દિવાળીની રોશની ઝગારા મારતી હતી, ફુલઝરો નાં ફુવારા ઉડતાં હતાં, બોમ્બના અવાઝો કોઈકને ગમતા તો કોઈકને ભયાનક લાગતા હતા એવું જ કંઈક સારસ સાથે થઈ રહ્યું હતું.
આજે દિવાળીની મજા માણવા માટે સારસ નાં ઘરે બધા ભેગાં થયા હતા, પોટલોક રાખ્યો હતો, અવનવી વાનગી બનાવીને બધાં લાવ્યાં હતાં, રસાસ્વાદ માણતા માણતા વાતોના તડાકા ચાલું હતાં, નવાનવા કપલ બનેલાં પહેલી દિવાળીને લઈને ઉત્સાહમાં હતાં, થોડીવારે પ્રેમીપંખીડાઓ એકાંત નો લાભ લઈને ભરપૂર પ્રેમ માણતા હતાં, આ જોઈને સારસ ને એની પહેલી દિવાળી સુશી સાથેની યાદ આવી ગઈ અને ભૂતકાળમાં બનેલી ઘટનાથી અત્યારે એનામાં મોઢામાં મીઠી ખુશ્બૂદાર કડવી મીઠી વાતો યાદ આવી ગઈ, ઘણી વાતો એવી પણ હોય કે દિલ યાદ ન કરે પણ દિલમાં ઘર કરી ગઈ હોય, વાતે વાતે સાંભરતી હોય.
સારસ દિવાળીનાં રજાઓમાં દોસ્તો સાથે હિમાલયના અતિ સૌંદર્યવાન હિલસ્ટેશન ડેલહાઉસી ગયો હતો. બ્રિટિશરોનાં સમયનાં બાંધકામની છાંટ વર્તાતી હતી. ડેલહાઉસીંની અતિ હસીન વાદિયોમાં એનું દિલ ખોવાઈ ગયુ હતું, નજર નજર માં ફેર હોય છે કોઈકને હસીન લાગે, કોઈકને તો ખાલી ઘાસપુંસ લાગે, કોઈકને ચન્દ્રમાં પૂર્ણ લાગે તો કોઈને એમાં દાગ લાગે, પ્રકૃતિને ચાહતો માણસ પથ્થરને પણ એક એન્ટિક કે યુનિક માને, એનો ભરપૂર જુદી જુદી રીતે ગોઠવવામાં કે સજાવવામાં ઉપયોગ કરે, અરે તેમાં પ્રાણ પુરીને રચાય મૂર્તિ ઇશની, માનો તો ભગવાન નાં મનોતો પથ્થર.
""તુન્ડે તુન્ડે મતિ ભિન્ન.""
સારસ માં સુશી એ જ પ્રાણ પૂર્યા હતા, સારસે તેની જિંદગી સુશીને નામ કરી હતી, અને ગાતો રહેતો કે
"તેરે ચહેરે સે નજર નહિ હટતી, નજારે હમ ક્યાં દેખે"
સુશી એને મીઠો છણકો કરતી પણ સારસ એને ફરી
ચુરા લિયા હે તમને જો દિલકો નજર નહિ ચુરાના...
બંનેની મસ્તીભરી પ્રેમ ગોષ્ટિ ભીંજવતી રહેતી દિલોને.
દોસ્તો સાથે ભરપૂર મજા માણવા સારસ ડેલહાઉસી આવ્યો હતો, દિવાળીનો માહોલ હતો, દોસ્તોમાં હરખ સમાતો નહતો, ઠઠા મશ્કરી એકબીજાની થઈ રહી હતી એમાં કાલે સવારે કોણ વહેલા ઉઠીને ટ્રેકિંગ કરવા જશે ની વાત હતી, અતિ ઉત્સાહી બધાએ સવારમાં પાંચ વાગે તૈયાર થઈને નીકળવાની વાત કરી સૌ સુઈ ગયા બીજા દિવસનાં ટ્રેકિંગનાં સપનાં જોતા.
બીજે દિવસે સવારે સારસ વહેલા ઉઠીને તૈયાર થઈ ગયો સમયસર, બીજા દોસ્તો હજી પથારીમાંથી બહાર આવતા ન હતાં, કારણ ઠંડીનું પ્રમાણ વધુ હતું આટલી ઠંડીમાં હમણાં નથી જવું આમ કરીને દોસ્તો નીંદરમાં પોઢી ગયા અને સારસ એકલો પ્રકૃતિનાં પાન માટે ડેલહાઉસીની વાદીયોમાં નીકળી ગયો.
હિલસ્ટેશન પર જાવ ત્યારે અચૂક સવારનો નઝારો માણવાનું નાં ભૂલતા, સવારમાં સૂરજનાં કિરણો બરફચ્છાદિત શિખરો પર પડે અને જે રંગો બદલાય શીખરોના કુદરતી રીતે, એ નયનરમ્ય દ્રશ્ય તમે જિંદગીમાં ક્યારેય ભૂલી ના શકો, કુદરતે છુટ્ટા હાથે લખલૂટ અનુપમ સૌંદર્ય ચિતર્યું હોય એ ચિત્રકારને નમન. ઊંચા ઊંચા પાઈન ઝાડ, તેમાંથી આવતો સૂર્યના કિરણોનો કુણો કુણો તડકો જાણે ચાઈણીથી ચળાઈને આવતો લાગે,જે થથરતી ઠંડીમાં એક ગરમીની આગ સમાન ભાસે. એના સ્પર્શથી ઠંડી જાણે ભાગતી લાગે, થથરતી ઠંડી ફુલગુલાબી બને. પ્રદુષણ રહિત અને ત્યાંની વનસ્પતિને સ્પર્શીને આવતી હવાથી ટી. બી. જેવા રોગ પણ મટી જાય છે, અને એના માટે ત્યાં ચાલવા ખાસ સ્ટ્રીટ બનાવી છે, ત્યાંની હવા શ્વાસમાં જવાથી ટી. બી. નો રોગ મટી જાય છે.
ત્યાં સારસ પોતાની મસ્તીમાં રોડ પર અનુપમ સૌંદર્ય માણતો જઇ રહ્યો હતો પાછળથી એક ફુલસ્પીડમાં આવેલી કારે સારસને ટક્કર મારી અને સારસ ગબડતો ગબડતો ખીણમાં ધસી રહ્યો હતો વચ્ચે કેટલાં અંતરાયો આવ્યા એને રોકવા પણ ટકકર જ એટલી જોરદાર વાગી કે એનું શરીર ફંગોળાતું રહ્યું ખીણ તરફ પણ ક્યાંકથી દેવદૂત બનીને આવી પહોચી સુશી, જેને એની પાસે રસ્સી હતી તેનાથી સારસનું ફંગોળાતું શરીરને રસ્સીથી જકડી રાખ્યું ને ખીણમાં પડતા બચાવી લીધો. સુશીની મદદમાં ત્યાં રહેતાં સ્થાનિક લોકો મદદમાં આવી ગયા અને સુશીનાં ઘરે પહોંચાડવા માં મદદ કરી.
સુશી એક બિન્દાસ છોરી ડેલહાઉસીની કહેવાતી. એના નખરા એનું રૂપ વધારે નિખારતા. ત્યાં જતા ટુરિસ્ટ જો સુશીને જુવે તો સીટી મરવાનું ભૂલતા નહિ, સુશી નજરઅંદાજ કરતી કે પ્રવાસી પંછી છે ઉડી જાશે, ગીતો ગાવા આવ્યું છે ગાવા દો, મજા કરવા દો, ખબર નહિ ક્યાં કોન્ક્રીટ જંગલથી આવ્યું હશે, હસીન વાદીયોમાં મુક્તમને ગુમવા દો. સુશીનો પહેરવેશ ત્યાં નો રહેતો હમેંશા, એના ગોરા ગાલની લાલિમા પહાડી છોરીની ચાડી ખાતી, એના માટે તો આવી રીતે ટુરિસ્ટની જાન બચાવી રમત વાત હતી, હવે માહિર પણ થઈ ગઈ હતી, ટુરિસ્ટ આનંદ નાં અતિરેકમાં ક્યારેક પોતાનું જાન જોખમમાં નાંખી દેતા.
