Chakravyuh - The Dark Side of Crime (Part-29) in Gujarati Crime Stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-29)

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-29)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-29)


" દવે આપણે વિનય વિશે થોડી તપાસ કરવી પડશે." બહાર નીકળી ગાડી માં બેસતાં રાઘવે દવેને કહ્યું.
" રાઘવ પણ આપણે શું તપાસ કરીશું વિનય વિશે?" રાઘવ ની વાત સાંભળી દવે એ રાઘવ ને પૂછ્યું.
" તેના વિશે નાનામાં નાની માહિતી, એક કામ કર તું અને શંભુ તેના મિત્રો પાસે જઈને તપાસ કરો અને હું તેના ઘરે જઈને તેના મમ્મી-પપ્પા પાસે થી વિનય ની વધુ માહિતી એકત્રિત કરું." રાઘવે દવેને જવાબ આપતાં કહ્યું અને શંભુ ને ગાડી વિનયના ઘર તરફ લેવાં માટે કહે છે, પછી શંભુ તેને વિનય ના ઘરે ઉતારી પછી હિરેન ને પોલીસ સ્ટેશને ઉતારે છે ત્યાર બાદ શંભુ અને દવે વિનય નાં મિત્રોને મળવા માટે જાય છે.
" રાઘવ સર તમે! આવો." દરવાજો ખોલતાં રાઘવને જોઈએ વિનયના મમ્મીએ રાઘવ ને અંદર બોલાવતાં કહ્યું.
" વિનય ઘરે છે માસી?" ઘરમાં પ્રવેશી સોફા પર બેસતાં રાઘવે વિનય ની મમ્મીને પૂછ્યું.
" ના એ તો બહાર તેનાં મિત્રો સાથે ફરવા ગયો છે." વિનયની મમ્મીએ રાઘવને જવાબ આપતાં કહ્યું.
" માસી મારે વિનય વિશે માહિતી જોઈએ છે." ખચકાતાં સ્વરે રાઘવે વિનય ની મમ્મી ને કહ્યું.
" વિનય ની માહિતી! પણ કેમ?" રાઘવ ની વાત સાંભળી અજુગતું લાગતાં વિનય મમ્મી એ રાઘવ ને પૂછ્યું.
" મારે કેસમાં વિનય ની માહિતી નું થોડું કામ છે, તેની માહિતી ઘણાં બધાં પ્રશ્નો નાં જવાબ આપે એમ છે." વિનયની મમ્મી ને સમજાવતાં રાઘવે કહ્યું. રાઘવ ની વાત સાંભળી વિનય ની મમ્મી રાઘવને અત્યાર સુધીની વિનય ની તમામ વાતો જણાવે છે ઉપરાંત તેના નાનપણથી અત્યાર સુધીના ફોટાઓ અને તેનાં મનપસંદ રમકડાં પણ રાઘવ ને બતાવે છે. આ તરફ દવે પણ વિનય નાં મિત્રો પાસેથી ઘણી માહિતી મેળવી લે છે.
" રાઘવ વિનય નાં મિત્રો પાસેથી માહિતી મેળવી લીધી છે, બોલ ક્યાં મળવું છે પોલિસ સ્ટેશને કે તારી ઓફિસે?" વિનય ના મિત્રો પાસેથી વિનય ની માહિતી લીધા બાદ દવેએ રાઘવને ફોન કરી કહ્યું.
" દવે એક કામ કર તું મારી ઓફિસે આવીજા, ત્યાં આપણાં ત્રણ સિવાય કોઈ જ નહી હોય. કેમકે તારી ચોકી માં તો ઘણાં બધાં ની અવરજવર હોય છે તો ત્યાં વાત કરવી ઉચિત નથી એટલે મારી ઓફિસે પહોંચ હું હમણાં જ આવું છું." રાઘવે દવે ને એની ઓફિસે આવવા જણાવે છે પછી રાઘવ પણ ઓફિસે જવા નીકળે છે, રાઘવ 15 મિનિટ માં જ તેની ઓફિસે પહોંચી જાય છે રાઘવ ઓફીસ ખોલતો જ હોય છે એટલામાં દવે અને શંભુ પણ આવી પહોંચે છે.
