જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb
ભાગ :- 15
રોહન પહેલેથી જ બધું જાણતો હતો કે મેધા તેની ઓફિસમાં નોકરી કરવા માટે કેમ આવી છે! મેધા સાથે મરિયમ ખુંબ ખરાબ વર્તન કરી ચૂકી હતી જેને લીધે રોહન મરિયમને ખૂબ સારો પાઠ ભણાવે છે,રોહન તેને ઘણું બધું કહે છે અને છેલ્લે પ્રશ્ન પૂછે છે કે "મરિયમ તે ક્યારેય પણ તારા પરિવારમાં જરૂરિયાત સમયે કોઈને પણ ગ્લાસ ભરીને પાણી આપ્યું છે?" ત્યારે મરિયમ રોહનનો પ્રશ્ન સાંભળી તેનું મોં જમીન તરફ કરીને ઉભી થઇ જાય છે. રોહન ફરી બોલે છે "તો મરિયમ તમારી ચુપ્પીનો મતલબ હું હા સમજુ કે ના? ઓહ સોરી લોકો ચૂપ તો ત્યારે રહે જ્યારે તેમને કોઈ એવું કામ કર્યું જ ન હોય! આઈ એમ રાઈટ મરિયમ?" પણ મરિયમ કોઈ જવાબ આપતી જ નથી. રોહન ફરી બોલે છે "મરિયમ જ્યારે તમે તમારા પોતાના લોકોની સેવા નથી કરી શકતા તો વિચારો કે તમે બીજાની સેવા શું કરી શકો! એ ગુણ મેઘાની અંદર ભર્યા છે. તમને શું લાગતું હતું કે મોર્ડન કપડા પહેરવાથી તને રોહન અનંતની ઓફિસમાં નોકરી મળી જશે? તો તમે ગલત છો મરિયમ કેમકે મોર્ડન કપડા પહેરવાથી રોહન અનંતની ઓફિસમાં નોકરી નથી મળતી! બીજું કે તમારી અંદર કાબેલિયત હતી મેધા કરતાં વધારે કે તમને આ નોકરી મળી જાય પણ સાચું કહું ને તો તમારી અંદર માણસાઈ નામની કોઈ વસ્તુ છે જ નહિ! માણસાઈ મેઘાની અંદર ભરેલી છે ભલે એની અંદર કાબેલિયત નથી પણ આ નોકરી માટે મેધાથી કોઈ બેસ્ટ ઓપ્શન છે જ નહિ! જઈ શકો છો બાકીના લોકો, હું મારી સ્ક્રેટરી માટે મેઘાને પસંદ કરુ છુ. ગેટ આઉટ!" રોહન આટલું કહીને પેલી છોકરીઓને દરવાજા તરફનો રસ્તો બતાવી દે છે. મરિયમ અને બાકીની બધી છોકરીનો નીચે તરફ પોતાની નજર જુકાવિને બહાર ચાલી જાય છે.
મેધા એક દમ સૂનમૂન ઉભી હતી કેમકે તેના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હોય છે, તેને હજુ સુધી તો એ વાતનો અંદાજ પણ ન હતો કે રોહન તેને પોતાની પર્સનલ સેક્રેટરી બનાવી ચુક્યો છે. મેધા તરફ જોઈને રોહન કહે છે "મેધા જલ્દીથી મને મારી કેબિનમાં મળ અને તારા જોઈનીગ લેટરનો સ્વીકાર કર!" હજુ સુધી મેઘાને અંદાજ ન હતો કે આ બધું થઈ શું રહ્યું છે એટલે તે ડરતાં ડરતાં રોહનના કેબિન તરફ ચાલી નીકળે છે. રોહનના કેબિનનો દરવાજો ખટખટાવે છે ત્યારે રોહન કહે છે "મેધા અંદર આવી જા, અને તારું કામ સમજી લે." મેધા ધીરે ધીરે હિંમત કરીને અંદર જઈ રહી હોય છે. તે અંદર તો પહોંચી ગઈ હોય છે પણ તેના હાથ વડે ખુરશીને મજબૂત રીતે પકડી લે છે પણ ખુરશી ઉપર બેસતી નથી! મેધા ખૂબ ઊંડા વિચારમાં ખોવાયેલી હતી જેના લીધે તેનું ધ્યાન પણ રોહન તરફ ન હતું! રોહન તેને વારંવાર બેસવા માટે કહી રહ્યો હતો પણ મેઘાના કાન સુધી કોઈ અવાજ પહોંચી જ ન રહ્યો હતો એટલે રોહન ઊભો થઈને મેધા પાસે જાય છે અને મેઘાના હાથ પોતાના હાથમાં લીધા પછી તેની આંખોમાં એક દમ ભાવ સાથે જોતાં કહે છે "મેધા તને નોકરી મળી ગઈ છે તો તારા ચહેરા ઉપર ખુશી કેમ નથી? મેધા તું નીચે બેસી શકે છે આમ ઊભા રહેવાથી તને સેલેરી નહિ મળે! એની માટે તારે ખૂબ મહેનત અને લગનથી કામ કરવું પડશે, મેધા તું સમજી રહી છે ને કે હું શું કહેવા માગી રહ્યો છું?" આટલું કહીને રોહન પણ મેઘાની આંખોમાં ખોવાઈ જાય છે. એ થોડા સમય માટે ભૂલી જ જાય છે કે એ ક્યાં છે, એના હાલાત શું છે, તેને કંઈપણ યાદ રહેતું નથી બસ એને એટલું જ યાદ હોય છે કે અત્યારે તે એની ગમતી વ્યક્તિ એટલે કે મેધા સાથે હોય છે. એક દિવસના તણાવ પછી રોહને ફરી એકવાર એવો મોકો મળ્યો હોય છે કે જેનો રોહન ખૂબ ભાવથી ફાયદો ઉઠાવી રહ્યો હતો.
