આઇ હેટ યુ
પ્રકરણ-11
નંદીનીએ મંમીનો ઘરે જવા અંગે વરુણને પૂછી લીધું હતું વરુણે કહ્યું હતું હું મેનેજ કરી લઇશ. તું જઇ આવ નંદિનીને ઘણી હાંશ થઇ હતી. આજે વરુણને પણ ઘણી રાહત થઇ ગઇ હતી એને લોનનાં પૈસા ભરવા અંગે નંદીનીએ ખૂટતાં બધાં પૈસા આપવા કીધું હતું. આજે શુક્રવાર પછી શનિ-રવિ રજા છે સોમવારે કે મંગળવારે બધાં ભરી આવીશ. મંગળવારેજ જઇશ આમેય સોમવારે સરાકરી રજા છે હાંશ ત્રણ દિવસ નીકળી જશે. મારાંથી બીજે ખર્ચો થઇ ગયો હતો અને હપ્તા નથી ભરાયાં મેં નંદીનીને કારણ ખોટુ બતાવ્યુ છે કે મારે પાપાને આપવાં પડેલાં. હશે શું કરુ ? એને સાચું કારણ થોડું બતાવી શકું ? એતો આપે પૈસા ... અને મનમાં કોઇ શબ્દ એનાંથી બોલાઇ ગયો...
વરુણે વિચાર્યુ હું પણ પાપાનાં ઘરે જઇ આવું રાત્રે સૂવાં આવીશ આખો વખત ત્યાંજ રોકાઇશ હમણાંથી બધાને મળાયું નથી નંદીની એનાં પાપનાં ઘરે હું મારાં.. વરુણે નંદીનીને ભૂલ્યા વિનાં SMS કરી દીધો કે આટલી એમાઉન્ટની જરૂર છે એ મારાં આ A/c માં ટ્રાન્સફર કરી દેજે પ્લીઝ અને A/c ની બધી ડીટેઇલ્સ પણ મોકલી દીધી.
વરુણ બધાં વિચાર કરતો બાઇક લઇને એની અસલ જગ્યાએ જવા નીકળી ગયો. અહીં પણ ઘણાં સમયે જઇશ...
***************
નંદીની જોબ પરથી ઘરે આવી એણે એક્ટીવા પાર્ક કર્યુ અને લીફ્ટમાં એનાં ફલેટ પહોચી એણે એની ચાવીથી ઘર ખોલ્યુ અને અંદર જઇ બંધ કર્યુ એણે પોતાનું પર્સ ટીફીન ટેબલ પર મૂકીને ડ્રોઇગરૂમમાંજ સોફા પર શાંતિથી બેઠી એની નજર ફલેટમાં ચારોબાજુ ફરી રહી હતી બાઇ બધુ કામ બરાબર કરીને ગઇ હતી કે કેમ ?
એ ઉભી થઇ કીચનમાં જઇ ટીફીન ત્યાં મૂકીને એની કોફી બનાવા ફીઝમાંથી દૂધ કાઢ્યું. કોફી બનાવીને પાછુ ડ્રોઇગરૂમમાં આવી ફેન ચાલુ કર્યો. એ શાંતિથી બેઠી અને મંમીનો ઘરે જવાનુ હતું એટલું સારુ લાગી રહેલું એણે કોફીનો સીપ મારતાં મારતાં એનો મોબાઇલ જોયો એમાં વરુણનો મેસેજ હતો એણે મેસેજ ઓપન કર્યો તો એમાં વુરણે એમાઉન્ટ અને A/c ની વિગતો લખી હતી... એણે મનમાં વિચાર કર્યો અને એ એમાઉન્ટ અંગે વરુણને પૂછવું કે કેમ ? એને થયું પછી વાત આજે રેસ્ટ લેવો છે બ્રેક લેવો છે આજે કોઇ ચર્ચા નહીં આજે માં પાસે જઊં ત્યાં શાંતિથી રહું. વરુણતો એમાઉન્ટ લખી નિશ્ચિંત થઇ ગયો હતો અને મારાં મનમાં ચિંતા અને વિચારો રોપી દીધાં હતાં. નંદીની ને વરુણ પર થોડો ગુસ્સો પણ આવી ગયો અને દયા પણ.. ગુસ્સો એટલે આવ્યો કે પૈસાનું કોઇ મેનેજમેન્ટજ નથી બસ હપ્તા ના ભરી શક્યો સોરી.. એટલે પતી ગયું ? કેમ ના ભરી શક્યો ? ઓહ એણે કીધું હતું પાપાને આપવા પડ્યાં હતાં... હશે ઠીક છે. અને દયા આવતી કે શું કરે એકલો ? એને પણ ક્યાં કોઇ સુખ-આનંદ છે હૂંફ છે ? ઠીક છે.