" રાઘવ ઠંડુ મંગાવ આજે તો, એક કામ કર લસ્સી મંગાવ." દવે એ ઓફિસમાં આવી ખુરશી પર બેસતાં રાઘવને કહ્યું દવે ની વાત સાંભળી રાઘવ લસ્સીવાળા ને ફોન કરી ત્રણ લસ્સી મંગાવે છે.
" દવે શું જાણવાં મળ્યું તને વિનય નાં મિત્રો પાસેથી?" રાઘવ એ તેની ખુરશી પર બેસી લેપટોપ ચાલું કરતાં દવેને પૂછ્યું.
" તને વિનય પર શક કેમ છે? અને તે વિનય વિશે કેમ માહિતી મેળવવા કહ્યું હતું?" રાઘવ ની વાત સાંભળી દવે એ રાઘવ ને પૂછ્યું.
" દવે વાત ઘણી લાંબી છે, આદિત્ય નું મર્ડર અને સંધ્યા નું ફસાવવુ બધોજ પ્લાન વિનયનો હતો." રાઘવે વિનય દ્વારા કહેવામાં આવેલી તમામ વાત દવેને વિસ્તારથી કહી સંભળાવે છે.
" પણ રાઘવ તે કહ્યું એમ જો વિનયે આ બધું એકલાએ જ કર્યું છે તો તે C.D. જે મને મળી હતી તે કોણે મોકલાવી? કેમકે વિનય તો જેલમાં હતો ઉપરાંત બીજા ઘણાં એવા કાર્ય છે જેમાં તે એકલો કરી શકે તેમ નહોતો ." રાઘવ ની વાત સાંભળી દવે એ તેનો તર્ક રજૂ કરતાં કહ્યું.
" દવે બસ એટલે જ મને વિનય પર શંકા ગઈ, અને હિરેનને જ્યારે મળ્યો ત્યારે તેને વિનય નો જ ફોટો બતાવ્યો હતો ત્યારે તેણે કહ્યું કે આ વ્યક્તિ તેનાં જેવો જ દેખાય છે ત્યારે મને પાકી ખાતરી થઇ ગઈ કે આ બધું વિનયે જ કર્યું હશે એટલે તેની વધું માહિતી એકઠી કરવા કહ્યું." દવે ની વાત સાંભળી રાઘવે દવેને કહ્યું.
" પણ વિનય આવું શું કરવા કરે તેનો બદલો તો પૂરો થઈ ગયો તો પછી?" રાઘવ ની વાત સાંભળી દવે બોલ્યો. તેમની વચ્ચે વાતચીત ચાલતી હોય છે એટલામાં લસ્સીવાળો લઈને આવે છે.
" દવે વિનય મને વિનય નથી લાગતો." દવે ની વાત સાંભળી લસ્સી નો એક ઘૂંટડો ભરી ગ્લાસ ને હાથમાં ફેરવતા રાઘવ બોલ્યો.
" મતલબ, તું શું કહેવા માંગે છે મને ના સમજાયું રાઘવ?"રાઘવની વાતનો ખ્યાલ ના આવતાં શંભુ એ રાઘવ ને પૂછ્યું.
" મતલબ એ જ કે વિનય નાં રૂપમાં કોઈ બીજું જ છે શંભુ." એક જ વારમાં લસ્સીનો ગ્લાસ ગટગટાવી જઇ ગ્લાસ ને ટેબલ પર મુકતાં દવે બોલ્યો.
" યસ દવે એટલે જ તો મેં તને તેના વિશે તપાસ કરવાં જણાવ્યું હતું."