રોહન અને મેધા બસ એકબીજાની અંદર એવા ખોવાઈ ચૂક્યા હતા કે રોહનના મોબાઈલ ઉપર ઘણા કામના ફોન આવી ચૂક્યા હતા તો પણ એને ભાન જ ન હતું. રોહનના હાથમાં મેઘાના હાથ અને ઉપરથી એની નજરમાં રહેલા પ્રેમ રૂપી સપના રોહનને મેધા તરફ આકર્ષિત કરી દે છે. રોહન અને મેધા એકબીજા તરફ એટલા આકર્ષિત થઇ ચુક્યા હતા કે તે એક બીજા તરફ પોતાના હોઠ આગળ વધારી રહ્યા હતા, તે એક બીજા તરફ વધી જ રહ્યા હતા, તેમના હોઠ એકબીજાની ખૂબ નજીક આવી ચૂક્યા હતા, મેધા રોહનના હાથને દબાવી લે છે અને રોહનના હોઠ મેઘાના હોઠ સુધી પહોંચી ચૂક્યા હતા, હવે બંનેના હોઠ વચ્ચે હવા જાય એટલી પણ જગ્યા ન હતી. મેધા પોતાની આંખો બંધ કરી દે છે અને રોહન હોઠ પોતાના હોઠ સાથે મિલાવી દે છે. રોહન અને મેધા એકબીજાને મદહોશ થઈને ચૂમી રહ્યા હતા ને એજ વખતે કોઈક બહારથી દરવાજો ખટખટાવી દે છે. રોહન અને મેધા અચાનક ચોંકી જાય છે અને પછી તો એ બંને એકબીજા સાથે નજર પણ મિલાવી શકતા નથી; રોહન અને મેધા એકબીજાથી ખૂબ શરમાઈ રહ્યા હોય છે. જલ્દી થી રોહન પોતાની સીટ ઉપર જઈને બેસી જાય છે અને પછી કહે છે "પ્લીઝ કમ ઇન!" ત્યારે બહાર થી આશા અંદર આવી જાય છે અને રોહનને મેધાનો જોઇનીગ લેટર આપી દે છે. રોહન જલ્દી થી એના ઉપર સિગ્નેચર કરી દે છે.
જોઈનિંગ લેટર સિગ્નેચર કર્યા પછી રોહનની ધ્યાન મેધા તરફ જાય છે ત્યારે પણ મેધા પેલી સીટને પકડીને જ ઉભી હોય છે. મેધા હજુ સુધી સમજી ન શકતી હતી કે તેની અને રોહનની વચ્ચે થોડા સમય પહેલા જે થયું એ ઠીક હતું કે નહિ? આ વિચારો મેઘાના મનમાં ફરી રહ્યા હોય છે. રોહન મેધા તરફ જોઈને કહે છે "congratulations મિસ મેધા; આપને આ નોકરી મળી ચૂકી છે. કાલે સવાર થી આપ ઠીક નવ વાગે ઓફિસ જોઇન કરી શકો છો. મેધા આપની સેલરી મહિને ત્રીસ હજાર રહેશે!" મેધા તો ધ્યાન નથી આપતી પણ આશા આ સાંભળીને ચોંકી જાય છે કેમકે આશા રોહનની ઓફિસમાં પંદર વર્ષથી કામ કરતી હતી તો પણ એની સેલરી હજુ સુધી પણ બાર હજાર જ હતી! અને પહેલા જ રોહન સેક્રેટરી માટે પંદર હજાર સેલરી નક્કી કરી ચૂક્યો હતો તો મેધાને એ ડબલ સેલરી કેમ આપી રહ્યો હતો એ પણ આશા માટે એક પ્રશ્ન બની ચૂક્યો હતો. મેધા જ્યાં સુધી ઓફિસમાં હતી ત્યાં સુધી તો આશા કંઈપણ રોહનને પૂછતી નથી.થોડા સમય પછી મેધા પોતાનો જોઈનીંગ લેટર લઈને ચાલી જાય છે, ત્યારે આશા પૂછે છે "માફ કરશો રોહન શર પણ આપને તો પંદર હજાર જ પગાર નક્કી કર્યો હતો તો આપ મેઘાને ડબલ પગાર કેમ આપી રહ્યા છો? હું જાણું છું કે ઓફિસ તમારી છે અને બોસ પણ આપ છો; તો તમે જેમ ચાહો એમ તમારી ઈચ્છા મુજબ કરી શકો છો પણ મને સમજાયું નહિ કે અચાનક આ ફેંસલો કરવાનું કારણ શું છે?" આશાની વાત સાંભળીને રોહન હસવા લાગી જાય છે.
આશાના પ્રશ્નનો રોહન શું જવાબ આપશે? જ્યારે રોહન અને મેધા ગુડિયા શેરીમાં પોતાની આખરી રાત માટે મળશે ત્યારે શું થશે? શું મેધા રોહનથી નારાજ હતી? તેનું અચાનક જવાનું કારણ શું હતું? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં?