Pollen 2.0 - 26 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 26

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પરાગિની 2.0 - 26

પરાગિની ૨.૦ - ૨૬



પરાગે જે વ્યક્તિને કામ સોંપ્યુ હોય છે પરિતાની તપાસ કરવા માટેનુ.. તે વ્યક્તિ પરાગની કેબિનમાં આવે છે. પરાગ તેમને મિ. ગજ્જર કહી આવકારે છે અને બેસવા કહે છે.

પરાગ મિ. ગજ્જરને પૂછે છે, શું તમે જે માહિતી લાવ્યા છે તે એકદમ ચોક્કસ છે?

મિ. ગજ્જર- હા, સર... મેં બધી તપાસ કરાવી.... આ છોકરી પરિતા બહુ મોટી ચોર છે. તેનું કામ આજ છે લોકો પાસેથી પૈસા પડાવવાના...! તમે એને પૈસા તો નથી આપ્યાને?

પરાગ- ના... મને એના પર શક તો હતો કે કંઈ ગરબડ છે પણ એને મારી મમ્મી વિશે આટલું બધુ ક્યાંથી જાણે છે?

મિ. ગજ્જર- એ લોકોનું કામ જ એ હોય છે મિ. શાહ... પહેલા ફેમીલી વિશે બધી માહિતી ભેગી કરે છે અને પછી પૈસા પડાવે છે... અને હા... પરિતા એકલી નથી આ કામ કોઈ બીજુ પણ છે જે સાથ આપે છે એને... તો શું તમે પોલિસમાં ફરિયાદ નોંધાવશો?

પરાગ- ના, હમણા નહીં... એ છોકરી પાસે મારી મમ્મી છે.... અને એ જ મારી મમ્મી સુધી મને લઈ જઈ શકે એમ છે...


રિની તેના પાસે ઓફિસમાં એકાઉનટન્ટ પાસે જઈને માંગે છે... એકાઉનટન્ટ થોડી વારમાં આપવાનું કહે છે.

પરિતા ઘરે જઈને તેની બેગ પેક કરતી હોય છે અને સાથે કોઈ સાથે વાત કરતી હોય છે કે રિની મને જરૂર પૈસા આપશે... મેં એની સામે રડવાનું બહુ જ મસ્ત નાટક કર્યુ હતુ અને એને મારી પર વિશ્વાસ પણ આવી ગયો છે...


આ બાજુ રિનીને પૈસા મળી જાય છે... પરિતાએ રિની પાસે એક લાખ માંગ્યા હોય છે પરંતુ રિની તેને પચાસ હજાર આપવાનું નક્કી કરે છે. રિની પૈસા લઈ પરિતાના ઘરે જાય છે. રિનીને જોઈ પરિતા ખુશ થઈ જાય છે કે તેના પૈસા આવી ગયા છે એમ... રિની તેને પૈસા આપીને કહે છે, કંઈ પણ જરૂર હોય તો કહેજે... હુ અને તારા ભાઈ હંમેશા તારી સાથે હોઈશુ...!

પરિતા થેન્ક યુ ભાભી કહી રિનીને ગળે લાગે છે.

રિનીને નથી ખબર કે પરિતા તેને ઉલ્લુ બનાવી રહી છે અને જૂઠ્ઠું બોલી પૈસા પડાવી રહી છે...

જો પરાગે પહેલેથી રિનીને બધી વાત કહી દીધી હોત તો કદાચ આટલા પૈસા પણ બચી જાત...!


ઓફિસમાં એકાઉનટન્ટ બીજા પચાસ હજાર પરાગને આપવા જાય છે અને કહે છે, મેમ એ પૈસા માંગ્યા હતા..

પરાગ- હા, મને ખબર છે...

એકાઉનટન્ટ- હા, પણ તેઓ લાખ રૂપિયામાંથી પચાસ હજાર જ લઈ ગયા છે અને બીજા પછી કહ્યા હતા... તો આ બીજા પચાસ હજાર છે...

