mari kavitao - 4 in Gujarati Poems by Kanzariya Hardik books and stories PDF | મારી કવિતાઓ ભાગ 4

Featured Books
Categories
Share

મારી કવિતાઓ ભાગ 4


(1) હું કંઈક અલગ છું

હું કંઈક અલગ છું
શબ્દો થી બનેલો
પુસ્તક માં અંકાયેલો
હું કંઈક અલગ છું
કળા અને ભાષા થી રચનાર
હું કંઈક અલગ છું
પ્રકુતિ સૌદર્ય ને અંકનાર
હું કંઈક અલગ છું
બીજા ની વ્યથા વ્યક્ત કરનાર
હું કંઈક અલગ છું
હું કવિતા રચનાર
કવિ છું હું

(2) તું લઈ જા

અસત્ય છોડી ને સત્ય તરફ તું લઈ જા

અંધારું દૂર કરીને તેજ તરફ તું લઈ જા

કાલ્પનિક દુનિયા છોડી ને પુસ્તક ના જ્ઞાન
તરફ તું લઈ જા

મારી મધુર વાણી તું લઈ જા

શ્ર્વાસ માં થી મહેક તું લઈ જા
મારા માં થી કંઈક તું લઈ જા

શું તું વિચારે છે પાલનહાર
મારૂ નાદાન ધબકતું હદય તું લઈ જા


(3) મને ગમે
ખીલેલા આ કૂલ ની સુગંધ મને ગમે...

ઊગતા સુરજ સાથે ચા મને ગમે...

મીચેલી આ આખ ની નજર મને ગમે..

નિરાશ ચહેરા આ સ્મિત મને ગમે...

દરિયા કિનારે વહેતા પવનો મને ગમે...

સુખ દુઃખ લઈ ને લાગણી સુધી નો પ્રેમ મને ગમે...

પ્રિયતમા ની મીઠી વાતો મને ગમે...

પગ ના પાયલ નો રણકાર મને ગમે...

સાજ ટાળે મંદિર ના ઝાલર મને ગમે...

પૂનમ ની રાત્રી નો ચંદ્રમા મને ગમે....

જરા તમે નજીક રહો તો
આ સુષ્ટિ નું ધર મને ગમે...

(4) આ કેવો પ્રેમરંગ

આ કેવો પ્રેમ રંગ
ભીજવુ નથી છતાં મને ભીજાવે છે.

આ કેવો પ્રેમ રંગ
રંગાવુ નથી છતાં તેની યાદ માં રંગાવે છે

આ કેવો પ્રેમ રંગ
તને જોવુ અને મારી અંદર તારું ચિત્ર અંકાય જાય

આ કેવો પ્રેમ રંગ
હું ગમે તેટલો રંગાય જાય છતાં તારી વગર તો અધુરો છું

આ કેવો પ્રેમ રંગ
જે બીજા થી કંઈક અલગ જ લાગે

આ કેવો પ્રેમ રંગ
જે પ્રકુતિ માં પણ રંગાઈ જાય

આ કેવો પ્રેમ રંગ
વરસાદ ના ટીપાં ની જેમ તેની યાદ અપાવે

આ રૂડો કેવો લાગીયો મને પ્રેમ રંગ
હું તારા જ પ્રેમ માં રંગાય ગયો


(5) સાથીદાર

તું નીર નહીં તરસ શોધ...
શબ્દો માં તું સ્વર શોધ ..
તું પ્રેમ નહીં વિશ્ર્વાસ શોધ...
બે મનનો મેળાપ શોધ

તું હાર નહીં જીત શોધ..
જીવન ની નવી રીત શોધ..

તું અંધારું નહીં પ્રકાશ શોધ...
નવી સવાર ના વિચાર શોધ..

તું દુઃખ નહીં સુખ શોધ ...
ખુશી નું એક બહાનું શોધ..

તું શબ્દો નહીં ઊડાણ શોધ ...
સાથ મળે તેવો સાથીદાર શોધ..


(6) મળી છે એક પળ

મળી છે એક પળ તો માણી લઈએ

પોતાની જાત ને હવે જાણી લઈએ

કોણ જાણે કાલે શું થવાનું છે

એક પળ પ્રેમ નો વહેચી લઈએ

એક સમય હતા દુર હવે છીએ પાસે

ભવિષ્ય ની ચિંતા છોડી બાળપણ
ને યાદ કરી લઈએ

મળી છે એક પળ માણી લઈ એ

(7) રવિવાર

જીવન ની સફળ નું ઊભું રહેતું સ્ટેશન

મુસાફરી નો છેલ્લો દિવસ

ચહેરા પર સ્મિત અને ચા ની ચુસ્તી નો દિવસ

સ્કૂલ ની છુટી સાથે ફરવાની મજા દિવસ

સંધષૅ અને આરામ ની અનુભુતિ નો દિવસ

યલી જિંદગી ને સંબંધ બાધવાનો દિવસ

(8) મારી સાથે

હું શું લખું તારા વિશે

શબ્દ નથી મારી પાસે

ચંદ્ર જેવું શીતળ રૂપ છે તારું

ચિત્ર નથી મારી પાસે

તારી વાતો એટલી મીઠી

વિચાર નથી મારી પાસે

તારી આખ માં તેજ એટલું

ાશ નથી મારી પાસે

પ્રેમ છે તારો અખૂટ

વિશ્ર્વાસ નથી મારી પાસે

તું છે એટલી દુર

બસ તું નથી મારી સાથે....

- કણજઝરીયા હાદિક