Anant Safarna Sathi - 9 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 9

Featured Books
Categories
Share

અનંત સફરનાં સાથી - 9

૯.નીલી આંખો



સવારે ચંદ્ર વાટિકા મેરેજ હોલમાં અંકિતા અને અભિનવના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. મંડપ, મહેમાનો માટે જમવાની-બેસવાની સુવિધા, વેલકમ ગેઈટ પરથી મંડપ સુધી રેડ કાર્પેટ પાથરેલુ હતું. બધી તૈયારીઓ પૂરી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
"બેટા, રાત્રે સાડા દશે મેરેજ હોલ ફરી કોલોની વાળાને સોંપી દેવાનો છે. તો બધી વ્યવસ્થા સમયને ધ્યાનમાં રાખીને કરજો." રાજુભાઈએ આવીને શ્યામને કહ્યું.
"કાકા, બધું સમય અનુસાર થઈ જાશે. તમે ચિંતા નાં કરો." શ્યામે રાજુભાઈને ચિંતામુક્ત થવા જણાવ્યું. શ્યામ શુભમ સાથે મળીને ફરી કામમાં લાગી ગયો.
"ભાઈ, કાલે સંગીત ફંકશનમા તન્વીને જોવાનું તારું થોડું વધી ન હતું રહ્યું??" અચાનક જ શ્યામે શુભમના ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"શું યાર, ક્યાં બોલે છે તું??" શુભમે બ્લશ કરતાં કહ્યું. શ્યામ તેની હિન્દી ગુજરાતી મિક્ષ ભાષા સાંભળીને હસી પડ્યો. શુભમ બહું ગુજરાતી સમજી નાં શકતો. પણ જ્યારથી તન્વીને મળ્યો. ગુગલ પર સર્ચ કરી કરીને તેણે થોડું ઘણું હિન્દી મિક્ષ ગુજરાતી બોલતાં શીખી લીધું હતું. જે બાવા હિન્દી કહી શકાય. બસ એ જ સાંભળીને શ્યામ તેની હસી રોકી નાં શક્યો.
"ગુજરાતી ભાષા શીખ રહા હૂં." શુભમે શ્યામ શાં માટે હસી રહ્યો હતો. એ સમજી લેતાં કહ્યું.
"તન્વી કે લિયે??" શ્યામે શુભમને કોણી મારતાં કહ્યું. શુભમ ફરી બ્લશ કરવાં લાગ્યો.
"વો મુંબઈ મેં રહતી હૈ. ઉસે હિન્દી ઔર ગુજરાતી દોનો આતી હૈ. તો તુમ્હે ભી શીખ લેની ચાહિયે. મૈં તુમ્હારી મદદ કર દૂગા." શ્યામે ફ્રેન્કલી થતાં કહ્યું.બે દિવસ સાથે રહીને સાથે કામ કર્યા પછી બંને વચ્ચે સારું બોન્ડિંગ આવી ગયું હતું. શ્યામ અમદાવાદનો ગુજ્જુ છોકરો હતો. તો તેનો સ્વભાવ જ મળતાવડો હતો. આમ પણ જ્યાં ગુજરાતીઓ હોય. ત્યાં કાંઈ ઘટે જ નહીં.

