લવ રિવેન્જ-2
Spin Off
પ્રકરણ-3
“તો...તે અ....સુરેશ અંકલને કંવીન્સ કરવાનો ટ્રાય ન’તો કર્યો.....!?” કાર ડ્રાઈવ કરી રહેલાં સિદ્ધાર્થને જોડેની સીટમાં બેઠેલી નેહાએ પૂછ્યું.
ઝીલ માટે ગિફ્ટ ખરીદીને બંને પાછાં ઘર તરફ જઈ રહ્યાં હતાં.
“કર્યો ‘તો....!” નેહા સામે એક નજર નાંખી સામે જોઈ કાર ડ્રાઈવ કરતાં-કરતાં સિદ્ધાર્થ સહેજ ગમગીન સ્વરમાં બોલ્યો “પણ.....! અંકલે ઝીલની કોઈ વાત ના માની...! તો મારી વાત માનવાનો તો સવાલજ નઈ ઊઠતોને...! ઝીલ એમની સગી દીકરી છે....!”
“હમ્મ.....!”
“યુ નો....! ઝીલના મમ્મીએ એને શું કીધું...!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું જાતે બોલ્યો “કે અમે જ્યાં કઈએ ત્યાં મેરેજ કરવાં હોય તો કર....! ના કરવાં હોય તો એમ ગણી લેવાનું કે અમે તારાં માટે મરી ગ્યાં....! પછી તારે જ્યાં મેરેજ કરવાં હોય ત્યાં કરજે....! અમને ના બોલાવતી....!”
“હે ભગવાન....!?” નેહા સહાનુભૂતિપૂર્વક બોલી “આ તો ખરો ઈમોશનલ અત્યાચાર....!”
“ઝીલ એકવીસ વર્ષની જ છે....! અને જે સંતાનો પોતાનાં માં-બાપને હીરો માનતા હોય....! એમનાં મોઢે આવાં શબ્દો સાંભળી એને કેવો આઘાત લાગ્યો હોય...!?” સિદ્ધાર્થની આંખ સહેજ ભિજાઈ.
નેહા દયામણું મોઢું કરીને કાર ચલાવી રહેલાં સિદ્ધાર્થ સામે જોઈ રહી. પોતાની ભીંજાયેલી આંખને છુપાવવાં સિદ્ધાર્થે નેહા બાજુ જોવાનું ટાળ્યું.
“ઝીલને કુલદીપ જોડે મેરેજની જોઈ પ્રોબ્લેમ નથી...!” સિદ્ધાર્થ આગળ બોલ્યો “બસ ખાલી આટલી જલ્દી મેરેજ નઈ કરવાં....! એ ગભરાય છે...! યુ નો....! આટલી નાની ઉમ્મરમાં ...અ…!”
“મેરેજ બવ મોટી જવાબદારી છે….!”કારની સામે કાંચમાંથી દેખાતાં ટ્રાફિક સામે શૂન્યમનસ્ક જોઈ રહીને નેહા વચ્ચે બોલી પડી “આઈ નો સિડ....! આઈ નો...!”
“આપડાંમાં ખબર નઈ....! લોકો આ વાત ક્યારે સમજશે.....!” થોડીવાર પછી નેહા એજરીરતે બોલી “મને તો વિશ્વાસ નઈ થતો...!”
નેહા સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું “સુરેશઅંકલ....! એક કોલેજના ટ્રસ્ટી હોવાં છતાંય હજીપણ એજ જુની મેંન્ટાંલિટીવાળા છે...!?”
“મામાં આમ બીજી બધીરીતે સારાં છે...!” સિદ્ધાર્થ બોલ્યો “પણ અમુક બાબાતોમાં....! હજીપણ તેઓ “જૂના” છે....!”
નેહા કેટલીક ક્ષણો મૌન થઈને સિદ્ધાર્થ સામે જોઈ રહી પછી આગળ જોવાં લાગી.
***
“અરે....! ઝીલને હજી સુધી મંડપમાં નઈ લાયાં...!?” નેહાએ સિદ્ધાર્થને પૂછ્યું “નવ વાગવાં આયાં....! સાડાં સાતેતો હસ્ત મેળાપનો ટાઈમ હતો...!”
“મેરેજમાં કશું ટાઈમે થાય …!?” સિદ્ધાર્થ વ્યંગ કરતો હોય એમ માથું ધૂણાવીને બોલ્યો.
“અરે નેહા....!” બંને ઘરના કમ્પાઉન્ડમાં સજાવેલી ચોળી પાસે ઊભાં હતાં ત્યાંજ સિદ્ધાર્થના મામાં સુરેશસિંઘે નેહાને બોલાવી.
“નેહા....! બેટાં....!” નેહા અને સિદ્ધાર્થની જોડે આવીને સુરેશસિંઘે નેહાને કહ્યું “જોવોને ઝીલ તૈયાર થઈ કે નઈ...! બેટાં બવ લેટ થઈ ગ્યું....!”
“હાં અંકલ....!” નેહાએ માથું ધૂણાવ્યું અને ઝીલના રૂમ તરફ જવાં ઘર બાજુ જવાં લાગી.
જતાં-જતાં તેણીએ એક નજર સિદ્ધાર્થ તરફ નાંખી અને હળવું સ્મિત કર્યું. પ્રતીભાવમાં સિદ્ધાર્થે પણ એવુંજ સ્મિત કર્યું.
“સાંભળ...! સિદ્ધાર્થ...!” સુરેશસિંઘ હવે સિદ્ધાર્થને જોઈને બોલ્યાં.
નેહા તરફ જોઈ રહેલાં સિદ્ધાર્થથી તેનાં મામાની હાજરીજ જાણે ભુલાઈ ગઈ હોય એમ તે છોભીલો પડી ગયો અને તંદ્રામાંથી બહાર આવ્યો તેમ તેમની વાત સાંભળવા લાગ્યો.
“બેટાં આરવ ક્યાં છે...!?” સુરેશસિંઘે પૂછ્યું “હું ક્યારનો એનો ફોન ટ્રાય કરું છું...! બે-ત્રણવાર રીંગો વાગી પછી ફોન કોંન્સ્ટન્ટ સ્વિચ ઑફજ આવે છે...!”
“હું ટ્રાય...!”
“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” સિદ્ધાર્થ બોલવાજ જતો હતો ત્યાંજ તેનાં ફોનમાં રિંગ વાગી.
“એક મિનિટ હાં અંકલ….!” સિદ્ધાર્થ બોલ્યો અને પોતાનાં સ્ક્રીનમાં નંબર જોવાં લાગ્યો “ઝીલ....!?”
સ્ક્રીન ઉપર ઝીલનો નંબર જોઈને સિદ્ધાર્થને હળવું આશ્ચર્ય થયું તે અને ધીરેથી બબડ્યો.
“સિડ...!” સિદ્ધાર્થે કૉલ રિસીવ કરતાંજ નેહાનો સ્વર સંભળાયો.
સિદ્ધાર્થને વધુ એકવાર હળવું આશ્ચર્ય થયું.
“કશું ના બોલતો...! સુરેશ અંકલ જોડેજ ઊભાં છેને...!?” સામેથી નેહાએ રઘવાટ ભર્યા સ્વરમાં પૂછ્યું.
“હાં...!” સિદ્ધાર્થે સુરેશસિંઘ સામે જોઈને ટૂંકો જવાબ આપ્યો.
“ઝીલના રૂમમાં આયને...! અર્જન્ટ છે....! કોઈને કશું કે’તો નઈ...!” નેહાએ એવાંજ સ્વરમાં કહ્યું.
“શ...થયું...!?” કઈંક અમંગળ થવાનાં ભયે સિદ્ધાર્થ ચિંતાતુર સ્વરમાં બોલ્યો અને લગ્ન મંડપથી ઘર તરફ જવાં લાગ્યો.
“ઝીલ બવજ રડે છે....! અને મેરેજ કરવાની ના પાડે છે...!” નેહા જાણે ધડાકો કરતી હોય એમ બોલી.
સિદ્ધાર્થ હતપ્રભ થઈ ગયો અને ઘરના મુખ્ય દરવાજાના પગથિયાં ઉપરજ ઊભો થઈ ગયો. પાછુંવળીને તેણે એક નજર લગ્ન માટે સજાવેલી ચોળી જોડે ઉભેલાં ઝીલના પિતા સુરેશસિંઘ તરફ નાંખી.
નેવી બ્લ્યુ કલરની શેરવાની અને માથે કેસરી સાફાંમાં રુઆબદાર લાગતાં સુરેશસિંઘ એ વખતે કોઈની જોડે વાત કરી રહ્યાં હતાં.
“હું આયો...!” એટલું કહીને સિદ્ધાર્થ ઉતાવળા પગલે ઘરમાં દાખલ થઈ ગયો
***
“બાપરે....! માંડ બચાયું...!” બરોડાથી અમદાવાદ જતાં એક્સપ્રેસ હાઇવે ઉપર કાર ડ્રાઈવ કરેલો આરવ બબડ્યો.
ઝીલના લગ્નમાં સિદ્ધાર્થ સાથે ગયેલો આરવ ઝીલને મળીને તરત કાર લઈને અમદાવાદ જવાં નીકળી ગયો હતો. એક્સ્પ્રેસ હાઈવે ઉપર ભારે ટ્રાફિફ નડતાં પોણો કલ્લાકનો રસ્તો કપાવામાંજ આરવને બે કલ્લાક જેતો સમય નીકળી ગયો હતો.
સિદ્ધાર્થે ફોન પર વાત કર્યા પછી વારંવાર પિતા કરણસિંઘ અને મામા સુરેશસિંઘના બેક ટુ બેક આવતાં કૉલ્સથી કંટાળીને આરવે તેનાં આઈફોનને એરોપ્લેન મોડ ઉપર રાખી દીધો હતો.
“ડીઝલ પુરાઈ લવ...!” એક્સપ્રેસ હાઈવે ઉપર એક પેટ્રોલ પંમ્પ જોઈએ કાર ધીમી કરતાં આરવ બબડ્યો.
પેટ્રોલ પમ્પનાં એંટરન્સમાંથી તેણે કાર અંદરવાળી અને એક પેટ્રોલ ફિલર પાસે લઈ જઈને ઊભી રાખી.
“ફુલ કરીદોને...!” કારમાંથી ઉતરતાં-ઉતરતાં આરવે પેટ્રોલ ભરનાર ફિલરને કહ્યું અને પેટ્રોલ પમ્પ પર બનેલાં જેંન્ટ્સ વૉશરૂમ તરફ જવાં લાગ્યો.
જતાં-જતાં તેણે પોતના ફોનમાં એરોપ્લેન મોડ ઑફ કર્યો અને નેટવર્ક આવતાંજ લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.
“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” આખી રિંગ વાગી જવાં છતાં લાવણ્યાએ આરવનો ફોન રિસવ નાં કર્યો.
આરવે તરતજ whatsappમાં લાવણ્યાનો નંબર ઓપન કર્યો અને મેસેજ કરવાં માંડ્યો.
