sundari chapter 85 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૮૫

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૮૫

પંચ્યાશી

“કાલે પહેલી ટ્વેન્ટી૨૦ મેચ છે ને? એટલે વિચારી રહી હતી કે તમે રમશો કે નહીં? તમને પૂછવું કેવી રીતે? મોબાઈલ પર કોલ પણ ન કરી શકાય કારણકે ઇન્ટરનેશનલ રોમિંગ પર હોવ તમે. મેસેજ કરું અને તમે પ્રેક્ટીસમાં હોવ અને પછી મોડું થઇ જાય તો? બસ... આમ જ વિચારતી હતી.” સુંદરીએ વરુણની ઉત્કંઠા શાંત કરી.

“હા, કાલે મેચ છે અને હમણાંજ ટીમ મિટિંગ પૂરી થઇ. અમે બધાં ડિનર લેવા જતાં હતાં એટલે મને થયું કે એ પહેલાં તમારી સાથે વાત કરી લઉં.” વરુણે વાત આગળ વધારી.

“ઓહો. તમે તો હવે મોટા મોટા અને સ્ટાર ક્રિકેટર્સ સાથે લંચ અને ડિનર લેતા થઇ ગયા હશો હેં ને?” સુંદરીએ હસતાં હસતાં કહ્યું.

“હા, પણ બધાં જ બહુ ફ્રેન્ડલી છે. ક્યારેય પોતે સિનીયર હોય એવું વર્તન મારી સાથે નથી કર્યું. કાયમ બધાં મજાક મસ્તી જ કરતા હોય છે અને જો એ ન ચાલતું હોય તો બધાં પોતપોતાના કાનમાં પ્લગ ભરાવીને મ્યુઝિક સાંભળતા હોય છે. ઓવરઓલ બહુ સારો એક્સપીરીયન્સ છે.” વરુણે જવાબ આપ્યો.

“અરે વાહ! તો કાલની મેચ માટે કેવી તૈયારી કરી છે તમે?” સુંદરીએ પ્રશ્ન કર્યો.

“વેલ! તૈયારી તો પૂરી છે, પણ હું કાલે પ્લેઇંગ ઈલેવનમાં નથી. હમણાં જ ટિમ મિટિંગમાં કાલની ઈલેવન ડિક્લેર કરી કેપ્ટન અને કોચ સરે.” વરુણના સ્વરમાં થોડી નિરાશા હતી.

“અરે? એવું કેવું? તમને ટુરમાં લઇ ગયા છે અને રમાડશે નહીં? આવું ન ચાલે!” સુંદરી થોડી આક્રોશિત થઇ.

“આ બધાં ડિસીઝન્સ પીચ કન્ડીશન્સ અને છેલ્લે જે મેચો રમાઈ એમાં પ્લેયર્સના પરફોર્મન્સ પરથી લેવાતાં હોય છે. લાગે છે મારે ઇન્ડિયા તરફથી રમવા માટે હજી રાહ જોવી પડશે.” વરુણે નિશ્વાસ નાખ્યો.

“હમમ... ના પણ મને ખાતરી છે કે તમે બીજી મેચ ચોક્કસ રમશો. મને એવી લાગણી થઇ રહી છે કે તમે આ સિરીઝના હિરો થઈને પાછા આવશો.” સુંદરીએ વરુણને સધિયારો આપવાની કોશિશ કરી.

“થેન્ક્સ, પણ ઘણીવાર મારા જેવા નવા પ્લેયર્સ આખી ટુર એમનેમ ફરીને અને ખાલી નેટપ્રેક્ટિસ કરીને જ પાછા આવી જતાં હોય છે અને પછીની સિરીઝમાં સિલેક્ટ નથી થતાં અને છેવટે ભુલાઈ જાય છે.” વરુણ પોતે આવતીકાલની મેચમાં નથી રમવાનો એ હકીકત જાણીને ખરેખર ખૂબ નિરાશ હોય એવું લાગી રહ્યું હતું.

“ઘણીવારને? કાયમ તો નહીંજ ને? હવે હું શ્યોર છું વરુણ કે તમે આ સિરીઝમાં બહુ ઈમ્પોર્ટન્ટ પરફોર્મન્સ કરશો, બસ હિંમત ન હારતાં.” સુંદરીના સ્વરમાં હકારાત્મકતા ભારોભાર ભરેલી હતી.

