મેં એક ઊંડો શ્વાસ લીધો અને આરતી તરફ ફરીને કહ્યું. "તે એ માની કેવી રીતે લીધું કે હું તારી સાથે આ ચોરી કરવા તૈયાર થઈશ."
"તો એમ વાત છે. મને ખ્યાલ જ હતો તારી પાસેથી આ જ જવાબ મળશે. તો મારી નાની બહેન નવ્યા તારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી." આરતીએ કહ્યું.
"હું કોઈ પણ સંજોગોમાં આ ચોરી નહીં કરું." મેં કહ્યું.
"તું અજય સાથે પ્રેમ કરે છો તે પપ્પાને ખબર છે. તે કદી વિચાર્યું કે તારી પાસે એક ફોન અને એક બોયફ્રેન્ડ છે તેના વિશે જ્યારે પપ્પા ને ખબર પડશે ત્યારે તારી હાલત કેવી થશે. કેટલી લાકડી તને મારતા તૂટશે તેની તે ગણતરી કરી છે." આરતીએ કહ્યું.
"હું આ કાકાનો માર સહન તૈયાર છું. પણ તારી સાથે મળીને ચોરી કરવા કદાપિ તૈયાર નથી. તું મારા વિશે કાકાને કશું નહીં કહી શકીશ કારણ કે તારે મારી જરૂર છે. જો તું કાકાને મારા વિશે કહીશ તો હું તારા કોઈ કામમાં નહીં આવી શકું." મેં કહ્યું.
"તો તું એ પણ જાણી લે કે મારી પાસે તારી પાસેથી મારું કામ કરાવાનો બીજો પણ રસ્તો છે. એ તને હવે થોડો નહીં વધારે મુશ્કેલ પાડવાનો છે." આરતીએ કહ્યું.
"હું તે કોઈ પણ મુસીબતનો સામનો કરવા તૈયાર રહીશ. પણ તારી સાથે મળીને કદાપિ ચોરી કરવાનો વિચાર પણ નહીં કરું." મેં કહ્યું.
"જેવી તારી મરજી મેં તો એક બહેન વતી તારું સારું વિચાર્યું હતું. પણ મને લાગે છે કે આઝાદી જ તારા નસીબમાં નથી. ઓકે ચાલ તું શાંતિથી સુઈ જાજે. કાલે સવારે તારે ઘરનું કામ કરવાનું છે. એકલીસ્ટ જ્યાં સુધી તું અહીં છો ત્યાં સુધી. પછી ખબર નહીં તું ક્યાં હોઈશ." આરતી આટલું બોલી ને જતી રહી.
તે રાતે મને ઊંઘ ન આવી. આવે પણ ક્યાંથી મારા જીવનમાં મુસીબત આવવાની શરૂ થઈ ગઈ હતી. જેને મેં સૌથી વધુ વિશ્વાસ કરતી હતી તે જ મારા જીવનમાં એક વાવાઝોડું લહીને આવી. મને હજી પણ આરતી આ પ્રકારની લાલાશ નો વિશ્વાસ આવતો ન હતો.
મને મારી નાદાની પર પારાવાર ગુસ્સો આવતો હતો. મને આરતીએ ફોન આપ્યો. હું તેને સારી માની બેઠી. પણ તે બધું એક નાટક હતું. તે હું નાદાન હતી કે હું ન સમજી શકી. આજે જ્યારે આરતીનો અસલી સહેરો મારી સામે આવ્યો ત્યારે મને ખુબ આઘાત લાગ્યો હતો. આ ઝેલ સમાન ઘરમાં એક ફક્ત આરતી ને હું મારી પોતાની માનતી હતી. પણ તેણે તો પારકા કરતા પણ બેચ નીકળી.
બીજે દિવસે સવારે હું થોડીક લેટ ઉઠી. ત્યાં મારી કાકીના થોડા અપશબ્દો સાંભળવા પડ્યા. આગલી રાતે હું ખૂબ રડી હતી. તેના કારણે મારી આંખો પણ થોડી સુજી ગઈ હતી. પણ મેં તેને ગળકારી નહીં. તેની કરતા પણ મોટી સમસ્યા મારી ઉપર મંડરાય રહી હતી. તે સમસ્યા હતી આરતી.
