love trejedy - 41 in Gujarati Love Stories by Kishan Bhatti books and stories PDF | લવ ની ભવાઈ - 41

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - 41

હવે આગળ ,
સવાર ના સાડા પાચ વાગ્યા તો પણ દેવ હજી જાગ્યો નથી દેવ પણ આજે સારી ઊંઘમાં હોય છે દેવને જગાડવા માટે મયુરીબેન આવે છે અને દેવને સૂતેલો જોવે છે પણ હવે માયુરીબેનને પણ ચિંતા થવા લાગે લાગે છે મયુરીબેન દેવના માથે હાથ ફેરવીને દેવને જગાડવાનો પ્રયત્ન કરે છે દેવના માથે તેના મમ્મી નો હાથ ફરતા જ દેવ જાગી જાય છે અને આજુબાજુ જોવા લાગે છે તે સીધો ઘડિયાળ સામે જ જોવે છે અને ઘડિયાળમાં સાડા પાચ ઉપર થવા આવ્યું એટલે દેવ તેના મમ્મીને કહે છે કે, આજે મને કેમ સુવા દીધો મમ્મી ?
મયુરીબેન :કેમ કે કાલે તું ક્યારે આવ્યો તે મને ખબર નથી ?સવારે જયારે તારી પાસે આવી ત્યારે તું શાંતિ થી સુતો હતો .કાલે તું તારા પપ્પા સથે જીદ કરીને ગયો હતો પણ તારા પપ્પા એ તને જવાની છૂટ આપી છે .
દેવ :હા મમ્મી અમને ખબર છે કાલે પપ્પા મને ગોતતા ગોતતા ગામની બહાર હું જ્યાં બેઠો હતો ત્યાં આવ્યા હતા અને મેં તેની સાથે વાત કરી અને તેને પણ તેની ચિંતા જણાવી અને મેં પપ્પાને પ્રોમીશ આપ્યું છે કે હું ક્યારે પણ તેને માથું નીચું કરવું પડે તેવું કામ હું નહિ કરું અને પપ્પા એ મને જવાની પરમીશન આપી દીધી
મયુરીબેન :સારું હવે પછી વાત કરજે જવાનું મોડું થશે જ જડપથી તૈયાર થઇ જા હું તારા માટે નાસ્તો બનાવું છુ .
દેવ :હા મમ્મી .
દેવ ન્હાવા જતો રહે છે તો બીજી તરફ દેવના દેવ ના મમ્મી પણ રસોડામાં જઈને રસોઈ બનાવા લાગે છે મયુરીબેન રસોડામાં જઈને દેવ માટે આજે પરોઠા બનાવવા લાગે છે .થોડી જ વારમાં દેવ પણ તૈયાર થઈને રસોડામાં આવે છે દેવ નાસ્તો કરવા બેસી જાય છે મયુરીબેન ગરમા ગરમ પરોઠા બનાવતા જાય છે અને દેવ પણ આજે ગરમાગરમ પરોઠા ખાવા લાગે છે આમ તો દેવ ને પ્રિય તો નાસ્તા માં વધુ ભાખરી જ ભાવે છે દેવ પણ આજે તેના પપ્પા એ જોબ પર જવાની હા પાડવાથી આજે બહુ જ ખુશ હોય છે તે અત્યારે નાસ્તો કરતા કરતા વિચારે છે કે હું ભાવેશ ને મળીને બધું કહીશ અને હું પણ તારી સાથે જોબ પર આવું છું તે સાંભળતા જ ભાવેશ ખુશ થઇ જશે .વિચારતા વિચારતા તેને કેટલો નાસ્તો કર્યો તેને પણ ખબર ના હતી પણ દેવના મમ્મી આજે ખુશ હતા કાલે રાતથી દેવ મુંજાયેલો હતો પણ તેના પપ્પા ની હા પડતા જ દેવ કેટલો ખુશ છે તે આજે તેને જોવા મળે છે .
મયુરીબેન : દેવ શું વિચારે છે ?
દેવ :કઈ જ નહિ મમ્મી ,કેમ ?
મયુરીબેન : મને એવું લાગ્યું કે તું કઈંક વિચારે છે તારું નાસ્તામાં ધ્યાન નથી ?
દેવ :ના મમ્મી એવું તો કઈ જ નથી , બસ પપ્પા એ હા પડી છે તેટલા માટે આજે હું ખુશ છું .
મયુરીબેન : સારું , જડપથી નાસ્તો કરી લે નહિ તો તારે બસ નીકળી જશે અને તું આજે સમયસર નહિ પહોચી શકે .
દેવ : હા મમ્મી ,
દેવ ત્યાં જ પોતાની વાતને વિરામ આપી બધો વિચાર છોડીને નાસ્તો કરવા લાગે છે નાસ્તો કરીને પોતાનું બેગ તેયાર કરીને બસ સ્ટોપ તરફ રવાના થાય છે પોતાની ઘરની ઘડિયાળ તરફ એક નજર કરીને સમય જોવે છે પણ આજે તે થોડો રોજ કરતા મોડો પડ્યો છે તે ઘરે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને બસ સ્ટોપ તરફ ભાગવા લાગ્યો .તે આજે થોડું મોડું થવાથી તે દોડવા લાગ્યો થોડું દોડીને હજી બસ આવી ના હતી તેને દુર થી જ બધા મિત્રો દેખાય છે દેવે થોડો રાહતનો શ્વાસ લીધો અને થોડી ઉતાવળે ચાલવા લાગ્યો .હજી તો બસ સ્ટોપ પર પહોચે તે પહેલા તેને બસ આવતી દેખાય છે દેવ થોડી જડપ થી ચાલીને બસ ની સાથે થઇ જાય છે બસ ઉભી રહેતા જ દેવ પણ બસ માં બધા મિત્રો સાથે ચડવા લાગે છે .બસ માં પોતાની જગ્યા પર જઈને બેસી જાય છે રોજ ની જેમ આજે પણ તે બારી થોડી ખોલીને બહાર તરફ જોવા લાગે છે અને બસની સાથે સાથે તેના વિચારો પણ ગતિ કરવા લાગે છે .શા માટે પપ્પા એ મને રોક્યો બહાર જવા માટે ? શા માટે પપ્પા મને હજી ના પડતા હતા જોબ માટે ની ? વગેરે જેવા વિચાર તેના મનમાં ઘૂમ્યા રાખે છે તો બીજી તરફ જોબ પર જવાની હા પડતા તેના પપ્પા અને તેમને કીધેલી વાત યાદ આવે છે .
શું દેવ ભાવેશ ને બધી વાત કરશે ? શું દેવ અને ભાવેશ એક સાથે એક જ પ્લેસ ઉપર જોબ કરશે ? શું દેવ પોતાના અને તેના પપ્પા ના સપના પુરા કરી શકશે ? શું દેવ કોઈ અવળા રસ્તે ચડશે ? શું તેના પપ્પા ની વિરુદ્ધ જશે ? વધુ જાણવા માટે વાચતા રહો લાવની ભવાઈ .