“લાવણ્યા....! પ્લીઝ...! ટોક ટુ મી....! સોરી યાર....!” મેસેજ કરીને આરવે બે-ચાર સેડ ફેસવાળાં સ્માઈલીઝ પણ મોકલી દીધાં.
વૉશરૂમમાંથી બહાર આવીને આરવે ફરી એકવાર લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.
જોકે ફરીવાર આખી રિંગ વાગી જવાં છતાં તેણીએ આરવનો કૉલ નાં રિસીવ કર્યો.
“અરે યાર...! આતો જબરી રિસાઈ છે...!” પોતાની કાર પાસે જતાં-જતાં આરવ બબડ્યો અને માથું ધુણાવા લાગ્યો.
“અક્ષયને ફોન કરવાંદે...!” HL કોલેજમાં પોતાનાં બેસ્ટફ્રેન્ડ એવાં અક્ષયનો નંબર ડાયલ કરતાં-કરતાં આરવ બબડ્યો.
જ્યારથી આરવ અમદાવાદ ગયો હતો અને તેનાં મામાં સુરેશસિંઘની HL કોલેજમાં બીજા વર્ષમાં એડમિશન લીધું હતું ત્યારથી અમદાવાદમાં અક્ષય તેનો બેસ્ટફ્રેન્ડ બની ગયો હતો. કોલેજની ખાસ કરીને લાવણ્યાની “વાતમાં” અક્ષય આરવને “સિક્રેટ સપોર્ટ” કરતો. લાવણ્યાને લગતી કોઈપણ પ્રોબ્લેમમાં આરવ મોટેભાગે અક્ષયની “સલાહ” લેતો.
“હા બોલ ભાઈ....!” આરવનો ફોન ઉપાડીને અક્ષયે કહ્યું.
“અરે યાર લાવણ્યા તો મારો ફોનજ નઈ ઉપાડતી...!” આરવે માથે હાથ દઈને કહ્યું.
“ તો હું શું કરું....!?” અક્ષય ચિડાઈને બોલ્યો “મેં જ્યારે એને કીધું કે ટુ મેરેજમાં ગ્યો છે....! એણે તો આજે મને ત્યાં સુધી કઈ દીધુ’તું કે આ તારી છેલ્લી ભૂલ હશે....! એટ્લે સમજ ભાઈ...! તારું પત્તું કટ....! તું બર્થ ડે ભૂલી ગ્યો છે...!”
“બે યાર તારે મને એજ વખતે ફોન કરીને યાદ નાં અપાવાય...!” આરવ અક્ષય ઉપર ગુસ્સે થતો હોય એમ બોલ્યો.
“પણ ભાઈ....! મેં તરતજ તને ફોન કર્યો’તો...! તારો ફોન સ્વિચ ઑફ આવતો તો....!” અક્ષયે દલીલ કરતાં કહ્યું.
“અરે મેરેજ પ્રસંગમાં ઘણું બધુ કામ હોય...! બેટરી ચાર્જ કરવાની રઈ ગઈ...!” આરવ એજરીતે અક્ષયને ધમકવતાં બોલ્યો “તો થોડીવાર પછી ટ્રાય કરવો તો ને તારે....!”
“અલ્યા તું મારી ઉપર શું લેવાં ઢોળે છે...!” અક્ષય પણ ચિડાઈને બોલ્યો “મને એમેય એ છોકરી નઈ ગમતી....! અને તું એનાં માટે થઈને મારી જોડે બબાલ કરે છે...!”
“અરે પણ તારે ક્યાં ગમાડવાની છે...!?” આરવ ચિડાઈને બોલ્યો “તારે ખાલી ફોન કરવાનો હતો....!”
“તો કર્યોને....!” અક્ષય એજરીતે બોલ્યો “ના લાગ્યો...તો શું હું કઈં એની પાછળ-પાછળ ફર્યા કરું....! તને ખબર આપવાં....! વાત કરે છે યાર તું તો...!”
“હવે એ બધું મુકને....!” આરવ છેવટે કંટાળીને બોલ્યો “હવે શું કરું એ કે’….! એ ફોનજ નઈ ઉપાડતી....!”
“હવે કઈં ના થાય....!” નિરાશ સૂરમાં એક ઉચ્છવાસ નાંખીને આરવ બોલ્યો.
“અરે યાર કઈંક તો રસ્તો કાઢ...!”
“એકજ રસ્તો છે...!” અક્ષય બોલ્યો.
“અરે જે હોય એ...! બોલ..!”
“ફોન કરેજ જા....!”
“ક્યાં સુધી...!?” આરવ નવાઈ પામીને બોલ્યો.
“જ્યાં સુધી એ કંટાળીને તારો ફોન ઉપાડી ના લે ત્યાં સુધી...!” અક્ષય શાંતિ બોલ્યો “તું ફોન કરેજ જા....! અને મેસેજ પણ કરેજ જજે....!”
“હમ્મ...!”
“એ થાકીને કઈંક તો રિપ્લાય કરશેજ ને..!?”
“હમ્મ....! કરું ચલ...!” અક્ષય સાથે વાત કરીને છેવટે આરવે કૉલ કટ કર્યો.
“ ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” અક્ષયે કહ્યાં મુજબ આરવે હવે લાવણ્યાને બેક ટુ બેક કૉલ કરવાનું ચાલુ કર્યું.
પોતાની કાર પાસે આવીને આરવ કારના દરવાજાના ટેકે ઊભો રહ્યો અને લાવણ્યાને કૉલ કરતો રહ્યો.
“યાર... આ તો ફોન ઉપાડવાનું નામ જ નઈ લેતી...!” લગભગ દસેક વખત ફોન કર્યા પછી પણ લાવણ્યાએ આરવનો ફોન ના ઉપાડયો.