નંદીનીએ વિચાર્યુ કે વરુણ સાથે સીરીય્લની વાત કરી લેશે કે નિયમિત હપ્તા ભરાય જરૂરી છે ના હોય તો A/c એ મેનેજ કરશે અને એ આ A/c માં પૈસા જમા કરાવી દે હું મેઇન્ટેઇન કરીશ કંઇ નહીં પછી વાત કરીશ...
નંદીની કોફી પીને તૈયાર થવા લાગી એણે બે ત્રણ દિવસનાં કપડાં માં માટે બહારથી બીસ્કીટ ખારી બધુ લેતી જશે વિચારતાં બેગમાં ભર્યા.. બાઇને ફોન કરીને જણાવી દીધુ કે પોતે 2-3 દિવસ નથી અને સાહેબ ઘરે હશે કચરા પોતુ કરી જાય અને વરુણને ચા બનાવી આપે. પછી બધી તૈયારી કરી મંમીનાં ઘરે જવા નીકળી એણે રસ્તામંથી ફુટ, ખારી-બધી બીસ્કીટ થોડો નાસ્તો મને માંને ખૂબ ભાવતાં રસગુલ્લા બધું બંધાંવી ને મંમીનાં ઘરે જવા નીકળી.
મંમીનાં ઘરે પહોચી એણે પોતાનાં પાપાએ જે ફલેટ વસાવેલો અને પોતે ત્યાં જન્મી ઉછરી મોટી થઇ ત્યાં આવી એને બધી યાદો તાજી થઇ ગઇ એણે પાર્કીગમાં એક્ટીવા મૂક્યુ અને ફલેટ તરફ નજર કરી.
નંદીનીએ પોતાનાં ફલેટનો બેલ માર્યો અને તરતજ દરવાજો ખૂલ્યો. સામે માં હતાં. માં એ નંદીનીને સીધી ગળેજ વળગાવી દીધી. બંન્નેથી આંખમાં આંસુ હતાં. બંન્નેનાં આંસુ ખુશીનાં હતાં. માં એ કહ્યું હાંશ કેટલાં સમયે આવી તું ? આમ ઉભી ઉભી બે ત્રણ વાર આવી હોઇશ પણ આમ 2-3 દિવસ રોકાવવા તું લગ્ન પછી પહેલીવાર આવી છું તું જુદી શું રહેવા ગઇ તને તો સમયજ ના મળ્યો. કંઇ નહી બેસ શાંતિથી....
માં એ પૂછ્યું દીકરા કોફી પીશ ? હમણાં બનાવી લાવું ? નંદીની એ કહ્યું માં બેસ શાંતિથી કોફી હું ઘરે થી પીનેજ આવી છું જોબ પરથી ઘરે આવું પહેલાં એક કપ કોફી મને પીવા જોઇએ. ખબર નહીં કેમ એવી ટેવજ પડી ગઇ છે.
માઁ એ કહ્યું હશે કંઇ નહીં પીવાની એમાં ટેવ શું ? થોડું તો આવું હોય.. કંઇ નહીં હાંશ તને કેટલા સમયે જોઇ દીકરા... તારો ચહેરો આમ પડી ગયેલો કેમ છે ? કંઇ ચિંતા છે ? કંઇ થયું છે ? તારું શરીર પર પહેલાં કરતાં ઉતરી ગયું છે... તું ના બોલે પણ મને તો ખબર પડીજ જાય. માંની નજરોમાંથી કાંઇ બાકાત ના રહે.. શું છે મનમાં દીકરા કહી નાંખ ને...