અત્યાર સુધી મારી બેન સમાન આરતી
આજે મારી સૌથી મોટી મુસીબત બની રહી હતી. આરતી એક જિદ્દી છોકરી હતી. તે કોઈ પણ કાળે પોતાની જીદ પુરી કરી લેતી હતી. તેની માટે સામે વાળા વ્યક્તિ ને ભલે કોઈ પણ કિંમત ચુકવવી પડે. આરતીએ જ્યારે મને તેની સાથે મળી ચોરી કરવાની કહ્યું ત્યારે મેં ના પાડી. પણ આરતી એ કહ્યું હતું કે તે બીજો એક રસ્તો છે તેની પાસે જે મારે નાસૂટકે તેનું કામ કરવું પડશે. બસ મને હાલ તેના એ જ રસ્તાથી ડર લાગતો હતો. મેં તે રસ્તો શો હોય તે વિચે વિચાર પણ કરી જોયો પણ મારી પાસે કોઈ એવો વિચાર ન આવ્યો કે હું સ્યોર થઈ શકું કે આજ યોજના આરતી મારી પર અજમાવશે.
મેં સવારનો નાસ્તો તૈયાર થયો એટલે મેં બધાને નાસ્તા માટે બોલાવી લીધા. બધાં એક એક કરીને નાસ્તા માટે આવ્યા. બધા પોતાની દરરોજના સ્થાને આવી નાસ્તો કરવા લાગ્યા. આરતી પણ આમાં સામીલ હતી. તેને જોઈને મને નફરત થવા લાગી હતી. લાલસી સ્ત્રી મનોમન કેટલી મેં ત્યારે તેને ગાળો આપી હતી. પણ તેને કશો ફર્ક પડવાનો ન હતો. મને વિશ્વાસ હતો તે કોઈ એવી ચાલ ચાલવાની છે કે જેનાથી હું તેની સાથે મળી સંકેતના ઘરેથી ચોરી કરી શકું. પણ મેં પણ એક મક્કમ નિર્ણય લીધો હતો કે છેવટે ભલે મરવું પડે પણ આ ચોરી કોઈ પણ સંજોગોમાં નહીં કરું.
બધા એકબીજા સાથે પોતાની વાતો શેર કરતા હતા. અને સાથે સાથે હસી મજાક પણ કરતા હતા. આ બધામાં આરતીએ કહ્યું. " મારે મારા એક ફ્રેન્ડના લગ્નમાં જવાનું છે. તે પણ મહેસાણા."
આરતીના આ શબ્દો સાંભળી મારી ધડકન એક સેકન્ડ માટે ધબકતી અટકી ગઈ. મને જે વાતનો ડર હતો તે જ થવા જઈ રહ્યું હતું. મને એ ખબર હતી કે આરતી પાસે એક યોજના છે. પણ તે આટલી ઝલદી મારી ઉપર અજમાવશે તે મેં નહતું વિચાર્યું. મારે હવે ખૂબ સાવચેત રહેવાનું હતું.
"કોના લગ્ન છે. તારી બધી ફ્રેન્ડ તો આપણા જ ગામમાં છે. તો મહેસાણા કોના લગ્ન છે." નયને કહ્યું. મારા કાકાના છોકરા મા સૌથી હોશિયાર નયન હતો. નયન કોઈ સાથે ખોટી માથાકૂટ કરતો નહીં. મારી સાથે પણ કોઈ કામ હોય તો જ વાત કરતો. નહીં તે કદાપિ મારી સામે જોતો પણ નહીં.
"મારી એક સ્કુલ ફ્રેન્ડ છે તેની મોટી બહેનના." આરતી અચકાતા અચકાતા બોલી. આ બોલતી વખતે તેના સહેરા પર ડર દેખાઈ રહ્યો હતો.
"તારી ફ્રેન્ડની બહેનના લગ્નમાં તારે જવાની જરુર નથી." કાકાએ કહ્યું.
"મારી બધી જ ફ્રેન્ડ જાય છે. તો મને પણ જવાની ઈચ્છા છે. તો શું હું જઈ શકું?" આરતી.
"કેટલા દિવસ માટે." કાકા.
"આજે નિકળીશું તો પરમદિવસે સવારે રિટર્ન. મારી બધી સહેલી અને તેના ઘરેથી મોટા ભાઈ બહેન પણ આવે છે." આરતીએ કહ્યું.
"ઓકે તો તું જઈ શકે છો. પણ તું એકલી નહીં જઈશ." કાકાએ કહ્યું.
"તો નવ્યા મારી સાથે આવશે." આરતી ખુશ થતા બોલી.
