Dear pandit - 18 in Gujarati Fiction Stories by Krishna Timbadiya books and stories PDF | પ્યારે પંડિત - 18

Featured Books
Categories
Share

પ્યારે પંડિત - 18

ક્યારા ડરના માર્યા કુંદનનો હાથ પકડીને એની પાછળ જતી રહી. કુંદન ઝડપથી ક્યારાને સંભાળી ઉપર જતી રહી.
ક્યારા એના રૂમમાં આવી. અરે થોડીવાર માં શું થઈ જાય છે તને... બિહેવિયર તો સરખું રાખ તારું! કુંદન બોલી. લાગે છે બવ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી! પપ્પાની સામે નજર પણ મળાવી નથી શકતી. મારે આટલું બધું કરવા કરતાં મમ્મીને confidence માં લઈને કહી દેવાની જરૂર હતી કે હું લગ્ન નહીં કરું. અમિત નહીં! પણ કોઈના સાથે લગ્ન નહીં કરું મારે લંડન જઈ ને એમ.ફીલ કરવું છે બસ.
હવે કઈ ના થાય! કુંદન બોલી
અરે! કેમ ના થાય! સાચું કહીને પપ્પાને જે મૃણાલવાળું કાંડ છે એનાથી બચાવી શકાય છે. ક્યારા બોલી
હા! ત્યાર બાદ પપ્પા જિંદગીભર તારા પર વિશ્વાસ નહીં કરે. સાફ સાફ ખબર પડી જશે કે તું ખુલે આમ ખોટું બોલે છે, અને એમાં હું તારો સાથ આપું છું. અને આમ પણ એમાં મારો શું વાંક? મારી ઇમેજ કેમ ખરાબ કરે છે? કુંદન ગુસ્સે થઈ જાય છે.
તને તારી ઇમેજની પડી છે? અને એક હું છું જે પપ્પાને દુઃખી જોઈ જોઈને મરી રહી છું. ક્યારા બોલી
અરે! હવે તો દુઃખ જ દુઃખ છે. અમિતને ના કહીશ તો પણ અને મૃણાલ માટે જીદ કરશે તો પણ. સાંભળ્યું છે કે નાનપણમાં જ અમિતને તારા માટે હા પાડી દીધી હતી. એ ઠીક છે કે અમિતના પપ્પા નથી રહ્યા હવે, નહીં તો તોફાન આવી ગયુ હોત અત્યારે તો.. એક એક ને પકડી પકડીને કહેત કે સવાણી એના વાત પર અડગ નથી.
ક્યારા માથું પકડીને સોફા પર બેસી ગઈ. અચાનક ઉભી થઈ કુંદન પાસે આવીને બોલી, આઇડિયા! કુંદનને થયું, કઈ ખબર નથી પડતી આના મૂડની. 'કાદવમાં પડી છે ક્યારેય!' કુંદન એ પુછ્યું, "હા! એક વાર. યાદ નથી તને! ક્યારાની વાત કાપતા કુંદન બોલી, હા યાદ છે, યાદ આપવાની જરૂર નથી! બસ, એટલું યાદ રાખ કે કીચડમાં પાડવાવાળા લોકો પાસે આઇડિયા નથી હોતા."
તો પછી ટકી રહું આ વાત પર? ક્યારા confuse હતી.
ટકી રહેવું પડશે! કુંદન તો ધમકી આપી રહી હતી. મને પપ્પાની સામે નીચે ઝુકાવવાની કોશિશ પણ ના કરતી. મૃણાલને કોલ કર.
શું કહીશ એને? ક્યારા હમેશાં મૃણાલ સાથે વાત કરવાનું ટાળતી હતી.
કહેવાનું શું હોય! કાલે ક્યારે મળવાનું છે તે નક્કી કરી લે.
હા! તો તું વાત કરી લે ને! સાંજે જમીને મળવાનું કહી દે. ક્યારા બોલી
અરે! સાંજે જમીને તને મળશે તો પપ્પાને ક્યારે મળવા આવશે?
હું નહીં મળવા આવું એને!
મળવું પડશે! કુંદન મોટી બહેનની જેમ હુકમ આપી રહી હતી. એને મળીને સમજવું પડશે કે તે શું પહેરશે? કેવી રીતે ચાલશે? કેવી રીતે બેસશે? વાત કઈ રીતે કરશે. અને જ્યારે પપ્પા એને આંખો ફાડી ફાડીને જોશે ત્યારે એ કેવા પ્રકારના રિએક્શન આપશે? 'કેવી રીતે જોશે એ? ક્યારા એ પુછ્યું' એવી રીતે જાણે કે વિનંતી કરી રહ્યો હોય એમ. આ બધું સમજવું પડશે એને.
હા, તો તું મળી લે ને એને! એક એક કરીને બધી વાતો સમજવી દેજે. એમ કહી સોફા ઉપર બેસી ગઈ.
અરે યાર! બેસીને વાત તો કર એની જોડે. એને પણ ખબર પડે કે એ જેને પ્રેમ કરે છે તે easily accessible છે.
Accessible? ક્યારા ગુસ્સે થઈ ગઈ.
હા! નહીં તો પપ્પાની સામે તારું નામ સાંભળીને હલકાઈ જશે. થોડી વાર બન્ને ચૂપ બેસી રહી. ઠીક છે તો હવે હું તને સાચું કહી દઉં છું, કે એ કોઈ બીજાના પ્રેમમાં છે! કુંદન બોલી અને એ પણ અઠવાડિયે બે વાર લેટર લખે છે. બવ જ ટાઇમથી પ્રેમ કરે છે એકબીજાને!
તો? ક્યારાને હજુ સમજમાં ન હતું આવતું કે કુંદન કહેવા શું માંગે છે.
સમજવાની કોશિશ તો કર ક્યારા! કોઈ પ્રેમી પાસે કોઈ બીજા માટે પ્રેમની એક્ટિંગ કરાવી બહુ જ મુશ્કેલ કામ છે.
તો તે મને પહેલા કેમ ના કહ્યું?
આ કઈ એટલી મોટી વાત નથી. અને આમ પણ જેટલા પૈસા તું ઓફર કરી રહી છે ને એમાં તો કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ કામ કરવા માટે તૈયાર થઈ જાત. પણ, મેં વિચાર્યું કે મારી ફ્રેન્ડનો ભાઈ છે અને કોઈ નોકરી પણ નથી એની પાસે તો થોડા પૈસા કમાઈ લેશે બિચારો.
હમમ. ક્યાં મળવાનું છે એને?
એ જ રેસ્ટોરન્ટમાં.. જ્યાં લાસ્ટ ટાઇમ મળ્યા હતા.
લાલચમાં મારવાનો થયો છે.. જો એની ગર્લફ્રેંડને ખબર પડી ગઈ ને તો જોજે શું હાલ થશે એના. કોલ કર એને. ક્યારા બોલી
સારું હું મારો ફોન લઈને આવું.. કહી કુંદન એના રૂમમાં ગઈ.

