Prem Karunana sagarni Jayanti in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | પ્રેમ કરુણાના સાગર ની જયંતિ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

પ્રેમ કરુણાના સાગર ની જયંતિ

પ્રેમ.અને કરુણાના સાગરની જયંતિ.
૨૦૦૦થી વધુ વર્ષો પહેલા અહિંસા, સત્ય,અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ના પાંચ મહાવ્રત આપનાર, જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર નું જીવન ચરિત્ર આજે પણ સંસ્કાર સિંચનનું ઉત્તમ કામ કરી, આજની પેઢી માટે ઉદ્ધારક બની રહ્યું છે. તેમના આ સિદ્ધાંતો આજના માનવીને અને અધ્યતન વિશ્વને નવી દ્રષ્ટિ અને દિશા આપી શકે તેમ છે. જાતિ, કુલ, વર્ણ થી ઉપર ઉઠીને પ્રત્યેક માણસ પોતાના ગુણથી, કાર્યથી અને પરિશ્રમથી જ મહાન બની શકે છે. એવા મહામાનવની જયંતિએ એમના જીવનની ઝાંખી કરીએ. ભારતમાં વૈશાલી નગરીમાં રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય કુંડ ગામમાં રાજ કરતા હતા.તેમના પત્ની રાણી ત્રિશલા દેવી ને એક રાત્રે સુંદર ચૌદ સ્વપ્ન આવ્યા: જેમાં સફેદ હાથી, સફેદબળદ, રૂપાળા લક્ષ્મીદેવી, ફુલ પ્રફુલ પુષ્પમાળા, ચંદ્ર, સૂરજ, ધજા, મંગળ કળશ, સરોવરમાં શ્રેષ્ઠ પજ્ઞ સરોવર, સાગરમા શ્રેષ્ઠ ક્ષીર સાગર, આકાશે શોભતું દેવ વિમાન, રત્નોની રાશિ, અગ્નિની જ્યોત અને પ્રાણીઓમાં શ્રેષ્ઠ કેસરી સિંહ તો તેમના મુખ વાટે ઉંદર પ્રવેશ્યો...!! રાજાએ સ્વપ્ન- પાઠકોને બોલાવી તેનો મર્મ પૂછ્યો. તેમના મતે શ્રેષ્ઠ ચૌદ સ્વપ્નો આ છે, તેથી આપની કોખે જગતમાં પ્રકાશ લાવનાર ઉત્તમ બાળક આપને ત્યાં આવતરશે.
એ વર્ષે આ જ સમયમાં ખેડૂતોની જમીનમાં કારણ વગર રસકસ વધી ગયા,ગોવાળીયાની ગાયો દૂધ દેવાનું વધારી દીધુ, ગોચરમાં ઘાસ વધી ગયા, વનમાં ફળો, વેલીઓ વધી ગયા. ગામમાં સુખાકારી વધી ગઈ.જાણે કોઈ કારણ વગર સૌમાં આનંદ ઉત્સાહ વધી ગયો. આથી રાજા રાણી એ આવનાર બાળક નું નામ વર્ધમાન એવું રાખ્યું. ચૈત્ર સુદ તેરસ મધ્યરાત્રીએ સુંદર તેજવાન બાળકનો જન્મ થયો. નાનપણથી જ નીડર અને બળવાન બાળકના લક્ષણ પારણામાંથી જ દેખાવા લાગ્યા. એક વખત કોઈ દેવ માયાવી સ્વરૂપ લઇ બાળક વર્ધમાન ને હેરાન કરવા આવ્યા પણ ડરે એ વર્ધમાન નહિ! તે મણે તે માયાવી દેવને બરાબરનો પાઠ ભણાવ્યો. અને તેથી તેમણે કહ્યું કે,' હે બાળક તું ખરેખર વીર છે. ત્યારથી તેઓ 'મહાવીર' તરીકે ઓળખાવા લાગ્યા.
વર્ધમાન જેમ મોટા થતા ગયા તેમ લોકોના અંદરોઅંદરના ઝઘડા કુસંપ, પ્રાણીઓ નો સંહાર આ બધું તેમને ગમતું નહીં. રાજમહેલમાં રહેવા છતાં કોઇ જ સુખ સગવડ નો ઉપયોગ ન કરતા. પહેલેથી જ સાધુ જેવું જીવન જીવતા. સાધુ થવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં માતા પિતાની ઇચ્છાને માન આપી સંસાર શરૂ કર્યો. પણ માતા પિતાના મૃત્યુ બાદ ૩૦ વર્ષની વયે સંસારનો ત્યાગ કરી વનમાં ચાલી નીકળ્યા. ભયંકર તપ કરતા તેમને સાપ, પશુ-પંખી, જીવજંતુ કે જંગલી પ્રાણીઓનો કદી ડર ન લાગતો. કારણ કે,જેમ માતાને પુત્ર પ્રત્યે અપાર પ્રેમ હોય તેમ તેઓ જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણા રાખતા. તેમની શાંતિ અને આવી ભાવના જોઈએ દરેક જીવ તેમના વશમાં થઈ જતા. તેઓ તૈયાર ભોજન કદી ન કરતા, પગમાં ચંપલ નહિ, શરીર પર વસ્ત્ર નહિ, માથે છત્ર નહીં, જ્યાં જગ્યા મળી ત્યાં -- ખીણ, કોતરમાં, વનમાં, ગુફામાં ગમે ત્યાં બેસી આકરી તપશ્ચર્યા કરતા. સાડા બાર વર્ષો બાદ વૈશાખ સુદ સાતમના રોજ રૂજુવલિકા નદીના કિનારે, ડાંગરના ખેતરમાં, દિવસના ચોથા પ્રહરએ તેમને કેવળ જ્ઞાન થયુ.દુનિયાની કોઈ ગૂંચ તેમનામાં ન રહી.
ત્યારબાદ મગધ, મિથિલા, કૌશલ કલિંગ માં ફરી ઉપદેશો આપતા આપતા 14000 સાધુઓ અને 36000 સાધ્વીઓના પ્રભુ બન્યા. અરહંત,જીન, વિતરાગ વગેરે નામો થી ઓળખાવા લાગ્યા. પ્રભુ મહાવીરે આ બધા નો જે સંઘ સ્થાપ્યો તે તીર્થ કહેવાયું. એટલે કે તેઓ છેલ્લા તીર્થંકર કહેવાય. રાગદ્વેષને જીતી લીધા છે એવા એટલે જિન પણ કહેવાયા.આ જિન ના અનુયાયીઓ 'જૈન 'તરીકે ઓળખાય છે.
અનેક રાજાઓને યજ્ઞમાં પશુ હિંસા રોકાવી,શુદ્રોનો તિરસ્કાર ન કરવા તથા જીવનમાં પાંચ વ્રતોનું પાલન કરવા સમજાવનાર ભગવાન મહાવીર જિંદગીમાં 72માં વર્ષે નિર્વાણ પામ્યા. આલંબન છોડી, અંતર દુનિયામાં ખોજ કરી,રાગ-દ્વેષથી પર જીવનના ઉદ્ધાર માટે સાધના ઉત્તમ છે,તેવો સંદેશો આપનાર પ્રેમ અને કરુણાના સાગર ભગવાન મહાવીરને કોટિ કોટિ વંદન.એમના થોડા ગુણો પણ આજે અપનાવવાની શરૂઆત કરીએ એ જ એમના જન્મદિન ઉજવણી ની સાર્થકતા..