સનત તમને ક્યારેય એવું કેમ નથી થતું કે હું સલોની માટે કંઈક ગીફ્ટ લઉં, મૂકને યાર સનત અકળાતા બોલ્યો આપણે ગમે ત્યારે શાંતિ થી બેઠા હોઈએ ત્યારે તું આ જ મુદ્દો છેડે છે, મારી આદત નથી તો નથી શું કરું? મેં તને ક્યારેય ના પાડી છે શોપિંગ કરવાની? એવું નથી સનત મને ખબર છે તને મારા માટે ખૂબ જ લાગણી છે અને હું જે વસ્તુ લઉં એમાં તુ ક્યારેય મને રોકટોક કરતો નથી પણ મને ખૂબ જ એવું થાય છે કે તું તારા હાથે - તારી ચોઈસ થી મારા માટે ગીફ્ટ લાવે અને વધારે કંઈ નહીં તો બસ મને એક વાર મંગળસૂત્ર ની ગીફ્ટ જોઈએ છે અને એ તારી પાસે થી - તારી ચોઈસ નું, મારી પાસે બે બે છે છતાં, ઓકે બાબા લઈ આપીશ બસ!
સનત અને સલોની બંને વચ્ચે ખૂબ જ અન્ડર સ્ટેન્ડિંગ બટ છતાં આ બાબત પર ક્યારેક બંને વચ્ચે તુ તુ મૈ મૈં થઈ જાય.. સનત પણ સમજતો હતો કે સલોની ની વાત સાચી હતી, એને ક્યારેય આદત ન હતી ગીફ્ટ લાવવાની, એ હંમેશા વિચારતો કે આ વખતે તો હું સલોની ને સરપ્રાઈઝ આપીશ જ છતાં આદત સે મજબૂર. વીસ વીસ વર્ષ થઈ ગયા હતા એમના લગ્નને. સલોની એમની દરેક એનિવર્સરી પર - સનત ના બર્થડે પર કંઈ ને કંઈ સરપ્રાઈઝ પ્લાન કરતી, તેના માટે ગીફ્ટ લાવતી અને સનત સહર્ષ સ્વીકારતો ખુશ થતો પણ પોતે કંઈ ન લાવતો અને સલોની ની ખ્વાહિશ ને હસી કાઢતો, ડિયર તું મને ગીફ્ટ કરે કે હું તને કરું શું ફર્ક પડે છે?
હમણાં હમણાં થી સલોની ની તબિયત થોડી નાજુક રહેતી હતી બેચેની જેવું લાગ્યા કરતું. થોડો સમય તો એણે ધ્યાન પર ન લીધું પરંતુ હવે તકલીફ થોડી વધી ગઈ હતી. સનત તેને ડોક્ટર પાસે લઈ ગયો ડોક્ટરે પહેલાં તો થોડો ટાઈમ દવા આપી પછી બધા રિપોર્ટ કરાવ્યા પણ રિપોર્ટ માં કંઈ રોગ પકડાતો નહોતો. હવે તો સનત ને સલોની ની ચિંતા થવા લાગી કેમ દવા અસર કરતી નથી. રિપોર્ટ્સ નોર્મલ છે તો પછી તકલીફ કેમ વધી રહી છે. સલોની ને ગમે ત્યારે ચક્કર આવી જતા. ડોક્ટરે કહ્યું તમે તેને વધારે ખુશ રાખવાનો પ્રયત્ન કરો એને ગમતી દરેક વસ્તુ કરો કદાચ એ ખુશી થી પોઝિટિવ વેવ્સ બને અને કદાચ સલોની ની હાલતમાં ફરક પડે. સનત હર એ વસ્તુ કરવા પ્રયત્ન કરતો જેનાથી સલોની ને ખુશી મળે. સલોની ની બીમારી સમજમાં આવતી ન હતી. સનત ને યાદ આવ્યું કે એને મંગળસૂત્ર લેવાની બહુ ઈચ્છા હતી અને એ પણ મારી પાસે થી ગીફ્ટ. હું