પરાગ- મને આપી દો...

પરાગ વિચારે છે કે રિની આટલા બધા રૂપિયાનું શુ કરવાની હશે? બસ રિની કંઈ ઊંધુ ના કરતી...!

પરાગ પૈસા ઠેકાણે મૂકી રિનીને ઓફિસમાં શોધવા નીકળે છે... સિયાને પૂછે છે પણ તેને નથી ખબર હોતી... જૈનિકાની કેબિનમાં જાય છે.. રિની ત્યાં પણ નથી હોતી.. પરંતુ જૈનિકા પરાગને રોકીને નવી ડિઝાઈન્સ બતાવે છે અને કહે છે, આ ડિઝાઈન્સ જોઈ લે.. જો તને ગમે તો પ્રોડક્શન ચાલુ કરાવી દઈએ...!

પરાગ- ડિઝાઈન્સ તો બહુ જ મસ્ત છેને?

જૈનિકા- મને પણ બહુ જ ગમી છે ડિઝાઈન્સ... બસ તારા અપ્રપવલની રાહ જોઉં છું...

પરાગ- જૈનિકા તારો ટેસ્ટ બદલાતો જાય છે.. આ વખતે આટલી જોરદાર ડિઝઈન્સ કેમની બનાવી?

જૈનિકા- મેં નહીં તારી વાઈફએ બનાવી છે.... છે ને જોરદાર? તારી તો લાગી પડી છે હા... વાઈફ પણ જોરદાર અને એનું કામ પણ...

પરાગ- હા, એતો છે જ કે મારી વાઈફ જોરદાર છે... અને એનુ કામ પણ... બસ અમુક વખત ગરબડ કરી દે છે...

જૈનિકા- એતો બધા જ કરે....

પરાગ- રિનીને જોઈ તે ક્યાં છે?

જૈનિકા- ના, મને બસ આ ડિઝાઈન્સ આપીને જતી રહી હતી...

પરાગ રિનીને ફોન કરે છે પરંતુ રિની પરિતા સાથે હોવાથી ફોન નથી ઉપાડતી... પરિતા તેનું બેગ લઈ બહાર આવે છે... રિની પરિતાને પૂછે છે, ક્યા જાય છે?

પરિતા- પહેલા બેંકમાં જઈશ પૈસા જમા કરાવવા અને મારી એક દોસ્તનું એક્સિડન્ટ થયો છે તે તેને મારી જરૂર છે.. કાલે હું પાછી આવી જઈશ...

પરિતા ટેક્સીમાં બેસે છે કે પરાગનો ફરી ફોન આવે છે.

રિની ફોન ઉપાડી પરાગ સાથે વાત કરે છે.. પરાગ પૂછે છે, રિની ક્યાં છે તું? ક્યારનો ફોન કરુ છુ...

રિની- કામથી બહાર આવી હતી... તને મળીને બધી વાત કરુ...

પરિતા રિનીને બાય કહે છે... જે પરાગ સાંભળી જાય છે....

પરાગ રિનીને કહે છે, તુ પરિતા સાથે છે?

રિની- હા...

પરાગ- કંઈ કર્યુ નથીને એને તને?

રિની- એ મને શું કરવાની પરાગ?

પરાગ- તો એને મળવા કેમ ગઈ?

રિની- એને પૈસા જોઈતા હતા... તમે એને ના પાડી એટલે મેં આપ્યા...

પરાગ- એને પૈસી નહોતા આપવાના રિની... તે ફ્રોડ છોકરી હતી..

રિની- પરાગ.. એ તમારી બહેન છે એટલે મેં એને પૈસા આપ્યા...

પરિતા ત્યાંથી નીકળી ગઈ હોય છે પણ બહુ દૂર નથી ગઈ હોતી...

