Sapsidi - 20 in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | સાપસીડી... - 20

Featured Books
Categories
Share

સાપસીડી... - 20

સાપસીડી….20…


પ્રતીકને લાગ્યું કે મીતા વચ્ચે છે તો વાંધો નથી. આખી જ ક્રિયા અને કlર્યો ની વૈજ્ઞાનિક અને વ્યવહારુ સમજ મિતાએ તો આપી જ હતી. પણ મહારાજે પણ આપી. વળી પ્રતીક તો શ્રી શ્રી અને બાબા રામદેવનો ભક્ત હતો જ.. તેમના આશ્રમોમાં 15 /20 દિવસ રહી આવેલ અને તાલીમો પણ લઈ આવ્યો હતો.

એટલે પણ એને મહરાજમાં વિશ્વાસ બેસવા માંડ્યો હતો .


આ બધા ક્રિયા કાંડ અને મંત્ર તંત્ર રાજકારણ ના મેનેજમેન્ટના જ પાઠ છે .એમ હવે તે માનવા લાગ્યો હતો.


એણે સાંભળ્યું તો હતું જ કે બ્રહ્માકુમારી જેનું અlબુમાં મુખ્યમથક છે અને

દુનિયાના અનેક દેશોમાં તેના સેન્ટરો છે તેમl સ્ત્રીઓને. કુંવરl રહેવા અને બ્રહ્મચારી રહેવાના પાઠ ભણાવાય છે.

કુંવારી કન્યાઓને બહુ જ મહંત્વ આપવામાં આવે છે. એનું સંચાલન જ બેનો ના હાથમાં છે તેમ કહીએ તો ચાલે. આ બધી સ્ત્રીઓ બ્રહ્મચારી અને અપરણિત છે.


તેના મુખીયા ને એઓ સો બ્રહ્મlના અવતાર માને છે. બ્રહ્મા બાબા તરીકે ઓળખાતા આ ગુરુ બહુ ચમત્કારી મનાય છે. આમ તો 1970 પૂર્વે જ તેઓ એ સમાધિ લઈ લીધી હતી 90 ની ઉંમરે ..પણ હજુ જીવંત હોવાનું અને અનુભૂતિ આપતા હોવાનું તેમના શિષ્યો મlને છે .


પ્રતીક એના આશ્રમમાં માં આબુમાં પ્રોફેશનલ માટે નો ખાસ કોર્સ કરી આવ્યો હતો .સંચાલન અને વ્યવસ્થા ,સ્વચ્છતા વગેરે માં તો આ લોકોની વાત જ ન પૂછો.એ વન હતા. ઇનડિયા

પાર્ટીને તેના નેતાઓ ઉપર આ દીદીઓના ચાર હાથ હતા. આ લોકો પણ ઇચ્છતા હતા કે હવે પાર્ટી સતા પર આવે. ગુજરાતની સતા ટકાવી રાખવા માટે જરૂરી તમામ પ્રકારની સાધના થતી રહેતી

હતી.


દસ વરસ પહેલાં પ્રતીક આચાર્ય રજનીશ અને પાછળથી ઓળખાયl તે ઓશોના આશ્રમમાં પણ જઈ આવ્યો હતો .એની સાધનાનો કોર્સ પણ તેણે કર્યો હતો. .


જો કે ઓશો તો મળ્યા નહોતા.ત્યારેજ સાંભળેલ કે હવે ગમે ત્યારે સમાધી લેશે

આમ પણ તબિયત સારી નહોતી. તેમનું અમેરિકા મિશન ફેલ થયું અને ત્યાંની સુપ્રિમકોર્ટૅ દેશ છોડવાનો આદેશ કર્યો પછી બીમાર જ થઇ ગયેલા. યુરોપ, જાપાન વગેરે દેશોમાં ફર્યા પણ કોઈ દેશમાં સ્થિર ન થઇ શકતા આખરે પુના આશ્રમમાં જ પરત ફરવું પડેલ.

