મેધા પ્રતીક્ષા ખંડમાં રાહ જોઈ રહી હોય છે, તેના મનમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું હતું કેમકે મેધાને વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે એ ગમે એટલી કાબેલ હશે તો પણ રોહન તેને નોકરી આપવાનો નથી જ! તો પણ એ જોવા માગતી હતી કે રોહન અનંત કઈ હદ સુધી જઈ શકે એમ હતો! એટલે તે ત્યાં બેઠી બેઠી રાહ જોઈ રહી હોય છે કે કોને નોકરી મળે છે અને કોને નહિ! મેધા એક દમ સાદાને સ્મિપલ કપડા પહેરીને હતી તો અન્ય આવેલા બીજી છોકરીઓ એકદમ મોર્ડન અંદાજમાં હતી, એક છોકરીને ખુરાફાત સુજે છે એટલે કહે છે "લો બોલ શું જમાનો આવ્યો છે, જેને હજુ જમાના પ્રમાણે કપડા પહેરવાની ખબર નથી એ મેડમ પણ અહી નોકરીની આશમાં આવી ચૂક્યા છે. "વાહ ભાઈ વાહ શું દિવસો આવ્યા છે. જુઓ તો ખરા જેમને કપડા પહેરવાની ખબર નથી પડતી એ અહીં એ આશ લગાવીને બેઠી છે કે તેને આ નોકરી મળી જશે! હા હા (જોરદાર હશે છે અને એકબીજા સાથે તાલીઓ લેવા લાગી જાય છે.) તમને જોબ નથી મળવાની બહેનજી તમે જઈ શકો છો" પેલી મોર્ડન છોકરી મેઘાની ખૂબ insult કરી ચૂકી હોય છે, જે દૂર ઊભા ઊભા રોહન સાંભળી રહ્યો હોય છે.
પેલી મોર્ડન છોકરી લગાતાર મેઘાની insult કરી રહી હતી તો પણ મેધા એને એકપણ શબ્દ કહ્યા વગર ત્યાં શાંત ઉભી રહે છે. રોહનને આ બધું નોહ્તું ગમી રહ્યું એટલે તે નક્કી કરે છે કે આ છોકરીને સબક શીખવવા માટે કંઇક તો કરવું જ પડશે! એટલે તે પોતાના સ્ટાફની એક મહિલાને કહે છે કે જઈને આ રીતે નામ announce કરી દે! રોહનની વાત સાંભળીને પેલી મહિલા ચોંકી જાય છે કેમકે રોહનની ઓફિસમાં અત્યારે જગ્યા ફક્ત એક જ હતી તો રોહન બે નામ કેમ પસંદ કર્યા? પણ એના બોસનો હુકમ હતો એટલે તે એને અવગણી પણ ન શકે, ના તે પોતાના બોસને આ વિશે કોઈ પ્રશ્ન પૂછી શકે! પેલી મહિલા બાર પ્રતીક્ષા ખંડમાં જાય છે, તેને જોઈને મેધા પોતાના હાથ કાન્હા તરફ ફેલાવીને તેમની પ્રાર્થના કરવામાં લાગી જાય છે "હે કાન્હા મારે આ નોકરીની ખૂબ જરૂર છે, હું એ દરેક લોકોની મદદ કરવા માગું છે જે લોકોનો સહારો છીનવાઈ ગયો છે, એ દરેક લોકોનો આધાર બનવા માગું છું જેમનો આ દુનિયામાં કોઈ આધાર નથી. કાન્હા તારી ઉપર મારો અપાર વિશ્વાસ છે કે તું સારા લોકો સાથે હંમેશા સારું કરવાની જ કોશિશ કરીશ, કેમકે અત્યાર સુધી તો સહન કરી લીધું છે જે કંઈપણ મારી સાથે થયું એ પણ હવે શાયદ તારી મેધા સહન નહિ કરી શકે!" મેધાને પ્રાર્થના કરતી જોઈને પેલી છોકરીઓ હસવા લાગે છે, અને મેઘાની ખૂબ મજાક ઉડાવવા લાગે છે.