લગ્નની તૈયારીઓમાં જ ક્યારે સાંજના પાંચ વાગી ગયાં. કોઈને ખબર પણ નાં પડી. ધીરે-ધીરે બધાં મેરેજ હોલ પર આવવાં લાગ્યાં હતાં. શુભમ શિવાંશની અને શ્યામ રાજુભાઈની કાર લઈને રાજુભાઈના ઘરેથી બધાંને મેરેજ હોલ પર લાવી રહ્યાં હતાં. સાથે જરૂરી સામાન પણ આવી ગયો હતો. બસ રાહી ક્યાંય નજર આવી રહી ન હતી.
"મમ્મી, રાહી ક્યાં છે??" અચાનક જ અંકિતાએ પૂછ્યું.
"તે તમારી સાથે નથી આવી?? તે તમારી સાથે જ આવવાની હતી ને." દામિનીબેને આજુબાજુ નજર દોડાવતાં કહ્યું.
"નો મમ્મી, એ અમારી સાથે નથી આવી.‌ મારે હજું તૈયાર થવાનું પણ બાકી છે. એ જ મને તૈયાર કરવાની હતી." અંકિતાએ પરેશાન થતાં કહ્યું.
"તુમ ચિંતા મત કરો. વો યહીં કહીં હોગી. રુકો, મૈં ઢૂંઢતા હૂં." અંકિતાને પરેશાન થતી નાં જોઈ શકતાં. શિવાંશે આવીને કહ્યું. તે બધી જગ્યાએ રાહીને શોધવાં લાગ્યો.
"રાહી દીદુ કદાચ અંકલની ઘરે જ રહી ગયાં. તે રૂમમાં તૈયાર થતાં હતાં. એટલે કદાચ ત્યાં જ રહી ગયાં." અચાનક જ રાધિકાએ રાહીને શોધતાં શોધતાં શિવાંશ સામે આવીને કહ્યું.
"ઓકે, આઈ ટેલ શુભમ, વો રાહી કો લે આયેગા." શિવાંશે કહ્યું. તે ગુજરાતી નાં બોલતો. પણ તેનાં મમ્મી અને તન્વી ગુજરાતી બોલતાં. તો તેને ગુજરાતી થોડું ઘણું સમજમાં જરૂર આવતું.
શિવાંશ શુભમ પાસે રાહીને લેવા જવાનું કહેવા જવાં લાગ્યો. ત્યાં જ તેની નજર મંડપ સેટ કરવા મથી રહેલાં શુભમ પર પડી. પછી તેણે શ્યામ તરફ નજર કરી. એ પણ શુભમની મદદ કરી રહ્યો હતો.
"લગતાં હૈ મુજે હી જાના હોગા." એ દ્રશ્ય જોતાં જ શિવાંશ મનોમન બોલી ઉઠ્યો. તેણે શુભમ પાસે રહેલાં ફુલોની ટોકરીઓ મૂકેલાં ટેબલ પર પડેલી પોતાની કારની ચાવી જોઈ. શિવાંશે એ ચાવી લીધી. તે જમણાં હાથની તર્જની આંગળીમાં ચાવી ઘુમાવતો કાર તરફ આગળ વધી ગયો. કારમાં બેસીને તેણે કારને ભોજુવીર તરફ હંકારી મૂકી. થોડીવારમાં જ કાર મિશ્રા નિવાસ સામે આવીને ઉભી રહી ગઈ. શિવાંશ કારનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો. ઘરનો દરવાજો બહારથી બંધ હતો. તેણે આજુબાજુ નજર કરી. અચાનક જ તેને તેનાં મમ્મીની યાદ આવી. તે ઘરની ચાવી ઘણી વખત ઘરનાં દરવાજે રહેલાં કાર્પેટ નીચે મૂકી દેતાં. શિવાંશે અહીં પણ કાર્પેટ નીચે જોયું. ચાવી ત્યાં ન હતી.
"યે ગુજરાત નહીં હૈ. ચાબી આપકો વહાં નહીં મિલેગી. રુકો, મૈં લેકર આતી હૂં. જાતે વક્ત દામિની આન્ટીને ચાબી મુજે દી થી‌." પાછળથી એક બાવીસેક વર્ષની છોકરીએ કહ્યું. એ કમર મટકાવતી બાજુમાં રહેલાં ઘરની અંદર જતી રહી. પાંચ મિનિટમાં એ દામિનિબેનના ઘરની ચાવી લઈને બહાર આવી. તેણે શિવાંશ તરફ એક પ્રેમભર્યું સ્મિત વેર્યું. પછી ચાવી આપીને જતી રહી. જતી વખતે પણ એ ફરી ફરીને શિવાંશને જ જોઈ રહી હતી.
ક્રિમ ચુડીદાર અને રેડ શેરવાનીમા સજ્જ શિવાંશ હેન્ડસમ લાગી રહ્યો હતો. ઉપરથી તેની ભૂરી આંખો અને ગાલ સુધી સહેજ વધારેલી સેટ કરેલી દાઢી તેને રૂઆબદાર લૂક આપી રહી હતી. જેને જોતાં જ એ છોકરી શિવાંશ પર મોહી ગઈ હતી.
શિવાંશે જેવો ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો. સામે જ રાહી ઉભી હતી. એ ખૂબ જ ડરેલી હતી. દરવાજો ખુલતાં જ એ શિવાંશને ભેટી પડી. ડરના લીધે તેની સામે કોણ હતું. તેનું પણ રાહીને ભાન ન હતું.
"આર યુ ઓકે?" અચાનક જ શિવાંશનો અવાજ રાહીના કાને પડતાં. એ ચમકી ગઈ. તે હળવેથી શિવાંશથી દૂર થઈ. શિવાંશ બસ તેને જોતો જ રહી ગયો. સફેદ ચુડીદાર ડ્રેસમાં ખુલ્લાં લાંબા વાળ સાથે રાહી ખૂબ જ સુંદર લાગી રહી હતી. કોઈ પણ જાતનાં શ્રુંગાર વગર પણ રાહી રૂપસુંદરી લાગી રહી હતી. આજે પહેલીવાર શિવાંશ આ રીતે રાહીને જોઈ રહ્યો હતો. કદાચ એ પાછળ રાહીનો અચાનક થયેલો સ્પર્શ જવાબદાર હતો.
"સોરી, આઈ વોઝ સ્ક્રેડ. ઈસ લિયે યે સબ..." કહેતાં કહેતાં રાહી અટકી ગઈ.
"ઈટસ્ ઓકે, સબ મેરેજ હોલ પહુંચ ગયે હૈ. અંકિતા તુમ્હારી હી રાહ‌‌ દેખ રહી હૈ. જલ્દી ચલો." શિવાંશે રાહી પરથી નજર હટાવીને કહ્યું. રાહી અંદર જતી રહી. શિવાંશ તેની રાહ જોતો દરવાજે ઉભો રહ્યો.
"નો શિવાંશ, ખુદ પર કંટ્રોલ કરો. તુમ કિસી ભી લડકી કે સામને પિઘલ નહીં સકતે." શિવાંશ ખુદને જ સમજાવી રહ્યો. ત્યાં જ રાહી અંદરથી એક બેગ લઈને આવી. પછી બંને કારમાં મેરેજ હોલ તરફ જવા નીકળી પડ્યાં.
દામિનીબેને ઘરને બહારથી લોક કરી દીધું હતું. એ વાતની જાણ થતાં જ રાધિકા અને અંકિતા હોલના દરવાજે જ ઉભી રાહીની રાહ જોઈ રહી હતી. રાહીને જોતાં જ રાધિકા દોડીને તેને વળગી પડી.
"રાધુ, આઈ એમ ઓકે." રાહીએ રાધિકાની પીઠ પંપાળતાં કહ્યું.
"સોરી રુહુ, કોઈને ખબર જ નાં રહી કે તું ઘરની અંદર જ હતી." અંકિતાએ કાન પકડી માફી માંગતા કહ્યું.
"યાર, લગ્નનું ઘર છે. એવું તો ચાલ્યાં કરે." રાહીએ અંકિતાના હાથ તેનાં કાન પરથી હટાવતાં કહ્યું.
શિવાંશ દૂર ઉભો બધી વાતચીત સાંભળી રહ્યો હતો. અંકિતા રાહીનો હાથ પકડી અંદરની તરફ જવા લાગી. તો રાહીએ પોતાનો હાથ છોડાવીને એક આંગળી બતાવી અંગૂઠો પહેલાં ટેરવે ટેકવીને એક મિનિટ એવો ઈશારો કર્યો. અંકિતા સ્માઈલ કરતી અંદર જતી રહી.
"થેંક્સ." રાહીએ શિવાંશ પાસે આવીને કહ્યું.
"અહેસાન બહુત બઢ રહે હૈ. ખેર છોડો, મેરી બહન કો જલ્દી સે તૈયાર કર દો." શિવાંશે કહ્યું. આજે તેનાં ચહેરા પર થોડી એવી સ્માઈલ હતી. જે નિરખીને જોવાં પર જ કોઈની નજરે ચડી શકે એટલી જ હતી.

રાહી કંઈક વિચારતી અંદર જતી રહી. જ્યાં અંકિતા તેની જ રાહ જોઈ રહી હતી. રાહીએ આવીને અંકિતાને તૈયાર કરવાનું શરૂ કર્યું. તે લહેંગો તો પહેલાં જ પહેરી ચુકી હતી. રાહીએ તેને હેર સ્ટાઇલ લઈ આપી. પછી તેને બીજી જ્વેલરી પહેરાવીને તૈયાર કરવાં લાગી. અંકિતા પૂરી રીતે તૈયાર થઈ. ત્યાં સુધીમાં રાતનાં આઠ વાગી ગયાં હતાં. બધાં તૈયાર થઈ ગયાં હતાં. બસ રાહી એક જ હજું સફેદ ચૂડીદાર ડ્રેસમાં જ ફરતી હતી. રાહી અંકિતાને તૈયાર કરીને પોતે ક્યાં તૈયાર થવા જાય. એ જોઈ રહી હતી. ત્યાં જ શિવાંશ તેની પાસેથી પસાર થયો.
"તુમ્હે રેડી નહીં હોના? બારાત આતી હી હોગી. ટેન થર્ટીન ઓ' ક્લોક કો હોલ ખાલી કરકે દેના હૈ. ઈસ લિયે સારી રસમે ઉસ હિસાબ સે કરની હૈ. જાઓ જલ્દી સે તૈયાર હો જાઓ." શિવાંશે રાહીને તૈયાર થયાં વગર જ હોલમાં આમતેમ ફરતી જોઈને કહ્યું.
રાહી હજું પણ એ જ અસમંજસમાં હતી. ક્યાં જઈને તૈયાર થવું?? બધાં રૂમમાં મહેમાનો હતાં. એક પણ રૂમ ખાલી નજર આવી રહ્યો ન હતો. હવે શિવાંશ રાહીનો પ્રોબ્લેમ સમજી ગયો હતો.
"વહાં પીછે એક કમરા ખાલી હૈ. રાધિકા ઔર તન્વી ભી વહી હૈ શાયદ." શિવાંશે કહ્યું. રાહી કંઈ કહે એ પહેલાં જ શિવાંશ એટલું કહીને જતો રહ્યો.
રાહી શિવાંશે કહ્યું. એ તરફ હાથમાં બેગ લઈને ચાલવા લાગી. તન્વી અને રાધિકા તો ત્યાં ન હતી. પણ રૂમ ખાલી અને ખુલ્લો હતો. રાહી ત્યાં જઈને અંદરથી રૂમ બંધ કરીને તૈયાર થવા લાગી.