શરૂથી જ ઓશો વિવાદમાં રહેલા અને તેમના અનુયાયીઓ અને આશ્રમ પણ વિવાદમાં જ રહ્યો છે. પેસા અને પાવરના ઝઘડા તો હતlજ ...પહેલા એમના ખાસ શરુઆતના મા યોગલક્ષ્મી જે મા શીલા આવતા જ સાઈડમાં ધકેલાયl .પછી તો ગંભીરતાથી બીમાર પડી જતા નિવૃત થયા .મા શીલા પણ પેસા ને સંપત્તિ ના વિવાદમાં આવ્યા હતા.બીજા વિવાદો પણ થતા એમને પણ આશ્રમ છોડવો પડ્યો.


ઓશોના અનુયાયીઓ ના પેસા ને ડ્રગ્સના વિવાદો તો પુષ્કળ હતા .સાથે સાથે તાંત્રિક પ્રયોગો પણ ખૂબ થતા હતા. તેમાં પણ જન્મ અપાવવાની અને ગમેં તેને મારવાની વિધિઓ પણ ખૂબ ચાલતી ..

ન ગમતા ને મારી નાંખતા….જાણે કે કુદરતી મોત ને જ પામ્યા હોય તેમ હાર્ટ ફેલ કે હેમરેજ કે પછી કેન્સર થઈ જતા.આ બધા પ્રકાર આવા મોત માટે જાણીતા છે. અચાનક મૃત્યુ મોટા ભાગે આવી વિધિઓનું પરિણામ હોય છે. તેમાં કોઈ ને કોઈ મૃતાત્મા પણ લઈ જતા હોય છે.


સામે બીજા ને નવો જન્મ અપાવવાની તંત્ર વિધિઓમાં તેમના ઘણાં અનુયાયીઓ પાવધરા હતા. ખાસ કરીને વિદેશીઓ..

બોદ્ધ અને ઈસાઈ વિધિઓ પણ પુષ્કળ થતી .કારણ ઘણા તે ધર્મના પણ હતા. સાથે સાથે જેન અને હિન્દૂ તેમજ 0ઓશોની પોતાની સાધનાઓ તો ખરી જ.


….આખો જ આશ્રમ ને અનુયાયીઓ આવી જાત જાતની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હોવાના કારણે વિવાદો સતત ચાલતા રહેલl..આના કારણે જ હવે ઓશો ના અનુયાયીઓની સંખ્યા ઘટી ગઈ છે તેમજ ઘણાં આશ્રમો પણ બંધ થઈ રહ્યા છે.

આવા તો બીજા ઘણા ૠષિ ઓના ને બાબાઓના આશ્રમો બંધ થઈ ગયા છે કે થઇ રહ્યા છે.


ખાસ કરીને બાબા કે ગુરૂ જીવિત ન હોય અને તેમનો અનુગામી ખાસ પ્રભાવી ન હોય તો પછી આ ફિલ્ડમાં અને માર્કેટમાં ટકવું મુશ્કેલ છે.


જો કે ઘણાં માં ઊંધું પણ થાય છે.જેમકે દાદા ભગવાનના એટલl ભક્તો પણ નહોતા કે નહોતા આશ્રમો જ્યારે તે હયાત હતા પણ એમના જ અનુગામી દિપક ભાઈની વાણી અને પ્રભાવના કારણે આજે અનેક સેન્ટરો ઠેર ઠેર થયા છે તો મંદિરો પણ ભવ્ય ઉભા કર્યા છે. મોટું સામ્રાજ્ય ઉભું થયું છે.


બ્રહ્માકુમારી માં પણ શિવાની દીદી તેમજ જાનકી દીદી કે જહાનવી દીદીના પ્રભાવ વાણી અને સંચાલને બહુ મોટું આંતરાષ્ટ્રીય સેન્ટર બની ગયું છે..

આવુ તો ઘણા ગુરુ ઓ અને આશ્રમોમાં જોવા મળશે.

સ્વામિનારાયણ માં પણ આવી જ

પ્રગતિ દેખાય છે.


પ્રતીક ને જો કે આમાંથી કોઈ ખાસ ન ફાવ્યા. જેટલા શ્રી શ્રી ના અને રામદેવબાબા ના યોગ અનુસરવા જેવા લાગ્યા તેટલા બીજા કોઈ ન જણાયા. તેમાં તેનો વધુ રસ પણ ટક્યો નહોતો.

