પ્રકરણ ૪
"૩ કલાક પછી શું થવાનું છે એવું તો આપણે બચી જઈશું?" વિહાર એ પુછ્યું.
"સવાર પડી જશે ૩ કલાક પછી, સવાર પડતાં જ બધું ઠીક થઈ જશે. મે ફિલ્મો માં જોયુ છે કે દિવસે આસૂરી શક્તિઓ કમજોર પડી જાય છે અને મારા દાદી ના મોઢે પણ સાંભળ્યું છે." વિરલ એ આત્મવિશ્વાસ થી કહ્યુ.
"સાચી વાત છે, આપણે સવાર સુધી બચીને રહેવાનું છે." નિર્મળા બોલી.
"મારી પાસે એક યોજના છે, આપણે બધા અલગ અલગ બાજુથી ગાડી તરફ આગળ વધીએ. આ જે કોઈ પણ છે એક સાથે બધાને નહી રોકી શકે, જે ગાડીમાં પહેલા પહોંચે એને ડ્રાઈવર સીટ પર બેસીને તૈયાર રહેવાનું. જેવા બધા ગાડીમાં આવી જાય, કે તરત ગાડી ભગાવવાની." નિર્માણ બોલ્યો.
બધા એ હકારમાં માથું હલાવ્યું અને ધીમે ધીમે અલગ થયાં. એકબીજાથી બે હાથ નું અંતર રાખીને બધા એ પોઝીશન લીધી અને બધાં એક સાથે ગાડી તરફ ભાગ્યાં. પાણીમાંથી એક સ્ત્રીકૃતિ બહાર નીકળી અને તેના આવતા જ હવા ની ગતિ વધી, સૌથી પહેલા આસ્થા હવા સાથે ફંગોળાઈ અને ઝાડીઓમાં જઈને પડી.
"તમે બધા ગાડી તરફ જાઓ હું આસ્થા ને લઈને આવું છું." વિહાર આસ્થા તરફ ભાગ્યો. બધાં માટે એક એક ડગલું ભરવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું, પણ કોઈ હિમ્મત હારવા તૈયાર નહોતું. છેવટે હિના નું બેલેન્સ ગયું, તે ફંગોળાઈ ને ઝાડ ને અથડાણી અને નીચે પછડાઈ. તેની પાછળ ગોપાલ અને નિર્મળા પણ ફંગોળાયાં.
હવા ની દિશા બદલાઈ, તિવ્ર ગતિ થી તે આકૃતિ બધા ને પોતાની તરફ ખેંચી રહી હતી. આસ્થા અને વિહાર એ ઝાડીઓ પકડી લીધી, નિર્મળા અને હિના એ મજબૂતાઇ થી ઝાડ નું થડ પકડી રાખ્યું હતું, વિરલ અને નિર્માણ ગાડી સાથે અથડાયા અને બન્ને એ મજબુતાઈ થી ગાડી નો દરવાજો પકડી લીધો. ગોપાલ મેદાન માં પછડાયો હતો, તે કંઈ સમજે એના પહેલા જ તે હવા સાથે તળાવ તરફ ખેંચાયો અને તળાવ માં ડુબી ગયો.
"ગોપાઆઆઆઆઆઆઆઆઆઆલ..." બધા ના મોઢામાંથી ચિસ નિકળી. ગોપાલ ના તળાવ માં ડુબતાં જ ફરી થી શાંતિ છવાઈ ગઈ, નિર્માણ અને વિરલ ગાડી ખોલી ને અંદર બેસી ગયાં, બધા ની આંખો આંસુ થી ભરાઇ ચૂકી હતી. દોઢ કલાક એમજ વિતી ગયો, નિર્મળા વારંવાર ગોપાલ નો ફોન જોઈને રડી પડતી હતી. આ બધી ઘટનાઓ ની જવાબદાર પોતાને માની રહેલી વિરલ છેવટે એક નિર્ણય પર આવી.
"તમે બધા તૈયાર રહેજો અમે ગાડી લઈને તમારી પાસે આવીએ છીએ, કોઈ ને હિમ્મત નથી હારવાની." વિરલ એ મોટા સાદે કહ્યું જેથી પેલાં ચાર ને સંભળાય
"હું પાછળ ની સીટ પર બેસી ને બધા ને અંદર ચડવા મા મદદ કરીશ, તારી પકડ મારા કરતાં મજબૂત રાખજે. કંઈ પણ થઈ જાય સ્ટીયરિંગ ન છોડતો." વિરલ એ એક નજર નિર્માણ ઉપર નાખી.
નિર્માણ એ હકાર માં માથુ હલાવ્યું અને ગાડી ચાલું કરી પણ ગાડી આગળ વધી નહી. વિરલ એ પાછળ જોયું તે જ આકૃતિ ગાડી ને આગળ વધતા રોકી રહી હતી, વિરલ એ બૂમ પાડતી વખતે તેની આંગળી ના એક ઇશારે હિના ને ચૂપચાપ ગાડી તરફ આગળ વધવા નું સાંકેતિક ભાષા માં સમજાવી દીધું હતું. વિરલ અને હિના વચ્ચે ની આ સમજણ ખૂબ અનૂઠી હતી, તેથી જ તે બન્ને પાકી બહેનપણીઓ હતી.
હિના અને નિર્મળા ધીમે ધીમે કોઈ પણ અવાજ કર્યાં વગર ગાડી તરફ આગળ વધ્યાં, બન્ને ની પાછળ વિહાર અને આસ્થા પણ ગયાં.
ગાડી ની પાછળ ની બાજુ બધા હતાં, અને તે આકૃતિ ડેકી પાસે તળાવ તરફ મોઢું કરીને ઊભી હતી તેથી ગાડી ની નજીક તો બધા પહોંચી ગયાં. પરંતુ હવે દસેક ડગલા ભરીને આગળ કેમ વધવું એ મુશ્કેલી હતી, ગાડી માં બેસવા માટે તે આકૃતિ ની સામે થી જવું પડે તેમ હતું. અને તે જોઈ જાય તો કોઈ નું બચવું નામુમકીન બની જાય.
"હે મહાદેવ, હું એક મોટું જોખમ ખેડવા જઈ રહી છું. હું સફળ થઈશ કે નહીં, મારા દોસ્તો ના જીવ બચશે કે નહીં, મારા આ કદમ ને તે બધા સમજી શકશે કે નહીં એ બધું જ હું તમારા પર છોડી રહી છું મહાદેવ." વિરલ એ મનોમન મહાદેવ ને વંદન કર્યું અને આંખ બંધ કરીને છેલ્લી વાર તેના મમ્મી પપ્પા ને યાદ કર્યાં.
નિર્માણ એક્સિલેટર આપી રહ્યો હતો, ડેકી પાસે ઉભેલી તે આકૃતિ ગાડી ને રોકી ને અટ્ટહાસ્ય કરી રહી હતી, તેની પાછળ ઉભેલા ૪ જણ આગળ વધવું કે નહી એવી અસંમજસમાં ફસાયાં હતાં અને વિરલ મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તેના દોસ્તો બચી જાય.
અચાનક જ ગાડી નો દરવાજો ખુલ્યો, વિરલ નીચે પછડાઇ અને તે ઊભી થઈને તળાવ તરફ ભાગી. તળાવ કિનારે પહોંચી ને વિરલ એ ત્રાડ પાડી," હું અહીં છું, તારામાં હિમ્મત હોય તો મારી ને બતાવ મને. હું જીવવા ની ભીખ માંગી ને કે રડતાં રડતાં નહીં મરું, હું સામી છાતીએ મોત માગું છું. મારી નાખ મને જો તારામાં હિમ્મત હોય મને મારવાની, પણ જો હું બચી ગઈને તો હું તને નહીં છોડું."
વિરલ આટલું બોલી એટલા માં તો એ આકૃતિ ગુસ્સામાં ધુંવાપૂંવા થઈ ગઈ હતી, વિકરાળ રૂપ ધારણ કરીને એ આકૃતિ વિરલ તરફ ધસી.
ક્રમશઃ