ત્યારબાદ આરવે લાવણ્યાને “સોરી” કહેતાં અનેક મેસેજીસ whatsappમાં કરવાં માંડ્યા.
“સોરી...યાર...! પ્લીઝ....! ફોન તો ઉપાડ...!”
વારાફરતી અનેકવાર મેસેજીસ કરવાં છતાં લાવણ્યાનો કોઈજ રિસ્પોન્સ ના આવ્યો. આરવના મેસેજીસ રીડ કર્યા પછી પણ લાવણ્યાએ કોઈજ રિસ્પોન્સ ના આપ્યો.
ફિલર પાસે આવીને આરવે ત્યારપછી કારમાં ડીઝલ પૂર્યાનું પેમેન્ટ કર્યું અને કાર ડ્રાઈવ કરીને ત્યાંથી આગળ લીધી. પેટ્રોલ પમ્પમાંજ સહેજ આગળ લઈ જઈને આરવે કાર સાઈડમાં ઊભી કરી અને ફરીવાર લાવણ્યાને કૉલ કરવાં લાગ્યો.
વધુ પાંચેક વખત ફોન કર્યા પછી પણ લાવણ્યાએ આરવનો ફોન ના ઉપાડયો. થોડીવાર પછી આરવે છેવટે કારનો સેલ માર્યો.
“ઘરર.....ઘરર...!” બે-ચાર વાર સેલ માર્યા પછી પણ કાર સ્ટાર્ટના ના થઈ.
“શું થયું પાછું આને....!” કંટાળેલો આરવ બબડ્યો.
“ઘરર.....ઘરર...!” વધુ ચાર-પાંચ વખત સેલ મારવા છતાંય કાર સ્ટાર્ટના થઈ.
“અરે યાર....!” સ્ટિયરિંગ ઉપર હાથ પછાડી આરવે માથું ધૂણાવ્યું.
“લાવણ્યાને કૉલ કરી જોવું...!” ફરીવાર લાવણ્યાને કૉલ કરવાનું યાદ આવી જતાં આરવે કારમાં બેઠાં-બેઠાંજ લાવણ્યાને બેક ટુ બેક કૉલ કરવાં માંડ્યા.
ફરીવાર એજ સ્થિતિ.
લગભગ દસેક વખત કૉલ કરવાં છતાંય લાવણ્યાએ એકેય કૉલનો રિપ્લાય ના આપ્યો.
“ઉફ્ફ....!” માથું સીટ ઉપર પછાડી આરવે કારની છતમાં લાગેલાં મિરરમાં તાકે રાખ્યું.
“ઘરર.....ઘરર...!”થોડીવાર પછી આરવ હવે ફરીવાર કાર ચાલુ કરવાં મથવા લાગ્યો.
`“ઘરર.....ઘરર...!” ઘણીવાર સેલ માર્યા પછી પણ કાર સ્ટાર્ટના ના થઈ.
“F**k…!” આરવના મોઢામાંથી ગાળ નીકળી ગઈ “સિડ સાચું કે’તો તો....! આ કારમાં ખર્ચો જ છે...!”
થોડું વિચારીને આરવ કારમાંથી નીચે ઉતર્યો અને પેટ્રોલ પમ્પ પર કોઈ વ્હીકલમાં પેટ્રોલ ભરી રહેલાં ફિલર પાસે આવ્યો.
“ભાઈ...! કાર રિપૅર કરવાં કોઈ મિકેનિક મલશે....!?” બાઇકમાં પેટ્રોલ ભરી રહેલાં ફિલરને આરવ પૂછવા લાગ્યો “મારી કાર બંધ પડી ગઈ છે....! મારે અર્જન્ટ અમદાવાદ પો’ચવું છે...!”
પેટ્રોલપમ્પમાંજ એક સાઇડે ઊભી રાખેલી પોતાની કાર તરફ હાથ કરીને આરવે તે ફિલરને બતાવી.
“અહિયાં નજીકમાં કોઈ નઈ મલે....!” ફિલરે કહ્યું “તમારે થોડું દૂર જવું પડશે...! અને એ પણ અત્યારેજ રિપૅર કરી આપે એની કોઈ ગેરંટી નઈ...! તમે ત્યાં જાવ....! એનાં મિકેનિકને અહિયાં લઈને આવો....! એક કાર ચેક કરે....! અને પછી અહિયાં થઈ તો ઠીક નઈ તો કાર પુલ કરાઈને એનાં ગેરેજ લઈ જવાની...! આ બધું કર્યા પછી પણ જો અત્યારે રિપૅર થાય તો નઈ તો કાલે.....!”
“અરે યાર....!” આરવે તેનાં માથે હાથ દીધો “વાત તો સાચી છે તમારી...”
પાછું ફરીને આરવ ત્યાંથી પાછો પોતાની કાર તરફ જવાં લાગ્યો.
“અમદાવાદ તો પોં’ચવુંજ છે...!” પોતાનીજ જોડે વાત કરતો આરવ મક્કમતાં પૂર્વક બોલ્યો “ગમે તે થાય...!”
થોડીવાર સુધી વિચારતો-વિચારતો તે આમતેમ આંટા મારવાં લાગ્યો.
“હવે તો એકજ માણસ મને આ મુસીબતમાંથી બા’ર કાઢી શકે છે...!” આરવે વિચાર્યું અને છેવટે પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં માંડ્યો.
***
“ઝીલ...! શું થયું...!?” ઝીલનાં રૂમમાં પ્રવેશી રૂમનો દરવાજો બંધ કરતાં-કરતાં સિદ્ધાર્થ બોલ્યો “શું વાત છે...!?”