રાધિકા અને તન્વી અંકિતા સાથે ફોટોઝ ક્લિક કરી રહી હતી. બીજાં બધાં જાન આવવાની તૈયારી હતી. તો તેનાં સ્વાગતની તૈયારીઓમાં લાગ્યાં હતાં. ત્યાં જ શુભમ અને શ્યામ અંકિતાના રૂમ પાસેથી પસાર થયાં. તન્વી અને રાધિકાને તૈયાર જોઈને શ્યામ અને શુભમ તો બસ તે બંનેને જોતાં જ રહી ગયાં.
"આજ તન્વી પૂરી તરહ બનારસ કી લગ રહી હૈ." તન્વીને બનારસી સાડીમાં જોઈને શુભમ બોલી ઉઠ્યો.
"મારી તો અમદાવાદની ફટાકડી લાગી રહી છે." શ્યામ શુભમના ખંભે કોણી ટેકવીને બોલ્યો.
રાધિકા આછાં ગુલાબી રંગનાં લહેંગામા સજ્જ થઈને અંકિતા સાથે સેલ્ફી ક્લિક કરી રહી હતી. સ્લીવલેસ બ્લાઉઝમાથી રાધિકાના ગોરાં હાથ અને ખંભેથી પેટ ઢંકાઈ એ રીતે લગાવેલાં નેટના દુપટ્ટામાથી રાધિકાનુ ગોરું પેટ ડોકિયાં કરી રહ્યું હતું. શ્યામ તો બસ રાધિકાની ખુબસુરતી જોવામાં વ્યસ્ત હતો. પણ બંને પોતાની હદ જાણતાં હતાં. રાધિકાનુ ધ્યાન બંને પર પડતાં જ બંને ત્યાંથી નાસી ગયાં. રાધિકા બહાર આવીને તે બંનેને જતાં જોઈ રહી.

રાહી પિંક કલરની બનારસી સાડીમાં સજ્જ, ડોકમાં વ્હાઈટ અને પિંક મોતીનો ચોકર નેકલેસ અને કાનમાં મેચિંગ ઝુમખા, એક હાથમાં પિંક બંગડીઓ અને બીજાં હાથમાં પિંક વોચ પહેરીને ધીમી ચાલે આવી રહી હતી. ત્યાં જ શિવાંશ તેની સામે આવી ગયો.
શિવાંશ રાહીને આ રૂપમાં જોઈને બસ તેને જોતો જ રહી ગયો. આજ પહેલીવાર તેનાં દિલની ધડકન ફુલ સ્પીડમા ધડકી રહી હતી. એમાં રાહીની મોટી પાંપણો અને આંખોમાં લાગેલાં કાળાં કાજલે તો શિવાંશને ઘાયલ જ કરી દીધો. આટલાં વર્ષોમાં આવું શિવાંશ સાથે પહેલીવાર બની રહ્યું હતું. શિવાંશ રાહી પરથી નજર હટાવી ન હતો શકતો. આખરે આવું કેમ? બસ આ સવાલનો જવાબ જ શિવાંશ પાસે ન હતો.
"દીદુ, અંકિતાને માંડવામાં લઈ જવાનો સમય થઈ ગયો. ચાલો જલ્દી." અચાનક જ રાધિકાએ આવીને કહ્યું. તે રાહીનો હાથ પકડીને તેને ત્યાંથી લઈ ગઈ. શિવાંશ બસ રાહીને જતી જોઈ રહ્યો.
"આ શું હતું?? એ મને આવી રીતે..." રાહી મનોમન જ વિચારતી રહી. પણ પોતાનો વિચાર અધૂરો જ છોડી દીધો. રાધિકા, રાહી, તન્વી, શુભમ, શિવાંશ અને શ્યામ બધાં અંકિતા ઉપર ફુલો લગાવેલી ચુંદડી રાખીને તેને મંડપ સુધી મૂકવાં આવ્યાં. પંડિતજીએ લગ્નની વિધિ શરૂ કરી. બધાં આજુબાજુ ઉભાં નવદંપતિને એક નવાં બંધનમાં બંધાતાં જોઈ રહ્યાં હતાં. ત્યારે શિવાંશની નજર ફરી રાહી પર જઈને અટકી ગઈ. રાહીની નજર જ્યારે પોતાને જ જોઈ રહેલાં શિવાંશ પર પડી. તો શિવાંશના ચહેરાનો રંગ બદલાયો. તે ત્યાંથી જતો રહ્યો.
લગ્નની વિધિ ચાલું હતી. એક પછી એક મંત્ર અને વિધિ પછી વિધિવત અંકિતા અને અભિનવના લગ્ન થયાં. બંને એક એવાં બંધનમાં બંધાઈ ગયાં. જે દુનિયાનું સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. બંનેએ બધાનાં આશીર્વાદ લીધાં. એક તરફ જમણવાર ચાલુ હતું. બીજી તરફ સાડા નવે વિદાયની વેળા આવતાં અંકિતા અને તેનાં પરિવારની આંખોમાં નમી છવાઈ હતી. રાહી અંકિતામા ખુદને જોઈ રહી હતી. આ દિવસ એક સમયે તેનાં જીવનમાં પણ આવવાનો હતો. એ વિચારે તેની આંખમાંથી પણ એક આંસુ ટપકી પડ્યું. દીકરી સાસરે જઈ રહી હતી. એટલે આંખોમાં આંસું હતાં. પણ અંકિતાના પરિવારને અભિનવ જેવો જમાઈ અને અંકિતાને સારો પતિ મળ્યો તેની દિલમાં એક ખુશી સાથે રાજુભાઈ અને દામિનિબેને અંકિતાને ભારે હૈયે વિદાય આપી.
અંકિતાની વિદાય પછી બધાં લોકો હોલનું ડેકોરેશન હટાવીને હોલ ફરી કોલોનીને સોંપવાની તૈયારી કરવા લાગ્યાં. શિવાંશ દામિનીબેન અને રાજુભાઈને ઘરે મૂકી આવ્યો. શુભમે બીજી કારમાં અમુક નજીકનાં સગાંને ઘરે છોડ્યાં. બધાં ઘરે આવીને રાજુભાઈ અને દામિનિબેનને સાંત્વના આપવામાં લાગી ગયાં. પણ આખરે સમાજ કોઈનાં દિલનું દુઃખ થોડી સમજી શકવાનો. દીકરીની વિદાયનુ દુઃખ તો દીકરીને વિદાય આપતાં માઁ બાપ જ સમજી શકે. બાકી સમાજ તો બસ એક ફોર્માલીટી કરે છે. એ સમાજ તેની ફોર્માલીટી પૂરી કરીને જતો રહ્યો.
હોલ ખાલી કરીને કોલોનીને સોંપી દીધાં પછી બીજાં બધાં પણ ઘરે આવી ગયાં. રાતનાં અગિયાર વાગી ગયાં હતાં. રાહીએ દામિનિબેનને હિંમત આપીને સુવડાવી દીધાં. રાજુભાઈ રહ્યાં પિતા તેમણે જાતે જ ખુદને સંભાળી લીધાં. આજની રાત થોડી ભારે હતી. બધાં ભારે હૈયે સૂઈ ગયાં.