ગીફ્ટ લાવું એવી એની ખૂબ જ ઈચ્છા હતી વર્ષો જૂની જે મેં ક્યારેય પૂરી કરી નથી અને એણે એક ડિસીઝન લીધું, એ એક સુંદર મજાનું નાજુક મંગળસૂત્ર લઈને ઘેર આવ્યો, કેટકેટલાં અરમાન સજાવ્યાં. રસ્તામાં એ વિચારતો હતો કે આ જોઈને સલોની કેટલી ખુશ થઈ જશે અને એ ઘેર આવ્યો. ઘરે આવી ને જોયું તો સલોની ની હાલત વધારે ક્રિટિકલ હતી. એણે તરત જ ડોક્ટર ને ફોન કર્યો, સલોની પાસે ગયો એની આંખમાં આંસુ આવી ગયા, જો તો ખરી સલોની હું તારા માટે શું લાવ્યો છું તે આવી હાલત કેમ બનાવી લીધી, એણે મંગળસૂત્ર કાઢ્યું, સલોની ની આંખો માં ચમક આવી ગઈ અરે વાહ સનત શું વાત છે આજે તમે મારા માટે ગીફ્ટ લાવ્યા અને એ પણ મારું ફેવરિટ મંગળસૂત્ર વાઉ it's really beautiful but હવે આ પહેરવા માટે મારી પાસે વધારે સમય નથી સનત મને જલ્દી થી આ પહેરાવો મારો અંતિમ સમય નજીક આવી ગયો છે. સનત રડી પડ્યો એવું ન બોલ સલોની તું મને છોડી ને ન જઈ શકે હું તારા વગર કેમ જીવીશ યાર? ડોક્ટરે ફટાફટ ઓક્સિજન લગાવ્યું અને ધબકારા માપ્યા સલોની ની પલ્સ રેટ લો જઈ રહી હતી પરંતુ ધીમે ધીમે એ પલ્સ રેટ વધવા લાગી, સ્ટેબલ થવા લાગી. સનત - બાળકો અને તેમનો પૂરો પરિવાર સલોની માટે પ્રાર્થના કરી રહ્યો હતો કાશ કંઈ ચમત્કાર થઈ જાય ભગવાન કોઈ ચમત્કાર સર્જે, અને બધા ની પ્રાર્થના રંગ લાવી. સલોની ની હાલત હવે સ્ટેબલ થવા લાગી હતી. ડોક્ટરની સૂચના મુજબ સનત સલોની ના માઈન્ડ માં ટેલીપથી વડે પ્રવેશ કરી ચૂક્યો હતો અને એની વિલિંગ પાવર સ્ટ્રોંગ બનાવી રહ્યો હતો. સલોની તારે જીવવાનું છે મારા માટે- અમારા માટે ફાઈટ આપવાની છે મૃત્યુ ના દ્વારેથી તારે પાછા ફરવાનું છે. હું તારા માટે ગીફ્ટ લાવ્યો છું સલોની તુ વિચાર જે વસ્તુ મેં લાઈફમાં ક્યારેય કરી નથી એ મેં કરી છે, મારા પ્રેમ ને સમજ સલોની તું પાછી આવ મારી પાસે and magic happens સલોની ની વિલિંગ પાવર સ્ટ્રોંગ બની રહી હતી એ સામે નું મશીન દર્શાવી રહ્યું હતું. ઘણી વાર મેડિકલ સાયન્સ જે નથી કરી શકતું તે પોઝિટિવ વેવ્સ કરી શકે છે એન્ડ મેં આજે ખુદ એ અનુભવ્યું છે. ડોક્ટરે સનત નો ખભો થાબડતાં કહ્યું વેલ ડન સનત યુ ડન ઈટ એન્ડ યોર વાઈફ વિલ બી આઉટ ઓફ રિસ્ક અને સનત આંખમાં આંસુ સાથે ઘડીક સલોની સામે તો ઘડીક ભગવાન ની મૂર્તિ સામે જોઈ રહ્યો હતો.