"કેમ? પણ એવું કેમ કરવું છે?!" રચના એ રીતસર જ વિરાટના ખભાને જ પકડી લીધો.
"અરે તારે તો ખાલી નાટક જ કરવાનું છે કે તું જયાને પ્યાર કરું છું એમ!" સિદ્ધિ એ વિરાટને સમજાવ્યો.
"પણ એવું શું કરવા કરવાનું?!" રચના એ કહ્યું તો જાણે કે એના અવાજમાં એક ડર હતો.
વિરાટે એકવાર એની આંખોમાં જોયું. રચનાએ એને ઈશારામાં "આ બધાની શું જરૂર છે એમ કહી જ દીધું!" પણ ખરેખર તો વિરાટ ખુદ પણ તો મિતાની વાતને ટાળી શકે એમ નહોતો!
"જો યાર મને બહુ જ ડર લાગે છે! મારે આવું કશું નહિ કરવું!" વિરાટે કહ્યું તો "અરે! ખૂબ મજા આવશે! આપને જાણી લઈશું કે સિદ્ધિ તારા વિશે શું વિચારે છે!"
"જો..." એ આગળ કઈ કહી શકે એ પહેલાં જ એને ધક્કો મારીને મિતાએ બહાર મોકલી દીધો જ્યાં સિદ્ધિ હતી!
આ બાજુ સંતાઈને રચના અને મિતા એ બંને ને જોવા લાગ્યા.
"સિદ્ધિ..." વિરાટે કહ્યું તો એના અવાજમાં એની નર્વસનેસ સાફ સાફ જાહેર થતી હતી!
"હા, બોલ ને!" સિદ્ધિ એ કહ્યું.
"ઠંડી બહુ છે હે ને!" વિરાટે કહ્યું અને એના જેકેટને સિદ્ધિને પ્યારથી પહેરાવ્યું!
આ બાજુ રચના ખૂબ જ ગુસ્સે થઈ, પણ કરી શું શકે?! એને ખુદને માંડ કંટ્રોલ કરી!
પણ આ તો કઈ જ નહોતું એ પછી તો કંઇક એવું થવાનું હતું જે પછી રચના બહુ જ ગુસ્સે થઈ ગઈ!
"યાર પણ તને પણ તો ઠંડી લાગતી હશે ને?!" સિદ્ધિ એ કહ્યું અને એ એક જ જેકેટમાં એ બંને હતા!
વિરાટ બહુ જ સંકોચ અનુભવી રહ્યો હતો પણ એને નાછૂટકે આં નાટક કરવું જ પડી રહ્યું હતું! એકદમ એક ખ્યાલ એના મનમાં આવ્યો અને એને જેકેટમાંથી બહાર નીકળી જવા કર્યું તો એના હાથને સિદ્ધિ એ પકડી લીધો.
"આટલી બધી કેર કરે છે તું મારી?!" સિદ્ધિ એ બહુ જ પ્યારથી એને કહ્યું!
"આઇ જસ્ટ હેટ યુ!" એક ટેક્સ્ટ મેસેજ વિરાટે જસ્ટ વાંચ્યો! એ મેસેજ રચનાનો જ હતો!
"એક જરૂરી કામ!" એને કહ્યું અને પડતા પડતા જાણે કે જાન બચાવીને ભાગ્યો હોય એમ ભાગ્યો.
"તારે મને મૂકવા આવું છે કે નહિ?!" રચના હજી પણ ગુસ્સામાં જ હતી!
"આવું છું ને!" વિરાટે કહ્યું અને બંનેને બેસાડીને બાઈક પર સવાર થઈ ગયો!
"બાય, તારું ધ્યાન રાખજે!" સિદ્ધિ એ એ ત્રણેયને જતાં ખાસ વિરાટને જ કહેલું તો રચના વધારે જ ગુસ્સે થઈ ગયેલી!
વિરાટની ઠીક પાછળ રચના હતી અને છેલ્લે નટખટ મિતા હતી!
"કેટલી મજા આવી હે ને?!" મિતા એ કહ્યું તો એના જવાબમાં કોઈ કઈ બોલ્યું જ નહિ!
રચના એ એના માથાને વિરાટની ગરદન પર જુકાવી દીધું.
બાકીના રસ્તે કોઈ કઈ જ ના બોલ્યું હંમેશા જે બંનેની વાતો કાયમ ખૂટતી જ નહોતી એવા વિરાટ અને રચના આજે ચૂપ હતા.
બાઈક પર થોડો સફર આગળ વધારીને મિતા નું ઘર પણ આવી ગયું. એને મૂકીને હવે બંને નીકળી ગયા રચનાને ઘરે મૂકવા.
રચના પાછળ ખસી ગઈ.
"નજીક બેસને, ઠંડી લાગે છે!" વિરાટે કહ્યું પણ રચના સાંભળવા જ નહોતી માંગતી!
"સિદ્ધિ ને કહેવાનું બેશે એમ! ઓકકે!" એને ભારોભાર કટાક્ષમાં કહ્યું.
"અરે બાબા!" વિરાટે બાઈકની સ્પીડ ધીમી કરી દીધી જાણે કે એ આં સફર અટકાવવા જ ના માંગતો હોય!
"મિતાનું તો બધું જ કહેલું કરે છે ને! ભૂલ થઈ ગઈ જે તારી બર્થડે પાર્ટી લેવા હું આવી ગઈ!" એને એના બધા જ ગુસ્સાને બહાર કાઢી નાંખ્યો!
પણ હજી એમનો સફર પૂર્ણ નહોતો, ઘણું થવાનું બાકી હતું!
વધુ આવતા અંકે...
એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "મારી વાત તો માનવી જ નહિ ને!" એને કહ્યું અને બાકી નું પણ ઘણું બધું કહેવાની જ હતી કે વિરાટે એના હાથને પાછળથી જ પકડીને એની પાસે લાવી દીધી.
"જો તને મારી કસમ છે... ચૂપચાપ મને લીપટાઈને ઊંઘી જા!" તો એને વળગીને ઊંઘી ગઈ. એવું પહેલીવાર નહોતું બની રહ્યું, પણ બંને માટે આ અહેસાસ ખાસ હતો!
થોડીવાર પછી રચના એ "મૂ... મૂ..." કર્યું તો વિરાટે એના ઈશારાને સમજીને કસમ છૂટા કર્યા.
"પાગલ! આવી કસમ અપાતી હશે! ઘર પણ આવી જશે હવે તો!" એને કહ્યું.