વહેલી સવારે અંકિતાએ જ્યારે બધાંને રિસેપ્શનમા આવવાં માટે ફોન કર્યો. ત્યારે ફરી બધાનાં ચહેરાં પર એક ખુશી દોડી ગઈ. દામિનિબેન તો રૂમમાં જઈને ફરી તૈયારીમાં લાગી ગયાં. "પહેલીવાર દીકરીની ઘરે જઈએ છીએ. ખાલી હાથે તો નાં જવાય." કહેતાં દામિનીબેન ગિફ્ટ પેક કરી રહ્યાં હતાં. ત્યાં જ રાજુભાઈ આવ્યાં.
"અરે ઓ મિશ્રાઈન આજ ચાય નાસ્તા મિલેગા યા ફિર બેટી કે ઘર જાને કી ખુશી મેં ભૂખા હી રખોગી." રાજુભાઈએ કહ્યું. તો દામિનિબેનને યાદ આવ્યું. તેમણે ચા નાસ્તાની તો કોઈ તૈયારી જ કરી ન હતી. તેમણે પોતાનાં જ કપાળે ટપલી મારી અને બહાર આવ્યાં. બહાર તન્વીએ રાજુભાઈને ચા આપી દીધી હતી. સાથે જ એ હસી પણ રહી હતી.
"આન્ટી, અમે ઘરનાં બધાં કામ કરી લેશું. તમે નિરાંતે તૈયારી કરો." રાહીએ શાંત સ્વરે કહ્યું. દામિનિબેન રાહીના માથે પ્રેમથી હાથ મૂકીને તન્વી સામે આંખો કાઢતાં ફરી રૂમમાં જતાં રહ્યાં.
રાહી, રાધિકા અને તન્વી ઘરનાં કામ અને નાસ્તો તૈયાર કરવામાં લાગી ગઈ. ત્યાં જ શિવાંશ ઉઠીને આવ્યો. "તન્વી એક કપ ચાય પિલા દો." શિવાંશે બહાર ડાઇનિંગ ટેબલની ચેર પર બેસતાં કહ્યું.
શિવાંશનો અવાજ સાંભળી એક મિનિટ પછી તન્વી તો નહીં. પણ રાહી કિચનમાથી બહાર આવી. તેનું મોઢું લટકેલુ હતું. શિવાંશ તેની સામે જોઈ રહ્યો. તો રાહીએ કહ્યું, "તન્વી નહીં હૈ. વો ઉપર કપડે સુખાને ગઈ હૈ. આન્ટી શામ કી તૈયારી કર રહી હૈ."
"મુજે સિર્ફ એક કપ ચાય ચાહિએ. તુમ ફ્રી હો તો તુમ હી દે દો." શિવાંશે કહ્યું.
એક કપ પાણી પણ ઉકાળી નાં શકતી રાહી પાસે ચા માંગીને શિવાંશે કેટલી મોટી ભૂલ કરી હતી. એ તો શિવાંશ ખુદ પણ જાણતો ન હતો. રાહી શિવાંશને નાં પણ નાં પાડી શકી. તે શિવાંશ સામે જોતી ફરી કિચનમાં આવી ગઈ.
"હવે ચા કેમ બનાવું??" રાહી પ્લેટફોર્મ સામે ઉભી વિચારવા લાગી. ત્યાં જ તેની નજર ખાંડ અને ચાય પત્તીના ડબ્બા પર પડી. તેણે પોતાની મમ્મીને કિચનમાં ચા બનાવતી ઇમેજિન કરી. પછી એક નાની તપેલીમાં થોડું પાણી મૂક્યું. એમાં થોડી એવી ચાય પત્તી અને એક આખો કપ ભરીને ખાંડ નાંખી. પાણી ઉકળી ગયું. તો તેને સીધું કપમાં જ ઠાલવી દીધું. કદાચ મમ્મીને ચા બનાવતાં ઈમેજિન કરતી વખતે ગૌરીબેને ચામાં દૂધ નાખ્યું હશે. ત્યારે રાહી ક્યાંક ગાયબ હશે. અને ગૌરીબેને આખાં પરિવારની ચા બનાવવા એક કપ ખાંડ નાંખી હશે. અને રાહીએ એવું વિચાર્યા વગર જ એક વ્યક્તિની ચામાં એક કપ ખાંડ ઠાલવી દીધી.
રાહી ચાનો કપ લઈને બહાર આવી. તેણે શિવાંશ સામે ટેબલ પર ચાનો કપ મૂક્યો. શિવાંશ બિચારો ઘડીક ચાનાં કપને તો ઘડીક રાહીને જોઈ રહ્યો. રાહી પણ હેરાન હતી. ચા કાળી કેમ બની હતી?? એમ વિચારતી રાહી અપલક નજરે ચાનો કપ જોઈ રહી હતી.
"આજ બ્લેક ટી હી સહી." શિવાંશે મનોમન વિચારતાં આખરે કમને ચાનો કપ મોંઢે લગાડ્યો. એ એક ઘૂંટ ચાને શિવાંશે માંડ કરીને ગળાં નીચે ઉતારી.
"તુમ ઐસી બ્લેક ટી પીતી હો??" શિવાંશે ચાનાં કપ તરફ હાથ ચીંધીને પૂછ્યું.
"બ્લેક ટી?? લેકિન મૈંને તો દૂધવાલી ચાય બનાઈ થી." રાહી ધીરેથી શિવાંશ નાં સાંભળે એમ બોલી.
"દૂધવાલી થી તો દૂધ કહાં હૈ ઇસમેં?? ફિર ચીની તો ઇતની ડાલી હૈ જૈસે લડડૂ બનાને કે લિયે ચાસની લેની હો." રાહી ધીરેથી બોલી. છતાંય શિવાંશ સાંભળી ગયો હતો. તેણે રાહીને કહ્યું. તો રાહીએ પોતાનાં જ કપાળે ટપલી મારી લીધી અને દાંત વચ્ચે જીભ દબાવીને શિવાંશ સામે જોવાં લાગી.
"તુમ ચાય પીતી નહીં યા ચાય બનાના આતા નહીં?" શિવાંશે રાહીની હરકતો જોઈને પૂછયું.
"પીતી ભી નહીં ઔર બનાના આતા ભી નહીં હૈ." રાહીએ આંખો ચુરાવતા કહ્યું.

રાહીનો જવાબ સાંભળીને શિવાંશના ચહેરાં પર હળવું સ્મિત આવી ગયું. તેણે રાહીએ બનાવેલ ચાનો કપ હાથમાં લીધો અને અંદર પ્લેટફોર્મ પર મૂકીને પોતાનાં માટે ચા બનાવવા લાગ્યો. ત્યાં જ તન્વી ત્યાં આવી પહોંચી. શિવાંશ મુંબઈમાં પણ પોતાની ઘરે ઘણી વખત ચા બનાવતો. એટલે તન્વીને કંઈ નવાઈ નાં લાગી. પણ જેવી તેણે પ્લેટફોર્મ પર પડેલી રાહીએ બનાવેલી ચા જોઈ. તેણે હાથમાં લઈને કહ્યું, "આજે તો બ્લેક ટી પીવાનું જ મન હતું. બહારની વસ્તુઓ ખાઈને બ્લેક ટી પીવાથી બધું પચી જાય." કહેતાં તન્વીએ કપ મોંઢે લગાડ્યો.
"યૂઉઉ.. શું બકવાસ છે. બ્લેક ટીમાં આટલી બધી ખાંડ કંઈ હોતી હશે." શિવાંશ અને રાહી તન્વીને ચા પીતાં રોકી શકે એ પહેલાં જ તન્વીએ ચાનો ઘૂંટ ભરીને કપને રીતસરનો પ્લેટફોર્મ પર પટકતા કહ્યું.
શિવાંશ રાહી સામે જોવાં લાગ્યો. રાહી નજર નીચી કરીને ઉભી હતી. અચાનક જ તન્વીની નજર રાહીને જોઈ રહેલાં શિવાંશ પર પડી. ત્યારે શિવાંશે તન્વી સામે જોયું. તન્વીએ પ્લેટફોર્મ પર પડેલાં કપ તરફ આંગળી ચીંધીને રાહી સામે જોતાં ઈશારામાં પૂછ્યું કે આ ચા રાહીએ બનાવી હતી?? તો શિવાંશે ડોક હકારમા હલાવી દીધી. તન્વી કપાળે હાથ રાખીને પોતાની ભૂલ પર પસ્તાવો કરવાં લાગી.
"ખાંડ વધારે છે પણ પીવામાં સારી છે. મારે તો ચાલશે." કહેતાં તન્વીએ ચાનો કપ ફરી હાથમાં લઈને એમાંથી ચા પીવા કપ પોતાનાં હોંઠો સુધી લઈ ગઈ. ત્યાં જ રાહીએ આગળ વધીને ચાનો કપ છીનવી લેતાં કહ્યું, "બહું ડાહી બનવાની જરૂર નથી. ચા મેં બનાવી છે મતલબ સારી નાં હોવાં છતાં તું પી લઈશ. એવું કરવું જરૂરી નથી."
રાહીએ એટલું કહીને કપને ફરી પ્લેટફોર્મ પર મૂકી દીધો. પછી તે તરત જ કિચનની બહાર નીકળી ગઈ. આજે પહેલીવાર તેને કિચનને લગતું કોઈ કામ આવડતું ન હતું. એ વાત પર તેને અફસોસ થઈ આવ્યો. રાહી ઉપર ટેરેસ પર જઈને ઉભી રહી ગઈ. સવારનો કૂણો તડકો નીકળી આવ્યો હતો. છતાંય થોડી ઠંડી હજું પણ વાતાવરણમાં જણાતી હતી. ગંગા નદીનાં સાનિધ્યમાં પાણીનો વિસ્તાર હોવાથી નવ વાગ્યે પણ ઠંડીનો અહેસાસ થતો હતો. રાહી રેલિંગના સહારે ઉભી રહીને બનારસ શહેરને જોતી હતી.
"યોર ગ્રીન ટી." અચાનક જ તેનાં કાને અવાજ પડ્યો. તેણે પાછળ ફરીને જોયું. પાછળ શિવાંશ હાથમાં ગ્રીન ટીનો કપ લઈને ઉભો હતો.
"સોરી." રાહીએ કોઈ પણ પ્રકારનાં ભાવ વગર કહ્યું.
"સોરી?? ફોર વ્હાય??" શિવાંશે આજુબાજુ નજર દોડાવતાં પૂછ્યું.
"સવાર સવારમાં એવી બકવાસ ચા આપવા માટે." રાહીએ નજર નીચી કરીને કહ્યું.
"ઈટસ્ ઓકે." શિવાંશે કહ્યું. ત્યાં જ તેનાં મોબાઈલની રિંગ વાગી. તેણે રાહીને કપ આપવા હાથ આગળ કર્યો. રાહીએ કપ લઈ લીધો એટલે શિવાંશ કાને મોબાઈલ લગાવીને વાત કરતો કરતો નીચે જતો રહ્યો.
"એટિટ્યૂડ તો છે જ પણ દિલનો સારો છે." કહેતાં રાહીએ ગ્રીન ટી પીવાનું શરૂ કર્યું.