“તમે આટલું કહી દીધું એટલે હું પણ એકદમ પોઝીટીવ ફિલ કરી રહ્યો છું... સું...” વરુણ ત્યાં જ અટકી ગયો.

“મારું નામ બોલો વરુણ, આમ અચકાવ નહીં.” સુંદરીએ વરુણને હિંમત આપવાની કોશિશ કરી.

“તમે મારી સાથે છો ને સુંદરી? બસ પછી મને કોઈજ વાંધો નહીં આવે.” વરુણનો સૂર મજબૂત લાગ્યો.

“હું તમારી સાથેજ છું. બસ આત્મવિશ્વાસ ન ગુમાવતાં અને ભગવાન પર શ્રદ્ધા રાખજો.” સુંદરીએ વરુણને વધુ મજબુતી આપી.

“ચોક્કસ. હવે મારી રહીસહી નિરાશા પણ ચાલી ગઈ.” વરુણ હવે ઉત્સાહમાં આવ્યો.

“બસ, તો હવે બીજી મેચની રાહ જોઇશ.” સુંદરીએ કહ્યું.

“બીજી કેમ?” વરુણને આશ્ચર્ય થયું.

“કારણકે તમે કાલની મેચ તો નથી રમવાના, એટલે જોઇને શું ફાયદો? એટલે બીજી મેચ.” સુંદરીએ સ્પષ્ટતા કરી.

“મેં શું કહ્યું? હું પ્લેયિંગ ઈલેવનમાં નથી, પણ હું ટ્વેલ્થ મેન તો છું ને? બારમો ખેલાડી, એટલે કેમેરો જ્યારે પણ ડગઆઉટમાં ફરશે ત્યારે કે પછી કોઈ પ્લેયરની જગ્યાએ ફિલ્ડીંગ ભરતો જરૂર જોઈ શકશો.” વરુણ હસી રહ્યો હતો.

“અરે વાહ! તો તો હું ચોક્કસ જોઇશ, અને...” સુંદરી આટલું બોલી કે ત્યાંજ

“સુંદરી... નીચે આવતો...” નીચેથી પ્રમોદરાયનો અવાજ આવ્યો.

“સોરી વરુણ! પપ્પા બોલાવે છે, મારે જવું પડશે. અને તમારે પણ ઇન્ટરનેશનલ કૉલ છે... પછી વાત કરીશું. કૉલ કરજો તમે મને ગમે ત્યારે હું રિસીવ કરીશ.” સુંદરીએ વરુણને પરિસ્થતિ સમજાવી.

“કેમ નહીં. હું તમને રેગ્યુલર કૉલ્સ અને મેસેજીસ કરીશ.” વરુણ સુંદરીની વાત બરોબર સમજી ગયો.

“થેન્ક્સ. સી યુ ધેન! બાય એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ યુ એન્ડ આપણી ટિમ ઇન્ડિયા!” સુંદરીએ હસીને વરુણને શુભેચ્છાઓ આપી.

“થેન્ક્સ... બાય! વરુણે પણ ઉમળકાથી જવાબ આપ્યો.

સુંદરીએ કૉલ કટ કર્યો અને હાથમાં જ પોતાનો સેલફોન લઈને પોતાના રૂમની બહાર આવી અને વરુણ સાથે ફોન પર બે ઘડી પહેલાં જ થયેલી વાતો યાદ કરતાં અને સ્મિત કરતાં દાદરો ઉતરવા લાગી અને જેવો તે અડધો દાદરો ઉતરી કે તેની નજર બેઠકમાં પ્રમોદરાય સામે બેસેલા જયરાજ પર પડી અને સુંદરીનું સ્મિત ગુસ્સામાં પરિવર્તિત થવા લાગ્યું. જયરાજની બાજુમાં કોઈ સ્ત્રી પણ બેઠી હતી અને એ બંને પ્રમોદરાય સાથે ચર્ચા કરી રહ્યા હતા. સુંદરીને રાત્રે દસ વાગ્યે જયરાજનું અહીં આવવું સમજાયું નહીં, પણ હવે તેનો સામનો કર્યા વગર તેની પાસે બીજો કોઈ ઉપાય પણ ન હતો.

“આવ... અમે તારી જ રાહ જોઈ રહ્યાં હતાં. બેસ.” સુંદરી પર નજર પડતાં જ પ્રમોદરાય બોલી પડ્યાં.

