Pollen 2.0 - 28 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 28

Featured Books
Categories
Share

પરાગિની 2.0 - 28

પરાગિની ૨.૦ - ૨૮



સિમિત પરીખ ૨૮ વર્ષીય દેખાવડો, હાઈટ-બોડી વાળો યુવાન છે. પરાગની જેમ તેની પાછળ પણ છોકરીઓની લાઈન લાગે છે.. પરંતુ હા, પરાગ કરતાં વધારે હેન્ડસમ નથી..! સિમિત હંમેશા સુંદર છોકરીઓ જોઈ તેની સાથે ફ્લર્ટ કરતો..! સિમિત શાલિનીની ખાસ ફ્રેન્ડનો દિકરો છે. સિમિતનો પોતાનો ટેક્સટાઈલનો જ બિઝનેસ હોય છે. પરાગનો જે નવો પ્રોજેક્ટ હોય છે તે સિમિત સાથે હોય છે. પરાગ ક્યારેય લ

સિમિતને મળ્યો નથી હોતો.. તેની પહેલી મુલાકાત હોય છે. પરાગની કંપની સિમિત પાસેથી અમુક અલગ અલગ પ્રકારનાં કાપડ લેવાની હોય છે. સિમિત તેને મળવા ઓફિસ પર આવ્યો હોય છે પરંતુ તે રિની સાથે જ્યારે અથડાય છે અને તેને જોતા જ સિમિતને રિની ગમી જાય છે. સિમિતને ખબર નથી હોતી કે રિનીના લગ્ન થઈ ગયા છે.


શાલિની નવીનભાઈને ફોન લગાડતી હોય છે પણ ફોન સ્વીચ ઓફ જ આવતો હોય છે. એટલામાં દાદી નીચે આવે છે અને નોકર પાસે પાણી મંગાવે છે દવા ગળવાની હોય છે તેથી... શાલિની દાદી પાસે જઈને કહે છે, તમે હજી દવા લો છો? આટલુ બધુ થઈ રહ્યું છે અને તમે શાંત છો?

દાદી- તો શું કરું?

શાલિની- તમને બંનેને જોઈ લઈશ હુ...

દાદી- હજી શું જોવાનું બાકી રહી ગયું છે? તારા જેવી સ્ત્રી મારા ઘરની વહુ બની અને પછી જે થાય છે તે જોતી તો આવું છુ... હવે કંઈ નવુ થયુ હોય તો તે પણ કહી દે....

શાલિની- તમારો છોકરો ક્યાંક કહ્યા વગર જતો રહ્યો અને તેની એક્સ વાઈફ પણ એ જ દિવસે જોવા મળી છે... એ આ ઘરમાં ના આવી જોઈએ..!

દાદી- તું કહેવા શું માંગે છે?

શાલિની- એ જ કે એક જ દિવસમાં નવીન કહ્યા વગર જતા રહ્યા અને તેમની એક્સ વાઈફ એટલે કે લીના પણ તે જ દિવસે જોવા મળી... શું આ કોઈ સંજોગ છે?

દાદીને આ સાંભળીને નવાઈ લાગી કે લીના હજી જીવતી છે અને આ શહેરમાં જ છે.


પરિતા લીનાબેનને વડોદરા પહોંચે છે, જ્યાં તેઓ એક નાના ઘરમાં જાય છે. આ ઘર લીનાબેનની એક ફ્રેન્ડ હોય છે જે હવે આ દુનિયામાં નથી રહી પરંતુ તેની ચાવી લીનબેન પાસે હોય છે. એક રૂમ- રસોડાનું ઘર હોય છે. પરિતા ઘર જોઈને લીનાબેનને કહે છે, આટલા નાના રૂમમાં આપણે રહીશુ?

લીનાબેન- એ દિવસો યાદ કરાવું જ્યારે તું આનાથી પણ નાના રૂમમાં બીજી ચાર છોકરીઓ સાથે રહેતી હતી?

પરિતા- હા, પણ હવે તો આપણી પાસે પૈસા છેને? તો સારી જગ્યાએ ના રહી શકીએ?

લીનાબેન- એ પૈસા તે નથી કમાયા બરાબર છે?

પરિતા- હા, તમારા પૈસા છે... પરાગને જૂઠ્ઠું બોલીને તમે લીધા છે.

લીનાબેન રોફ જાડતાં કહે છે, બહુ બકવાસ ના કર... કંઈક ખાવાનું લઈ આવ... અને હા, કંઈ પીવાનું પણ જોઈશે.. વ્યવસ્થા કરી દેજે...

પરિતા- પીવાનું? તમારે પીવાનું નથી... હમણાં જ તો હોસ્પિટલથી આવ્યા છો...!

લીનાબેન- તને મેં કંઈ પૂછ્યું વયનથી કે મારે શું કરવુ? જે કહ્યું છે તે કર..!

પરિતા બેગ મૂકીને બહાર જાય છે ખાવાનું લેવા માટે...


સાંજે પરાગની કંપનીમાં નવા પ્રોજેક્ટ માટે બધા ક્લાઈન્ટસ માચે એક નાની પાર્ટી જેવું રાખ્યું હોય છે. પરાગ ઘરે આવી વહેલો તૈયાર થઈ નીકળી ગયો હોય છે. રિની થોડે મોડેથી જાય છે. તે એદકમ સાદી તૈયાર થઈ હોય છે છતાં બહુ જ સુંદર દેખાતી હોય છે. પરાગ ઓફિસ પર પહોંચી જાય છે. જૈનિકા અને સમર બંને પરાગને પૂછે છે કે રિની કેમ ના આવી? પરાગ બહાનું બનાવતા કહે છે, તેની તબિયત સારી નહોતી એટલે નથી આવી...!

ખરેખરમાં પરાગે જે વખતે સિમિત અને રિનીને હાથ મિલાવતાં જોય જાય છે ત્યારે પરાગ સિમિતને જોઈ છે... જે રીતે સિમિત રિનીને જોતો હોય છે તે જોઈ પરાગ નક્કી કરે છે કે તે રિનીને આ પ્રોજેક્ટથી રિનીને દૂર રાખશે અને કામ હશે તો જ બોલાવશે તે પણ સિમિત નહીં હોય ત્યારે જ.... તેથી પરાગ રિનીને કહી દે છે કે સાંજે જે પ્રોજેક્ટની લોન્ચીંગ પાર્ટી છે તેમાં ના આવે અને આ પ્રોજેક્ટ માટે બહુ મહેનત ના કરે અને એવું પણ કહે છે કે જ્યારે કામ હશે ત્યારે પોતે ફોન કરી તેને બોલાવશે..!

રિનીનો પહેલો પ્રોજેક્ટ હોય છે તેથી તે કામ કરવા માંગતી હોય છે પણ પરાગ તેને આવું કહે છે... છતાં તે પાર્ટીમાં જવાનું નક્કી કરે છે અને પહોંચી પણ જાય છે. રિની નીચે ઓફિસમાં જ હોય છે તે લીફ્ટમાં ઉપર જતી હોય છે કે સિમિત પણ આવી પહોંચે છે અને રિનીને જોતા ફટાફટ લીફ્ટમાં જતો રહે છે. સિમિત રિનીને કહે છે, બહુ મોડી આવીને તુ.???

રિની- મોડું તો નથી થયુ એટલું બધુ... સમય પર જ આવી છુ....

સિમિત- તો ચાલો જઈએ ઉપર પાર્ટીમાં....


પાર્ટી ચાથો માળ પર હોલમાં હોય છે.


પરાગ અને સમર પ્રોજેક્ટ પર ચર્ચા કરતાં હોય છે... વાત વાતમા સમર પરાગને કહે છે, ભાઈ.. તમે રિનીને મીસ કરી રહ્યા છો... જોડે લાવ્યા હોત તો...

પરાગ- એવું કંઈ નથી....

એટલામાં જ રિની ત્યાં આવી પહોંચે છે. સમર રિનીને જોઈ છે અને પરાગને કહે છે, ભાઈ, ભાભી આવી ગયા..!

પરાગ પાછળ ફરીને જોઈ છે તો રિની હોય છે... રિની તેની તરફ જ આવતી હોય છે.. રિની પાછળ સિમિત ચાલીને આવતો હોય છે. સિમિતને જોઈ પરાગને ગુસ્સો આવે છે. સિમિત રિનીના કમર પર હાથ મૂકવા જતો હોય છે પરંતુ રિની સ્પીડમાં ચલીને પરાગ પાસે જતી રહે છે. સિમિક રિનીનાં કમર પર હાથ મૂકવા જતો હોય છે તે પરાગ, સમર અને જૈનિકા જોઈ જાય છે. જૈનિકા પરાગને જોઈ છે અને તેનો ફેશ જોઈ સમજી જાય છે પરાગ હમણાં જ સિમિતને એક મુક્કો મારશે..! સિમિત પરાગ પાસે જઈને ઊભો રહે છે, જૈનિકા ફટાફચ સિમિત પાસે આવી ને કહે છે, ઓહ... સિમિત બહુ મોડો આવ્યોને તુ તો.... ચાલ તારી સાથે બહુ વાતો કરવી છે...!

