Accompanied by strangers - 18 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૧૮

The Author
Featured Books
Categories
Share

અણજાણ્યો સાથ - ૧૮



ગયા ભાગ માં આપણે જોયું કે રુદ્રાક્ષ સપના ના ઘરે ડિનર માટે આવે છે, ને સપના રાજને થાળી આપવા જાય છે, ઉપરનાં રુમમાં કંઈક તૂટવાનો અવાજ આવતા, રુદ્રાક્ષ તે દિશામાં જવા માંગે છે અને વસંત ભાઈ એને રોકી લે છે . હવે જોઈએ આગળ.


સપના રાજનાં રૂમમાંથી આંખો લુંછતી, ને ચહેરા પર હંમેશ ની જેમ મુસ્કુરાહટ લઈને બહાર આવે છે, પણ રુદ્રાક્ષે એને આંખો લુંછતા જોઈ લીધી હોય છે. એની દી ને રડતાં જોઈને એને મનોમન ખુબ જ દુઃખ થાય છે, પણ હમણાં બધા સામે પુછવાનો આ સમય ન હતો. એટલે ભારી મને સપના પાસે જવા માટે રજા માંગે છે, ત્યાં સુધી તો બંને ભાણીઓ એમના મામા માટે આઈસ્ક્રીમ લાવે છે, રુદ્રાક્ષને ના પાડવી હતી, પણ ના પાડીને બંને ઢીંગલીઓને નારાજ કરવા નહોતો માંગતો. એટલે એણે ચુપચાપ પોતાની આઈસ્ક્રીમ પુરી કરી , બધા ને આવજો કહીને ભારી મને ત્યાંથી નીકળી જાય છે. રુદ્રાક્ષ નુ ઉતરેલું મોઢું, ને પ્રશ્ન સુચક આંખો સપના એ જાણી જોઈને અવગણી તી. સપના અને રુદ્રાક્ષ નાં એકબીજા પ્રત્યેના લાગણી ભાવ વસંત ભાઈ ની અનુભવી આંખો ભાળી ગયી હતી. રુદ્રાક્ષ નાં ગયા પછી સપના ભારી હૈયે કામ પતાવતી હતી, ત્યાં વસંત ભાઈ આવે છે, ને કહે છે સપના બેટા ગાડી કાઢ , લોંગ ડા્ઈવ પર જવુ છે, એટલે આ બંને પણ થોડું બહાર ફરી આવશે. સપના હા પપ્પા બસ ૧૫-૨૦ મિનીટ, કાઢું છું.

સપના ગાડી ચલાવતા પુછે છે, પપ્પા કઈ બાજુ લેવી છે? એટલે વસંત ભાઈ કહે ચોપાટી. સપના સમજી ગયા કે પપ્પા ને જરૂર કંઈક વાત કરવી છે, એટલે ચોપાટી પર લેવાની કહે છે, કેમકે છેલ્લા પાંચ વર્ષ માં એવી ઘણી બધી વાતો હતી, જે ઘરમાં રાજ ને વિણા બેન સામે ન કરતા વસંત ભાઈ સપના ને ચોપાટી લઈ જતા. ત્યાં દરીયા નાં ઘુઘવાટા કરતાં મોજાઓ સામે બંને બાપ બેટી પોતાના મનની વાત વિના સંકોચે કરી શકતા. ઘરેથી નીકળતા જ સપના એ મિલીને ફોન કરીને ચોપાટી બોલાવી લીધી, જેથી મિલી બંને બાળકીઓને સાચવી ને રમાડી શકે, ને આ બાપ બેટી મન ખોલીને વાત કરી શકે.

મિલી સાથે સપના ને ઘર જેવા સંબંધ હતા, એટલે સપના ના બોલાવ્યે મિલી નાં મા બાપ પણ કોઈ દિવસ ના રોકતા, કેમકે એમને સપના પર પુરો વિશ્વાસ હતો. સપના ના ચોપાટી પહોંચતા દસેક મિનીટમાં મિલી પણ એના નાના ભાઈને લઈને પહોંચી જાય છે, એટલે સપના બંનેને કહે છે, બેટા મિલી માસી તમને રમાડશે, તમે લોકો એંજોય કરો મમ્મા અને દાદુ ત્યાં સામે બેઠા છે. સપના વસંત ભાઈ સાથે જયાં ઓછા લોકો હોય ત્યાં બેસે છે. ને કહે છે રુદ્રાક્ષ ની વાત કરવા માટે લાવ્યા છોને પપ્પા??
એટલે વસંત ભાઈ ફક્ત હા માં માથું હલાવે છે. એમની ખામોશી જોઈ સપના પુછે છે, નારાજ છો ને પપ્પા, કે મેં તમને રુદ્રાક્ષ વિષે કંઈ પણ કહ્યું કેમ નથી. એટલે વસંત ભાઈ કહે છે, એક બાપ એના દિકરા થી નારાજ થાય?? હું બેટા તારાથી નારાજ નથી, કેમકે તારી સમજદારી પર મને ગર્વ છે, કેમ કે તે આટલા વર્ષોમાં જે મારી માટે, આપણા ઘર માટે, જે કર્યુ છે, એ તારી જગ્યાએ જો બીજી કોઈ હોત તો ન કરી શકત.