પરાગ- એ મારી કોઈ બહેન નથી... પૈસા માટે બધુ નાટક કરતી હતી.... રિની જે ટેક્સીમાં આવી હોય છે તેમાં જ બેસીને ડ્રાઈવરને આગળની ગાડીનો પીછો કરવા કહે છે.

પરાગ રિનીને કહે છે, રિની તું એવું કંઈ ના કરતી.. હું આવુ છુ...

પરાગ ફટાફટ ઓફિસંથી નીકળે છે..

રિની તેનો પીછો કરતી રહે છે... રિનીને પરિતા પર ગુસ્સો આવે છે... અને કહે છે, મને ખોટુ બોલી પૈસા લઈ ગઈ તને તો હું છોડુ નહીં...

પરિતાની ટેક્સી શહેરની બહાર એક હોસ્પિટલ પાસે આવીને ઊભી રહી જાય છે.. પરિતા તેનો સામાન કાઢી ફટાફટ હોસ્પિટલમાં જતી રહે છે.. રિની તેના ટેક્સી ડ્રાઈવરને હોસ્પિટલની આગળ ગાડી ઊભી રાખવાનું કહે છે. રિની ગાડીમાંથી ઉતરે છે કે પરાગનો ફોન આવે છે.. રિની ફોન ઉપાડે છે અને કહે છે, પરિતા જ્યાં ઉતરી ત્યાં પહોંચી ગઈ છું.. તેની પાસે જઈ પૈસા લઈ આવું છું...

પરાગ- ના.. રિની.. તું અંદર ના જતી... પૈસા ગયા ભાડમાં... તું અંદર ના જતી હું બસ પહોંચવા જ આવ્યો છું... એ લોકો બહુ ખતરનાક છે.. ગમે તે કરી શકે છે.. તું મારો વેઈટ કર અને લોકેશન મોકલ જલ્દી...

પરિતા અંદર જઈ પરાગની મમ્મીનાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જનાં પેપર રેડી કરાવે છે અને તે પેશન્ટની રૂમમાં જઈ બધુ પેક કરવા લાગે છે.


રિની બહાર ઊભી ઊભી પોતાને દોષ દેતી હોય છે કે હંમેશા ઊલ્ટા જ કામ કરતી રહું છુ... હે ભગવાન..! પ્લીઝ બધુ ઠીક કરી દો..

એટલામાં પરાગ ત્યાં પહોંચે છે. પરાગ અને રિની બંને હોસ્પિટલમાં અંદર જાય છે. રિસેપ્શન પર જઈ રિની પૂછે છે તે હમણા કઈ પરિતા નામની છોકરી આવી હતી?

રિસેપ્શનીસ્ટ- હા.. આવી હતી.. તેના પેશન્ટને ડિસ્ચાર્જ મળી ગયું છે તે લેવા આવી છે હમણા તેના રૂમમાં જ ગઈ છે.

પરાગ- પેશન્ટની સંબંધી છે એ?

રિસેપ્શનીસ્ટ- હા...

પરાગ- પેશન્ટનું નામ જણાવશો?

રિસેપ્શનીસ્ટ- લીના શાહ...

તેની મમ્મીનું નામ સાંભળી પરાગનું મગજ બહેર મારી જાય છે. પરાગનાં હાવભાવ બદલાય જાય છે. રિની પરાગને જોઈ રહે છે... રિનીને સમજ નથી પડતી કે પરાગને આમ અચાનક શું થઈ ગયુ? રિની પરાગને પૂછે છે પરંતુ પરાગ કંઈ બોલતો નથી... રિસેપ્શનીસ્ટ પરાગને પૂછે છે, જો તમારે મળવું હોય તો રૂમમાં ફોન કરુ...?

