આગળના ભાગમાં અનન્યાએ અમિત સાથે પ્રેમનો એકરાર કરી લીધો.. કોલેજમાંથી માથેરાન જવાનું હોવાથી વહેલી સવારે ટ્રેનમાં (સુરત) કોલેજ પહોંચવાનું હતું, પરંતુ ટ્રેન એક કલાક લેટ હતી, મોડું થઈ જવાને કારણે રાકેશ કોલેજમાં ફોન કરે છે, તેથી સર તેમણે અમિતનો નંબર આપીને તેની સાથે આવવા કહે છે, ઓઢણી ઓઢેલી છોકરી અનન્યા છે, તે જાણી અમિતને આશ્ચર્ય થાય છે, આ ઓળખ થકી અનન્યા તેની પાસે મદદ માટે આવી હતી.
*****
કિસ્મતની રમતમાં હારી જતાં,
આજે રહસ્ય ઉજાગર થઈ રહ્યું છે.!
ન્યાય મળશે એ આશાએ ફરી,
કોઈ કુદરતના હાથનું રમકડું થઈ રહ્યું છે..
ઝંખનાને ખબર પડી ગઈ હતી, માટે તે રાતના સમયે ઓચિંતા અમિતના રૂમમાં આવી ગઈ.. અનન્યાને જોઈ તે ચોંકી ઉઠી..
"તું અહીં કેમ આવી છે.?!" અમિત, "તુ પણ અનન્યાને જોઈ શકે છે.!?" મને ગઈકાલ સાંજથી તુ બદલાયેલો લાગતો હતો. વળી, મેં તો કવચ બાંધ્યું હતું..જેથી કોઈ આત્મા તારા રૂમમાં ન આવી શકે. તો અનન્યા આવી કેવી રીતે.!?
મોમ, રીલેકસ.. શાંતિ રાખો.. અને શું તમે પણ અનન્યાને જોઈ શકો છો.!?
હા, જોઈ શકું છું..!? પણ મારી બદનસીબી કે મારા થકી આ શકિત તને પણ મળી.. આટલા વર્ષોથી જે રાજ છુપાવીને રાખ્યું હતું.. આજે તે તારી સામે છે..
બારીમાંથી મે કવચ દૂર કર્યું છે.. સારું થયું, "મે કવચ છોડ્યું.." આજે બે રહસ્ય પરથી પડદા ઉઠ્યા.. મોમ. તમે મારાથી છૂપાવ્યું, પણ કુદરતી તો તેનો કમાલ બતાવી દીધો.. મોમ, "શામાટે તમે મારાથી છુપાવ્યું.!?"
દીકરા, "અત્યારે આ વિશે વાત કરવી જરૂરી નથી.. હાલ તો એ વિચારવું રહ્યું કે અનન્યાને અહીંથી મુક્તિ કેવી રીતે મળે.!?
હું પણ તેને મુકિત અપાવા જ વિચારી રહ્યો છુ.. મોમ, મુકિત માટે તેને તમારી મદદની જરૂર છે,
પણ, "હું કોઈ આત્માને મદદ કરતી નથી.!?"
જોત જોતામાં શીત લહેરથી રૂમમાં ઠંડક પ્રસરી ગઈ.. રૂમની લાઈટો આપોઆપ બંધ ચાલુ થવા માંડી.. એક ભયંકર હાસ્ય સાથે અનન્યાએ એનું સ્વરૂપ વિરાટ કરી દીધું,. તેની આંખો પણ લાલ બિહામણી દેખાવા માંડી, ગુસ્સામાં આવીને તેણે રૂમમાં મૂકેલી ચીજવસ્તુઓને અસ્તવ્યસ્ત કરવા લાગી, મોટે મોટેથી ચીસ પાડવા લાગી..
આ જોઈ અમિતને થોડો ડરની સાથે પરસેવો છૂટી ગયો.. માટે કઈ પણ વિચાર્યા વગર તેને સુરક્ષા કવચ તેની પર ફેક્યું.. અનન્યાનું આવું સ્વરૂપ તેણે પહેલી વાર જોયું હતું..
આ કવચની અનન્યા પર તેની કોઈ અસર થઈ નહીં..
મોમ, સુરક્ષા કવચ કામ નથી કરતું.. "હવે શું કરીએ.!"