" તેના મિત્રોએ અમને જણાવ્યું કે વિનય નું વર્તન જેલમાંથી છૂટયા પછી અલગ થઈ ગયું છે તે કોઈની સાથે વધારે વાતચીત નથી કરતો અને ઘણીવાર તો તે મિત્રો નાં નામ પણ ભૂલી જાય છે." દવે એ રાઘવને તેણે મેળવેલી વિનય ની માહિતી જણાવતાં કહ્યું.
" દવે મને પણ તેની મમ્મી પાસેથી અને તેના ફોટા ઓ માંથી ઘણી બધી માહિતી મળી, જો તેનાં આ ફોટા તેનાં હાથ પર કોઈજ નિશાન નથી બીજું તેની આંખો તરફ નજર કર અને હવે આ ફોટો જો તને કંઈ ફરક દેખાય છે?" રાઘવે તેના ફોનમાં રહેલ ફોટાઓને લેપટોપમાં ઓપન કરી વિનય નાં પહેલાંના અને અત્યાર ના ફોટાઓ બતાવતાં દવે ને પૂછ્યું.
" હા રાઘવ તેની ડાબી આંખના ખૂણામાં નાના દાણા જેવું કંઈક છે જે આ ફોટામાં નથી અને વિનય નો આ ફોટો જે હાલનો છે તેમાં તેના હાથમાં જે નિશાન છે તે તેના પહેલાં નાં ફોટા માં નથી" વિનય ના ફોટાઓને ધ્યાનથી નિરીક્ષણ કર્યા બાદ દવેએ રાઘવ ને કહ્યું.
" તો પછી વિનય ની જગ્યાએ જે છે એ કોણ છે?" દવે ની વાત સાંભળી શંભુ એ સવાલ કર્યો.
" વિનયના રૂમમાં કોઈ રીઢો ગુનેગાર લાગે છે." શંભુ ની વાત સાંભળી રાઘવ બોલ્યો.
" પણ તે કયો ગુનેગાર છે તેની ખબર કેવી રીતે પડશે? અને જો તે વિનય નથી તો પછી વિનય ક્યાં છે?" રાઘવ ની વાત સાંભળી શંભુ એ એના મનમાં ચાલી રહેલ સવાલ કરતાં રાઘવ ને પૂછ્યું.
" સરસ સવાલ શંભુ, આપણે એ જ શોધવાનું છે અને એ આપણને આપણા ક્રિમિનલ ડેટાબેઝમાંથી જાણવાં મળશે." દવે એ શંભુ નાં સવાલનો જવાબ આપતાં કહ્યું. " વિનય નાં મતલબ કે ગુનેગારના ફિંગર પ્રિન્ટ લઈ, કેમકે
તેણે વિનય નો ચહેરો ધારણ કર્યો છે ફિંગર પ્રિન્ટ નહીં, અને મનુષ્ય તેનો ચહેરો બદલી શકે છે ફિંગર પ્રિન્ટ નહીં." શંભુને સમજાવતાં દવે એ કહ્યું.
" લે દવે આ રહ્યા વિનય નાં ફિંગર પ્રિન્ટ." દવે ની વાત સાંભળી રાઘવ એ તેની બેગમાંથી એક ચાનો કપ દવેને આપતાં કહ્યું ‌
" ક્યાંથી લાવ્યો આ કપ?" કપ હાથમાં લેતાં દવેએ રાઘવ ને પૂછ્યું.
" દવે હું વકીલ છું, હું તમામ વાત નું ધ્યાન રાખું છું મને વિનય પર શક ગયો ત્યારે જ મેં આ કાર્ય કર્યું હતું." રાઘવે દવેને જવાબ આપતાં કહ્યું.
" ઠીક છે રાઘવ ચલો ત્યારે ફોરેન્સિક લેબ." દવેએ ઉભાં થતાં રાઘવ ને કહ્યું, પછી ત્રણેય ચાનો કપ લઈને ફોરેન્સિક લેબમાં જાય છે અને વિધાન ને કપ આપી તેનાં પર રહેલા ફિંગર પ્રિન્ટ નાં નિશાન માંગે છે. વિધાન અડધા કલાકમાં તેનાં પર રહેલા ફિંગર પ્રિન્ટ સ્કેન કરી દવે ને પેન ડ્રાઈવ માં માં કોપી કરીને આપે છે પછી દવે, શંભુ અને રાઘવ પેન ડ્રાઈવ લઈ ત્યાંથી નીકળે છે.