“સર તમે? અત્યારે?” સુંદરીએ માંડમાંડ પોતાનો ગુસ્સો દબાવ્યો જે તેને જયરાજને આ સમયે પોતાને ઘેર આવેલો જોઇને આવી ગયો હતો.

સુંદરી જયરાજની સાથે આવેલી અજાણી સ્ત્રીનું સન્માન રાખીને પોતાના ગુસ્સા પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી.

“આ માલિનીબેન છે, જયરાજના મોટા સિસ્ટર.” સુંદરીના વચ્ચેના સોફા પર બેસવાની સાથેજ પ્રમોદરાયે પેલી અજાણી સ્ત્રીની ઓળખાણ કરાવી.

સુંદરીએ કૃત્રિમ સ્મિત સાથે માલિનીબેન સામે પોતાના બંને હાથ જોડ્યા.

“પ્રમોદભાઈ, મારા ભાઈએ વાત કરી હતી તેનાથી પણ વધુ સુંદર છે હોં મારી ભાભી.” સુંદરીનું રૂપ જોઇને જ અવાક્ થઇ ગયેલા માલિનીબેનથી બોલી પડાયું.

“એક મિનીટ... ભાભી? વ્હોટ ડુ યુ મીન?” સુંદરીએ અત્યારસુધી કાબુમાં રાખેલો ગુસ્સો હવે ફાટી પડવાની અણીએ આવી ગયો.

“જયરાજ અને માલિનીબેન તારું અને જયરાજનું નક્કી કરવા આવ્યા છે! આજે બસ ગોળધાણા કરી લઈએ પછી સગાઈ નક્કી કરી દઈએ આવતા અઠવાડિયે.” પ્રમોદરાય શાંતિથી બોલ્યા.

“પપ્પા? મેં તમને પહેલાં પણ ના પાડી છે ને કે મારા લગ્નની બાબતે વચ્ચે ન આવો તો સારું? અને સીધા ગોળધાણા જ? આમનું તો મગજ બહેર મારી ગયું છે પણ તમે પણ? મારી લાગણી જાણવા છતાં અને મારી મંજૂરી લીધા વગરજ બધું નક્કી કરી લીધું તમે?” સુંદરીથી મોટા અવાજમાં બોલાઈ ગયું.

“મેં પણ તને પહેલાં જ કહ્યું હતું કે જયરાજ જેવો પતિ તને નહીં મળે અને હું હવે કેટલા વર્ષ જીવીશ? મારી પાછળ તારું કોણ છે? તારો ભાઈ તો ખાડે ગયો છે. એનાં પોતાના કોઈ ઠેકાણાં નથી તો તને કેમ સાચવશે? અને તારી પણ ઉંમર થતી જાય છે.” પ્રમોદરાય પણ ભડક્યા.

“કેવા પિતા છો તમે? કોઈ વિકલ્પ ન મળે એટલે દિકરીનું જીવન બરબાદ કરી દઈને દુનિયામાંથી વિદાય લઇ લેવાની? અત્યારસુધી હું તમે પિતા છો એટલે તમારું સન્માન જાળવતી હતી પણ હવે નહીં. હું આ જયરાજ સાથે તો કોઈ કાળે લગ્ન નહીં કરું, ભલે કુંવારી મરીશ, પણ આ તો નહીં જ.” સુંદરીનો ગૌરવર્ણ ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો અને કપાળની નસો જાણેકે તેનાં લમણાંમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હોય એવું લાગતું હતું.

“બસ! પતી ગયું. મને હતું જ. જ્યારથી તું તારા આવારા ભાઈને મળી છે, મને ત્યારથી જ ડર હતો કે તું પિતાનું સન્માન નેવે મુકીશ. આ ઘરની આબરુને તું જરૂર માટીમાં મેળવી દઈશ. તારો બાપ છું દુશ્મન નથી કે તારી જિંદગી બરબાદ કરવાનો વિચાર પણ કરું. પણ બાપ તો હંમેશા ખોટો જ હોય ને? તારા એ નપાવટ ભાઈએ જ તને આ બધું શીખવ્યું છે.” પ્રમોદરાય પણ ઊંચા સૂરે બોલી પડ્યા.

“તમે બંને શાંતિ રાખો. આપણે શાંતિથી ડિસ્કસ કરીએ છીએને?” જયરાજે બરફ જેવી ઠંડકથી કહ્યું.