પોતાનાં બેડ ઉપર બેઠાં-બેઠાં ઝીલ રડી રહી હતી અને નેહા તેણીની જોડે ઊભાં-ઊભાં શાંત કરાવી રહી હતી.
“સિદ્ધાર્થ....! સિડ....!” બેડ ઉપરથી ઊભાં થઈને ઝીલ તરતજ સિદ્ધાર્થને વળગી પડી.
“શું વાત છે..!? હેં....!?” ઝીલનાં માથે હાથ મૂકીને સિદ્ધાર્થ નેહા સામે જોઈને ઝીલને પૂછી રહ્યો.
“મ્મ...મારે મેરેજ ન.....નઈ કરવાં...! નઈ કરવાં....!” ડૂસકાં-ડૂસકાં ભરતી-ભરતી ઝીલ બોલી રહી.
“શાંત થઈજા....! શાંત થઈજા...! હમ્મ...!” ઝીલનાં માથે પ્રેમથી હાથ ફેરવી સિદ્ધાર્થે તેણીને શાંત કરવી રહ્યો “આપડે પે’લ્લાં પણ આ ટોપીક ઉપર વાત કરી છે ને....!? હમ્મ...!? બોલ...!?”
સિદ્ધાર્થે હવે ઝીલની સામે જોયું. માથું નીચું કરી રડતાં-રડતાં ઝીલે હળવેથી હકારમાં માથું ધૂણાવ્યું.
“તો પછી અત્યારે ફરીવાર તું કેમ આવું બોલે છે...!?” સિદ્ધાર્થે પરેશાન સ્વરમાં પૂછ્યું “બોલ...!?”
“અત....અત્યારે નઈ કરવાં મેરેજ...!” ઝીલ માંડ-માંડ બોલી “મ્મ..મારી હેલ્પ કરને પ્લીઝ...!”
નેહા પણ ઈમોશનલ થઈને બેડ પાસે ઊભાં-ઊભાં બંનેને સાંભળી રહી.
“આપડે ઓલરેડી ટ્રાય કરી ચૂક્યાં છે ને...!?” સિદ્ધાર્થ સમજાવાના સૂરમાં બોલ્યો.
“હું....એ..એ..નઈ કે’તી....!” ડૂસકાં લેતી-લેતી ઝીલ સિદ્ધાર્થ સામે આંસુ નીતરતી આંખે બોલી “મારે ભાગી જવું છે...!”
“what….!?” સિદ્ધાર્થે અને ઝીલની પાછળ બેડ પાસે ઊભેલી નેહા બંને લગભગ સાથેજ ચોંકીબે બોલ્યાં.
નેહા આગળ આવીને ઝીલની જોડે ઊભી રહી.
“કોની જોડે ભાગી જવું છે તારે...!?” સિદ્ધાર્થે આઘાત અને આશ્ચર્યથી પૂછ્યું.
“ક...કેમ...!?” પોતાનાં ડૂસકાં રોકવાનો પ્રયત્ન કરતી ઝીલ બોલી “છોકરીઓ એકલી ના ભાગી શકે...!? કોઈક છોકરાં જોડેજ ભાગવું જરૂરી છે...!?”
“હી...હી...!” ઝીલની વાત ઉપર વિશ્વાસજ ના હોય એમ સિદ્ધાર્થથી પરાણે હસાઈ ગયું “તું મજાક કરે છે ને...!?”
“મજાક લાગે છે તને...બોલ...!” ઝીલે ચિડાઈને સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર બે-ત્રણ પંચ માર્યા.
“ઝીલ....! આ રીતે તો ઘણાં બધાંની લાઈફ ડિસ્ટ્રોય થઈ જશે...!” સિદ્ધાર્થ હવે ફરીવાર ગંભીર થઈને બોલ્યો.
“હાં ઝીલ...!” નેહાએ સૂર પુરાવ્યો “બા’ર બધાં મે’માનો આઈ ગ્યાં છે...! જાન પણ આઈ ગઈ છે...અંકલ-આન્ટીની રેપ્યુટેશનનું શું...!? કુલદીપની ફેમિલીની રેપ્યુટેશનનું શું...!?”
“અને મારાં પાઈલટ બનવાના....! આગળ સ્ટડી કરવાનાં ડ્રીમનું શું...!?” ઝીલે માંડ પોતાનું ડૂસકું દબાવીને પૂછ્યું.
“ઝીલ.....! આપડે કુલદીપને કનવીન્સ કરવાનો ટ્રાય કરીશુંને....!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો “તને કીધું’તું તો ખરાં....!”
મોઢું નીચું કરીને ઝીલ રડતી આંખે ફર્શ સામે તાકી રહી.
“ઝીલ..! કુલદીપ બીજી બધી રીતે સારો છોકરો છેને...!” સિદ્ધાર્થ બોલ્યો “અને તને પણ એ ગમેજ છે ને...!?”
ઝીલે પરાણે હકારમાં માથું ધૂણાવ્યું.
“તું આજે જે કરીશ...!” હવે નેહા બોલી ”એ પછી તને શું લાગે છે...!? કુલદીપ જેવો બીજો કોઈ છોકરો તને મલશે...!?”
“ઝીલ....! તારી પોતાની રેપ્યુટેશન પણ ડાઉન થઈ જશે....! એ અલગથી...!” નેહા આગળ બોલી “સમાજ આવીરીતે ભાગી જનાર છોકરીઓને પછી કઈરીતે જોવે છે..! એ તું જાણે છે...! એ પછી પાઈલટ બનીને પણ શું મતલબ...!? બોલ...!?”
“અને ઝીલ...!” હવે સિદ્ધાર્થ શાંત સ્વરમાં બોલ્યો “હવે સબંધ પાકો થઈ ગ્યો ને...! આપડે વચનથી બંધાઈ ગ્યાં....!”
થોડું અટકીને સિદ્ધાર્થ ઝીલ સામે જોઈ રહ્યો પછી એવાંજ શાંત સ્વરમાં બોલ્યો
“હવે વચન ના તોડાય...!”
ઝીલ મોઢું નીચું જોઈ રહી. કોઈ કોઈ વાર હજીપણ તેણીને ડૂસકાં આવી જતાં હતાં.
“આપડામાં વચન ના તૂટે ઝીલ...! આગળ પછી તારી મરજી...!” શાંત સ્વરમાં એટલું કહીને સિદ્ધાર્થ પાછો ફર્યો અને બેડરૂમના દરવાજા તરફ ચાલવા લાગ્યો.
“તે આરવને કેમ સપોર્ટ કર્યો’તો....! ભાગવાંમાં..!?” ઝીલે વેધક સ્વરમાં જઈ રહેલાં સિદ્ધાર્થને કહ્યું.
સિદ્ધાર્થે એક ઊંડો નિ:શ્વાસ નાંખ્યો અને મૌન થઈને બે ક્ષણ ત્યાંજ ઊભો રહ્યો.
“એ છોકરો છે એટ્લેને..!?” સિદ્ધાર્થે કઈં જવાબ ના આપતાં ઝીલ ગળગળા સ્વરમાં બોલી.
“ઝીલ....! પ્લીઝ...!” નેહા સમજાવના સૂરમાં કહ્યું અને ઝીલનાં ખભે હાથ મૂક્યો.
“બોલને સિડ....! એ છોકરો છે એટ્લેજ ને...!?” એક ડગલું આગળ આવીને ઝીલ વધુ એકવાર સિદ્ધાર્થનો આન્સર મેળવવાં આજીજીપૂર્વક બોલી.
“આ અવિચારી પગલું છે ઝીલ....!” સિદ્ધાર્થ પાછો ફર્યો અને ઝીલની સામે જોઈને એવીજ રીતે શાંતિથી બોલ્યો “તું જસ્ટ એકવીસ વર્ષની છે.....!”
“એજ તો હું કવ છું...!” ઝીલ વચ્ચે બોલી “આટલી નાની ઉમ્મરમાં મેરેજની રિસ્પોન્સિબિલિટી કેવીરીતે લેવાની...!?”
“તો પછી તું ભાગી જવાની વાત કેમની કરે છે ઝીલ..!?” સિદ્ધાર્થ સહજ સ્વરમાં બોલ્યો “જો આટલી નાની ઉમ્મરમાં તું મેરેજની રિસ્પોન્સિબિલિટી નાં લઈ શક્તિ હોઉ...! તો પછી આટલી નાની ઉંમરમાં ઘરેથી ભાગ્યાં પછી ક્યાં જવાનું...!? કેવીરીતે જીવવવાનું...!? અને કોઈના પણ સપોર્ટ વિના પાઈલટ બનવાનું...!? આટલી બધી રિસ્પોન્સિબિલિટી ....!? તું લઈ શકીશ....!? બોલ...!?”
“એક્ઝેક્ટલી ઝીલ...!” નેહાએ ફરીવાર સિદ્ધાર્થ વાતમાં સૂર પુરાવ્યો “સિડ સાચું કે’ છે...! મેરેજ પછી તું કુલદીપને કન્વીન્સ કરીશ...! પાઈલટ બનવા માટે...! તો આજે નઈ તો કાલે...! એ માની જ જશે....!”
“અને...અને..એ ના માન્યો તો...!?” ડૂસકાં ભરતી-ભરતી ઝીલ નાના બાળકની જેમ બોલી.
“તો હું મનાઈશ...! બસ...!” નેહા ઝીલનાં બાવડાં પકડીને બોલી “અમે બેય... આઇશું...! એને મનાવા હમ્મ....!”
એટલું કહીને નેહાએ સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું અને ઝીલ સામે જોયે રાખ્યું. તેનાં ચેહરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે ઝીલ હજી પણ કન્વીન્સ નહોતી થઈ.
દયામણું મોઢું કરીને સિદ્ધાર્થ ઝીલ સામે ભીની આંખે જોઈ રહ્યો.
“વિધિનો ટાઈમ થઈ ગ્યો છે..!” એટલું કહીને છેવટે સિદ્ધાર્થ પાછો ફર્યો અને સહેજ ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગયો “એને નીચે લઈ આવ નેહા...!”
***
“ટ્રીન...ટ્રીન....ટ્રીન....!” ઝીલનાં રૂમમાંથી સીડીઓ ઉતરી રહેલાં સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.
શેરવાનીનાં પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢી સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો.
“હાં બોલ...!” કૉલ રિસીવ કરતાંજ સિદ્ધાર્થ બોલ્યો.
ફોન આરવનો હતો.
“ભાઈ...! કાર બંધ પડી ગઈ છે...!” સામે છેડેથી આરવ બોલ્યો “એક્સપ્રેસ હાઈવે ઉપર..!”
“હમ્મ...! મેં કીધુંજ તુંને...!” સિદ્ધાર્થ ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “પણ રાજાસાહેબને તો બઉ ફાંકો હતોને...! ઝીલને પાંચ મિનિટ મલવા પણ ના રોકાયો...!”
“અરે બ્રો મલ્યો તો ખરો...!” આરવ બોલ્યો “પ્લીઝ યાર...! આ ટોંન્ટવાળી ગેમ આપડે પછી રમશું..!? મારે અર્જન્ટ અમદાવાદ પોં’ચવું છે..! ઓલીનો બર્થડે છે યાર...!”
“તો પછી થોડી રાહ જો....!” સીડીઓમાં અટકી ગયેલો સિદ્ધાર્થ હવે ધીરે-ધીરે પગથિયાં ઉતારવા લાગ્યો “ઝીલને હવે મંડપમાં લાવવાંનાં જ છે...! પછી વિધિ પતવામાં બવ વાર નઈ લાગે...!”
“કેમ આટલું લેટ...!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું “હસ્તમેળાપનો ટાઈમ તો ક્યારનો જતો ર્યોને..!?”
“નાં...!” સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસ ભર્યો “થોડી પ્રોબ્લેમ થઈ ગઈતી...!”
“શું...!?” આરવે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું “શું થયું બ્રો...!? ઝીલ ઠીક છેને...!? હું પાછો આવું..!? બર્થડે પછી જોઈ લઇશ..!”
“નાં...! ચાલશે..! તું મને તારી લોકેશન મોકલીદે...!” સિદ્ધાર્થ બોલ્યો “વિધિ પૂરી થાય એટ્લે હું નિકળું છું..! પછી વાત કરું..!”
“જલ્દી બ્રો...! પ્લીઝ હોં...!” આરવ બોલ્યો અને બંનેએ ફોન કટ કર્યો.
સિદ્ધાર્થ હવે ઘરની બહાર નીકળીને ચોળી તરફ ચાલવા લાગ્યો.
***
“ ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” સિદ્ધાર્થ સાથે વાત કર્યા પછી આરવે ફરી એકવાર લાવણ્યાનો નંબર ડાયલ કરવાં માંડ્યો.
ફરી એજ પરિણામ. લગભગ ત્રીસથી વધુ વખત કૉલ અને અનેક મેસેજીસ કરવાં છતાંય લાવણ્યાએ એકપણ કૉલ રિસીવ નાં કાર્યો કે એક પણ મેસેજનો રિપ્લાય ના આપ્યો.
“આ છોકરી તો ભારે નારાજ થઈ...!” પેટ્રોલ પમ્પ ઉપરજ કાર પાસે ઊભાં-ઊભાં આરવ માથું ધૂણાવી રહ્યો અને પેટ્રોલ પમ્પની ઓફિસની જોડે બનેલાં કેફેટેરિયા તરફ ચાલવા લાગ્યો.
જતાં-જતાં ફરીવાર તેણે લાવણ્યાનો નંબર ડાયલ કરી મોબાઈલ કાને ધર્યો.
***
“હું બસ પહોંચવાંજ આયો છું ભાઈ...!” કાનમાં ભરાવેલાં બ્લ્યુટૂથ વડે આરવ સાથે વાત-કરતાં-કરતાં સિદ્ધાર્થ બોલ્યો.
આરવે મોકલેલી મેપ લોકેશન સુધી કાર લઈને આવી લગભગ આવીજ પહોંચ્યો હતો. પેટ્રોલ પમ્પનાં એંટરન્સમાંથી કાર વાળવતી વખતે સિદ્ધાર્થે એક્ઝિટ પાસે આરવની વ્હાઈટ BMW પડેલી જોઈ. કારને ફિલર પમ્પ પાસે ઊભી રાખી સિદ્ધાર્થ હવે કારમાંથી નીચે ઉતર્યો.
“કાર દેખાઈ ગઈ...!” કારમાંથી ઉતરીને સિદ્ધાર્થ બોલ્યો “તું નઈ...!? ક્યાં છે..!?”
“આયો...!” સામે છેડેથી આરવે કહ્યું અને કૉલ કટ કર્યો.
“ફૂલ ટેન્ક કરીદો...!” કારની ડીઝલ ટેન્કનું ઢાંકણું ખોલી સિદ્ધાર્થે ફિલરને કહ્યું અને પેટ્રોલ પમ્પનાં કેફેટેરિયા તરફ જોયું.
આરવ એ તરફથી ચાલતો-ચાલતો આવી રહ્યો હતો.
“તું આવે ત્યાં સુધી ટાઈમ પાસ માટે કેફેટેરિયામાં બેઠો હતો...!” આરવ નજીક આવતા-આવતા બોલ્યો.
સિદ્ધાર્થ આવે ત્યાં સુધી ટાઈમ પસાર કરવાં આરવ કેફેટેરિયામાં બેઠો હતો. ત્યાં બેઠા-બેઠા પણ આરવે અનેકવાર લાવણ્યાને કૉલ-મેસેજ કર્યા હતાં. છતાં પરિણામ શૂન્યજ આવ્યું હતું.
“શું થયું ઝીલનું...!?” આરવે પૂછ્યું “શું પ્રોબ્લેમ હતી...!?”
એક નજર ડીઝલ પૂરી રહેલાં ફિલર તરફ જોઈને સિદ્ધાર્થે આરવ તરફ જોયું.
“અચ્છા...! સમજી ગ્યો...!” આરવ સિદ્ધાર્થનો ઈશારો સમજી ગયો હોય એમ બોલ્યો.
કારમાં ડીઝલ પુરાવી સિદ્ધાર્થે કાર્ડથી પેમેન્ટ કર્યું.
“ચલ...!” સિદ્ધાર્થ કારની ચાવી હાથમાં ફેરવતાં બોલ્યો “કારમાં બેસ જલ્દી...!”
“ક્યાં..!?” આરવે નવાઈપૂર્વક પૂછ્યું.