બપોરે દામિનીબેને રસોઈ બનાવી. બધાં જમીને ફરી કામે લાગી ગયાં. લગ્નનું ઘર હોવાથી અનેકો કામ હતાં. બધાં પોતપોતાની રીતે યોગ્ય લાગે એ કામ કરી રહ્યાં હતાં. શિવાંશ એક વખત પોતાનાં રૂમમાં ગયો. પછી સાંજ સુધી બહાર નાં નીકળ્યો. બિઝનેસથી અને મુંબઈથી દૂર હોવાં છતાં તે તેનાં કામથી દૂર થયો ન હતો.
સાંજે સાત વાગ્યે શિવાંશ લેપટોપ લઈને બેઠો હતો. ત્યારે તન્વીએ આવીને કહ્યું, "આઠ બજે તક અંકિતા દીદી કે ઘર પહુચના હૈ. તો આપકા કામ ખત્મ હો ગયાં હો તો જલ્દી સે તૈયાર હોકર બાહર આ જાના."
"દો મિનિટ દો દશ મિનિટ મેં આતા હૂં." શિવાંશે તન્વી સામે જોયાં વગર જ કહ્યું. તન્વી એક લાંબો શ્વાસ લઈને દરવાજો બંધ કરીને જતી રહી.
શિવાંશ બે મિનિટ પછી લેપટોપ બંધ કરીને બાથરૂમમાં ઘુસી ગયો. ફ્રેશ થઈને તેણે બેગમાંથી વ્હાઈટ શર્ટ પર બ્લેક બ્લેઝર અને નીચે બ્લેક જીન્સ પહેરી લીધું. વાળ જેલથી સેટ કરીને, હાથમાં વોચ અને પગમાં શોક્સ અને બૂટ પહેરીને તે બહાર નીકળ્યો. તન્વી તો રોજ તેને આ લૂકમાં જોતી. તો તેને કંઈ નવું નાં લાગ્યું. પણ બીજાં બધાં શિવાંશના વખાણ કરવાં લાગ્યાં. શુભમ અને શ્યામ પણ આવી ગયાં હતાં. શિવાંશ એ બંનેની પાસે ગયો.
"લૂકિંગ હેન્ડસમ." શ્યામે કહ્યું.
"ઈસસે ભી અચ્છા કોઈ ઔર લગ રહા હૈ. મેરા મતલબ લગ રહી હૈ. વો દેખો.."શુભમે સીડીઓ પરથી ઉતરી રહેલી રાહી તરફ આંગળી ચીંધીને કહ્યું.
"બ્લેક ચમકીલી બોર્ડર મૂકેલી રેડ સાડીમાં રાહી કયામત લાગી રહી હતી. એક હાથમાં રેડ બ્લેક બંગડીઓ, બીજાં હાથમાં એ જ મિક્ષ કલરની વોચ, થોડાં વધારેલ સેટ કરેલાં નખને રેડ કલરની નેલ પોલિશ વડે રંગ્યા હતાં. તેનાં પર બ્લેક ડિઝાઈન બનાવેલી હતી. આંખોમાં કાળું કાજલ, હાથમાં બ્લેક ચમકીલુ પર્સ, કપાળે બ્લેક એન્ડ રેડ ટ્વિન્સ નાની બિંદી, ડોકમાં બ્લેક પતલી સેરનો ડાયમંડ નેકલેસ, કાનમાં મેચિંગ ઈયરિંગ્સ અને રેડ લિપસ્ટિકમા રાહી કોઈને પણ પહેલી નજરે ઘાયલ કરી દે. એવી લાગી રહી હતી. શિવાંશ પણ થોડીવાર માટે તેને જ જોતો રહી ગયો.
"ભાઈ, હમ ભી હૈ સાથ મેં સારાં અટેન્શન રાહી કો હી મિલેગા ક્યાં." અચાનક જ પાછળથી તન્વીએ કહ્યું. રાધિકા પણ સાથે હતી. હવે શુભમ અને શ્યામની નજર એ બંને પર હતી. તન્વી બ્લેક અનારકલી ડ્રેસમાં તો રાધિકા બ્લેક કુર્તી અને ધોતી નીચે હાઈ હીલ સેંડલમા સજ્જ રાહીની પાસે ઉભી હતી.
"કોઈની નજર નાં લાગે. ખરેખર આજે ખૂબ સુંદર લાગી રહી છો." કહેતાં દામિનીબેને પોતાની આંખનાં ખૂણેથી કાજલ લઈને રાહીના કાન પાછળ ટપકું કરતાં કહ્યું. એ જોઈને તન્વી અને રાધિકાનુ મોં લટકી ગયું. તો રાહીએ રાધિકાના કાન પાછળ અને દામિનીબેને તન્વીના કાન પાછળ કાજલનુ ટપકું કરી આપ્યું. બંનેનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.
"ઓય નોટંકી, તેરે નખરે પૂરે હુયે હો તો અબ ચલે. સાડે સાત તો કબ કે બજ ચુકે." શિવાંશે હાથે બાંધેલી વોચ બતાવતાં કહ્યું. બધાં બહાર નીકળીને કાર તરફ આગળ વધી ગયાં.
તન્વી, દામિનીબેન, રાજુભાઈ અને શુભમ એક કારમાં તો રાધિકા, રાહી, શિવાંશ અને શ્યામ બીજી કારમાં અંકિતાના ઘર તરફ જવા નીકળી ગયાં. થોડીવાર પછી એક વિશાળ બે માળનાં બંગલા સામે આવીને બંને કાર ઉભી રહી. જેને આખોયે રોશનીથી સજાવવામાં આવ્યો હતો. ઘરનાં મેઈન ગેટ પરથી અંદર સુધી રેડ કાર્પેટ પાથરેલુ હતું. એ કાર્પેટ પર ચાલીને થોડાં આગળ જતાં એક નાનો પાણીનો ફુવારો હતો. તેનાંથી આગળ જતાં ગાર્ડન તરફ જતો રસ્તો હતો. જ્યાં રિસેપ્શન ગોઠવવામાં આવ્યું હતું. એક મોટું સ્ટેજ હતું. ત્યાં બે ચેર ગોઠવવામાં આવી હતી. એક ચેર પર અંકિતા અને એક ચેર પર અભિનવ બેઠો હતો. બધાં તેને નવાં લગ્નની વધામણી અને ગિફ્ટસ્ આપી રહ્યાં હતાં.
દામિનીબેન અને રાજુભાઈ પણ ઘરેથી લાવેલા કેટલાંય ગિફ્ટ બોક્સિસ લઈને સ્ટેજ પર ગયાં. અંકિતા તો તેનાં મમ્મી-પપ્પાને જોઈને ખૂબ જ ખુશ થઈ. તે તરત જ બંનેને ભેટી પડી. પછી અભિનવ સાથે જોડીમાં આશીર્વાદ લીધાં. રાધિકા-રાહી, તન્વી-શિવાંશ, શુભમ અને શ્યામે પણ લાવેલા ગિફ્ટ બોક્સ અભિનવ અને અંકિતાને આપ્યાં. પછી બધાં નીચે આવીને રિસેપ્શન પાર્ટી એન્જોય કરવા લાગ્યાં. અભિનવના મમ્મી-પપ્પાએ બધાંની સારી એવી આગતાસ્વાગતા કરી. બધાં મહેમાનોનાં આવી ગયાં પછી કેક કટ કરવામાં આવી. કેક કટિંગ પછી બધાં કપલ ડાન્સ કરવા લાગ્યાં.
શુભમ અને શ્યામે આ વાતનો પૂરો ફાયદો ઉઠાવ્યો. પણ શિવાંશ અને રાહી એક તરફ ઉભાં બધી સજાવટ જોઈ રહ્યાં હતાં. રાહીએ ક્યારેય સાડી પહેરી ન હતી. તો તેને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. એનાં લીધે તે લાંબા સમયથી એક તરફ ઉભી હતી.
"કેન યુ ડાન્સ વિથ મી?" અચાનક જ એક છોકરાએ આવીને રાહીને પૂછ્યું. બ્લેક કોટમાં સજ્જ એ છોકરો દેખાવે તો કોઈ ખાનદાની લાગતો હતો. પણ દારૂ પીવાનાં કારણે તેનાં પગ લથડિયાં ખાતા હતાં. રાહીને અલગ જ ફીલ થયું. તેણે નકારમાં ડોક હલાવી. પરંતુ એ છોકરો રાહીનો હાથ પકડીને તેની સાથે જબરદસ્તી કરવાં લાગ્યો. ત્યાં જ શિવાંશની નજર એ તરફ પડી. શિવાંશ સોફ્ટ ડ્રિંકનો ગ્લાસ હાથમાં લઈને એ તરફ આવ્યો. તેણે છોકરાંની પાસેથી તેનો ખંભો છોકરાંને સ્પર્શ થાય એ રીતે ચાલીને કહ્યું, "હાથ છોડ દો. વરના ખુદ કી શકલ તક આઈને મેં નહીં દેખ પાઓગે. વો મેરી હૈ ઉસે છૂને વાલો કો મૈં બિના હાથોં કા કર દેતાં હૂં." છોકરાનાં કાને શિવાંશના એ કડક શબ્દો પડતાં જ છોકરાએ રાહીનો હાથ છોડીને પાછળ ફરીને જોયું. પણ ત્યાં સુધીમાં શિવાંશ જતો રહ્યો હતો. છોકરો આજુબાજુ નજર કરીને ત્યાંથી નાસી ગયો.