“બાપ-દીકરીની મેટરમાં તમે વચ્ચે ન આવો અને મહેરબાની કરીને આ જ મિનિટે અહીંથી ચાલી જાવ નહીં તો મારાથી કશુંક ન થવાનું થઇ બેસશે.” સુંદરીએ જોરથી અને અવાજ આવે એ રીતે જયરાજ અને માલિની સામે પોતાના બંને હાથ જોડ્યાં.

“ધ્યાન રાખજે સુંદરી. સોમવારથી કૉલેજ ફરીથી ચાલુ થાય છે, અને ત્યાં તારે મારા જ ઓર્ડર્સ ફોલો કરવાના છે. એઝ યોર હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ હું તારી લાઈફ બરબાદ કરી શકું એમ છું. બહેનને તો એટલા માટે ભેગી લાવ્યો હતો કે મેં અને પ્રમોદસરે આજે આપણા સબંધની શુભ શરૂઆત થાય એમ નક્કી કર્યું હતું. બાકી તને બરબાદ કરવા માટે મારે કોઈની પણ જરૂર નથી એટલું યાદ રાખજે.” હવે જયરાજ પણ ગુસ્સામાં આવી ગયો.

“ભાઈના રવાડે ચડીને પાગલ ન થા સુંદરી, લગ્ન તો નહીં થાય પણ તારી કેરિયર બરબાદ થઇ જશે. હા પાડી દે.” પ્રમોદરાય પોતાની જગ્યા પરથી ઉભા થઇ ગયા.

“પ્રમોદ સર આ તમારા દીકરાના રવાડે નથી ચડી, આ કોઈ બીજું જ છે જે એની પાસે આ બધું બોલાવે છે. બાકી તમારી રાંક જેવી છોકરીમાં આટલી હિંમત ક્યાંથી આવે? મને ખબર છે કે આ કોના ખીલે બંધાઈને આટલું કુદી રહી છે. તમારી દિકરીનું કોઈ સાથે ચક્કર ચાલે છે સર, નહીં તો આટલી હદે એ મર્યાદા ન જ ઓળંગે.” હવે જયરાજ પણ ઉભો થઇ ગયો.

“એનું લફરું ચાલતું હશે તો પણ અમે આને સ્વીકારવા તૈયાર છીએ. અમારું હ્રદય ખૂબ વિશાળ છે પ્રમોદભાઈ.” માલિની પણ પોતાની જગ્યાએથી ઉભી થતાં બોલી.

“હા હું કોઈના પ્રેમમાં છું બોલો બીજું કશું કહેવું છે? અને મારામાંથી અત્યારે જે વિશ્વાસ બોલી રહ્યો છે એ એના અખૂટ અને અતૂટ પ્રેમને કારણેજ છે. આજ સુધી હું જાતે એના પ્રેમનો અસ્વિકાર કરી રહી હતી અથવાતો મારા એના પ્રત્યેના પ્રેમ વિષે શંકા કરી રહી હતી પણ હવે નહીં.” સુંદરી પોતાની જગ્યાએ જ બેસી રહી અને મક્કમ સૂરમા બોલી.

“જોયું? મેં કીધું હતુંને? છેવટે તો તમારી સુંદરી આજના જમાનાની જ છોકરીને? બસ ગમી ગયો હશે કોઈ બે મિનીટ માટે એટલે એને દિલ આપી દીધું.” જયરાજે પ્રમોદરાયને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો.

“કોણ છે એ સુંદરી? હશે કોઈ લોફર મને પૂરેપૂરી ખાતરી છે.” પ્રમોદરાયે સુંદરી સામે ગુસ્સાથી જોયું.

“હા, એવો જ હશે. જે બે પૈસા પણ નહીં કમાતો હોય અને સુંદરીની કમાણી પર પોતાની લાઈફ કાઢવાની ઈચ્છા ધરાવતો હશે.” જયરાજે પોતાની ઉશ્કેરણી ચાલુ રાખી.

“ખબરદાર જો તમારામાંથી કોઈએ મારા વરુણ વિષે ગમેતેમ બોલવાની હિંમત પણ કરી છે તો!” અને અચાનક જ અત્યંત ગુસ્સામાં અને દબાણમાં આવી ગયેલી સુંદરીના હોઠમાંથી આપોઆપ નીકળી ગયું.


==:: પ્રકરણ ૮૫ સમાપ્ત ::==