જીંદગી આમ તો બધાની સરખી જ હોય છે, બસ જીવવાની રીત અલગ-અલગ હોય છે.
( આવું હું માનું છું બાકી તમારી નજરે જો કોઈ કાર્બન ડાયોક્સાઈડ થી જીવતું હોય તો એનો સમાવેશ અપવાદમાં કરવો કેમ કે મેં તો બધાને ઓક્સિજનથી જ જીવતા જોયા છે.)
બહુ દુઃખ થાય છે જ્યારે આજના યુવાનને બસ લગ્નની તૈયારી માટે કામ કરતા જોવ છું.
સાચું કહું ને તો બસ રોબોટને માણસમાં ફક્ત છોકરા પેદા કરવાનો ફરક રહી ગયો છે બાકી મને બીજો કોઈ ફરક દેખાતો નથી.
માણસ જીવવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે જ્યારે રોબોટ ઇલેક્ટ્રિક કે ઈંધણનો ઉપયોગ કરે છે અને આ તો એની જરૂરિયાતની વાત થઈ કે જેમાં માણસને જીવવા ઓક્સિજન અને રોબોટને જીવવા માટે ઇલેક્ટ્રિક કે ઈંધણ જોઈએ.
પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે આજનો માણસ રોબોટની જેમ જ કામ કરે છે.
સવારે ઉઠવાનું, ન ગમતું કામ કરવાનું અને સાંજે ઘરે ફરી ને સુઈ જવાનું,
તમને પણ ખબર હશે કે રોબોટનું કઈક આવું જ હોય કે ઓર્ડર મુજબ કામ કર્યા કરવાનું.
આજનો સમાજ અને સમાજમાં વસતો માનવી મને ખરેખર ઈંધણ રૂપી ગંધાતો અને સડતો દેખાય છે ત્યારે મારે આવું લખવાની જરૂર છે.
આ પૃથ્વી પર સાયદ કોઈ જાતિ-પ્રજાતી એટલે કે પશુ, પક્ષી કે જીવજંતુની ઉત્પત્તિ નહોતી ત્યારે આ પૃથ્વી ખરેખર સુંદર હશે.
કારણ કે અહીંયા રોબોટ રૂપી ઈંધણની વાસ નહિ આવતી હોય કે નહીં અહીંયા કોઈ પોતાની જ જરૂરિયાત માટે જીવતું હોય,
ચલો માન્યું કે સામાન્ય અને એક બિલકુલ સમજાય એવો વિચાર દર્શાવું કે જો આ સૃષ્ટિ પર જ્યારે કઈ જ નહીં હોય ત્યારે જીવ જંતુ નો પ્રથમ વિકાસ થયો તે પછી પશુ પક્ષી અને ડાયનોસ્વર જેવા મોટા પ્રાણીનો અને પ્રાણીઓ માંથી આદિમાનવ એટલે કે વાનર જેવા પશુમાંથી આદિ માનવનો વિકાસ થયો અને આદિમાનવ માંથી આજ નો આ માણસ જે ખરેખર માણસ નથી પણ રોબોટ પેદા થયો.
ખરેખર મારી આસપાસના આ રોબોટ રૂપી માણસને જોવ છું તો વિચાર આવે છે કે આ શું મેળવવા આટલી મહેનત અને ન ગમતું કામ કરતા હશે.
ત્યારે અંદરનો એક માણસ જવાબ આપતા જણાવે છે કે પહેલા લગ્ન પછી છોકરાને વૃદ્ધાવસ્થામાં જીવન જીવવાની અઢળક ઈચ્છા બીજું કંઈ નહીં.
પણ ત્યારે મને ખરેખર એક વિચાર એવો આવે છે કે જ્યારે જીંદગીને ખરેખર માણવાનો સમય હતો ત્યારે તો તારે લગ્ન કરવા હતા અને જ્યારે તારા લગ્ન થયા ત્યારે તું ખુશ નથી.
( મેં અત્યારના સમયમાં 95% લોકો ને કહેતા સાંભળ્યાં છે કે લગ્ન ન કરાય અને મોટા ભાગના ને અફસોસ કરતા જોયા છે જો આ જ લગ્નજીવનની હકીકત છે તો સુ ખરેખર લગ્ન જરૂરી છે..?)
હું એમ નથી કહેતો કે કામ ન કરો પણ હું એમ કહેવા માગું છું કે કામ કરો પણ જીવવાનું ભૂલી ન જાવ,
તમને માણસ રૂપી દેહ ( શરીર ) મળ્યું છે તો એને ખરેખર માણતા શીખો,
જો જીવ-જંતુ માંથી પશુ-પક્ષી,
પશુ-પક્ષી માંથી આદિમાનવ,
અને
આદિમાનવ માંથી માણસ, મનુષ્ય ( રોબોટ-મારી નજરે)
બની શકતો હોય તો
માણસ માંથી પરમેશ્વર કે ઈશ્વર સુકામ ન બની શકે..?
માન્યું આ વાત થોડી હજમ થાય એવી નથી પણ હું કહું છું કે જો પરિવર્તન જીંદગીનો ભાગ છે અને આપણે બધા પરિવર્તનનો જ ભાગ છીએ તો આ બાબત વિચારવી જોઈએ.
ખરેખર કઈક ગમતું કરતું રહેવું જોઈએ અને જીવનને માણતુંરહેવું જોઈએ જેથી તમે જીવતા છવ એનો આણંદ મળતો રહે.😊