શિવાંશ થોડો દૂર જઈને રાહી સામે જોવાં લાગ્યો. રાહી બલાની ખુબસુરત લાગી રહી હતી. તો કોઈ પણ તેને સ્પર્શ કરવાની તેની સાથે બે મિનિટ વાત કરવાની કોશિશ કરવાનું જ..પણ એ શિવાંશથી બરદાસ્ત કેમ નાં થયું.? એ તે ખુદ નાં સમજી શક્યો. તેનાં મનમાં દરેક છોકરી માટે ઈજ્જત હતી. પણ આ માત્ર ઈજ્જત નહીં. બીજું કંઈક પણ હતું. જે શિવાંશ સમજી શકતો ન હતો.
"વો મેરી હૈ ઉસે છૂને વાલો કો મૈં બિના હાથોં કા કર દેતાં હૂં." અચાનક જ શિવાંશને પોતે જ કહેલી લાઈન યાદ આવી. તે એવું શાં માટે બોલ્યો? એવું વિચારતાં ખુદ ઉપર જ ગુસ્સો કરતો શિવાંશ ત્યાંથી જતો રહ્યો.
શિવાંશે રાહી માટે જે કર્યું. એ રાહી સમજી ગઈ હતી. પણ એ શું બોલ્યો? એ રાહી સાંભળી ન હતી. રાહીએ શિવાંશને ઘરની અંદર જતાં જોયો. તેનાં ચહેરા પર થોડો ગુસ્સો નજર આવી રહ્યો હતો. પણ શાં માટે?? એ વિચારતી રાહી બધાંથી નજર ચુરાવતી શિવાંશ પાછળ ગઈ. પણ અંદર શિવાંશ ન હતો.
"હમણાં અહીંથી કોઈ અંદર આવ્યું હતું?" સામેથી આવી રહેલાં એક વેઇટરને રાહીએ પૂછ્યું. વેઇટર એકીટશે રાહીને જોઈ રહ્યો. રાહીએ કંઈક વિચારતાં આંખો બંધ કરીને ફરી ખોલતાં પૂછ્યું, "અભી ઈધર સે કોઈ અંદર આયા થા ક્યાં?"
"હાં, વો ઉપર ટેરેસ પર ગયાં." વેઇટરે કહ્યું.
રાહી થોડીવાર માટે ભૂલી ગઈ હતી કે એ અમદાવાદ નહીં પણ બનારસમાં હતી. જ્યાં ગુજરાતી ભાષા કોઈ જાણતું ન હતું. કદાચ જાણતું હતું. તો પણ રાહી અંકિતા અને તેનાં પરિવાર સિવાય એવાં કોઈ લોકોને મળી ન હતી. જે ગુજરાતી જાણતું હોય.
રાહી સીડીઓ ચડીને ટેરેસ પર જવાં લાગી. આખરે શિવાંશ તેને ટેરેસની દિવાલ પાસે ઉભો મળી ગયો. રાહી ધીમા ડગલે સાડી સંભાળતી શિવાંશ ઉભો હતો. એ તરફ આગળ વધવા લાગી. અચાનક રાહી ચોંકી ગઈ. તેનાં ચહેરા પર આશ્રર્યના ભાવ ઉભરી આવ્યાં. શિવાંશ હાથમાં સળગતી સિગરેટ લઈને ઉભો હતો. તેણે એનો એક કશ લઈને રાહી તરફ જોયું. રાહીને ત્યાં જોઈને શિવાંશને પણ આશ્ચર્ય થયું.
"તું સિગરેટ...." કહેતાં રાહી અટકી ગઈ.
"તુમ યહાં ક્યાં કર રહી હો??" શિવાંશે સિગરેટને પગ નીચે દબાવીને બૂઝાવી દેતાં પૂછ્યું.
"વો... મૈં....તુમસે..." રાહી એક એક શબ્દ અટકતાં અટકતાં બોલી રહી હતી. તો આખરે શિવાંશે તુક્કો લગાવતાં કહ્યું, "થેંક્સ કહને આઈ થી."
"તુમ્હે કૈસે પતા?"
"જબ સે મિલી હો. થેંક્સ હી કહ રહી હો. તો બસ મન મેં આયા તો કહ દિયા."
"લેકિન તુમ યહાં ક્યાં કર રહે હો? વો ભી ઈસકે સાથ." રાહીએ શિવાંશના હાથમા રહેલાં સિગરેટના પેકેટ તરફ આંગળી ચીંધીને પૂછ્યું.
"ઈટસ્ નન ઓફ યોર બિઝનેસ." શિવાંશે ટેરેસની દિવાલ પર જ સિગારેટનું પેકેટ મૂકીને બંને હાથ દિવાલ પર ટેકવીને નીચે નજર કરતાં કહ્યું.
"ઓકે, બટ ઐસા હૈ. તો મેરે આને પર ઔર ઉસકે બારે મેં પૂછને પર તુમને બૂઝા ક્યૂં દી??" રાહીએ પણ બંને હાથ દિવાલ પર ટેકવીને પૂછ્યું.
"થેંક્સ સે કુછ જ્યાદા હો રહા હૈ." શિવાંશે ત્રાંસી નજરે રાહી સામે જોયું.
"મતલબ?" રાહીએ પીઠને દિવાલ સાથે ટેકવીને પૂછ્યું.
"થેંક્સ કહને આયી થી. તો કહો ઔર ચલી જાઓ. મેરી પર્સનલ લાઇફ મેં તાંક જાંક મત કરો." શિવાંશે કડક શબ્દોમાં કહ્યું.
"હાં, ઠીક હૈ. વો તો સિગારેટ તુમ્હારી સેહદ કે લિયે અચ્છી નહીં હૈ. તો મૈં બસ વહી બતા રહી થી. લેકિન તુમ ઐસે ક્યૂં બાત કર રહે હો."
"ક્યૂંકી મૈં ઐસે હી બાત કરતાં હૂં. અબ જાઓ યહાં સે." શિવાંશે એકદમ રાહીની નજીક જઈને તેની આંખોમાં જોતાં લાલ આંખ કરીને ચિલ્લાઈને કહ્યું. તો રાહી એક સેકંડ માટે ડરી ગઈ. તે શિવાંશને ધક્કો મારીને જતી રહી. રાહીની આંખોમાં ડર સાથે આવેલું પાણી જોઈને શિવાંશને કંઈ ઠીક નાં લાગ્યું. તેણે ફરી સિગારેટ સળગાવી અને દિવાલ પર મુક્કો મારીને બોલવાં લાગ્યો, "આખિર ક્યૂં કરતે હો તુમ ઐસા?? તુમ તો ઐસે કભી નાં થે?? ક્યૂં ઉસ લડકી સે ઈતના ખીંચાવ મહસૂસ કરતે હો?? ઉસકા ઔર તુમ્હારા કોઈ મેલ નહીં હૈ. લેકિન...." કહેતાં કહેતાં શિવાંશ અટકી ગયો. તેણે એક નજર નીચે ઉભેલી રાહી પર કરી.
"લેકીન ઉસકી આંખે મુજે હર વક્ત ઉસકી યાદ દિલાતી હૈ. જિસે મૈં બરસોં પહલે બહુત પીછે છોડ આયા હૂં. જિસકે બિના મૈં નહીં જી શકતાં. લેકિન ઉસે ઢૂંઢ ભી તો નહીં પા રહા. શિવાંશ પટેલ....ટોપ બિઝનેસમેન ઈન મુંબઈ સીટી... લેકિન ઈતના બડા નામ કિસ કામ કા?? મુજે જિસકી જરૂરત હૈ. વો તો મેરે પાસ હૈ હી નહીં. કભી મિલેગી યા નહીં. વો ભી નહીં જાનતા." શિવાંશ ફરી બોલવાં લાગ્યો. તેનાં એક એક શબ્દમાં એક તડપ હતી. જે તેને અંદર સુધી તડપાવી રહી હતી.

