Chakravyuh - The Dark Side of Crime (Part-28) in Gujarati Crime Stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-28)

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-28)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-28)

"સોરી અંજલિ મારો કહેવાનો મતલબ એવો નહોતો, હું તને ક્યારેય દુઃખી કરવા નથી માંગતો તું તો મારો જીવ છે, મને ખબર છે આજે શું છે હું નથી ભુલ્યો, લે તું પાણી પી લે." રાઘવે અંજલિ ને ખુરશી પર બેસાડી પાણી આપતાં કહ્યું અને એક ગિફ્ટ આપી તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
" તને ખબર હતી!" રાઘવ દ્વારા આપવામાં આવેલ ગિફ્ટ લઈ રાઘવને આલિંગન કરતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું. આજે અંજલિ નો જન્મ દિવસ હતો, તેને એમ કે રાઘવ ભૂલી ગયો છે એટલે તે રાઘવ પર ગુસ્સે હતી પણ રાઘવ ની જન્મદિવસની ભેટ થી તે અત્યંત ખુશ જણાઈ હતી.
" અંજલિ બોલ તારે ક્યાં જવું છે હું તને લઈ જઉં."
" ક્યાંય નહીં ફરી ક્યારેક જઇશું ટાઈમ નીકાળી ને અત્યારે તું તારું કામ કર હું ઘરે જઉં છું, હા પણ રાત્રે ઘરે આવજે નાની પાર્ટી રાખી છે તો જમવાનું મારા ઘરે છે અને હા પેલા બેને પણ લેતો આવજે." અંજલિએ રાઘવનો હાથ પકડતાં કહ્યું.
" ક્યાં બે ને?" અંજલિ ની વાત ન સમજાતાં રાઘવને અંજલિ ને પૂછ્યું.
" અરે દવે અને શંભુને." અંજલિ એ ખુરશી પરથી ઊભાં થતાં રાઘવને કહ્યું અને ઘરે જવા માટે નીકળે છે. અંજલિના ગયા પછી રાઘવ ઓફિસમાં પડેલી અસ્તવ્યસ્ત ફાઈલો સરખી કરી પોલીસ સ્ટેશને દવે ને મળવાં માટે જાય છે.
" અરે રાઘવ તું અહીં? અંજલિ ક્યાં ગઈ?" રાઘવને પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જોઈ દવે એ રાઘવ ને પૂછ્યું.
" એ ઘરે ગઈ, સાંજે તેનાં ઘરે તેનાં જન્મદિવસની પાર્ટી છે તો તારે અને શંભુ એ મારી સાથે આવવાનું છે તેણે તમને નિમંત્રણ આપ્યું છે." રાઘવે દવે અને શંભુ ને અંજલિ નાં જન્મદિવસની પાર્ટી વિશે જણાવતાં કહ્યું.
" સરસ તો તો ઘરે ફોન કરીને જમવાની ના પાડી દઉં." રાઘવ ની સાંભળી ખુશ થતાં દવે બોલ્યો અને ઘરે ફોન કરે છે. " અરે આ શું છે રાઘવ તારાં હાથમાં?" ફોન મૂકી રાઘવ નાં હાથ તરફ નજર જતાં દવેએ રાઘવ ને પૂછ્યું.
" ઠંડુ છે દવે પીવા માટે લાવ્યો છું." દવેની વાત સાંભળી ફેન્ટા ની બોટલ દવેને બતાવતાં રાઘવને કહ્યું.
" અરે તો રાહ કોની જોવે છે? જલ્દી લાવ નહિંતર ગરમ થઇ જશે." દવેએ રાઘવ નાં હાથમાંથી ફેન્ટા ની બોટલ લેતાં કહ્યું. પછી ત્રણેય સાથે બેસીને ફેન્ટા પીવે છે, થોડીવાર બેસીને રાઘવ અંજલિ નાં ઘરે જવા નીકળે છે. સાંજ પડતાં શંભુ અને દવે પણ તૈયાર થઈ ગિફ્ટ લઈને અંજલિ નાં ઘરે પહોંચી જાય છે.
" દવે સર આવો." અંજલિ એ દવે અને શંભુ ને જોઈ તેમને બોલાવતાં કહ્યું.
" હેપ્પી બર્થડે અંજલિ, ભગવાન તને લાંબુ જીવન આપે." દવે એ અંજલિ ને ગિફ્ટ આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું.
" તમારો ખુબ ખુબ આભાર દવે સર."
" મારા તરફથી પણ તમને જન્મદિવસ મુબારક, આ મારાં તરફથી નાની ભેટ." શંભુ એ પણ અંજલિ ને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું.
" અરે મારા માટે તો આ ઘણી મોટી છે, તમારો આભાર." અંજલિ એ શંભુ પાસેથી ગિફ્ટ લઈ તેનો આભાર વ્યક્ત કરતાં કહ્યું.
" ચલો હવે કેક કાપી શું ." રાઘવે અંજલિને કહ્યું. અંજલિ અને રાઘવ કેક રાખેલ ટેબલ તરફ આગળ વધે છે, કેક કાપ્યા પછી જમણવાર ચાલુ થાય છે. દવે અને શંભુ જમતાં હોય છે ત્યાં દવે ના મોબાઇલ પર વિધાન નો ફોન આવે છે.
" હા બોલ વિધાન." દવેએ ફોન રિસીવ કરતાં કહ્યું.
" દવે જોષી નું મૃત્યુ હાર્ટ અટેક થી થયું છે, પણ તે નેચરલી નથી કોઈએ તેને કોઈ એવી દવા આપી હતી જેનાથી તેનું હૃદય મંદ પડી ગયું અને હાર્ટ અટેક થી તે મૃત્યુ પામ્યો." વિધાને દવેને વિસ્તારથી સમજાવતાં કહ્યું.
" ઠીક છે વિધાન તારો આભાર." વિધાનનો આભાર વ્યક્ત કરતાં દવે બોલ્યો અને ફોન મૂકી ફટાફટ રાઘવ ને શોધે છે.
" રાઘવ....રાઘવ." દવે એ રાઘવ ને બૂમ પાડી બોલાવ્યો.
" હા દવે બોલ શું થયું જમવાનું બરાબર નથી કે શું?" રાઘવે દવે ની પાસે આવી મજાક કરતાં કહ્યું.
" રાઘવ વાત સીરીયસ છે અને તું મજાક કરે છે." રાઘવ ની વાતથી નારાજ થતાં દવેએ રાઘવ ને કહ્યું.
" હા ઠીક છે દવે ભૂલ થઈ ગઈ માફ કરી દે, બોલ શું હતું?" રાઘવે દવે ની માફી માંગતા કહ્યું. દવે રાઘવને વિધાન દ્વારા જણાવવામાં આવેલ પૂરી વાત વિસ્તારથી કહી સંભળાવે છે.
" દવે તો તો નક્કી હજી કોઈ મુખ્ય આરોપી બાકી રહી જાય છે, ચલો ત્યારે જઈશું?" દવે ની વાત સાંભળી રાઘવે દવે ને કહ્યું.
" ક્યાં જવું છે તારે રાઘવ? તારે અંજલિ ની ગાળો ખાવી છે, તારા લીધે અંજલિ અમને પણ ગાળો કાઢશે, આજે તેનો જન્મદિવસ છે માટે એને નારાજ ના કરીશ આપણે કાલે સવારે જઈશું તારે જ્યાં જવું હોય ત્યાં." દવેએ રાઘવને સમજાવતાં કહ્યું પછી તે અને શંભુ જમીને ઘરે જવા માટે નીકળે છે, રાઘવ રાત્રે અંજલિના ઘરે જ રોકાઈ જાય છે, બીજા દિવસે સવારે ઉઠી ફટાફટ તૈયાર થઇ રાઘવ દવેને મળવાં પોલીસ સ્ટેશનમાં જાય છે.