પરાગ ના કહે છે ફક્ત રૂમ નંબર પૂછે છે. રિસેપશનીસ્ટ પરાગ ને ૧૦૬ રૂમ નંબર કહે છે.. પરાગ ફટાફટ તે રૂમ તરફ જાય છે. પરિતા પરાગની મમ્મીને લઈને રૂમની બહાર નીકળી ગઈ હોય છે. પરિતા વ્હીલ ચેર પર બેસાડીને લીનાબેનને લઈ જતી હોય છે.. પરાગ તે રૂમ પાસે જઈ ઊભો રહી જાય છે. પરિતા લીફ્ટ પાસે જતી હોય છે કે કોઈ વ્યક્તિ તેને અથડાયને જતું રહે છે જેના લીધે હોસ્પિટલની ફાઈલ, બીજા જરૂરી કાગળીયા.. તેની અને લીનાબેનની બેગ બધુ જ નીચે પડી જાય છે. પરિતી ફટાફટ બધુ ભેગું કરી લે છે અને બોલે છે કે લોકો જોઈને પણ નથી ચાલી શક્તા... પરાગને પરિતાનો અવાજ સંભળાય છે અને પરાગ તે તેરફ જઈને જોઈ છે તો પરિતા જ હોય છે અને વ્હીલ ચેર પર તેની મમ્મી બેઠી હોય છે. લીના બેન પરિતાને જોરથી બૂમ પણ પાડે છે અને બંનેની એટલે કે પરિતા અને લીનાબેનની નજર પરાગ પર અટકી જાય છે. પરાગ પણ તેની મમ્મીને જોતો જ રહે છે.

પરિતા લીનાબેનને કહે છે, ચાલો ઊભા થાઓ... જલ્દી... અહીંથી જવું પડશે...વ્હીલ ચેર પરથી ઊભા થઈ જાઓ...

લીનાબેન અને પરિતા બંને ત્યાંથી સીધા લીફ્ટમાં જતા રહે છે. પરાગને કંઈ ખબર પડે એની પહેલા તો બંને લીફ્ટમાં જતા રહ્યા હોય છે. પરાગ દોડીને લીફ્ટ પાસે આવે છે પરંતુ લીફ્ટનો દરવાજો બંધ થઈ ગયો હોય છે. પરાગ લીફ્ટને છોડી દાદરનો ઉપયોગ કરે છે... તે ફટાફટ નીચે જાય છે.

લીનાબેન પરિતાને પૂછે છે, પરાગ અહીં કેવી રીતે?

પરિતા- મેં તમને કહ્યુ હતુ ને કે તેને બધી ખબર પડી ગઈ છે..! રિનીએ જ કહ્યું હશે તેને..

પરિતા અને લીનાબેન બંને હોસ્પિટલના ઈમરજન્સી દરવાજાથી નીકળી જાય છે... બહાર કેબ બોલાવી જ રાખી હોય છે તેમાં બેસી નીકળી જાય છે. પરાગ કેબ સુધી પહોંચે એ પહેલા કેબ નીકળી ગઈ હોય છે.

રિની રિસેપ્શનીસ્ટને પરિતા વિશે બધુ પૂછે છે જેમાં જાણવા મળે છે કે પરિતા લીનાબેનની પર્સનલ નર્સ છે.

પરાગ રિસેપ્શન પર આવે છે અને રિસેપ્શનીસ્ટને પરિતાનો ફોન નંબર અને એડ્રેસ માંગે છે... રિસેપ્શનીસ્ટ પરાગને ના કહે છે કે અમે કોઈ કર્મચારીની માહિતી ના આપી શકીએ..! સોરી..!

પરાગ ગુસ્સામાં તે રિસેપ્શનીસ્ટને કહે છે, એ છોકરી જોડે જે લેડી છે તે મારી માઁ છે...

આ સાંભળીને રિનીને શોક લાગે છે...




શું પરાગ તેની મમ્મી સુધી પહોંચી શકશે?

રિનીનાં આ કામથી શું ફરી પરાગ અને રિનીનાં લગ્નજીવન પર અસર વર્તાશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૭