સપના તે રુદ્રાક્ષ ને તારા જીવન વિષે કેમ બધી વાતો નથી કહી? એ તને પોતાનો ભગવાન માને છે, ને આજે જે ઘરમાં એની સામે થયું, એને લીધે તારા માટે ભારોભાર લાગણી, ને ચિંતા એની આંખોમાં મને દેખાતી તી. તારી સામે હસતો એ તારો ભાઈ રડતાં હ્રદયે ગયો છે. હવે શું કરીશ.??? હા પપ્પા જોયો મેં એને જાતા, હું વાત કરીશ, બધુંજ જેમ છે એમ જણાવી દઈશ. બઉ મુશ્કેલીઓ પછી ભગવાને મને મારો ભાઈ આપ્યો છે, હું એને ખોવા નથી માંગતી. હું કાલેજ વાત કરું છું રુદ્રાક્ષ થી.

પણ કહેવાય છે ને કે જેટલું નસીબ માં લખ્યું છે એટલું તો ભોગવ્યે જ છુટકો. સપના માટે હજુ પણ કયાંક કરમની કઠણાઈ લખેલી છે.


બીજા દિવસે સપના બુટિક જઈને રુદ્રાક્ષ ને ફોન કરે છે, પણ રુદ્રાક્ષ ફોન નથી ઉપાડતો. બપોર સુધી રુદ્રાક્ષ નો કૉલ બેક ન આવતા સપના ફરી ફોન કરે છે, પણ આ વખતે પણ રુદ્રાક્ષ એ ફોન ન ઉપાડયો, હવે સપના ને ચિંતા થવા લાગી, કંઈક અજુગતું બનવાના એંધાણ સપના ને આવવા માંડયા. સપના એ રુદ્રાક્ષ ના ખાસ મિત્ર જયાં બંને પહેલી વાર મળ્યા હતા, એને પણ ફોન કરીને પુછયું, પણ એ તો છેલ્લા ૧૫ દિવસ થી બહાર ગામ હતો, ને એની ને રુદ્રાક્ષ ની કોઈ જ વાત નહોતી થઈ. સપના એ રુદ્રાક્ષ ના ઘરે પણ ફોન કરવાની કોશિશ કરી, પણ ઘરે કોઈ ફોન ઉપાડતુજ નહોતું. આજે સતત ૮ દિવસ થઈ ગયા હતા, ને હજુ સુધી રુદ્રાક્ષ નાં કોઈ સમાચાર મળ્યા નહોતા. સપના ફોન કરી કરીને રઘવાયી થયી ગયી હતી. ખાવા પીવાનું પણ ભાન ભૂલી ગયી હતી, એ મનોમન ભગવાન ને ભાંડવા લાગી, જો આવુજ કરવુ હતુ, તો શું કામ મારા મનમાં ખોટી આસ જગાડી તે, હવે મને મારો વિર, મારો ભાઈ, મારો રુદ્રાક્ષ પાછો આપ, જો તું નહિ આપે ને તો હું તને પણ ભુલી જઈશ. હવે તું સાબિત કરી બતાવ કે તારુ અસ્તિત્વ છે. તુ બીજી વાર મારાથી મારી રાખડી નો હક નહિ છીનવી શકે. જો મને મારો ભાઈ ન મળ્યો તો, હું સપના તને પણ ભુલી જઈશ.
સપના રડતી આંખે ભગવાન થી બાજી રહી હતી ત્યાં જ સપના નાં ફોન પર એક અણજાણ નંબર થી ફોન આવે છે, સપના ફોન પર વાત કરે છે, ને સામેથી વાત સાંભળી ને સપના ના હાથ થી ફોન પડી જાય છે, ને સપના રુદ્રાક્ષક્ષક્ષક્ષ નામની બુમ પાડીને બેહોશ થઈ જાય છે.



મિત્રો, તમારા મનમાં પણ ફાડ પડી ને, શું તમે પણ એજ વિચારો છો જે હું વિચારું છું, કોનો ફોન હશે? શું થયું હશે રુદ્રાક્ષ ને?કયાં છે રુદ્રાક્ષ? બધા સવાલોના જવાબ માટે મળીએ આવતા ભાગ માં.
હા દોસ્તો તમને આ અણજાણ્યા સાથની સફર કેવી લાગે છે, એ માટેનાં તમારા અમુલ્ય અભિપ્રાયો મને કોમેંટ કરીને જરૂર જણાવજો.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