આ કવિતા સંગ્રહમાં જીવનના વિવિધ વિષયો પર ઘણી કવિતાઓ છે . જે હું અહીં થોડી થોડી કરી પ્રકાશિત કરું છું . આ સંગ્રહમાં મે જે કંઈ જોયું અને અનુભવ્યું છે . એ કવિતાઓ સ્વરૂપે વર્ણવવા પ્રયત્ન કરેલો છે . એટલે તમને આ સંગ્રહમાં મજૂર , વેન્ટિલેટર , મિડલ ક્લાસ માણસ...વગેરે જેવા નવીન વિષયો પર પણ કવિતાઓ મળશે . તો એજ આશા છે કે સાથે જોડાયેલા રહેજો...
પ્રતિભાવ આપતા રહેજો...જેથી આગળની કવિતાઓ પ્રકાશિત કરવા ઉમળકો રહે...આભાર..
(1) ગળે જ રહી ગઈ
વાત ઘણી કહેવાની હતી , ગળે જ રહી ગઈ..
કંઈ બોલાય તે પેહલા શુરુઆત આંસુઓ ની થઈ ગઈ...
બહુ જતન થી પકડી રાખી હતી સમય ની રેતી...
કોણ જાણે મુઠ્ઠી ખોલતા ક્યાં વહી ગઈ..??
નાનો હતો ત્યારે ખુશી સાવ સસ્તી લાગતી હતી...
મોટા થતા કેમ મોંઘી થઈ ગઈ...??
વાતો તો મે ઘણી બધી કરી હતી...
સમય જતાં ઘણીખરી અફવા થઈ ગઈ...
શું વીચારીને તે આટલી બઘી ઈચ્છાઓ કરી હતી??
લે હવે લાગણીઓ ની અછત થઈ ગઈ...
દેવા વાળા ની તો ચોખી જ દાનત હતી...
આપણી માંગવામાં જ કંઈ ભુલ રહી ગઈ...
ક્યારેય ન જોઈ , પણ સુખ ને સગવડ વચ્ચે નાની અમથી રેખા હતી...
હવે જીંદગી સગવડતા ની મોહતાજ થઈ ગઈ...
સંતોષ વહેંચી સુખ ખરીદવાની જીદ કરી હતી..
નફા ના ચક્કર માં , વેપારી ખોટ ની થઈ ગઈ...
(2) હા મેં જીવન જોયું છે...
હા , મે જીવન જોયું છે...
સપનાઓને બેગ મા નાખી સ્કુલે જતા જોયુ છે...
એજ જીવન ફુટપાથ પર મજુરી કરતા જોયુ છે...
સંતાનોની કાલ માટે પોતાની આજ આપતા જોયુ છે..
એજ જીવનને પછી મેં સીગારેટ ના ધુમાડે ઉડતા જોયુ છે...
દાદીમા ની વાતો અને રામાયણ ના પાઠો મા જોયુ છે...
એજ જીવન પછી કાગળ ના ટુકડાઓ માટે વેચાતા જોયુ છે...
ખરા બપોરે તડકામાં 10રુ માટે વલખાં મારતા જોયુ છે...
એજ જીવનને 500 ને 1000 ની આટલી નોટો નુ શું કરવું એ વ્યથા મા પણ જોયું છે....
(3) મ્રુત્યુ???
મ્રુત્યુ , એક સનાતન સત્ય કે પછી એક અકબંધ રહસ્ય..??
સર્વસ્વ નો અંત કે પછી નવી શુરુઆત??
જીવનનુ સર્વસ્વ ગુમાવી દેવુ કે શું કમાયા એનો હીસાબ??
એક અસહનીય દુઃખ કે પછી સર્વ દુખો થી મુક્તિ...??
સૌથી આકરો સમય કે પછી અલૌકિક સંતોષ ની ક્ષણ??
એક સીધી સરળ હકીકત કે અકળ કોયડો..??
પોતાનું બધું જ છોડવાની વ્યથા કે પછી પોતાનું કંઈ નથી એ હકીકત નો સામનો..??
અપાયેલા નામો પર હરખાવા નો કે પછી સર્વ નામો થી નનામા થવાનો વખત??
થોડું જીવવાનુ રહી ગયા ની હાય કે પછી જેટલું જીવી ગયા તેની હાશ..??
કરેલ કર્મોની વ્યાધી કે અંતિમ સમાધિ??
મ્રુત્યુ?????????????
(4) મુકી દેવી પડે...
ક્યાંક જીદ પુરી કરવાની જીદ છે ..
તો ક્યાંક જરુરતો પડતી મુકી દેવી પડે...
કાલ હસતી હશે એવી આશા તો છે...
પણ આજ ને તો રડતીજ મુકી દેવી પડે...
ભવિષ્ય સુધારવાની મહેનત તો છે..
પણ વર્તમાન ની હરેક ક્ષણ ગીરવી મુકી દેવી પડે..
જે સમજે છે તેના મુખ પર ગૂઢ હાસ્ય છે...
બાકી સામાન્ય માણસે તો હસવાની ટેવ જ મુકી દેવી પડે...
(5) ફ્લેટ તો મોટો છે....
અહીં ફ્લેટ તો મોટો છે,પણ ફળ્યું નથી....
હાથ ઉંચો કરી આપે સ્મિત એવું કોઈ મળતું નથી...
અહીં પાણી તો આખો દિવસ ને રાત આવે છે..
પણ વાતો મારી નદીઓ ની આશ્ચર્ય જન્માવે છે...
અહીં લોકો પોતાના કુતરાને પ્રેમથી જમાડે છે...
પણ પેલા બીચારા ડાઘીયા ને પત્થર થી ભગાડે છે...
વાહનોની દોડધામ છે ચારે કોર ...
વાળી તો ક્યાંય નથી,ક્યાં શોધુ મારા જુના મોર...
અહીં લોકો હોટેલ મા નીતનવુ ખાય છે..
પણ બોર્નવીટા વગરનું દુધ પીવામાં તેમના મોઢા બગડી જાય છે....
પેલી ગાય નુ નામ રાધા પાડવામાં આ લોકો સમજતા નથી...
સ્વાર્થ વગર , લાગણીની આંટીઘુટી મા આ લોકો પડતા નથી...
બાળકો ને ગુજરાતી માઘ્યમ મા ભણાવવા ગમતા નથી...
સારું છે પેલી દાદીમાની વાતો ને રામાયણ ના પાઠો અંગ્રેજી મા મળતા નથી....