Sakaratmak vichardhara - 27 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 27

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

સકારાત્મક વિચારધારા - 27

સકારાત્મક વિચારધારા 27


"જો દૃષ્ટિમાં છે અમી,
તો દુનિયામાં ક્યાં છે કોઈ કમી.

ડો. અશ્વિનએ મેનેજમેન્ટ માં પી.એચ.ડી. કરેલું પણ માત્ર શિક્ષણ માં જ નહિ,સકારાત્મક વિચારધારામાં પણ પી.એચ.ડી. કરેલ હતું.જેનું મૂળભૂત કારણ તેમને નાનપણથી
મળેલ સકારાત્મક વિચારધારા ની કેળવણી કામ કરતી હતી. જ્યારે ડો. અશ્વિન નાના હતા. તેઓ એક મધ્યમ વર્ગીય કુટુંબના રહેવાસી હતા.તેમના પિતા એક શાળામાં શિક્ષક હતા.તેમનું માનવું હતું કે,શારીરિક આરોગ્યની સાથે માનસિક આરોગ્ય પણ ખૂબ સારું હોવું જરૂરી છે અને માનસિક આરોગ્ય સકારાત્મક વિચારો, મિત્રો સાથે સમય પસાર કરવા અને સર્જનાત્મક કાર્ય કરવાથી જળવાય છે. જેનું મન સારું તો તન સારું.


ડૉ.અશ્વિન જ્યારે નાના હતા ત્યારે તેમને તેમના પિતા તેમના એક મિત્રને ત્યાં લઈ ગયા.અશ્વિન મોટી મોટી ગાડીઓથી, તેમનો બંગલો જોઈને અંજાઇ ગયો અને પોતાના પિતા થી પૂછવા લાગ્યો કે પપ્પા આપણે ક્યારે મોટું ઘર લેશું? ત્યારે તેના પપ્પાએ કહ્યું કે થોડા સમય માં લેશું.આ સાંભળી ને અશ્વિન ખૂબ ખુશ થઈ ગયો.રાત્રિનું જમવાનું પત્યા બાદ જ્યારે અશ્વિન તેના માતા પિતા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે તેના પિતાએ તેમને ખૂબ સરસ વાર્તા કહી,"એક માણસ બહુ જ ગરીબ હતો.તે રોજ મજૂરી કરીને કમાતો.ઠંડી હોય કે ગરમી કે પછી વરસાદ કામ કરે તો ખાવાનું મળે નહિતર તેના ઘરના સભ્યો એટલે કે તેની પત્ની ને તેના બે વર્ષના પુત્રને ભૂખ્યું સૂઈ જવું પડતું.એક દિવસ તેને કામ કરતા કરતા પગમાં પથ્થર વાગ્યો હતો.પગ લોહી લુહાણ થઈ ગયો.ઘરે જઈને તેણે પાટો બાંધ્યો પણ ગરમીના દિવસો હતા. બીજા દિવસે રાબેતા મુજબ તે તેના મજૂરીકામ પર ગયો.જ્યારે તે કામ પર જઈ રહ્યો હતો.ત્યારે આભ માંથી કાળઝાળ તાપ વરસી રહ્યો હતો.ત્યારે એક તો પગમાં પહેલે જ દુઃખાવો હતો અને તેની પાસે પગમાં પહેરવા ચપ્પલ પણ નહોતા.આથી,તેને આજે ઈશ્વર પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે વિચાર્યું કે આજે તો હું મંદિરે જઈશ અને ઈશ્વર થી પૂછીશ કે આવો અન્યાય કેમ કરે છે. કોઈને હીરા ઝવેરાત પણ આપે છે અને મને પગ માં એક જોડી ચપ્પલ પણ નહી તારા આવા અન્યાય નો હું કારણ જાણી શકું છું?આમ,તે કલ્પાંત કરી રહ્યો હતો ત્યારે મંદિર નો ઘંટ વાગે છે અને તેનું ધ્યાન બીજી બાજુ જાય છે સામે ઘંટ વગાડનાર માણસ સામે જોયું જેવો તે તેની તરફ જુએ તો જોયું કે તેની પાસે પગ નથી તે ઘંટ તેની ધોડી કે જેને તે પકડીને ચાલતો હતો.તેને જ હાથમાં પકડીને ઘંટ વગાડી રહ્યો હતો અને આ દ્રશ્ય જોતાજ તે ઈશ્વર પાસેથી ક્ષમા માંગવા લાગે છે.કહેવા લાગ્યો હે ઈશ્વર મને માફ કરી દે.તું ક્યારેય અન્યાય નથી કરતો મારી પાસે ફકત પહેરવા માટે ચપ્પલ નથી પણ પેલા માણસ પાસે તો પગ જ નથી.મને તારા થી કોઈજ ફરિયાદ નથી.તે તો મને ઘણું બધું આપ્યું છે.તારો ખૂબ ખૂબ આભાર."


આ વાર્તા સાંભળ્યા બાદ ડો. અશ્વિને તેના પિતાને
ક્યારેય પ્રશ્ન ન કર્યો કે,આપણી પાસે આ કેમ નથી કે પેલું કેમ નથી.જ્યારે તેમને કોઈ વસ્તુ ઊણપ વર્તાય તો તેઓ હંમેશા નીચું જોતા વિચારતા કે મારી પાસે તો હજુ સારું ઘર તો છે ઘણા લોકો પાસે તો રહેવા માટે ઘર પણ નથી.આ રીતે વિચારસરણી બદલાઈ ગઈ.હવે તેમની મતે ઈશ્વરનું કોઈ પણ સર્જન અયોગ્ય નથી.જ્યાં કાદવ છે ત્યાં કમળ છે.જ્યાં કાંટા છે ત્યાંજ ગુલાબ છે કારણ કે, તે જ તેનું કવચ છે એ કવચ વિના તેનું અસ્તિત્વ શક્ય જ નથી.જ્યાં મુશ્કેલી છે ત્યાંજ મહાનતા છે બાકી બધું તો દુનિયામાં સામાન્ય જ છે.કુદરતે ક્યાં શું મૂકવું એનું મૂલ્યાંકન અને મેનેજમેન્ટ કેવી રીતે કર્યું છે એનું જાજમેન્ન્ટ આપણે કાઢવા બેસીને તો જીવન માણવા લાયક નહી રહે .આથી જ કહ્યું છે કે,

"જો દષ્ટિમાં છે અમી,
તો દુનિયામાં ક્યાં છે કોઈ કમી."


_ મહેક પરવાની