"ના, નવ્યા સાથે નહીં આવે. ઘરનું કામ કાજ કોણ કરશે." કાકી એ કહ્યું. આજે કાકી પહેલી વખત મારા કામે લાગ્યા હતા. આજે પહેલી વખત તેનો નિર્ણય મારા માટે સારો સાબિત થયો હતો.
"ના, હું નવ્યા ને સાથે લઈને જ જઈશ." આરતીએ કહ્યું. આરતી એટલી બધી મારે માટે ખેંચ કરતી હતી એ જોઈને મને લાગી રહ્યું હતું કે હું જરૂર મોટી મુસીબતમાં ફસાવાની છું.
"ના, નવ્યા તો તારી સાથે નહીં આવે." કાકી.
"તારી સાથે નમ્ય આવશે." કાકાએ કહ્યું.
"હું તૈયાર છું. આમ પણ મારે ક્યાંક ફરવા જવું હતું તો મહેસાણા જ જઈ આવીશ. એ પણ મારી નાની બહેન સાથે." નમ્ય એ આરતીને ચિડાવતા કહ્યું.
"જો નમ્ય ને મારી સાથે આવવું હશે તો નવ્યા પણ મારી સાથે આવશે." આરતીએ કહ્યું.
લાંબા સમય આ ચર્ચા ચાલી. હું જઈશ કે નહીં. તે વિચે હા ના થતું રહ્યું. પણ છેવટે મારે આરતી સાથે જવાનું નક્કી થયું. તે મને ન ગમ્યું. અને એ પણ એકલા જ. આખરે આરતી જિદ્દી હતી. તે કોઈ પણ સંજોગોમાં પોતાનું ધારું કરાવીને જ રહેતી. તેનું તાજું ઉદાહરણ મારી સામે હતું.
કોઈ દિવસ મારે આ ઘરની બહાર નહીં નીકળવાના આવા કપરા નિયમને તોડવા વાળી આરતી હતી. તે પરથી એ નક્કી કરી શકાય કે આરતીનો સામનો કરવો ખૂબ મુશ્કેલ હતો.
@@@@
લગભગ સાડા દસ થવા આવી રહ્યા હતા. હું ખૂબ ચિંતિત હતી. આરતી સાથે મહેસાણા ન જવાના નવા નવા ઉપાય શોધી હતી. કાકી પણ મને મોકલવા તૈયાર હતા. આરતીએ કાકીને પણ સમજાવી દીધા હતા. બીજો કોઈ રસ્તો મળતો ન હતો. આજે પાંચ વાગ્યાની આમારી બસ હતી. આજે રવિવાર હોવાથી બધા ઘરે જ હતા.
નયન પોતાના રૂમમાંથી બહાર આવી તે મારી તરફ આવવા લાગ્યો. હું હોલમાં સફાઈ કરી રહી હતી. આમ તો નયન રજા ના દિવસે બહાર જ રહેતો. પણ આજે તે ઘરે હતો. તે જ્યારે ઘરે હોય ત્યારે તે કામ સિવાય પોતાના રૂમમાંથી બહાર ન આવતો. આજે તેને બહાર જોઈને મને ડર લાગવા લાગ્યો હતો.
તે જ્યારે આવી રીતે બહાર આવી મારી તરફ આવતો. ત્યારે બે કારણ હોતા. એક તો મારૂ કશુંક કામ હોય. નાસ્તો બનાવવો જેવા. બીજું એ કે મારી કોઈ ભૂલ હોય. હાલ હું ભગવાને પ્રાર્થના કરતી હતી કે મારી કોઈ ભૂલ ના હોય. તે હોલમાં આવી મારી સમક્ષ ઉભો રહ્યો. તેની આંખોમાં ક્રોધ દેખાઈ રહ્યો હતો. તે શા માટે આટલો ક્રોધીત હતો તેં મને ખ્યાલ ન હતો.
હું કંઈ પૂછું કે તે કશું બોલે તે પહેલાં તેણે મને એક જોરદાર થપાટ મારી. થપાટ એટલી જોરદાર હતી કે હું ફર્શ પર નીચે પડી. તેનો આવાજ પુરા ઘરમાં પડઘાનો. આવાજ સાંભળીને બધા પોતાના રૂમમાંથી બહાર આવ્યા. બધા બહાર આવી નયન તરફ પ્રશ્સુચક નજરે જોતા હતા ત્યારે નયને કહ્યું.
"આનું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલુ છે."
(વધુ આવતા અંકે.)