The first of love - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | પ્રેમની પહેલી - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમની પહેલી - 2


કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર કેમ નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે છે અને બીજું કોઈ એમને ખુદ! આ ચારેય ઘટનાની પહેલી ઘટના યાદ કરતા રાજેશ કોલેજ કેમ્પસમાં એના પ્યાર સ્નેહલને પ્રપોઝ કરે છે પણ એ તો એને કહી જ દે છે કે એ તો વિરલ ને લવ કરે છે, જોકે સ્નેહલ ને ખુદ ખબર છે કે વિરલે તો બધા વચ્ચે પ્રજ્ઞાને પ્રપોઝ કરી છે તો પણ એ તો એને જ લવ કરશે એમ! "જલેબી તો પ્રજ્ઞાની ફેવરીટ છે" એવું જ્યારે પ્રજ્ઞાને વિરલ કરે છે તો પ્રજ્ઞા ને તો આ શબ્દો ખુદ રાજેશના મોઢેથી સાંભળવા હોય છે. કેમ કે એકવાર પ્રજ્ઞા રાજેશ ને કહી જ દેવા માંગતી હોય છે કે પોતે એને કેટલો બધો પ્યાર કરે છે પણ એ કઈ કહે એ પહેલાં જ રાજેશ ખુદ સ્નેહલ ને પ્યાર કરે છે એમ એને કહી દે છે. પ્રજ્ઞા એના દિલની વાત એના દિલના જ કોઈ ખૂણે દફનાવી દે છે. વાત બદલતા એને ફિલ્મ જોવા માટે એ રજૂઆત કરે છે. કોલેજમાં થનાર ધમકાથી હજી પ્રજ્ઞા અજાણ હતી.

હવે આગળ: "આઇ લવ યુ, પ્રજ્ઞા! આઇ લવ યુ!" વિરલ એ એક ગુલાબ સાથે પ્રજ્ઞા ને કહ્યું. એ લોકો એકલા નહોતા, આખું ક્લાસ એમને જ જોતું હતું!

"એકસક્યુઝ મી! આઇ લવસમવન એલઝ!" એને કહ્યું અને વીરલના હાથમાં રોઝ એમને એમ જ રહી ગયું!

"તો શું થઈ ગયું, પ્રજ્ઞા મને નહિ લવ કરતી! હું તો એને લવ કરું જ છું ને!" એક ફ્રેન્ડ ને વિરલ જવાબ આપી રહ્યો હતો.

એ જ કોલેજ કેમ્પસ માં થોડી વાર પછી સ્નેહલ અને રાજેશ નો આ સંવાદ ગુંજી રહ્યો હતો -

"જો સ્નેહલ, તું ગમે તે કેમ ના કરી લે પણ... પણ વિરલ તને લવ નહિ કરે!" રાજેશ સ્નેહલ કોલેજના કેમ્પસમાં કહી રહ્યો હતો.

"જો રાજેશ... હું જાણું છું... મને ખબર છે કે વિરલ એ પ્રજ્ઞા ને બધા વચ્ચે પ્રપોઝ કરી છે... મને ખબર છે કે વિરલ તો... વિરલ તો પ્રજ્ઞાને પ્યાર કરે છે, પણ તેમ છત્તા હું એણે જ લવ કરીશ!" સ્નેહલ એ કહી જ દીધું.

"આ તો તું મારો ફ્રેન્ડ છું એટલે... જો તારી જગ્યા એ બીજું કોઈ હોત તો ક્યારનો રિશ્તો તોડી જ નાંખ્યો હોત!" સ્નેહલ ના અવાજમાં ગુસ્સો હતો.

"જો યાર, ..." રાજેશ આગળ કંઇ બોલે એ પહેલાં જ સ્નેહલ એ કહી દીધું - "લીસન, હું કઈ જ સાંભળવા નહિ માંગતી! કઈ પણ નહિ!"

"બીજું કંઈક જોઈએ છે?!" એક વેટર આવ્યો તો જાણે કે બધા ઊંઘ માથી ઉઠયા!