" રાઘવ આવ બેસ?" રાઘવને પોલીસ સ્ટેશનમાં આવતો જોઈએ દવે બોલ્યો પછી દવે ચા વાળા ને ફોન કરીને ચા મંગાવે છે.
" દવે તને આખો દિવસ ચા પીને કંટાળો નથી આવતો?, અને હા જોષી નાં ઘરે તપાસ કરવાં જવું નથી?" રાઘવે ખુરશી પર બેસતાં કરતાં દવે ને ક્હ્યું.
" પહેલાં ચા તો પી લઈએ અને હા રાઘવ ચા છે તો મારો જીવ છે એટલે ફરીથી એની મશ્કરી નહીં, મારી પત્ની પણ વધુ વ્હાલી મને ચા છે." દવે એ રાઘવ ને જવાબ આપતાં કહ્યું. દવે ની આ વાત પર રાઘવને હસવું આવી રહ્યું હતું. થોડી જ વારમાં ચાવાળો ચા આપી જાય છે પછી ચા પીને દવે, રાઘવ અને શંભુ જોષી નાં ઘરે જવા માટે નીકળે છે.
" હવે આપણે શું તપાસ કરીશું ત્યાં જઈને?" ગાડી ચલાવી રહેલાં શંભુ એ ગિયર બદલતાં દવેને સવાલ કર્યો.
" શંભુ એ તો હવે ત્યાં જઈને જ ખબર પડશે, તું અત્યારે ગાડી ચલાવવા માં ધ્યાન આપ." શંભુ નો સવાલ સાંભળી દવેએ શંભુ ને કહ્યું. થોડી જ વારમાં તેઓ જોષી નાં ઘરે પહોંચી જાય છે.
" દવે પહેલાં જોષીનાં ઘરની સીસીટીવી ફૂટેજ ચેક કરી લઈએ." ઘરમાં પ્રવેશતાં પહેલાં સીસીટીવી કેમેરા પર નજર પડતાં રાઘવે દવેને કહ્યું. પછી ત્રણે ઘરમાં પ્રવેશે છે અને કોમ્પ્યુટર રાખ્યું હોય છે તે રૂમમાં જાય છે.,
" શંભુ એક કામ કર તું ઘરમાં બીજે તપાસ કર કદાચ કંઈક અન્ય વસ્તુ હાથ લાગે તો અમે આ સીસીટીવી વિડીયો ચેક કરીએ છીએ." દવેએ કોમ્પ્યુટર ચાલું કરતાં શંભુ ને કહ્યું. દવે ની વાત સાંભળી શંભુ ઘરમાં તપાસ કરવા માટે જાય છે અને દવે અને રાઘવ સીસીટીવી વિડીયો જોવે છે.
" દવે મને લાગે છે કે આપણે તે દિવસે તેને પકડ્યો તેનાં બે કલાક પહેલાની વિડિયો ફૂટેજ ચેક કરીએ કેમકે તેને કોઈએ દવા બે કલાક પહેલાં તો નહીં જ આપી હોય." રાઘવે વિડીયો ચેક કરી રહેલા દવે ને કહ્યું.
" હા રાઘવ તારી વાત બિલકુલ સાચી છે, ૨ કલાકમાં તેને કોણ કોણ મળવાં માટે આવ્યું હતું એ જોઈએ." રાઘવની વાત સાંભળી દવે બોલ્યો પછી તે દિવસે જોષી ની ધરપકડ નાં ૨ કલાક પહેલાં ની વિડિયો તપાસે છે.
" સ્ટોપ...સ્ટોપ દવે." વિડિયો માં અચાનક કંઈક દેખાતાં રાઘવે દવે ને ક્હ્યું.
" શું થયું રાઘવ?" રાઘવ ની વાત સાંભળી દવે એ રાઘવને પૂછ્યું.
" દવે જો આ ડિલીવરી બોય તે કંઈક જમવાનું લઈને આવ્યો છે અને તે પણ અડધાં કલાક પહેલાં." રાઘવે દવે ને જવાબ આપતાં કહ્યું.