જોર જોરથી કોઈકનો હસવાનો અવાજ રોહનના કાન સુધી આવી રહ્યો હતો અને તે પહેલાં જ જોઈ ચૂક્યો હતો કે interview માટે આવેલી છોકરીઓ મેધા સાથે કેવો વર્તાવ કરી રહી હતી! હવે રોહનની સહેવાની હદ પુરી થઈ જાય છે, એટલે તે ફટાફટ પોતાના કેબિનની બહાર આવી જાય છે અને બહાર આવતા જ પેલી મહિલા કે જેને announce કરવા માટે બહાર મોકલી હતી એના ઉપર એ તૂટી પડે છે. "ઓફિસમાં આ શેનો ઘોંઘાટ થઈ રહ્યો છે? મેં તમને શું કામ અહી મોકલ્યા હતા? આ ઘોંઘાટ કરાવવા માટે? નોકરી થી ઘરે બેસવું છે કે શું તારે આશા?" ત્યારે પેલી આશા તો ખૂબ ડરવા લાગે છે કેમકે તેને પોતાની નોકરી જીવ કરતાં પણ વધુ વહાલી હતી એટલે તે ખચકાતા બોલે છે "શર! આમાં મારો કોઈ દોષ નથી, આ છોકરીઓ પેલી સીધી સાદી છોકરીને હેરાન કરી તેની મજાક બનાવી રહી છે. એને ખૂબ પરેશાન કરી રહી છે. મેં એમનો સાથ જરાય પણ નથી આપ્યો અને એમને રોકવાની પણ કોશિશ કરી છતાં એ આ છોકરીને હેરાન કરી રહ્યા હતા." રોહન પહેલેથી જ આ વાત જાણતો હતો પણ એ ડાયરેક્ટ આવીને મેધાને બચાવી ન શકે એટલે તે પેલી આશાનો સહારો લઈને હવે જવાબ આપવા માટે ત્યાં આવી ચૂક્યો હતો.
તે પેલી છોકરી તરફ જોઈને "મિસ મ...." એને નામ નોહ્તું યાદ આવી રહ્યું એટલે પેલી છોકરી સામેથી કહે છે "મરિયમ" ત્યારે રોહન ગુસ્સે થઈને "મિસ મરિયમ તમને ખ્યાલ છે કે તમે મારી ઓફિસમાં આવીને ખૂબ મોટી ભૂલ કરી છે?" રોહનના શબ્દો સાંભળીને મરિયમની આંખો પહોળી થઈ જાય છે અને તે નીચે જમીન તરફ જોવા લાગી જાય છે. રોહન ફરી બોલે છે " મરિયમ અત્યારે તું જે છોકરીની insult કરી રહી છે ને એ છોકરી દિલની કેટલી સાફ છે એનો તને અંદાજ પણ નહિ હોય! આ છોકરી કોઈકની મા, જે માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે, જેમને લોકો ગાંડી કહે છે અને તેમને મારવા લાગે છે, જેમનો એકના એક દીકરો વર્ષો પહેલા તેમને એ આશ અપાવીને વિદેશ ચાલ્યો ગયો કે તે પાછો આવીને તેની માતાને સાથે લઈ જશે! પણ વર્ષોથી એવું કંઈ બન્યું જ નહિ. પેલા માજી તો એમના દીકરાનો અવાજ સાંભળવા માટે અને એને જોવા માટે તરસી ગયા છે. હજુ સુધી એ આશ લગાવીને જીવી રહ્યા છે કે એમનો દીકરો પાછો આવશે અને પોતાની સાથે એમને લઈ જશે, પણ અત્યાર સુધી ના હાલાત જોઈને તો એવું લાગે છે કે તેમનો દીકરો ક્યારેય પણ પાછો આ માજીને લેવા માટે નહિ આવે! એમનો દીકરો એમને હંમેશા માટે અહીં મૂકીને ચાલ્યો ગયો છે. તને ખ્યાલ છે મરિયમ એ માજીની હાલત અત્યારે શું છે? (મરિયમ નીચું જોઈને બધું સાંભળી રહી હતી.) એ માજી અત્યારે પૂરી રીતે અસ્થિર થઈ ચૂક્યા છે, એમને ના કોઈ પોતાનાની પરખ છે કે ન કોઈ પારકાની! બસ એ માજી આખા શહેરમાં એ આશ લઈને ફરી રહ્યા છે કે તેમની કોઈ મદદ કરે, એક વાર તેમના દીકરાનો ચહેરો દેખાડી દે, પછી શાયદ એ હસતાં હસતાં પોતાનો જીવ પણ ઈશ્વરને કુરબાન કરી દેશે! અને હા જે છોકરી ઉપર તમે હસી રહ્યા છો ને એ છોકરી એ માજીની બધીજ જવાબદારી ઉઠાવવાનું નક્કી કર્યું છે, આ મેધા પાસે કોઈ ના કોઈ ઘર છે કે ના કોઈ આજીવિકા, તો પણ મેધા એક અજાણી મહિલા ખાતર ગમે તે કરવા માટે તૈયાર છે. મેધા અજાણ્યા નો સહારો બનવા માટે તૈયાર થઈને બેઠી છે, શું મરિયમ તે તારા ઘરમાં ક્યારેય તારા સ્વજનને જરૂરિયાત સમયે પાણીનો ગ્લાસ ભરીને આપ્યો છે?" રોહનની વાત સાંભળીને મરિયમ નીચું મોં કરીને ઉભી રહે છે કેમકે એની પાસે કોઈ જવાબ હતો જ નહિ!
શું રોહનની ક્રૂરતા પાછળ છુપાયેલો એક સોફ્ટ હૃદય વાળો રોહન મેઘાને નજર આવશે? શું મેઘાને આ નોકરી મળશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં.