Debt settlement in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | ઋણાનુંબંધ

Featured Books
Categories
Share

ઋણાનુંબંધ

શિક્ષક અને બાળકનો ઋણાંનુંબંધ

..........................................................................................................................

‘’શિક્ષક અને વિદ્યાર્થીને જોડતો એક સેતુ એટલે વર્ગખંડ. વિદ્યાર્થીના જીવનમા વર્ગખંડ એક મોટો જીવનખંડ બની જતો હોય છે.વર્ગખંડમા શિક્ષક દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોથી જો વિદ્યાર્થીનુ જીવન બદલાઈ જાય તો એ શબ્દો ઉપનિષદના મંત્રથી જરાય ઉતરતા નથી.’’

બાળકનો જન્મ આપનારી માતા તે જન્મજાત તેની માતા છે. જે બાળકને જન્મની સાથે તેના જીવવનું ઘડતર કરવામાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. કહેવત પણ છે કે, ‘‘માતા વિનાનાં બાળકનો વિકાસ રુંધાઇ જતો હોય છે.’’પરંતુ જેટલો વિકાસનો પાયો બાળકના જીવનમાં માતા-મા નો છે તેટલું મહત્વનું યોગદાન બાળકના જીવનમાં બાળકના પાંચ વર્ષ બાદ બાળક તેના ઘરમાંથી બહાર શાળાના જીવનમાં આવતું હોય છે અને સમયગાળો પણ બાળકને માટે ઘણો મહત્વનો ભાગ ભજવતો હોય છે.

બાળકના જન્મ પછીનો આ એવો સમય છે કે, બાળક જેમને ઘરમાં પોતાના વ્હાલસોયા માનતું હોય છે તેમનાથી અલગ પડી દિવસના પાંચ કલાકથીવધુ સમય તે અજાણ્યા શિક્ષકો અને અજાણ્યા બાળકો તેના જેવા તેની ઉંમરના સાથે ગુજરવાનો સમય છે અને આ સમયને ‘મા અને માસ્તરસાથેનો અનેરો સંજોગ ઉભો થતો હોય છે. આ સમયથી બાળકના મનનો,મગજનો વિકાસ પામતો હોય છે. જેટલું જીવનમાં બાળકને માટે મા નું મહત્વ છે તેટલું મહત્વ મા-સ્તર નું પણ છે, કારણ આ એ જ મા-સ્તર’-ગુરુ-શિક્ષક બાળકને સાચું અને સાચી દિશામાં જવાનું યોગદાન આપતાં હોય છે.

બાળક માટે શાળાનો વર્ગખંડ એક મહત્વનો ભાગ ભજવે છે.શિક્ષણમાં પણ મુખ્ય બાબત એ શિક્ષક અને બાળક વચ્ચે પરસ્પર વિશ્વાસ અને આદરભાવના સંબંધોને મજબૂત બનાવવાનો હોય છે. શિક્ષકનું મુખ્ય કાર્ય તે બાળકને શિક્ષિત કરવાનું છે અને તેની કુશળતામાં બાળકને આગળ વધારી શકે છે. શિક્ષક એ એવી વિરલ વ્યક્તિ છે જે સમાજમાં આદરની ભાવના ધરાવતી હોય છે. તે બાળકથી માંડીને યુવાન દિદ્યાર્થી સુધીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શિક્ષક બાળક-વિદ્યાર્થી માટે શિક્ષક જ નહીં પરંતુ એક મિત્ર-દોસ્ત-સલાહકારની ભૂમિકા પણ ભજવતાં હોય છે.

આધુનિક શિક્ષક પ્રણાલીમાંલ એક પૂર્વ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંદેશાવ્યવહારના સમૃદ્ધઅનુભવનો નીચોડ પૂર્વીય પરંપરા અનુસાર પુરતો ઉપયોગ થતો નથી. કારણ એવું પણ કહેવામાં માનવામાં આવી રહેલ છે કે,કહેવાતા પશ્ચિમી વિશ્વ તરફના વલણને કારણે તે સ્વીકાર કરવામાં આવી રહેતો નથી. આવો જ કાંઇ ક સાચો અનુભવ શિક્ષણ જગતનો આપની સામે સંક્ષિપ્તમાં હાર્દભર્યો રજૂ કરવા જઇ રહેલ છું જે મનના અંતરને વીંધી નાંખે તેવો છે. સાચા અર્થમાં બાળક અને શિક્ષક વચ્ચેનો સંવાદ આ ઋણાંનુંબંધ છે તે પણ તેટલું જ સત્ય છે.

‘તારા વાલીની સહી લઈ આવ.’ સાહેબે આદેશ કરેલો.

‘પણ સાહેબ કાલે હું હોમવર્ક કરી લાવીશ.’ એણે ગળગળા અવાજે કહેલુ.

‘ના. આવુ મારે કેટલા દિવસ ચલાવી લેવાનુ?’

‘આટલી વખત જવાદો સાહેબ, હવેથી..!’

‘ના.. હવે બિલકુલ નહિ.’

‘એ બાપાથી બહુ ગભરાતી.અને એ જ થયુ. બાપા એ સહી તો કરી પણ સોળ ગાલ પર ઉપસી આવેલા. રાત્રે મોડે સુધી જાગીને એણે હોમવર્ક પુરુ કરેલુ.

‘લો સાહેબ મારુ હોમવર્ક જુઓ.’

‘આ કોણે લખ્યુ? કોની પાસે લેશન કરાવ્યું?’ સાહેબ તાડુક્યા.

‘મે જાતે કર્યુ છે સાહેબ, મારા જ અક્ષર છે.’

‘એ શક્ય જ નથી….!’

જાતને સાબિત કરવા માટે એણે વિનંતીઓ કરવી પડી હતી પરંતુ બધુ વ્યર્થ. કેમેય કરી સાહેબ માનવા તૈયાર નહોતા કે આ હોમવર્ક એણે જાતે કર્યુ છે અને અક્ષર પણ એના જ છે.

‘જા હવે તો વાલીને જ બોલાવી લાવ, ત્યાંસુધી વર્ગખંડ્મા….!’ એ જ સમજાતુ નો’તુ કે આમ શાને થાય છે. લેશન કરેલુ હોય તે છતાં……!

વાલીને મળીને ખાત્રી થતા સાહેબના મુખેથી જે શબ્દો નિકળ્યા તે પથ્થરકી લકીર બની ગયેલા. વર્ગખંડમા બોલાયેલા સાહેબના એ શબ્દો આજે પણ મારા મનમા પડઘાય છે. શહેરના નામાંકિત અને સફળ તબીબોમા આજે મારી ગણતરી થાય છે. શિક્ષકદિને એ સર ચોક્કસ યાદ આવે છે. શિક્ષક દ્વારા ઉચ્ચારાયેલા પ્રેરણાના કેટલાક શબ્દો વિદ્યાર્થીઓ માટે સંજીવની બની જતા હોય છે.સમય જતા શિક્ષક તો ભૂલી જાય છે પણ વિદ્યાર્થી યાદ રાખે છે. વિદ્યાર્થીના જીવનમા એ શબ્દો ટર્નીંગ પોઇંટ સાબીત થતા હોય છે. આ ટર્નીંગ વિદ્યાર્થીનુ જીવન બદલી નાખે છે.શિક્ષકના‘જાદુઈશબ્દો’ વિદ્યાર્થીમા કબ,કહાં,કૈસે કમાલ કરે તે કહેવુ કઠિન હોય છે.

વાલીને સંબોધીને સાહેબે કહેલું, “જો તમારી વાત સાચી હોય તો લખી રાખો કે આ બાળક ભવિષ્યમા મોટી વ્યક્તિ બનશે. મોતીના દાણા જેવા અક્ષર,સખત મહેનત અને તેની મૂલ્યનિષ્ઠા તમારી દીકરીને ખુબ મોટી સફળતા અપાવશે.” શિસ્ત પાલનમા કડકાઇ દાખવતા શિક્ષક જ પ્રેમ વરસાવી શકતા હોય છે.

શિક્ષક અને વિદ્યાર્થીને જોડતો એક સેતુ એટલે વર્ગખંડ. વિદ્યાર્થીના જીવનમા વર્ગખંડ એક મોટો જીવનખંડ બની જતો હોય છે. વર્ગખંડમા શિક્ષક દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોથી જો વિદ્યાર્થીનુ જીવન બદલાઈ જાય તો એ શબ્દો ઉપનિષદના મંત્રથી જરાય ઉતરતા નથી.

...........................................................................................................................................................

DIPAK CHITNIS (dchitnis3@gmail.com)