હવે તે અસર કરશે નહીં, પરંતુ તુ ગાયત્રી મંત્ર બોલવાનું ચાલુ કર.. કઈ ને કઈ રસ્તો જરૂર થશે.!
ગાયત્રી મંત્ર બોલતાની સાથે જ અનન્યાનું જોર વધવા લાગ્યું, તે કયારે હસતી, તો ક્યારે રડતી, ક્યારેક જોર જોરથી ચીસો પાડતી. "જાણે ગાયત્રી મંત્રની જાણે અસર ઓછી કરવા માંગતી ના હોય.!" થોડી જ વારમાં રૂમમાં ધુમ્મસ છવાયું.. અને તે હવા બની બાલ્કની માંથી બહાર નીકળી ગઈ..
ઝંખનાએ હાશકારો લીધો. અને ફરી તેને મંત્રો બોલી સુરક્ષા કવચ બારીમાં બાંધી લીધું. આ વખતે તેણે અમિતના હાથમાં પણ દોરો બાંધ્યો..
અમિત બોલ્યો : મોમ, તમારી ઓવર એક્ટિંગ બંધ કરો.. મારા પ્રશ્નોના જવાબ આપો.. અને જો ના આપી શકો, તો અનન્યાને મદદ કરો. બસ, એની સાથે એવી કંઈ ઘટના બની, કે તે આ પરિસ્થતિમાં મુકાઈ ગઈ.. એ જાણવું મારા માટે ખૂબ જરૂરી છે.! મારે તેની સાથે કોઈ ઋણ સબંધ હશે.! મારે તેની મદદ કરવી છે. હું તો ફ્કત તમારી શક્તિથી રૂબરૂ થવા માગતો હતો..
દીકરા, તારી એક વાત મને સમજાતી નથી.! હમણા જ તો અનન્યા ને જોતા તને પરસેવો છુટ્યો, ને હવે તારે તેને મદદ કરવી છે. આ માટે હજુ તુ સક્ષમ નથી.! અત્યારે જેમ હું કહું, તેમ જ તારે કરવું પડશે.! એની મદદ માટે કુદરત છે. ભગવાન તેને મદદ કરશે, એને ન્યાય આપશે.. અને આવી શકિત તો દુનિયાની દરેક માં પાસે હોય જ છે..
તે તાળી પાડી બોલ્યો: વાહ, મોમ.. વાહ.. "તમે આટલા સેલ્ફીસ ક્યારથી બન્યાં.!?" બધાને મદદ કરવા વાળા આજે મોઢું ફેરવી મદદ કરવાની ના પાડે છે.!! ભગવાન જાતે તો નથી આવતા ધરતી પર, કોઈ ને કોઈ વ્યક્તિને એ રૂપ ધરી મદદ કરે છે. આ વાત શીખવનાર આજે પાછળ ડગ ભરે છે.! હું સક્ષમ નથી.. "તમે તો છો ને.!?" અને તમે સાચુ કહો છો કે મારામાં સક્ષમતા નથી, હતે તો તમે મારાથી કંઈ છૂપાવતે નહિ..
"શું વાત ચાલી રહી છે...!" સોહમે અચાનક આવી કહ્યું..
સોહમ, "તમે..!"
હા, "મારો દીકરો આજે મોટી મોટી વાતો કરે છે. અને તને બેડ રૂમમાં ના જોતા હું અહીં આવ્યો.. મને ગાયત્રી મંત્રના જાપનો અવાજ સંભળાયો હતો.."
ઓહ, વેલકમ મિસ્ટર. સોહમ.., "તમારી જ કમી હતી.."
ડેડથી સીધુ મિસ્ટર સોહમ.., "કંઈ વાત પર તુ અમારાથી નારાજ થાય છે.!"
અનન્યા કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.. "મારે પણ પૂછ પરછ માટે આવતી કાલે જવાનું છે.." કોઈ બધું જ જાણે છે, કોઈ મદદ કરી શકે તેમ છે, છતાં પણ તે મૌન છે.. તેણે એવો વિશ્વાસ છે કે ભગવાન તેની મદદ કરવા આવશે..!
આ તુ શું બોલી રહ્યો છે.!! તોન્ટ મારવાનુ બંધ કરી સીધેસીધુ બોલ..