રાહી નીચે એકલી જ ઉભી હતી. અચાનક તેની નજર ટેરેસ પર ગઈ. શિવાંશ ત્યાં ઉભો તેને જ જોઈ રહ્યો હતો. રાહીની નજર પડતાં શિવાંશ નજર ફેરવીને ત્યાંથી દૂર થઈ ગયો. રાહીની આંખ હજું પણ ભીની હતી.
"રાહી, કંઈક તો સમજવાની કોશિશ કર. તું આ બધાં માટે અહીં નથી આવી. તારો મકસદ કંઈક બીજો છે. તારે અહીં શિવને શોધવાનો છે. ફેશન ડિઝાઈનિંગનુ કોમ્પિટિશન જીતવાનું છે. એ બંને તારાં સપનાં છે. જેને તારે અહીં રહીને પૂરાં કરવાનાં છે. પણ તું મંઝિલ ભટકી રહી છે. યાદ કર... પપ્પાએ તને કહ્યું હતું એ...યાદ કર... તારાં સપનામાં શિવ આવતો તેને... તું તારી રાહ નાં ભટકી શકે. કમ ઓન રાહી... તું રાહી છે. તારે થાક્યાં વગર રોકાયાં વગર તારી રાહ પર આગળ વધવાનું છે. જે રાહ તે ખુદ પસંદ કરી છે." રાહી મનોમન ખુદને સમજાવી રહી.
એક તરફ શિવાંશ અને એક તરફ રાહી બંને એકબીજાને સમજાવી રહ્યાં હતાં. પણ શાં માટે? એ તો તે ખુદ પણ જાણતાં ન હતાં. હાં, રાહીનુ શિવને શોધવાં સિવાય પણ એક સપનું હતું. ફેશન ડિઝાઈનિંગ કોમ્પિટિશનમા જીત્યાં પછી દેશ-વિદેશમાં પોતાની ડિઝાઈન પ્રખ્યાત થાય. એવું કંઈક રાહી કરવાં માંગતી હતી. આ સપનું પણ તેણે જ જોયું હતું. જેને તે પૂરું કરવા માંગતી હતી.
રાહી ખુદને સમજાવતી ઉભી હતી. ત્યાં જ રાધિકા અને તન્વી તેની પાસે આવી. રાધિકાના ચહેરા પર નાં સમજી શકાય એવાં ભાવ હતાં. તો તન્વી ખુશ નજર આવી રહી હતી.
"ચાલો, હવે નીકળીએ." દામિનીબેને આવીને કહ્યું.
અંકિતા અને અભિનવ આવીને બધાંને મળ્યાં પછી દામિનીબેન અને રાજુભાઈ બધાં સાથે ઘરે જવા નીકળ્યાં. બહાર બધાં કાર પાસે પહોંચ્યાં. ત્યારે શિવાંશ તેમની સાથે ન હતો. એ વાતનું બધાંને ભાન થયું.
"ભાઈ ક્યાં??" તન્વીએ આજુબાજુ નજર દોડાવતાં પૂછ્યું.
તન્વી સહિત બધાં આજુબાજુ નજર દોડાવતાં શિવાંશને શોધવાં લાગ્યાં. તન્વીએ પોતાનો મોબાઈલ પર્સમાંથી કાઢીને શિવાંશને ફોન જોડ્યો. ત્યાં ઘરનાં ગેટ પાસેથી જ રિંગનો અવાજ સંભળાયો. શિવાંશ બધાંની પાસે જ આવી રહ્યો હતો.
"ભાઈ કહાં થે આપ?? ઘર જાના હૈ. જલ્દી ચલો." તન્વીએ ઉબાસી લેતાં કહ્યું.
શિવાંશ કંઈ પણ બોલ્યાં વગર કારની ડ્રાઈવર સીટ પર બેસી ગયો. બધાં કારમાં બેસી ગયાં. શિવાંશની કાર આગળ અને રાજુભાઈની કારને ચલાવી રહેલો શ્યામ તેની પાછળ કાર ચલાવવા લાગ્યો. બધાં ઘરે જવા નીકળી ગયાં. શુભમ ત્યાંથી જ પોતાની ઘરે જવા નીકળી ગયો હતો.
શિવાંશ પાસેની સીટ પર તન્વી બેઠી હતી. પાછળની સીટ પર રાધિકા અને રાહી બેઠી હતી. કારમાં એક ગંભીર ખામોશી છવાયેલી હતી. રાધિકા અને તન્વી તો સીટ સાથે માથું ટેકવીને સૂઈ ગઈ હતી. રાહી અને શિવાંશ જાગી રહ્યાં હતાં. પરંતુ બંને વચ્ચે કોઈ વાતચીત નાં થઈ. ઘર આવતાં બધાં કારમાંથી ઉતરીને અંદર ગયાં. ઘરે આવતાં સુધીમાં બાર થઈ ગયાં હતાં. બધાં થાકી ગયાં હોવાથી તરત જ સૂઈ ગયાં.

રાતનાં બાર વાગ્યે આખાં ઘરમાં સન્નાટો હતો. છતાંય બે વ્યક્તિ જાગી રહ્યાં હતાં. એ બંને શિવાંશ અને રાહી હતાં. શિવાંશ લેપટોપમા નજર ટેકવીને કંઈક વિચારી રહ્યો હતો. જ્યારે રાહી બેડ પર સૂતી ખુલ્લી આંખોએ રૂમની છતને તાકી રહી હતી.
રાહી અને શિવાંશ બંનેનાં મનમાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું. બંનેને એમ હતું કે બંને પોતાની રાહ ભટકી રહ્યાં છે. બસ એ જ કારણના લીધે બંને વિચાર કરતાં મોડી રાત સુધી જાગતાં હતાં.
શિવાંશ સાથે આટલાં વર્ષોમાં પહેલીવાર આવું બની રહ્યું હતું. આખો દિવસ કામ કરીને રાતે પણ મોડાં સુધી લેપટોપ પર કામ કર્યા પછી શિવાંશને બેડ પર પડતાં જ ઉંઘ આવી જતી. જ્યારે આજે તેની આંખોમાંથી ઉંઘ કોસો દૂર હતી. આંખો બંધ કરવાં છતાંય બે નીલી આંખો તેની આંખો સામે આવી જતી. જે તેને પોતાની તરફ આકર્ષિત કરતી. જે તેને પોતાની આંખો ખોલવા મજબૂર કરી દેતી.
શિવાંશ મોડાં સુધી બેડ પર સૂતો આંખો ખોલતો બંધ કરતો પરેશાન થઈને રૂમની વિન્ડો પાસે જતો આમથી તેમ ચક્કર લગાવી રહ્યો હતો. આખરે તેણે ટેબલ પર પડેલો જગ ઉઠાવીને એક ગ્લાસમાં પાણી લીધું અને પાણી પીને ફરી બેડ પર લંબાવ્યું. રાતનાં ત્રીજાં પ્રહરે તેને માંડ કરીને ઉંઘ આવી.



(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