"આસ્તિક"
અધ્યાય-20
આસ્તિક ઊંડા જળમાં જઇ રહેલો એનામાં અનોખો આત્મવિશ્વાસ વધી રહેલો. અજાયબ અને નયનરમ્ય આ નવી શ્રુષ્ટિ જોઇને એને આનંદ થઇ રહેલો આર્શ્ચય પણ થઇ રહેલું એને આ સૃષ્ટિ જોવાનું મન થઇ રહેવું થોડેક આગળ જઇને જોયુ કે ત્યાં જળચર પ્રાણીઓ હતા જે કંઇક દૈવી દેખાઇ રહેલાં એમાં સર્પ અને નાગ પણ વિહાર કરી રહેલાં.
આસ્તિકે જોયું કે મોટાં ભાગનાં દૈવી નાગનાં માથે આકર્ષક અને ચમકીલો હીરો જેવા મણી હતાં એણે હાથ જોડીને નમસ્કાર કર્યા. આસ્તિક ધીમે ધીમે આગળ વધી રહેલો ત્યાં એની નજરે વિશાળ દ્વાર જોયો એણે એમાં પ્રવેશ કર્યો ત્યાં તો જાણે કોઇ અદભૂત નગરી વસ્તી હોય એવું લાગ્યુ ત્યાં અંદર સોનાથી મઢેલો રાજમહેલ જોયો એમાં અનેક દૈવી નાગ હતાં અને ત્યાંજ એ ઉભો રહી ગયો.
એનાં આર્શ્ચય વચ્ચે એક નાગ એની પાસે આવ્યો અને કહ્યું આવ આસ્તિક તનેજ અહીં આવવા માટે નાગરાજ સ્કુરણા કરી હતી આ શેષનાગ ભગવાનનો મહેલ છે તને અંદર બોલાવ્યો છે આવ મારી સાથે.
આસ્તિક એમનો આભાર માનતો નાગ સાથે અંદર ગયો મહેલમાં વિશાળ સભાખંડ હતો. ત્યાં, સોનાના હીરા માણેક જડીત સિંહાસન પર શેષનારાયણ બિરાજમાન હતા. આસ્તિક એમની પાસે જઇને એમનાં ચરણોમાં પડી ગયો અને એમનાં આશીર્વાદ લીધાં.
શેષનારાયણે એને આશીર્વાદ આપીને કહ્યું આસ્તિક તું આખા સર્પ નાગ કુળને બચાવનાર છે આખા કૂળને તારનાર છે તારી માતા જરાત્કારુ મારી દીકરી છે અને તું મારો પૌત્ર છે આવ મારી પાસે એમ કહીને શેષનારાયણે આસ્તિકને એમના ખોળામાં બેસાડીને વ્હાલ કરવા માંડ્યા.
આસ્તિકે કહ્યું ભગવન તમે તો મારાં નાના છો તો આજ સુધી હું તમને મળ્યોજ નથી. હું તમને મળ્યો એ જાણી માં ખૂબ ખુશ થશે. હું તમારી પાસે સ્વયં સ્ફુરણાથીજ આવ્યો છું કે તમેજ મને બોલાવ્યો ?
શેષનારાયણ કહ્યું દીકરા આ બધી નારાયણ ભગવાનની લીલા છે તને બધાંજ દેવનાં ઋષિગણનાં આશીર્વાદ છે. તું ખુબ જ્ઞાની અને બહાદુર છે. હું તને આપણાં નાગ કુળની બધી શક્તિઓ અને જ્ઞાન પ્રદાન કરુ છું તને બધીજ રીતે યોગ્ય બનાવું છું તને તારાં જીવનમાં ખૂબ કામ લાગશે તું એવો પાત્રતા ધરાવતો જીવ છે કે જેનાં ઉપર સાક્ષાત વિષ્ણુ નારાયણનાં ચાર હાથ છે સંપૂર્ણ આશીર્વાદ છે.
આસ્તિક તારાં પિતા મહર્ષિ જરાત્કારુ સ્વયં નારાયણનાં અંશ છે. તારું આ સાચુ મોસાળ છે અને દરેક દૈવી નાગ સદાય તારાં સાથમાં રહેશે.
આસ્તિકનાં આર્શ્ચય અને આનંદ વચ્ચે એનાં મામા વાસુકી નાગ પણ ત્યાં હાજર થયાં અને આસ્તિકને કહ્યું તું તારાં નાનાનાં ખોળામાં છે આવો રૂડો અવસર અમે લોકો પણ આજે જોઇ રહ્યાં છીએ અને આનંદવિભોર છીએ તું હવે જ્યારે તારી ઇચ્છા પડે અહીં આવી શકીશ.
આસ્તિકે એનાં મામા વાસુકીનાંગને પણ પ્રણામ કરી આશીર્વાદ લીધાં. આસ્તિકે કહ્યું આવી ભવ્ય અને શોભાયમાન નગરી મેં કદી જોઇ નહોતી હું અગાઉ મામાનાં ઘરે હતો ત્યારે પણ આવું સુંદર નગર જોયુ નહોતું.
વાસુકીનાગ કહ્યું દિકરાં આવા સાત પાતાળ લોક છે એમાં તું આજે આવ્યો છું એનાં સર્વે સર્વા ભગવન શેષનારાયણ છે અને આ પૃથ્વીનું નિયમન એમનાંથી થાય છે અને તારાં નાનાં ભગવન શેષનારાયણની શૈયા પર ખુદ સાક્ષાત નારાયણ નિવાસ કરે છે અને આરામ ફરમાવે છે તને ધીમે ધીમે બધું જ્ઞાત થઇ જશે.
ભગવન શેષનારાયણે કહ્યું વત્સ તને બધીજ દૈવી શક્તિઓનો પરીચય થઇ રહ્યો છે અને થશે. ભગવાન વશિષ્ટ મહર્ષિ પણ તારાં આશ્રમ પર આવવાનાં છે અને ખૂબ પવિત્ર હવનયજ્ઞ કરીને તને જ્ઞાન અને આશીર્વાદ થી પુષ્ટ કરશે અને તારા માટે એ ધન્ય ઘડી હશે.
આસ્તિકે કહ્યું એ ઘડીની હું રાહ જોઇ રહ્યો છું ભગવન... એમ કહી આસ્તિકે ફરીથી આશીર્વાદ લીધાં.
પછી વાસુકી નાગે કહ્યું ચાલ દીકરા હવે તને હું તારાં આશ્રમ મૂકવાં આવુ છું અને મારી બહેન જરાત્કારુનો પણ ખબર અંતર લઇશ.
આસ્તિક શેષનારાયણની રજા લઇને એનાં મામા વાસુકી નાગ સાથે સીધા આશ્રમ પર પ્રગટ થયાં. માં જરાત્કારુ આસ્તિક સાથે ભાઇ વાસુકીને જોઇને ખૂબ આનંદ પામ્યા.
વાસુકી નાગે કહ્યું બહેન જરાત્કારુ આસ્તિકે પિતાશ્રી શેષનારાયણનાં દર્શન કરીને આશીર્વાદ લીધાં છે પછી મહર્ષિ જરાત્કારુને કહ્યું ભગવન શેષનારાયણે આપને આશીર્વાદ આપ્યાં છે અને થોડાંક સમય પછી જે વિધીનાં વિધાન છે એમનો પણ સંકેત આપ્યો છે.
માઁ જરાત્કારુએ કહ્યું કેમ શું વિધી વિધાન છે ? હવે તો અહીં ભગવન વશિષ્ટ મહર્ષિ પધારવાનાં છે હવનયજ્ઞ માટે મહર્ષિ જરાત્કારુએ હસતા હસતાં કહ્યું. આપણે માનવ તરીકે જન્મ લીધો છે જન્મ સાથે આપણાં જીવનનાં વિધી વિધાન નક્કીજ હોય છે પણ અત્યારે ઉલ્લેખ કરવો પ્રમાણીત નથી.
આસ્તિક દોડીને માં જરાત્કારુની પાસે જઇને વળગી ગયો એને જાણે વિધિ વિધાનનો અંદેશો આવી ગયેલો.
વાસુકીનાગે કહ્યું આસ્તિકને મૂકવા આવ્યો હતો હવે હું રજા લઊં છું. માં જરાત્કરુએ કહ્યું આવ્યાં છો આજે અમારી સાથે ભોજન લઇને પછી જજો આસ્તિકને પણ ખૂબ ગમશે. વાસુકીનાગે કહ્યું ભલે ભોજન લઇને હું વિદાય લઇશ એમ કહીને માં જરાત્કારુનાં માથે હાથ ફેરવીને કહ્યું બહેન અમે બધાં તમારાં સાથમાં છીએ પણ વિધિ વિધાન અંગેનો કોઇ ઉલ્લેખ ના કર્યો.
માઁ જરાત્કારુ ભાઇને અને બધાને ભોજન કરાવવા રસોઇની તૈયારી કરવા માંડી. આસ્તિકને વાસુકીનાગને એની સાથે બધીજ ગતિવિધિઓ કહેવા માંડી, ભગવન હનુમાનજી, સૂર્યનારણય ભગવન, ઋષિપુત્ર માંડીને બધીજ અગમ્ય ઘટનાઓ કહી સંભળાવી.
વાસુકીનાગ મહર્ષિ જરાત્કારુની સામે જોતાં આનંદથી આસ્તિકની વાતો સાંભળી રહ્યા.
રસોઇ થયાં બાદ માઁ જરાત્કારુએ ભગવન જરાત્કારુ વાસુકીનાગ, આસ્તિક અને ઋષિપુત્રને કેળનાં પાનનો ત્રણ માટે રસોઇ પીરસીને આનંદથી બધાને જમાડ્યાં.
વાસુકી નાગે કહ્યું બહેન આમતો બહેનનાં ઘરનું જળ પણ મારાં માટે વર્જય છે પણ આ ઉધાર રહ્યું હું આ ઋણ પણ ચૂકવી દઇશ. આજે અહીં ભોજન લેવું નારાયણની ઇચ્છા હતી. એમ કહીને વાસુકીનાગે મહર્ષિ જરાત્કારુનાં આશીર્વાદ લઇને વિદાય લીધી.
વાસુકીમામાનાં ગયાં પછી આસ્તિકે મહર્ષિ જરાત્કુ માઁ પાસે પાતાળ લોકનાં દર્શન અને નાના શેષનારાયણની મુલાકાત વિષે વાત કરીને કહ્યું માઁ આપણે નાનાજી નાં ઘરે રહેવા જઇશું ? મને એ જગ્યા ખૂબ ગમી છે.
મહર્ષિ જરાત્કારુએ હસતાં હસતા કહ્યું દીકરા એવો સમય આવે જરૂરથી જજો. હમણાં આજે બપોરની વેળા પછી હવનયજ્ઞની તૈયારો આપણે પૂર્ણ કરીશું.
આપણાં આશ્રમ પર ભગવન વશિષ્ટજી અને અન્ય ઉચ્ચકોટીનાં બ્રાહ્મણ ઋષિઓ પધારવાનાં છે એમનાં આગમન પહેલાં એમનાં આદર સત્કારની તૈયારીઓ કરવાની છે.
આસ્તિકે કહ્યું પિતાશ્રી મને આજ્ઞા કરો અને એ અંગે માર્ગદર્શન આપો હું અને ઋષિ પુત્ર થઇને બધીજ તૈયારીઓ કરી દઇશું.
મહર્ષિ જરાત્કારુએ કહ્યું આપણાં આશ્રમની ઘરતી પરનાં અગ્નિખૂણામાં યજ્ઞશાળામાં ગાયનાં છાણમૂત્રથી ભોંય લીંપી દઇને સરસ જગ્યા તૈયાર કરો પછી એમાં હું સૂચના આપું એપ્રમાણે માટીની ઇંટો બનાવીને યજ્ઞવેદી-યજ્ઞકુંડની રચના કરો જે ખૂબ શુભ હોય.
જંગલમાં અને અન્ય જગ્યાએથી આવેલી હવન સામગ્રી ત્યાં પાત્રોમાં એકઠી કરીને મૂકો. ચંદન, અને અન્ય વૃક્ષો જેવાં કે શમ, ગૂંજન, તુલસી, કદંબનાં કાષ્ઠ એકઠાં કરીને ત્યાં ભેગા કરી મૂકો.
આસ્તિક ઉત્સાહથી ઉભો થયો અને ઋષિપુત્રની મદદ લઇને પિતાશ્રીએ દર્શાવેલ માર્ગદર્શન પ્રમાણે કામ કરવા માટે તૈયાર થઇ ગયાં.
માઁ જરાત્કારુ આનંદથી બધી કાર્યવાહી જોઇ રહેલાં ઊંડે ઊંડે એમનાં દીલમાં કંઇક અગમ્ય લાગણી થઇ રહી હતી એમને સમજાતું નહોતું કે કેવા પ્રકારની સંવદેના છે ? અકારણ એમની આંખો ભીંજાઇ ગઇ અને ભગવન...
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----21