પ્રતિક એ જાણવા આતુર હતો કે

પાર્ટીના બીજા કોણ કોણ આ મહારાજમાં વિશ્વાસ ધરાવે છે.

જો કે આ જાણવું કે કોઈને પૂછવું બરોબર ન લાગ્યું .


મીતા જેટલું કહે તેજ સાચું.

અને મિતાની શરત મુખ્ય હતી કે

મહારાજ પાસે આ પ્રકારના કlમ માટે મિતાની પરવાનગી વગર કોઈને મોકલવા નહિ. પાર્ટી પૂરતી તો તે ચોક્કસ જ હતી.

વળી મહારાજ મોટા સાહેબ ના પણ વિશ્વાસુ અને એમનું કામ પણ કરે એટલે પણ મૌન રહેવામાં જ પ્રતિકને યોગ્ય લાગ્યું.


આવા કlમો મહદ અંશે ખાનગી હોય છે, અને ખાનગી જ રખાય છે. વળી પેસlની મોટી લેવડદેવડ પણ હોય .

એટલે પણ કામ one to one જ રહે એ ઈચ્છનીય છે.

વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષની વાર હતી એટલે પ્રતીકને પોતાની પરફોર્મન્સ પર ધ્યાન આપવું જરૂરી લાગ્યું. વિદુરભાઈની સાથે ચર્ચા કરી પછી ખાસ એજન્ડા નક્કી કરી નાંખવો .

તેમજ એક વરસ માં કામો કરી પર્ફોમન્સ હાઇકમાન્ડ પાસે મૂકવું તે વધુ યોગ્ય રહેશે.

રેર બુક ની લાયબ્રેરીઓનું કામ ચાલી રહ્યું હતું જોર શોરથી …. અને સંસ્કાર કેન્દ્રમાં જે મુખ્ય લાયબ્રેરી ચાલુ કરવાની હતી ,તે છ માસ પૂર્વે જ ચાલુ થઈ જાય તેમ હતી. એ સિવાયના બીજા પ્રોજેક્ટો માટે વિદુરભાઈ સાથે વાત કરવી જરૂરી હતી. એનું મુખ્ય કામ તો રોડ અને બીજા બિલ્ડિંગના પ્રોજેક્ટો નું હતું .સ્ટે કમિટીમાં મેમ્બર હોવાના નાતે તે બીજl

અનેક કામો ઉપાડી શકતો. .


પાર્ટી ની કાર્ય પદ્ધતિ પ્રમાણે એના ભાગે ઘણા બીજા કામો પણ આવી જ જતા અને આ બધા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પાર પડવા એ એનો શોખ બની ગયો હતો.

એને મુખ્ય રસ હતો શહેરને સ્વચ્છ બનાવવામાં ...એ માટે જો કે એક અલગ સમિતિ નિમાઈ હતી પણ સ્ટે ના સભ્યનl નાતે પ્રતિક કોઈ ને કોઈ સૂચનો મોકલ્યા કરતો….


કઈક વહીવટ એનો આમાં ચાલતો જ રહેતો શરૂઆતથી જ ..એ જ્યારે ચુંટlયો નહોતો ત્યારે પણ રસ્તા અને પાણી તેમજ સ્વચ્છતા ના કોઈ ને કોઈ કlમો તેના દ્વારા થયા કરતા.

આમાં તેના લોકો ને વિસ્તારની માંગો પણ રહેતી. વિદુર ભાઈએ રવિવારે બેઠક ને મિટિંગની વાત કરી તે પ્રમાણે પ્રતીક પહોંચી ગયો .


ચl પીતા પીતા બને એ કેટલીક ચર્ચાઓ કરી. ક્યાંક વિસ્તારથી તો ક્યાંક ટૂંકમાં વાતો થઈ .પાર્ટી અને સેવક સમાજનો એજન્ડા સમજી એના પર કામ થાય તો સારું અને એને જ પ્રાથમિકતા આપવી એમ નક્કી કર્યું.