" આપણે ક્યાં જવાનું છે હવે?" ગાડીમાં બેસતાં રાઘવે દવેને પૂછ્યું.
" કંટ્રોલરૂમમાં કેમકે ક્રિમિનલ ડેટાબેઝ બધો કંટ્રોલરૂમમાં હોય છે." રાઘવ ની વાતોનો જવાબ આપતાં દવે બોલ્યો. શંભુ ગાડી કંટ્રોલ રૂમ તરફ લઇ લે છે ત્યાં જઈ તેઓ એક અધિકારીને મળે છે.
" અરે! દવે તમે અહીંયા?" દવેને જોઈ તે અધિકારી એ દવે ને પૂછ્યું.
" હા મહેશ તારું કામ પડ્યું." દવેએ અધિકારીને જવાબ આપતાં કહ્યું તેનું નામ મહેશ હતું
" બોલ શું મદદ કરી શકું તારી?"
" એક ફિંગર પ્રિન્ટ ક્રિમિનલ ડેટાબેઝમાં મેચ કરવાનાં છે." દવે એ પેન ડ્રાઈવ મહેશ ને આપતાં કહ્યું.
" થઈ જશે પણ તેમાં વાર લાગશે." મહેશે પેન ડ્રાઈવ હાથમાં લેતાં કહ્યું.
" કેટલી વાર લાગશે?"
" નક્કી નહિ કેટલો સમય લાગશે, કેમકે ક્રિમિનલ ડેટાબેઝમાં લાખોની સંખ્યામાં ફિંગર પ્રિન્ટ ના ડેટા છે તો વધુમાં વધુ ત્રણ થી ચાર કલાક જેવું થશે." મહેશે દવે ને જવાબ આપતાં કહ્યું.
" વાંધો નહીં." દવેએ મહેશ ને કહ્યું પછી મહેશ તેના એક પટાવાળાને કહી દવે, શંભુ અને રાઘવને એક ઓફિસમાં લઈ જવા જણાવે છે જ્યાં ફિંગર પ્રિન્ટ ડેટાબેઝ રાખવામાં આવ્યો હોય છે.
" હેલ્લો નયન કેમ છે?"
" અરે દવે સર! બસ મજામાં બોલો હું આપની શુ સહાયતા કરી શકું?"
" બસ આ ફિંગર પ્રિન્ટને ક્રિમિનલ ડેટાબેઝમાં મેચ કરીને મને જણાવ કે આ ફિંગર પ્રિન્ટ કોઈ ગુનેગાર ની સાથે મેચ થાય છે અને જો મેચ થાય છે તો તે કોનાં છે."
" ઠીક છે સર." નયને પેન ડ્રાઈવ ને તેના કોમ્પ્યુટર માં ભરાવી ડેટાબેઝમાં ઓટો મેચિંગ મોડ માં મૂકી દે છે.
" કેટલો સમય લાગશે નયન?"
" કંઈ નક્કી નહીં દવે સર."
" ઠીક છે નયન મેચ થઈ જાય એટલે મને બોલાવ." દવેએ નયનને કહ્યું અને ત્રણે ઓફિસમાં પડેલા સોફા પર જઈને બેસે છે પટાવાળો તે ત્રણેય ને ચા આપીને જાય છે. લગભગ બે કલાક પછી તે ફિંગર પ્રિન્ટ એક ગુનેગાર ના ફિંગર પ્રિન્ટ સાથે મેચ થઈ જાય છે.
" સર મેચ થઈ ગયા ફિંગર પ્રિન્ટ." દવે, રાઘવ અને શંભુ આપસમાં ચર્ચા કરતાં હોય છે ત્યાં નયને દવે ને બુમ પાડતાં કહ્યું.




To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.