનનું શટર નીચે પાડે છે.
હવે ત્યાં સુધીમાંતો, એ લ્યુનાં લઈને ખૂબ નજીક આવી ગયો હોવાથી, તે દુકાનદાર તાળૂ માર્યા સિવાય ખાલી શટર આડું કરી, તાળા હાથમાંજ લઈને દુકાનની પાછળની બાજુ સંતાઈ જાય છે. ત્યારેજ.....
ત્યાંથી નિકળી રહેલ અડવીતરો, દુકાનદારને આમ છુપાતા જોઈ જાય છે.
એને કંઈક અજુગતું લાગતા, તે રસ્તા વચ્ચેજ ઉભો રહી જાય છે, ને ઊભા-ઊભાજ એ હાથના ઇશારાથી પેલા છુપાયેલા દુકાનદારને પૂછે છે કે,
તમે આમ કેમ સંતાઈ રહ્યા છો ?
આ જોઈ દુકાનદારને ડર લાગે છે, એને એમકે, હમણા સેલ્સમેન આવશે, ને આ અળવીતરાને મારી સામે ઈશારા કરતો જોઈ જશે, તો એને ખબર પડી જશે, કે હું અહિ છુપાયો છું,
એટલે એ દુકાનદાર પણ ઈશારાથી અડવીતરાને પોતાની પાસે બોલાવે છે.
અડવીતરો એ દુકાનદાર પાસે જતા,
દુકાનદાર :- ભાઈ, જો સામે લ્યુના પર જે સેલ્સમેન આવે છેને ? એ બહુ માથાનો તવો છે, અને એમાંય પાછો આજે, સવાર-સવારમાં આવ્યો છે.
એ એકવાર મારી દુકાન પર આવીને બેસી જશેને, તો બે કલાકેય ઉભો નહીં થાય.
જો તું મારુ એક કામ કર, દુકાનનું શટરતો મે પાડી દીધું છે, તું ખાલી તાળું મારીને આવતો રહે.
કદાચ એ તને જોઈ જાય અને પૂછે કે હું ક્યાં ગયો છું ?
તો કહેજે કે, એતો બહારગામ ગયા છે.
હવે અડવીતરાએ તો, હાથમાં તાળૂ લીધું, ને રોડ પર આવી ગયો.
અને પછી.....
ખૂબ જ નજીક આવી ગયેલા એ સેલ્સમેનને જોતા, અડવીતરો, જે હાથમાં તાળું હતુ, એ તાળાવાળો હાથ, થોડો ઊંચો ને પાછળ લઇ, નિશાન તાકવા માટે, એક આંખ બંધ કરી, એ તાળાનો તાકાતથી ઘા કરે છે.
એ તાળુ, સેલ્સમેનના બરાબર માથા પર વાગે છે.
તાળું વાગતા, એ સેલ્સમેન લ્યુના સાથે નીચે પડે છે.
અડવીતરાને તાળું મારીને આવવામાં, થોડો સમય વધારે થયો હોય એવું પેલા દુકાનદારને લાગતા.....
દુકાનદાર એને જોવા-બોલાવવા થોડો બહાર આવે છે, ને ફરી ઈશારાથી એને પોતાની પાસે બોલાવે છે.
દુકાનદાર :- મારી દીધું તાળું ?
ચાવી ક્યાં ?
અડવીતરો :- તાળું તો મે, ચાવી સાથેજ બરાબર ભોડામાંજ માર્યું.
અને
એ પડ્યો એ લ્યુના સાથે, હજી ઉભો થઇ રહ્યો છે, જુઓ...
દુકાનદાર : - અલ્યા, એને તાળું મારવાનું તને કોણે કહ્યું ?
અડવીતરો :- તમે તો કહ્યુ કે, શટર તો મે વાખી દીધું છે, ને પેલો સામે આવે એ માથાનો દુઃખાવો છે, એકવાર દુકાને આવી બેસી જાય તો જલ્દી ઉભો નથી થતો,
"લે તુ તાળું મારીને આવતો રહે"
દુકાનદાર :- ડફોળ, તાળું શટરને મારવાનું હતુ.
બોલો મિત્રો, હવે આજે આ સેલ્સમેન અશોક, અડવીતરાને છોડે ?
વધું ભાગ - 11 માં