સિમિત- એક મિનિટ.. જેનો પ્રોજેક્ટ છે તેને તો મળી લઉં..

સિમિત પરાગ આગળ તેનો હાથ ધરતાં કહે છે, સવારે મીટિંગ કેન્સલ કરી હતી તો ના મળી શક્યા... હું સિમિત.. મારી કંપની માંથી બધો માલ સપ્લાય થશે..!

પરાગ સિમિત સાથે હાથ મિલાવે છે અને પરાગ સિમિતનો હાથ બહુ જ જોરથી દબાવે છે. સિમિત માંડ માંડ તેનો હાથ છોડાવે છે. જૈનિકા તેને થોડે દૂરથી લઈ જાય છે. સિમિત જૈનિકાને કહે છે, આ પરાગ પાગલ તો નથીને? મારો હાથ હમણાં તોડી નાંખતે..!

જૈનિકા- તારી હરકત જોઈ તે તારું મોંઢું તોડી નાંખતે હમણા.... બચી ગયો..! પરાગ રિનીનો હસબન્ડ છે..!

આ સાંભળી સિમિત જૈનિકાને સામે જોઈ કહે છે, રિની મેરીડ છે?

જૈનિકા- હા, પરાગ અને રિનીનાં મેરેજ થઈ ગયા છે... બંને બહુ ખુશ છે..!

સિમિત- એને જોઈને કોઈ ના કહી શકે કે તે મેરીડ છે..

જૈનિકા- તે એન આંગળીમાં રીંગ પણ ના જોઈ?

સિમિત- એ જ કેટલી ખૂબસુરત છે તો મારી નજર એ રીંગ પર કેમની જવાની?

જૈનિકા- તું તારી હદમા જ રહેજે... અને તારા મગજમાંથી રિનીનું ભૂત કાઢી નાંખ... એનો હસબન્ડ એટલે કે પરાગ.. જીવતો અના હાલતો-ચાલતો બોમ્બ છે.. તારી પર ફાટશે ને તો તું ક્યાંય નો નહીં રહે..


માનવ અને એશાનું રિલેશન ઘણું સારું ચાલતું હોય છે. સાંજે માનવ એશાને રિવરફ્રન્ટ પાસે લઈ જાય છે. ઠંડીની રૂતુ શરૂ થઈ ગઈ છે. નદી હોય છે તેથી એશાને વધારે ઠંડી લાગતી હોય છે. એશા માનવને કહે છે, વાત કરવી હતી તો કોઈ સારી જગ્યાએ લઈને જવું હતુને..! તારી ગર્લફ્રેન્ડની કૂલ્ફી જામી જશે અહીંયા..!

માનવ- એશા.. હું તારી સાથે બહુ સાથે બહુ ખુશ છુ... ચાલને આપણે મેરેજ કરી લઈએ..! શું તું મારી સાથે મેરેજ કરીશ?

એશા આ સાંભળીને ખુશ થઈ જાય છે, પરંતુ તે જવાબ આપવાની જગ્યાએ બીજી વાતો કરવાની ચાલુ કરી દે છે. માનવ તેનો જવાબ સાંભળવા તરસતો હોય છે પરંતુ એશા તેના બીજા જ લવારા કરતી હોય છે અને છેલ્લે યાદ આવતા કહે છે, અરે મે્ં તો તને જવાબ જ ના આપ્યો... માનવ, હું તારી સાથે મેરેજ કરીશ..!

આ સાંભળી માનવ ખુશ થઈ જાય છે અને એશાને ગળે લગાવી લે છે.


આ બાજુ પરાગ રિનીને કહે છે, મેં તને ના કહ્યું હતુ કે ના આવીશ..! પણ તું મારી વાત માનતી જ નથી..! હંમેશા પોતાની જ મનમાની કરે છે.

રિની- મારો પહેલો પ્રોજેક્ટ છે... તું મારે તો આવુ જ પડે...

પરાગ- ક્યારેક તો મારી વાત માન...

પરાગ અને રિની બંને વાત કરતા હોય છે ત્યાંજ એક છોકરી પરાગ અને રિનીની વચ્ચે આવી ઊભી રહી જાય છે અને પરાગને એકટીશે જોયા કરતી હોય છે.




સિમિત નામનું નવુ તોફાન પરાગ અને રિની વચ્ચે કંઈ દરાર ઊભી કરશે?

શું પરાગ તેની મમ્મીને શોધવામાં સફળ રહેશે?

જાણવા માટા વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૯