સારસને પોતાનાં ઘરે લઈ ગઈ કારણ દિવાળીને કારણે ડોક્ટરો ત્યાં હાજર ન હતા, એટલે ત્યાંના વૈદને બોલાવીને પાટાપિંડી કરાવી, ઠેર ઠેર શરીર પર છાલા પડી ગયા હતા જેને મટતા ત્રણ મહિના જેટલો સમય લાગશે,શરીરમાં અસહ્ય દુઃખવાને કારણે દર્દથી કણસતો રહેતો હતો સુશી એની સારવારમાં કોઈ કમી રાખતી નહોતી, સારસ માનસિક રીતે પણ પડી ભાંગ્યો હતો કારણ ફંગોળવાને કારણે આઘાત લાગી ગયો હતો અને યાદદાસ્ત ચાલી ગઈ હતી. જ્યારે આંખ ખુલી ત્યારે પહેલી સુશીને નજદીક જોઈ તે અંતરઆત્મામાં વસી ગઈ હવે સુશી સિવાય કંઈ દેખાતું ન નહોતું કારણ સુશીએ એને નવજીવન દીધું હતું.
સારસનાં હાથ પર ટેટુ હતું તેમાં એનું નામ લખેલું હતું સારસ, સુશી એને સારસ કહીને બોલાવતી, યાદદાસ્ત જવાને કારણે સારસ ક્યાંનો છે ? કોની સાથે અહીં આવ્યો ? એ બાબતથી અજાણ બંને જણા પોતાની નવી દુનિયા બનાવી રહ્યા હતા, સુશી સારસને પોતાનું દિલ દઈ ચુકી હતી જે એની વાતોમાં અને આંખો દ્વારા છલકાતું રહેતું હતું, સુશીનાં પ્રેમે સારસને જીવવાનું બળ પૂરું પાડ્યું, પોતાની દુનિયા હવે ડેલહાઉસીની વાદીયોમાં જ વિતાવવાનો અફર નિર્ણય કર્યો, સુશીને પોતાનાં મનની વાત કરી અને પ્રેમનો એકરાર કર્યો,
સુશી હું ખૂબ જ પ્રેમ કરું છું તને, મને નવજીવન દેનારી દેવદૂત તું મારી જિંદગીમાં મારી દેવદૂત બનીને સમાઇશ !!! સુશીની ગાલની લાલિમા વધી ગઈ, દિલની ધડકનો તેજ બનીને ધબકીને કર્યો "હા" માં સ્વીકાર, શરમાતી, લજ્જાતી સમાઈ સારસની પહોળી છાતીનાં વીશાળ સમંદરમાં. સારસનાં દિલમાં પણ ઘોડાપુર ઉમટ્યા, છવાયા વાદળો હરખનાં આંસુના બંનેના પોપચાં પર, અસ્તિત્વ થયું બનેનું એકમેકમાં.
દર દિવાળીએ સારસ સને સુશી ખુશીઓને વાગોળતાં, મીઠા સંસ્મરણો યાદ કરતાં, દીકરી ને દીકરાને પણ યાદ કરાવતા, માં અને બાબાની અનોખી પ્રેમ કહાની, પ્રેમ સુશીનો અકબંધ રહે, જાલિમ દુનિયા પ્રેમીઓને દૂર ના કરે એટલે સારસ ક્યારેય પોતાનો અતીત યાદ ન કરતો, હું કોણ હતો ક્યારેય જાણવાની કોશિશ ના કરી, સારી જિંદગી સુશીને નામ કરી દીધી અને સુશીમય બનીને રહી ગયો, સુશીએ પણ પુરી જિંદગી પ્રેમથી નવાજેલો રાખ્યો કે ક્યારેય અતીતની યાદ નાં આવે, સંપૂર્ણ એકબીજાના થઈને રહ્યાં સારસુશી.. ખરા અર્થમાં એમના માટે તો રોજ દિવાળી હતી જે જીવન નવપલ્લીત કરતી રહેતી હતી...
""અમી""