" તો ચલો પછી ત્યારે, કેમકે જમવા કે પાણી વગર જોષી ને તે દવા કોઈએ આપી ન હોય અને આ વિડીયો સાબિત કરે છે કે આ જમવાનું જમ્યા પછી જ તેને હાર્ટ એટેક આવ્યો છે." દવે એ ખુરશી પરથી ઉભાં થતાં રાઘવને કહ્યું પછી તે રાઘવને લઈને બહાર નીકળે છે સાથે સાથે શંભુ ને પણ બોલાવી લે છે. દવે વિડિયો માં રહેલ ડિલીવરી બોય નાં કપડા પરથી તે જ્યાં કામ કરતો હતો તે જગ્યા નું એડ્રેસ મેળવી લે છે અને શંભુ ને કહી ગાડી તે એડ્રેસ પર લઈ જવા માટે જણાવે છે.
" મારે આ વ્યક્તિને મળવું છે." દવે એ તે હોટલ પર જઈ ત્યાંના મેનેજર પાસે જઈ તે ડિલીવરી બોય નો ફોટો બતાવતાં તેને કહ્યું.
" સર આતો હિરેન છે, અમારો ડિલીવરી બોય પણ તે આજે નોકરી નથી આવ્યો." દવે દ્વારા દેખાડવામાં આવેલ ફોટો જોઈ મેનેજર બોલ્યો. " શું થયું સર? આને શું કર્યું છે?"
" આણે ખૂન કર્યું છે અને એ પણ C.B.I. નાં મોટા અધિકારી નું સમજ્યા." દવે એ મેનેજર ને જવાબ આપતાં કહ્યું. ખૂન નું નામ સાંભળી મેનેજર ગભરાઈ જાય છે.
" મારે હિરેન નો ફોન નંબર અને એડ્રેસ જોઈએ છે." દવેએ મેનેજર પાસેથી હિરેન નું સરનામું અને મોબાઈલ નંબર લીધો અને એના ઘરે જવા માટે નીકળ્યા, રસ્તામાં દવે કંટ્રોલરૂમમાં ફોન કરી હિરેન ના મોબાઈલ ની માહિતી મંગાવે છે. 15 મિનિટ માં તેઓ મેનેજરે આપેલ સરનામે પહોંચી જાય છે.
" હિરેન ઘરે છે?" દવે એ તે મકાને જઈ ત્યાં બહાર બેસેલી મહિલા ને પૂછ્યું.
" હા છે ને, અંદર રૂમમાં સૂતો છે તેની તબિયત સારી નથી એટલે." તે મહિલાએ દવે ને જવાબ આપતાં કહ્યું.
" શંભુ અંદર ચાલ." તે મહિલા ની વાત સાંભળી દવેએ શંભુ ને કહ્યું. દવે ની વાત સાંભળી શંભુ અને રાઘવ દવે ની પાછળ મકાનમાં પ્રવેશે છે.
" શું થયું સાહેબ? શું કર્યું મારા હિરેને?" દવે ને અંદર જતો જોઈ તેની પાછળ પાછળ જતા તે મહિલાએ દવેને પૂછ્યું, તે મહિલા હિરેન ની માતા હોય છે.
" ખૂન કર્યું છે હિરેને." દવેએ હિરેન ની મમ્મી ને જવાબ આપતાં કહ્યું.
" પ...... પોલીસ." દવેને જોઈ ગભરાઈ ગયેલ હિરેન બોલ્યો.
" હા પ... પોલીસ બોલ તે જોષીનું ખૂન કેમ કર્યું?" દવે એ હિરેનની પાસે જઈ તેને ઉભો કરતાં પૂછ્યું. " શંભુ હિરેન ની માતા ને બહાર બેસાડ." દવેએ શંભુ ને કહ્યું દવે ની વાત સાંભળી શંભુ હિરેન ની મમ્મીને બહાર બેસાડી દરવાજો બંધ કરી દે છે.
