ધારાવાહિક:- મારા કાવ્યો
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ઘર
ધરતીનો છેડો ઘર,
જયાં મનને શાંતિ મળે એ ઘર,
થાક્યો માણસ તાજગી અનુભવે તે જગ્યા ઘર,
બાળક જયાં કિલકિલાટ કરે તે જગ્યા ઘર,
મોટા મોટા મહેલ હોય કે હોય નાનું ઝૂંપડું,
દરેકને વ્હાલું પોતાનું ઘર.
કરે સજાવટ સૌ કોઈ ઘરની,
હોય એ ગરીબ કે અમીર.
જીવનભરની યાદો સમાવે એ ઘર.
ભલે બન્યું હોય ચાર દિવાલોથી,
સમાવે સૌને એ ઘર.
સાક્ષી પૂરે છે દરેક ઘર,
નાનાં નાનાં ઝગડાઓ હોય કે હોય
ખુશીઓનાં પ્રસંગ.
એક જ વાત યાદ રાખવી
ઘર છે એક મંદિર, જો રાખો એને મનથી
નહીં તો બની જશે એ ખંડેર
લાગણીઓના અભાવથી.
માનવી અને જંગલ
લીલુંછમ હરીયાળુ જંગલ,
છે લઈને બેઠું પ્રાણવાયુ,
આપે છે રક્ષણ પ્રાણીઓને,
કરે છે પોષણ પ્રાણીઓનું.
જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ,
નથી જોતું માનવી કે પશુ પક્ષી!
ઘટી રહ્યાં છે જંગલો,
પોષવાને માનવીની જરૂરિયાતો,
લાગે છે આગ જંગલોમાં,
વધી રહેલા પ્રદૂષણની ગરમીથી.
હોમાય છે કેટલાય અબોલ જીવ,
નાશ પામે છે વનરાજી,
બન્યું છે શાપિત જંગલ,
જવાબદાર છે માનવીની લાલચ,
જવાબદાર છે માનવીનો સ્વાર્થ,
જે પોતાના ઘર માટે નાશ કરે છે
આ મૂંગા જીવનું ઘર.
વિશ્વાસ
હતી દ્વિધામાં કે શું થશે?
ને પછી થયો ચમત્કાર.
બંધ કરી આંખો ને સ્મરણ કર્યું,
હે પ્રભુ! સુઝાડ કોઈ માર્ગ.
ને પછી થઈ એક અંતહઃ સ્ફૂરણા,
મળી ગયો માર્ગ દ્વિધામાંથી બહાર આવવાનો.
ને પછી થઈ શ્રદ્ધા વધુ મજબૂત.
આભાર પ્રભુ, હંમેશા મારી પ્રાર્થનાઓનો જવાબ આપવા.
કેલેન્ડર
તારીખો બતાવે, તિથિઓ બતાવે,
આ તો કેલેન્ડર છે, પસાર થતા દિવસો,
પસાર થતા વર્ષો બતાવે.
ક્યારેક કેલેન્ડર બતાવે જન્મદિન
તો ક્યારેક યાદ અપાવે મૃતક
સ્વજનની મૃત્યુતિથી.
ક્યારેક કોઈ ખાસ દિવસ યાદ
કરાવીને રડાવે તો ક્યારેક
કોઈક ખાસ દિવસો યાદ અપાવીને
ખૂબ રડાવે.
છે આ એક માત્ર કેલેન્ડર,
વર્ષ બદલાતા થઈ જાય છે નકામું.
તોય આખું વર્ષ કંઈ કેટલીય
બાબતો સંગ્રહી જતું.
કોઈ લખે મહત્ત્વનાં કામ એમાં
તો કોઈ લખે મહત્ત્વની મુલાકાતો એમાં!
બાળકોની પરીક્ષા યાદ રાખે,
ગૃહિણીઓની વસ્તુઓની યાદી
નોંધી એને યાદ રાખે.
વાર તહેવાર પણ યાદ અપાવે
આ તો છે કેલેન્ડર!!!
વર્ષ પતે ત્યાં થતું નકામું ને
તોય આવતું કેટલાય કામોમાં!
મુકાઈ એનાં પર તેલનો ડબ્બો,
કે વપરાય એ નોટ પર ચઢાવવા
પૂઠુ. રસોઈમાં વપરાય તળતી
વખતે તેલ ચૂસવા!!!!!
આમ જ એ શીખવે છે અંત
સુધી કોઈનાં કામમાં આવવું.
રાખવું પોતાનું મહત્ત્વ એટલું
કે ફેંકે ન કોઈ સમજી જૂનું.
બનવું ઉપયોગી હંમેશા
શક્ય હોય જેટલું!!!
સાથે સાથે એ પણ શીખવે કે
જો જુના થશો તો ફેંકાઈ જશો!
બનો દરરોજ પોતે જ પોતાનું
નવું સ્વરુપ, જે હશે ગઈ કાલ
કરતાં જુદું અને વધુ સારુ.
ચિનગારી
એક જ દે ચિનગારી
ન માત્ર કોઈ ઝગડા માટે કે
ન માત્ર બીજાને પરેશાન કરવા.
બન તુ એક જ ચિનગારી
કોઈનાં નિરાશાનાં સમયમાં
આશાનું કિરણ બનીને.
એક જ દે ચિનગારી તુ
હતાશ થયેલ જીવને
સાંત્વના આપવા.
એક જ દે ચિનગારી
દુઃખી ચહેરાને બનીને
એનું હાસ્ય.
ન બની શકે તુ કોઈનો
સહારો તો કંઈ નહીં
એક જ દે ચિનગારી
કે બને એ પોતે જ પોતાનો સહારો.
વાયરસ
આજનું આકાશ ભર્યું છે વાયરસથી.
કોઈ સુક્ષ્મ તો કોઈ વિશાળ.
ભૂલ છે માનવીની અતિ મહત્ત્વાકાંક્ષાની,
નથી જોયું એણે વાતાવરણનું નુકસાન,
બસ કરતો રહ્યો પોતાની ભૌતિક પ્રગતિ.
નથી આજનું આકાશ સ્વચ્છ કે નથી
આજની હવા કે નથી પાણી સ્વચ્છ.
ક્યાં જઈને થૉભશે ઓ માનવી તારી
ઈચ્છાઓ, કંઈક તો ઉપકાર કર આ
વાતાવરણ પર!!!
વાંચવા બદલ આભાર🙏
જય શ્રી કૃષ્ણ🙏
-સ્નેહલ જાની