"અરે! બધું જ તો આવી ગયું... કઈ જ નહિ જોઈતું!" વિરલ એ કહ્યું.

"કઈ જોઈએ તો કહેજો!" વેટરે કહ્યું અને એમને ડિસ્ટર્બ કર્યા વિના ચાલ્યો ગયો.

"એક વાત કહું?!" રાજેશે પરમિશન લેવા પૂછ્યું.

"હા..." બાકીનાં ત્રણેય એક સાથે જ બોલી ગયા.

"એક બહુ જ અગત્યની વાત કહેવી છે... જે આપને ચારેયની લાઈફને પૂરી રીતે બદલી નાંખે એવી છે!" રાજેશે કહ્યું.

"ઓહ એવું!" વિરલ એ કહ્યું.

"ઓહો!" સ્નેહલ એ પણ કહ્યું.

પ્રજ્ઞા જાણે કે ભાવશૂન્ય હતી! એક એ જ તો હતી જેને હજી સુધી એના પ્યારને પ્રપોઝ જ નહોતો કર્યો! અથવા તો એવું કહેવું જોઈએ કે પ્રપોઝ કરવા જ નહોતું મળ્યું! એની પાસે એવું કઈ હતું જ નહિ જે એ ગુમાવી શકે!

"કઈ વાત છે?! બોલ ને!" સ્નેહલ એ કહ્યું.

"એટલે એવું છે ને કે... વિરલ તો પ્રજ્ઞા ને લવ કરે જ છે! એ તો આખાય કલાસને ખબર છે જ પણ વિરલ ને સ્નેહલ પ્યાર કરે છે!" રાજેશે થોડી હિંમત કરીને કહી જ દીધું!

"વોટ!" વિરલ ના મોં માંથી નીકળી જ ગયું! એ પોતે સનહેલ ને એની બેસ્ટ ફ્રેન્ડ માનતો હતો!

"હા... વિરલ, હું તને પ્યાર કરું છું!" સ્નેહલ એ પણ કહી જ દીધું!

"હા... પણ તો તને કોણ લવ કરે છે?!" વિરલ એ થોડું સ્વસ્થ થતાં પૂછ્યું.

"રાજેશ..." સ્નેહલ એ સામે ઈશારો કરી દિધો.

"એ જાણીને પણ કે કોઈ તને પ્યાર કરે છે... તું મને પ્યાર કરું છું!" વિરલ એ કહ્યું.

"હા... આ પ્યાર મારો છે... બસ આના પર મારો હક છે! આ દિલમાં બસ તું જ છું અને તું જ રહીશ!" સ્નેહલ એ કહ્યું.

"જો તું મને ગમે એટલો લવ કરી લે પણ હું તો પ્રજ્ઞાને જ મારા દિલમાં રાખીશ!" વિરલ કહી રહ્યો હતો.

"અરે! પણ હું તો સ્નેહલ ને પ્યાર કરતો હતો!" રાજેશે ધમાકો કર્યો!

"શું મતલબ?!" પ્રજ્ઞા એ લગભગ ધ્રુજતા જ પૂછ્યું!

વધુ આવતા અંકે...

ભાગ 3(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "યાદ કર એ રાત... જ્યારે આપણે રાતના શોમાં ફિલ્મ જોવા ગયા હતા. તું તો મારા ખભા પર માથું મૂકીને ઊંઘી ગઈ હતી. જ્યારે હું ઘરે તને મૂકવા કારમાં આવેલો ત્યારે રસ્તામાં તે મને કહેલું કે "ના... રાજેશ! તું સ્નેહલ ને પ્યાર ના કર! હું તને પ્યાર કરું છું! પ્લીઝ તું મને પ્યાર કર!" તું તો ઊંઘમાં કહી રહી હતી પણ એ બધું સાચ્ચું હતું! કેમ કે આપને બંને પણ તો બહુ ક્લોઝ છીએ!" રાજેશે કહ્યું તો બધા સમજી ગયા!