રોહનની ઓફિસમાં મેઘાને સેક્રેટરી નોકરી મળી ચૂકી હતી, જેના માટે રોહન તેને ડબલ સેલરી આપી રહ્યો હોય છે એ જાણીને રોહનના ત્યાં કામ કરતી આશા રોહન આ ફેશલા ઉપર પ્રશ્ન ઉઠાવે છે અને રોહનને પૂછી લે છે કે તેમને મળીને પંદર હજાર સેલરી નક્કી કરી હતી તો રોહન ડબલ ત્રીસ હજાર કેમ આપવા તૈયાર થયો છે. એટલે રોહન હસવા લાગી જાય છે અને કહે છે, "તને ખ્યાલ જ છે કે મેધા આ નોકરી કેમ કરી રહી છે! એ પેલા નીઆધાર માજી અને એવા બીજા ઘણા લોકો માટે નિસ્વાર્થ ભાવથી આ સેવા કરી રહી છે તો શું આપડે એમાં મદદ ન કરવી જોઈએ? મેધા અહીં કામ તો કરવાની જ છે તો એના ઉચ્ચ મકસદને સાર્થક બનાવવા આપડે કેમ એની મદદ ન કરી શકીએ!" રોહનની વાત એકદમ આશાને ગળે ઉતરી જાય છે એટલે એ કહે છે કે "હું પણ આમાં મદદ કરવા ઈચ્છું છું, હું એક કલાક ઓવર ટાઈમ કરી આ કાર્યમાં મેધાનો સાથ આપવા માગું છું." રોહન આશાના ઉચ્ચ વિચારથી ખુશ થઈ જાય છે એટલે તે આશાને કહે છે "તમારે ઓવર ટાઈમ કરવાની જરૂર નથી, આપડે એવું કરીશું કે દરેક મહિને તેમને કંઈક જરૂરિયાતની વસ્તુ આપીશું, જેથી મેધાની અમે જરૂરિયાત લોકોની મદદ થઈ શકે! હવે તમે કામ ઉપર લાગી જાઓ એટલે હું પણ મારી ઝૂમ મીટીંગને હેન્ડલ કરી શકું." આશા રોહનને ઓકે કહીને બહાર ચાલી જાય છે.
મેધા બહાર જઈને સીધી જ ગહેના બાનું પાસે પહોંચી જાય છે, એના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું કે જે ઓફિસમાં એના અને રોહન વચ્ચે થયું એ ઠીક છે કે નહિ? મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? ક્યાંક રોહન પણ મને અન્યની જેમ ગણિકા સમજી લેશે તો! હું ગણિકાઓની શેરીમાં જરૂર આવી ચૂકી છું પણ હું ગણિકા નથી, અને ન બનવા માગું છું પણ હાલત મારા બસમાં હતા જ નહિ એટલે જ અમારાથી આ બધું થઈ ગયું પણ શાયદ આમાં ગલતી રોહનની છે કેમકે રોહન મારા હાથ એ રીતે પકડી ચૂક્યો હતો જેથી હું મારા હોશ ખોઈ બેઠી." મેધા ઘણું વિચારતી વિચારતી ગહેના બાનું પાસે પહોંચી જાય છે જ્યાં પહેલેથી જ ગહેના બાનું પેલા માજી સાથે બેઠી હોય છે. મેધા એમની પાસે આવીને બેસી જાય છે એટલે ગહેના પૂછે છે કે "મેધા તને નોકરી મળી કે નહિ? આપડે જે સંસ્થાઓ ચલવી દલ્યા છીએ એમાં વધુ પૈસાની જરૂર પડે એમ છે. અને તું આ માજીને પણ લઈ આવી છે જેમનું દિમાગ કે હોશ ઠેકાણે નથી! તને નોકરી નહિ મળી હોય તો મેધા બધુજ બરબાદ થવાની આરે આવી જશે કેમકે મેધા કંઈપણ આપડા હાથમાં નહિ રહે: આપડે કંઈપણ કરીશું પણ આ લોકોની પરિસ્થિતિ આગળ આપડે હારી જ જઈશું."
ગહેના બાનું આગળ કંઈ બોલે એની પહેલાંજ મેધા પેલો જોઇનીંગ લેટર ગહેના બાનું તરફ લંબાવી દે છે એટલે તે બોલતાં રોકાઈ જાય છે. મેધાના હાથમાંથી જોઇનિગ લેટર લીધા પછી ગહેના આ લેટરને ખુલ્લો કરે છે અને એ લેટરમાં મેધાની સેલરી જોઈને ચોંકી જાય છે. ગહેના બેઠી હોય છે ત્યાંથી ઉભી થઇ જાય છે અને કહે છે "મેધા રાણી આજે તો તે કમાલ કરી દીધી; ત્રીસ હજાર પગાર આટલો પગાર તો રચિલી, ટીના, હેમા, જેલા અને સીમાની મળીને પણ નથી થતી અને તારી એટલીની આટલી સેલરી જોઈને હું તો એટલી ખુશ થઈ છું કે મને મન કરે છે કે હું અત્યારે નાચવા અને ઝૂમવા લાગી જાઉં. મેધા હવે બધી મુસીબત દૂર થઈ જશે કેમકે તારી અલધી સેલરી પણ બહુ છે આ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે." ગહેના આગળ કંઈ બોલે એની પહેલા તો મેધા તેને ગળે લગાવી દે છે. ગહેના તેના વાળમાં હાથ ફેરવવા લાગી જાય છે કેમકે તે જાણતી હતી કે મેઘાના મનમાં આ સમયે ઘણું બધું ચાલી રહ્યું હશે કેમકે મેધા મિસ્ટર રોયને ત્યાં નોકરી કરવા જઈ રહી છે અને એજ મિસ્ટર રોય આ મેઘાને ત્રણ રાત માટે ખરીદી ચૂક્યો હોય છે. ગાહેના વિચારતી હતી કે મેધા માટે સૌથી મોટી મુસીબત એ હશે કે જે માણસ સાથે એ રાત્રે મદહોશ થઈ રહી હોય છે એજ માણસ આજે તેનો બોસ બની ચૂક્યો છે મેધા એની સાથે ક્યારેય પોતાનો એવો સંબંધ નહિ સ્થાપી શકે જે એક બોસ અને સેક્રેટરી વચ્ચે હોય છે પછી ગહેના બાનું મેઘાને કહે છે "મેધા હવે ચાલ આજે છેલ્લી વખત મારા ઘરે પણ તું બહાર આ માજી સાથે જ ઉભી રહેજે; નહિ તો તારી સાથે જે થશે એના માટે હું જવાબદાર નહિ હોઉં! જેમ બને એમ તું આ માજી ઉપર જ પોતાનું ધ્યાન એકત્રિત કરી રાખેજે કેમકે મારા પરિવારમાં હાલત ઘણા જ ખરાબ છે તો મહેરબાની કરીને તું મારા મામલાથી જેટલી દૂર રહે એટલું તારી માટે સારું છે." ગહેના બાનું આટલું કહીને ફટાફટ ચાલવા લાગે છે.
ગહેના બાનું તો આગળ ચાલી રહી હોય છે પણ મેધા પેલા માજીને ઉભા કરી પછી ચાલે છે. મેધા પેલા મા હાથ પોતાના હાથમાં પકડી લે છે અને કહે છે "મા તમે જરાય પણ પરવાહ ન કરો કેમકે આજ પછી તેને નિસહાય કે નિરાધાર નથી; તમારું પણ આ દુનિયામાં કોઈક છે અને એ છે તમારી દીકરી મેધા, તો ક્યારેય પણ તમારી જાતને એકલા ન સમજતા અને જ્યાં સુધી તમારો દીકરો તમને લેવા માટે ન આવી જાય ત્યાં સુધી તમારી બધીજ જવાબદારી મારી છે." પેલી વૃદ્ધા માનસિક રીતે અસ્થિર થઈ ચુકી હતી પણ તેની અંદર હજુ લાગણીઓ જીવતી હોય છે એટલે તેની આંખો ધરધર વહેવા લાગી જાય છે. તે પોતાનો બીજો હાથ મેધાના માથા ઉપર મૂકી તેને વહાલ કરવા લાગી જાય છે. મેધા પછી તેમને લઈને ગહેના બાનુના ઘર તરફ ચાલવા લાગે છે. પેલા માજી સાથે વાતો કરતી કરતી મેધા ગહેના બાનું ઘર સુધી પહોંચી જાય છે.
મેધા ગહેના બાનુના ઘર આગળ પહોંચીને બહાર ઉભી રહી જાય છે અને ગહેના તેના ઘરમાં ચાલી જાય છે. પહેલાની જેમજ ગહેના બાનુંના છોકરાઓ તેને જોઈને ખુશ થઈ જાય છે. ગહેનાના અંદર ગયા પછી મેધા પેલા માજી સાથે એક લીમડાના ઝાડ નીચે બેસી જાય છે અને તે માજીને કહે છે "મા તમારું નામ શું છે? તમારા દીકરાની નામ શું છે?" ત્યારે પેલા માજી રડવા લાગે છે અને તેમનું માથું મેઘાના ખોળામાં મૂકી દે છે. મેધા તેમના માથા ઉપર હાથ ફેરવવા લાગી જાય છે એટલે પેલા માજી મેધાનો હાથ પકડી લે છે અને કહે છે "મારું નામ શારદા છે અને મારો દીકરો ચિરાગ.. જે બઉ દૂર વિદેશ ગયો છે અને હવે એ મને લેવા આવતો જ હશે! બસ હું તારી પાસે થોડો સમય જ રહીશ પછી હું ચાલી જઈશ!" મેધા શારદા મા ની વાત સાંભળીને રડી જાય છે.
શું મેધા શારદા માની મદદ કરી શકશે? શું રોહન ફરી ગુડિયા શેરીમાં આવશે ત્યારે મેધા તેની સાથે નજર મિલાવી શકશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં.