LOVE BYTES - 36 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-36

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-36

લવ બાઇટ્સ
પ્રકરણ-36
મીહીકા પર મયુરનો ફોન આવી ગયો હજી ઘર પણ નથી પહોંચ્યો અને કહે રસ્તામાં પાપા મંમી તારાં ખૂબ વખાણ કરતાં હતાં. કે છોકરી ખૂબ સુંદર અને સંસ્કારી છે વીણાબેન અને યુવરાજભાઇસાને કારણે આવો સરસ સંબંધ મળ્યો છે.
મીહીકાએ શરમાઇને કહ્યું તમારાં પણ અહીં એટલાજ વખાણ થાય છે કે છોકરો સમજુ ઠરેલ અને શાંત છે. બસ આપણી દીકરીને પણ સારો છોકરો મળી ગયો છે એનાં માટે વીણાબેન અને યુવરાજસિંહજીનો આભાર માનવો જોઇએ.
મયુરે કહ્યું વાહ મધ્યમાં તો મામા મામીજ છે ચલો સાસરે આશા પણ છે અને આશા તારાં ભાઇસા સાથે છે કેવાં સરસ સંબંધો વણાઇ ગયાં છે બસ હવે તને તેડાવે એની રાહ જોઊં છું ત્યાં સુધી ફોનમાં વાતો કરીશું..
મીહીકાએ કહ્યું ભલે. ચલો ફોન મૂકો લલીતાકાકી મને બૂમ પાડે છે પછી ફોન પર ચેટ કરીશું કહી ફોન મૂક્યો.
************
આશા પોતાનાં પાપા મંમી સાથે ઘરે પહોચીં ઘરે પહોચી એનાં રૂમમાં આવીને ફ્રેશ થઇને સીધી બેડ પર આડી પડી. એને બહાર જવાનું મનજ ના થયું એ પડી એવી વિચારોમાં ગરકાવ થઇ ગઇ.
પરમદિવસની રાતે સ્ત્વનને કેવું થઇ ગયું હતું એણે કોઇની પુકાર ચોક્કસ સાંભળી હતી એવું કોણ હશે કે એને આમ હેરાન કરતું હશે ? એનાં માટે બધાં બોલતાં હતાં વળી અઘોરનાથજીએ પણ કહેલું કે કોઇ ગત જન્મનું ઋણ છે ધાર્મિકવિધિથી પુરુ થશે તો એમણે ધાર્મિક વીધી કરી કેમ નહી ? એનાં માટે નો કહે છે સમય પાક્યો નથી તો હજી સ્તવને કેટલાં ઋણ ચૂકવાનાં છે ? શું ચૂકવવાનુ છે ? ચૂકવાઇ ગયાં પછી છુટી જશે ? એ આત્મા કોણ છે ?
જે હોય એ.. હું મારાં સ્તવનની સાથેજ રહીશ એને એકલોજ નહીં મૂકું પણ જ્યાં સુધી વિવાહ લગ્ન નક્કી થાય ત્યાં સુધી શું ? કોણ ધ્યાન રાખશે ? એ ખૂબજ લાગણીશીલ છે અને લાગણીભીની સંવેદનાઓ એમને પરવશ કરે છે. મારે એ દિવસની વાત માં પાપાને કહેવી જોઇએ ? ના ના નથી કહેવી નાહક બધાને ટેન્શનમાં નથી નાંખવા આમતો એ લોકો બધુજ જાણેજ છે. આશા બેડ પર પડખાં ફેરવતી વિચારોમાં વિહાર કરી રહેલી એ થોડીવાર આંખ મીંચીને શાંત પડી રહી પછી એ એકદમ બેઠી થઇ ગઇ એનાં મનમાં એક ઉપાય સ્ફૂર્યો. એને થયું જ્યાં સુધી વિવાહ લગ્ન નાં થાય મારાંથી સ્તવનને વધુ મળી નહીં શકાય એની સાથે વધુ સમય નહીં વિતાવાય હું અઘોરીજીને મળીને ઉપાય પૂછી લઊં કે મારાં સ્તવનને સાચવી લો કોઇ વિધી કોઇ ટૂચકો બતાવો. બાકી હું એવાં આત્મા કે પ્રેતથી ડરતી નથી કે માનતી નથી.
એણે મનોમન નિર્ણય લીધો અને બહાર જવા માટે તૈયાર થઇનેજ નીચે ગઇ. એને વીણાબહેને પૂછ્યું અરે દીકરા સવાર સવારમાં ક્યાં જાય છે ? હજીતો તારી સાથે ઘણી વાતો કરવાની છે તારી ખરીદીનું લીસ્ટ બનાવવાનું છે હવે સમય ઓછો છે અને તૈયારીઓ ઘણી કરવાની છે.
આશાએ કહ્યું માં હું હમણાં બે ત્રણ કલાકમાં પાછીજ આવું છું ઘણો સમય થયો કોઇ ફ્રેન્ડને મળી નથી હવે તો બધાં મૂહૂર્ત નજરે નક્કી થઇ ગયાં છે પછી ફેન્ડસને મળવાનો સમય પણ નહીં રહે હું આવું છું એ લોકોને મળીને.
માં એ હસતાં હસતાં કહ્યું ભલે જઇ આવ તારાં પાપા પણ સવારથી કામે નીકળી ગયાં છે પણ એક્ટીવા સાચવીને ચલાવજો હવે તારું ધ્યાન રાખજે પ્લીઝ. અને તારે પૈસા જોઇએ છે ?
આશાએ થોડોક વિચાર કરી કહ્યું હાં મા થોડા પૈસા આપી રાખ.. આમતો કંઇ જરૂર નથી પણ સાથે રાખેલાં સારાં. વીણાબહેને આશાને એમનાં રૂમમાં જઇ વોડરોબમાંથી પૈસા લાવીને આપ્યાં અને કહ્યું તારી પાસે રહેવા દેજે ગમે ત્યારે કામ લાગશે. આશાએ કહ્યું મંમી આટલાં બધાં શું જરૂર છે ? માં મને તો 1000/2000 આપી રાખ વધુ જરૂર નથી.
માંએ કહ્યું 5000/- છે એટલાં રાખ તને ગમતું કંઇ પણ જોઇતું હોય લઇ લેજે મારે તો તું એકની એક છે અને દીકરીનાં મન પૂરા થાય જરૂરી છે એમ કહેતાં કહેતાં એમની આંખો ભીંજાઇ ગઇ આશાની આંખો પણ ભરાઇ આવી અને માં ને વળગી ગઇ.
આશા માંને વળગી વહાલ કરીને એકટીવાની ડેકીમાં પર્સ મૂકીને નદી કિનારે અઘોરીજીના આશ્રમ તરફ નીકળી ગઇ.
*************
બીજે દિવસે સવારે સ્તુતિને જવાબ મળી ગયો હશે એ સીલેક્ટ થઇ ગઇ હતી અને ડેમો પ્રોજેક્ટ કરીને મોકલવાનો હતો એણે એ પણ કરીને મોકલી દીધો હતો. હવે એ લોકોનો જવાબ આવે એની રાહ જોવાની હતી. ઉઠીને એણે મેઇલ ચેક કર્યા પણ કોઇ મેઇલ નહોતો. એને એ પણ ખુશી હતી કે પાપાની આંખમાં શાંતિ અને સંતોષ જોયો હતો.
સ્તુતિને થયું મેં મારાં અંગે હજી બીજા કોઇને વાત કરી નથી મારાં પ્રોબ્લમને હું ફેઇસ કરી રહી છું હું અઘોરીબાબાને મળી આવું પુરાં આત્મવિશ્વાસ સાથે વાત કરીશ અને હમણાં જે મારી સાથે વિતી ચૂક્યું છે એ કહીશ અને માર્ગદર્શન લઇશ. હવે મેં પણ અગોચર વિદ્યાનો અભ્યાસ કર્યો છે મારાં આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે પણ મારી જે નબળી કડી છે એ શું છે ? મારે સમજવું છે એણે જવાનુ નક્કી કરી તૈયાર થઇને માં ને કહ્યું હું આવુ છું. તારે બજારમાંથી કંઇ લાવવાનુ છે ?
માં એ કહ્યું ક્યાં ચાલી દીકરા ? આખે વખત લેપટોપ પર કામ કરીને થાકી હોઇશ. પણ ક્યાં જાય છે ?
સ્તુતિએ કહ્યું માં મારી ફ્રેન્ડને મળીને આવુ છું હમણાં પાછીજ આવી જઇશ. કંઇ બજારમાંથી લાવવાનું હોય તો કહે માંએ કહ્યું કંઇ નથી લાવવાનું તારાં પાપા નીકળ્યાં છે એ લેતાં આવશે. અને સ્તુતિ આશ્રમ જવા નીકળી ગઇ.
**************
સ્તવન સવારે એની જોબ પર જવા નીકળી ગયો આજે એને કંપનીમાંથી ન્યૂ બ્રાન્ડ પેટીપેક કાર મળવાની હતી એ ખૂબજ ખુશ હતો. આશા ગઇ પછી એ થોડો મૂડલેસ થઇ ગયેલો. એને આશાની હાજરી ખૂબ ગમતી અને એની હાજરીમાં કોઇક ખાસ હૂંફ અનુભવતો હતો. એ કંપની પર જતાં આખા રસ્તે આશાનાં વિચાર કરતો જતો હતો અને એ એની ઓફીસ પહોચ્યો.
કંપનીમાં પહોચી સીધો એની ચેમ્બરમાં જઇને એણે કામ જોઇ લીધુ આજનું શીડ્યુલ ચેક કર્યું આજે બપોર પછી એને ડાયરેક્ટર સાથે મીટીંગ હતી એનાં રીસર્ચ અંડરનાં સોફ્ટવેર નાં માર્કેટીગ અંગે ચર્ચા કરવાની હતી. હમણાંથી એનું મન આશામય થઇ ગયેલું વધુને વધુ એનાંજ વિચારોમાં રહેતો હતો. એણે બધાં વિચારો ખંખેરીને કામનાં ધ્યાન આપવા માંડ્યુ. એને થયું થોડું કામ નિપટાવીને આશાને મેસેજ કરીશ પછી અનુકૂળ સમયે વાત પણ કરી લઇશ.
સ્તવને કામમાં ધ્યાન પરોવ્યું અને અચાનક એનાં ફોનમાંથી કોઇ ધીમો ધીમો અવાજ આવતો હોય એવું અનુભવ્યુ એણે મોબાઇલ હાથમાં લઇ ઓન કર્યો પણ સમજાયુ નહીં આ અવાજ ક્યાંથી આવે છે ? બધી એપ અને બધુ ચેક કર્યું બધુ બંધ હતું એણે ચેક કરવા મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો... થોડીવાર બંધ રાખી પછી રીસ્ટાર્ટ કર્યો તો ફરીથી એ અવાજ આવ્યો એણે એનો ફોનમાં એનાં રીસર્ચ કરેલું સોફ્ટવેર હતું એ ચેક કર્યું એ એક એપ્લીકેશનજ હતી એનાં આર્શ્ચય વચ્ચે એમાં કોઇ વોઇસ રેકર્ડ થયેલો હતો એણે વોલ્યુમ ફુલ કરીને સાંભળવા પ્રયત્ન કર્યો તો એક ક્ષણ માટે જાણે એ સ્થિર થઇ ગયો... એમાં પેલી રાત્રીવાળું કોઇ આત્માનું ગાયેલુ ગીત.. રેકર્ડ થયેલું. તુમ ના જાને કીસ જહાઁ મેં ખો ગયા સ્તવન અવાજ ઓળખવા પ્રયત્ન કરવા માંડ્યો અને ત્યાંજ....
**************
અઘોરીજીનાં આશ્રમમા સવારની આરતી હણાંજ પુરી થઇ હતી. મંદિરમાંથી પ્રસાદ અને આરતી લઇને ભાવિકો બહાર નીકળી રહેલાં. અઘોરીજી પોતાનાં રૂમની બહારજ આરામ ખુરશી પર બેઠાં બધાં ભાવિકોને આશિષ આપી રહેલાં.
ત્યાંજ સ્તુતિ અને આશા બંન્ને એ સાથેજ આશ્રમમાં પ્રવેશ કર્યો. બંન્નેને પ્રશ્ન હતાં એનાં ઉકેલ માંગવા અઘોરીજી પાસે આવેલાં. આરામ ખુરશી પર બેઠેલાં અઘોરીજીની આંખો અચાનક વિસ્ફારીત થઇ અને....
વધુ આવતા અંકે - પ્રકરણ -37