" હા તો હિરેન સાચું સાચું બોલ, મને ખબર છે કે જોષી નુ ખૂન તે નથી કર્યું પણ તારે મને સત્ય કહેવું પડશે કોણે તને કીધું હતું તેનું મર્ડર કરવાનું?"
" સર તમે શું બોલો છો મને નથી સમજાતું?"
" હું તને પ્રેમથી પૂછું છું તો મને પ્રેમથી જવાબ આપ, જો હું મારા પર ઉતરી આવ્યો તો તારે જવાબ તો આપવો જ પડશે પણ દવાખાનામાં જઈને સમજ્યો તો મહેરબાની કરીને બોલ તે કોના કહેવાથી આવું કર્યું જો તે કોઈના દબાવમાં આવું કર્યું હશે તો તને કંઈ જ નહીં થવા દઉં એ મારી ગેરંટી."
" સર એક વ્યક્તિ આવ્યો હતો મારી પાસે જ્યારે હું જોષી સરના ઘરે ડિલીવરી લઈને જઈ રહ્યો હતો ત્યારે, રસ્તામાં તેણે મને ધમકી આપી કે જો આ દવા મેં જમવા માં ના મિલાવી તો તે મારી મમ્મી ને મારી નાંખશે, મારી પાસે કોઈ રસ્તો જ નહોતો સર." હિરેને દવે ને કહ્યું અને રડવા લાગ્યો.
" તું એ વ્યક્તિને ઓળખી શકીશ?" દવેએ હિરેન ને શાંત કરાવતાં પૂછ્યું.
" સર એનો ચહેરો બરાબર યાદ નથી પણ કદાચ સામે આવે તો ઓળખી શકીશ." હિરેને દવે ને જવાબ આપતાં કહ્યું.
" તને તેની કોઇ વાત અજીબ લાગી? કે તેની કોઇ નિશાની યાદ હોય?" દવેએ હિરેન ને તે વ્યક્તિ વિશે વિચાર કરવા કહ્યું જેથી કોઈ સુરાગ હાથ લાગે તે વ્યક્તિ સુધી પહોંચવા માટે.
" હા સર તેનાં જમણાં હાથનાં કાંડા પર કોઈ ધારદાર વસ્તુથી વાગ્યાનું નિશાન હતું." હિરેને થોડું વિચાર્યા બાદ તે વ્યક્તિ વિશે કંઈક યાદ આવતાં દવેને કહ્યું.
" શું તે નિશાન આવું હતું?" હિરેન ની વાત સાંભળી રાઘવે તેના ફોનમાંથી એક ફોટો બતાવતાં હિરેન ને પૂછ્યું.
" હા સર બસ આવું જ નિશાન હતું." તે ફોટો જોઈ હિરેન બોલ્યો.
" શું આ હતો તે વ્યક્તિ જેણે તને તે દવા જોષીનાં જમવામાં મિલાવવા કહ્યું હતું?" હિરેન નો જવાબ સાંભળી રાઘવે તેનાં ફોનમાં રહેલ બીજો ફોટો બતાવતાં હિરેન ને પૂછ્યું.
" સર પાકું તો ના કહી શકું, આ વ્યક્તિ તેનાં જેવો જ લાગે છે પણ હું 100% સ્યોર નથી." રાઘવ ના ફોનમાં ફોટો જોઈ તે વ્યક્તિની સકલ ને યાદ કરતાં હિરેને કહ્યું.
" ઠીક છે હિરેન પણ તારે પોલીસ સ્ટેશન આવવું પડશે, તને કોર્ટમાં હાજર કરવો પડશે કેમ કે તું ગુનામાં સામેલ હતો, પણ ચિંતા ના કરીશ તને અમે કંઈ જ નહીં થવા દઈએ ,બને એટલી ઓછી સજા થાય તેવો પ્રયત્ન કરીશું." હિરેન ની વાત સાંભળી દવે બોલ્યો. પછી દવે હિરેન ને લઈને ત્યાંથી નીકળે છે.


To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.