નંદીનીએ કહ્યું માં કેમ આવું પૂછે ? અરે એવું કંઇ નથી એતો જોબ પરથી સીધી આવી છું થોડો તો થાક હોય કે નહીં ? દરેક માં ને એની દીકરીનું આવુંજ દેખાય અને ચિંતા કરે. તું કેમ નાહક આવાં વિચારો કરે છે ? બધું બરાબર છે. વરુણને પણ ફોન કરીને કહી દીધું છે કામવાળી બાઇને પણ ફોન કરી સમજાવી દીધુ છે કોઇજ ચિંતા નથી બસ હવે અહીં 3 દિવસ જલ્સાજ કરવાનાં છે. એમ કહીને ખોટું ખોટું હસી પડી.
માં એની સામેજ જોઇ રહી હતી એનાં હસવામાં ખાલીપો હતો આનંદ નહોતો નકરી બનાવટ હતી હાસ્યમાં... મંમી સમજી ગઇ પણ કંઇ બોલી નહીં..
માં એ કહ્યું બોલ અત્યારે તારે શું જમવું છે ? પણ સાચુ કહું તો થોડી તૈયારી કરી રાખી છે તારું ભાવતું શાક છે તું રસગુલ્લા લાવવાની હતી મેં સરસ ચટણી બનાવી છે ગરમ ગરમ પુરી બનાવી દઇશ તને ખૂબ ભાવે છે અને સાથે બીજુ કઈ જોઇએ તો એ પણ બનાવી દઊં આજે કેટલાય દિવસે એ પુરીનો લોટ બાંધ્યો છે. પુરી તને ખૂબ ભાવે છે. તારાં પાપાનાં ગયાં પછી આજે પહેલીવાર આપણાં ઘરમાં પુરીઓ તળાશે. ફરી મંમીની આંખો ભીની થઇ ગઇ.
નંદીનીએ કહ્યું માં આટલું તો ઘણું છે આપણે બે જણાંને કેટલુ જોઇએ. હું પણ ઘણાં સમયે પુરી ખાઇશ માં. બ્રેડનાં લોચા અને ખીચડીજ વધારે ખાધી છે.. કંઇ નહીં હું ફ્રેશ થઇ જઊં. પછી વાતો કરીશું એમ કહીને નંદીની એનાં રૂમમાં ફ્રેશ થવા ગઇ.
આજે કેટલાય સમય પછી પોતાનાં રૂમમાં આવી. રૂમ એવો ને એવો છે. માં એ કોઇ ફેરફાર નથી કર્યો અને નંદીનીએ રૂમ લોક કરી એં બેડ પર બેઠી એને બધી યાદ તાજી થઇ ગઇ અહીં બેડ પર બેઠી સૂતી સૂતી રાજે સાથે વાતો કરતી અહીંજ રાજને કલ્પી તકીયો છાતીએ દબાવીને સૂઇ જતી. નંદીનીનાં કાબૂમાં એનાં આંસુ ના રહ્યાં અને એ પથારી ભીની કરી રહ્યાં.
ક્યાં સમય ગયો ? શું થઇ ગયું ? બધુ જ બદલાઇ ગયુ... રાજ ક્યાં છે ? શું કરે છે ? એ ખબર નથી આજે રાત્રે કોઇપણ હિસાબે કોન્ટેક્ટ કરવો છે રાજને બધીજ સાચી વાત જણાવી દેવી છે એની પણ ખબર પૂછવી છે એનું ભણવાનું કેવું ચાલે છે ? ના... ના.. બધુ કહીશ તો એ ડીસ્ટર્બ થશે એનું ભણવાનું બગડશે.. ના એમજ વાત કરીશ. જોઉં એકવાર વાત તો કરુ ? આજે છ-છ મહીનાં વિતી ગયાં. મેં નંબર મારો બંધ કરી દીધો નવો નંબર લીધો.. પણ એ એનાં ઘરેથી કોઇને મોકલીને તપાસ તો કરાવી શકે ને ? કેમ એણે પ્રયત્ન ના કર્યો ?રાજે પ્રયત્ન કર્યો હશે ?
ત્યાં મંમીનો અવાજ સંભળાયો નંદીની બેટા તે ન્હાઇ લીધું ? ચલ આવીજા જો બાજુવાળા આન્ટી તને મળવા આવ્યા છે.
નંદીનાએ બધી યાદો-વિચારો સમેટી લીધાં અને માંને જવાબ આપ્યો. આવુ મંમી પાંચ મીનીટ....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-12