તો, સાંભળો, અનન્યાને હું મદદ કરવા ઈચ્છુ છુ.. પણ અનન્યાની ડેથ થઇ ગઇ છે.. અને તે મને દેખાઈ રહી છે.. તે મને મદદ કરવા કહે છે.. પણ, મોમે સુરક્ષા કવચ બાંધી, મને બંધન આપી દીધું. અનન્યાને મોમની મદદ જોઇએ છે, પણ તેમણે મને ના પાડી દીધી.!
આ સાંભળી સોહમના પગ નીચેથી જમીન ખસી ગઈ, એ ભૂતકાળમાં જતો રહ્યો, જ્યાથી આ ખેલ શરૂ થયો હતો, ફરી ફરીને ફરીથી તે ત્યાં જ આવી ગયો. અને કદાચ આને જ કુદરત કહેવાય.. હંમેશા માબાપના સારા અને ખરાબ કર્મ પોતાના સંતાને ભોગવા પડે છે, અને તેમના ગુણ અવગુણ પણ કુદરતી રીતે મળે છે.. આને શું કહેવું.! આ એક કુદરતનો ખેલ છે, "જે આપણે ક્યારેય જીતાડી દે છે, તો ક્યારે હરાવી પણ દે છે.."
"આજે મને ખબર પડી કે તમે મોંમને ડોક્ટર વ્યાસ પાસે શા માટે લઈ જાવ છો.!?" તેણે ગુસ્સામા કહ્યું.. આમાં તમે જ દોષી છો.! આવી શકિત તો અમુક લોકો પાસે જ હોય છે..
જે વાતની ખબર ના હોય, તેના માટે કોઈ પણ વ્યક્તિને દોષ ના દેવો જોઈએ.. તને કઈ ખબર નથી, તો આ વિશે ચર્ચા કરીશ નહિ.. ઝાંખનાએ ગુસ્સામાં કહ્યું..
મોમ, "તમારો ગુસ્સો સાચી વાત ને દબાવી શકશે નહીં.!" મને તમારી શક્તિની જરૂર છે, એ બધી શક્તિ મને આપી દો, હું અનન્યાને મદદ કરવા માટે તૈયાર છું. જીવતા જીવ કોઈને મદદ કરીએ તે તો સાચું.. પણ કોઈ આત્માને શાંતિ અપાવવામાં મદદરૂપ થઇએ, એ તો ભગવાનનું વરદાન ગણાય.!
અને એ જ વરદાન ક્યારે અભિશ્રાપ થઈ જાય છે.!? અને આના કારણે જ તારી મોમને ગુરુજીના સાનિધ્યમાં જઈને શાંતિ કરાવી છે, "હું નથી ઈચ્છતો કે ઝંખના પછી તું પણ દુઃખી થાય.." તારા માટે જ થઇ, તારો જીવ બચાવવા માટે જ અમે શાંતિ કરાવવી છે.. "તુ ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન ન કર.." ક્યારેક ક્યારેક જીદ છોડવી ફાયદાકારક હોય છે..
હવે, હું ફાયદો અને નુકસાન જોવા માંગતો નથી, ડેડ..
તો તુ નહિ માનશે, તે ગુસ્સામાં અમિત પર હાથ ઉઠાવા જાય છે, પણ હાથ રોકી લે છે. અને દીવાલે જોરથી હાથ પછાડે છે..
આ કોઈ ઝંખના નથી, ડેડ, જે તમારું માની લે.! અને આટલું કહેતા સાથે તેણે પોતાના હાથ માંથી દોરો છોડી નાખ્યો.. દોરો છોડતાંની સાથે જ લાઈટ બંધ ચાલુ થવા લાગી, વાતાવરણ ઠંડુ થયું. બારી બારણાં ખખડવા લાગ્યા, અને...
(ક્રમશ:)
****
ઝંખના અને સોહમ આ પરિસ્થતિનો સામનો કેવી રીતે કરશે.!?
અમિત અનન્યાને કેવી રીતે મદદ કરશે.!?
અનન્યા સાથે કંઈ ઘટના બની હતી.!?
વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર An untoward incident (અનન્યા)
*****
સુખી રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વાંચતા રહો..
🙏જય શ્રી કૃષ્ણ🙏🌹🌹રાધે રાધે🌹🌹