“કેમ...!? તું કે’તો’તો ને...! જરૂર હોય તો પાછો આવવાનું...? બર્થડે પછી જોઈ લઇશ એવું...!?” સિદ્ધાર્થે યાદ આપાવ્યું.
“અરે યાર બ્રો..! ફરીવાર માથાકૂટ કરવી પડશે..!?” આરવ હેલ્પલેસ ચેહરો બનાવીને બોલ્યો “સમજને યાર...! મારાં માટે અમદાવાદ પોં’ચવું જરૂરી છે...! અત્યારેજ...! અને એમ પણ...! તે કીધું ‘તું તો ખરાં...! પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે...! તો પછી હવે શું...!?”
“ફાઈન...! હું તો ખાલી જોતો ‘તો..!” સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું “ચલ....! જલ્દી...!”
“અમદાવાદ હોં...!” સિદ્ધાર્થ ઉપર ટ્રસ્ટ નાં હોય એમ આરવ બોલ્યો અને ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેસવા ફરીને કારની આગળ જવા લાગ્યો.
બંને કારમાં બેઠાં. કારનો સેલ મારી સિદ્ધાર્થે કાર ગિયરમાં નાંખી.
“આ કારનું શું...!?” એક્ઝિટ પાસેથી પસાર થતી વખતે આરવે તે જે કાર લઈને આવ્યો હતો તેની તરફ ઈશારો કરીને પૂછ્યું.
“રઘુનાથ અંકલને કઈ દીધું છે..!” સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો અને કારને પેટ્રોલપમ્પમાંથી બહાર કાઢી મુખ્ય હાઈવે ઉપર લેવાં લાગ્યો “એ મેનેજ કરી લેશે...!”
મેઈન હાઈવે ઉપર આવી જતાંજ સિદ્ધાર્થે કારની સ્પીડ વધારી દીધી.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન...!” સિદ્ધાર્થની જોડે બેઠેલાં આરવે હવે ફરીવાર લાવણ્યાનો નંબર ડાયલ કરવાં માંડ્યો.
ખાસ્સો સમય પ્રયત્ન કર્યા છતાંપણ લાવણ્યાએ એકેય કૉલ રિસીવ ના કર્યો.
“ના ઉઠાયો...!?” કાર ચલાવી રહેલાં સિદ્ધાર્થે આગળ જોઈ રહીને શાંત સ્વરમાં પૂછ્યું.
“ના યાર....! ચા...લ્લીસથી વધારે વખત કર્યા ફોન...!” આરવ નિરાશ થઈને નાનાં બાળકની જેમ બોલ્યો “એકેય વખત ના ઉપાડયો કે મેસેજીસનો રિપ્લાય ના આપ્યો..!”
સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર કાર ચલાવે રાખી. થોડીવાર પછી કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે એક નજર આરવ ઉપર નાંખી.
બેચેનીપૂર્વક આરવ હજીપણ પોતના મોબાઈલમાં whatsappમાં મેસેજ કરી રહ્યો હતો.
થોડીવાર સુધી મોબાઈલમાં મેસેજ કર્યા પછી છેવટે આરવે તેનો ફોન લોક કર્યો અને કારમાંજ ચાર્જિંગ કરવાં માટે લગાવેલાં કેબલમાં ભરાવ્યો.
શૂન્યમનસ્ક થઈ ગયેલો આરવ હવે પોતાની બાજુ કારની કાંચની વિન્ડોમાંથી બહાર તાકી રહ્યો. વધુ કેટલીક ક્ષણ સુધી સિદ્ધાર્થે આરવ સામે જોયે રાખ્યું.
“એ છોકરી તારાં માટે એટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે...!?” થોડીવાર પછી સિદ્ધાર્થે અમસ્તુંજ પૂછી લીધું “એનાંમાં એવું તો શું છે....!? જે બીજી છોકરીઓમાં નથી...!?”
“હી....હી....!” આરવે હળવું સ્મિત કર્યું અને કહ્યું “હું કઈશ તો નઈ સમજાય....! તારે ફીલ કરવું પડશે...!”
સિદ્ધાર્થે ફરીવાર સામે જોઈને કાર ચલાવા માંડી.
હવે આરવે કાર ચલાવી રહેલાં સિદ્ધાર્થ સામે એક નજર નાંખી અને ફરીવાર કાંચની વિન્ડોમાંથી બહાર જોવાં માંડ્યુ.
“તને યાદછેને એ દિવસ....! જ્યારે હું ઘર છોડીને ભાગ્યો ‘તો..!?” આરવે સિદ્ધાર્થને પૂછ્યું.
“હમ્મ...!” સિદ્ધાર્થે હુંકારો ભર્યો અને કાર ડ્રાઈવ કરી રહ્યો.
“વુશ...વુશ....વુશ...!” હાઇવેની સાઇડે લાગેલા લાઇટ્સના થાંભલા અને અને ઝાડાવાઓને આરવ ઝડપથી પસાર થતાં જોઈ રહ્યો.
કોઈ ફિલ્મની પટ્ટીની જેમ પસાર થતાં એ ઝાડવાં અને થાંભલાઓની જેમ આરવ સામે નજીકના એ ભૂતકાળના દ્રશ્યો તરવરી ઊઠ્યાં જ્યારે તે ઘર છોડીને ભાગ્યો હતો અને અમદાવાદમાં પ્રથમવાર લાવણ્યાને મળ્યો હતો. આરવે છેવટે લાવણ્યા સાથેના એ નજીકના ભૂતકાળ વિષે સિદ્ધાર્થને કહેવાં માંડ્યુ.
***
“SID”
J I G N E S H
Instagraam: @sid_jignesh19