આ તરફ ક્યારાના પપ્પા વિચારોમાં બેઠા હતા ત્યારે મીરા આવી અને બોલી.
કાલે આવી રહ્યો છે મને મળવા માટે. હું તો સાફ સાફ કહી દઈશ કે જેટલા પૈસા જોઈતા હોય એટલા લઇ લે અને ક્યારાને છોડી દે.
આવી વાત ના કરતી એની જોડે.. અનુજ બોલ્યા
કેમ ના કરું? હું એનાથી ડરતી નથી. મીરા બોલી
અરે! હું ઓળખું છું એને, એ તે ટાઇપનો છોકરો નથી.
મને તો ખબર નથી પડતી કે તમે એનામાં એવું તો શું જોઈ ગયા છો? કાલ સુધી જે જુગારી હતો ક્યારેક જીતી જતો અને ક્યારેક હારી જતો. પણ અહીંયા તો એની જીત પાક્કી છે. મીરા ગુસ્સે થઈ જાય છે. ના પાડીને પૈસા લઈ લે અને થોડા દિવસ ગાયબ થઈ જાય... ત્યાં અહીં થોડું નોર્મલ થઈ જશે.
ઠીક છે તું મળી લે.. નહીં તો તને સંતોષ નહીં થાય પણ હા એ જે જવાબ આપે એ સાંભળીને ચૂપ રહેજે... પણ જવા ના દેતી એને.
અને ખરાબ વર્તન કરે તો પણ એને પકડીને બેસાડી રાખું? મીરા ગુસ્સે થતાં બોલી
ખરાબ રીતે નહીં વર્તે... પણ એને કે જે કે મને મળ્યા વગરના જાય. અનુજ આટલું કહી રૂમમાં જતા રહ્યા. મીરાંને ખબર હતી કે મૃણાલ સાથે કેવું વર્તન કરવુ.

કુંદન ક્યારની કોલ કરી રહી હતી પણ મૃણાલ રિસીવ ના હતો કરી રહ્યો... એ ઊંઘમાં હતો.
અચાનક એને ફોનની ઘંટડી સંભળાઈ એ ઊંઘમાં કોલ રિસીવ કરતા બોલ્યો... હેલ્લો!
સામેથી અવાજ આવ્યો... ક્યારા બોલી રહી છું.
ક્યારનું નામ સાંભળીને બેડમાંથી ઊભો થઈ ગયો. સામેથી કઈ અવાજ ના આવતા ક્યારા ફરીથી બોલી. હેલ્લો... સાંભળી રહ્યો છે ને!
મૃણાલ હજુ કશું બોલતો ના હતો... એને તો એમ જ કે જાણે સપનું જોઈ રહ્યો હોય એમ. આ તો કઈ સાંભળી પણ નથી રહ્યો... ક્યારા એ કુંદનને કહ્યું.
સાંભળું છું! મૃણાલ માંડ માંડ બોલી શક્યો.
હા તો સીધે સીધો બોલ ને કે સંભાળે છે.. કાલ આપણે ફરીથી એ જ રેસ્ટોરન્ટમાં મળીશું.. બપોરે બે વાગ્યે. કાલે પપ્પાને મળવાં આવવાનું છે તારે! નહીં નહીં! પહેલાં મમ્મીને મળવાનું છે તારે. અને હા.. કાલે ત્યાંથી જ સૂટની શોપિંગ પણ કરી લઈશું આપણે. મમ્મી તો તારું નામ સાંભળીને પપ્પા કરતા પણ વધારે ગુસ્સામાં છે થોડી પ્રેકટીસ કરીને આવજે. અને ત્યાંથી સીધા મારા ઘરે જઈશું.. ઓકે. ક્યારા એકધારું બોલી ગઈ પણ સામેથી કઈ અવાજ આવ્યો નહીં
ઓકે તો બોલ. મૃણાલના મો માંથી અવાજ નીકળતો જ ના હોય એમ સાંભળી રહ્યો.
કુંદન ક્યારા સામે જોઈ રહી..
નથી બોલી રહ્યો ક્યારા કુંદનને જવાબ આપ્યો
કુંદન એ ક્યારાના હાથમાંથી મોબાઈલ લઈને બોલી. આર યૂ ધ there? કુંદન વાત કરું છું.
હા! બોલો
વાત સમજી ગયા ને? કુંદન એ પુછ્યું.
કઈ વાત? મૃણાલ જાણે તંદ્રામાં હોય એમ બોલ્યો.
હમણાં જ ક્યારાએ તને કાલે મળવા માટે કહ્યું હતું...
એ તો સાંભળી લીધું
તો કેટલા વાગે પહોંચી જઈશ તું?
ક્યાં?
રેસ્ટોરન્ટમાં! બીજે ક્યાં?
તમે કહો.. કેટલા વાગે આવું?
એક વાગે! આ.. બપોરના એક વાગે. કુંદન એ સ્પષ્ટ કર્યું
હા.... એ તો ખબર પડી. રાતના એક વાગે થોડી મળશે. તમે ચિંતા ન કરો હું પહોંચી જઈશ.
અને એ તો યાદ જ છે ને કે મમ્મીને મળવાનું છે કાલે?
હા, એ તો યાદ છે.
તો ઠીક છે તો રાખું છું કોલ.
અરે! સાંભળો?
બોલો..
એમાં એવું છે કે તમારા પહેલા ક્યારાનો કોલ આવ્યો હતો.. હેલ્લો કહી... નામ કહીને કોલ કાપી નાખ્યો..
હે ભગવાન! કુંદનને થયું કે હવે નકકી એ પાગલ થઈ જશે.
કેમ શું થયું તમને?
કઈ નહીં...
કાલે એ પણ આવશે? મૃણાલ એ ક્યારા વિશે પૂછયું
એ જ તો આવશે... હું તો ખાલી એની સાથે આવીશ.
તો પછી કાલે જમવાનું બિલ હું આપીશ.
કેમ?
એમ જ બસ!
કુંદન હવે કંટાળી જતા કોલ કાપી નાખ્યો. શું થયું? ક્યારા એ પુછ્યું. મમ્મી તો રોટલીનું બટકું સમજીને ખાઈ જશે આને તો કુંદનને દયા આવી રહી હતી મૃણાલ પર. હે ભગવાન જે થશે તે જોયું જશે. ક્યારાને કઈ ખબરના પડી કે કુંદન શું કહી રહી છે.

બીજા દિવસે મૃણાલ એ જ રેસ્ટોરન્ટમાં જઈને બેસી ગયો. ઘડી ઘડીએ વોચ તરફ જોતો હતો.

પંડિત શુભાશિષ મંદિર જઈ રહ્યા હતા ત્યાં એની નજર ટિફિન પર ગઈ. આજે ટિફિન નથી લઈ ગયો? ત્યાં અવની બોલી, હજુ પણ શક કરો છો એના પર. બાપની પૂછપરછને શક ના કહેવાય. અને આ ઇંગ્લિશ છાપું કોણ લઈને આવ્યું? એ જ લઈને આવ્યો છે. અવની એ જવાબ આપ્યો
ઠીક છે... પંડિત હસતાં હસતાં કહ્યું કોઈએ એને ઇંગ્લિશ પર ટોંટ માર્યો હશે. ઠીક છે હવે મારે જવું પડશે નહીં તો મોડું થઈ જશે. ઠીક છે બેટા હું જાવ છું. જય શ્રી ક્રિષ્ના. અવનીએ ઇંગ્લિશ છાપું જોઈ રહી. છાપું લઈને એના રૂમમાં આવી અને જોવા લાગી. જે જોબ સેક્શન હતું એમાં પેનથી રાઉંડ કરેલા હતાં પણ અવની ને સમજ માં નહોતું આવતું કે મૃણાલ આવું કેમ કર્યું એ તો જોબ તો કરે છે.

મૃણાલ સવારનો એ રેસ્ટોરન્ટમાં જઈને બેસી ગયો હતો. બે ત્રણ વાર તો વેઇટર પણ ચા આપી ગયો. ક્યારા અને કુંદન આવી રહી હતી. જોયું તો મૃણાલ એક ખૂણા પર બેઠો હતો.
બન્ને ટેબલ પર આવી ને બેસી ગઈ..
કુંદન બોલી... હાઇ.
મૃણાલ ઊભો થઈ ગયો એને પણ હાઇ કર્યું.
અરે બેસી જાઓ ને! કુંદન એ ઉભા થયેલા મૃણાલને કહ્યું
હા, કહીને બેસી ગયો.
કયારના બેઠા છો અંહી? કુંદન એ પુછ્યું.
સાડા નવ વાગ્યાનો! મૃણાલએ જવાબ આપ્યો.
પણ અમે તો એક વાગ્યાનું કહ્યું હતું ને. ક્યારા બોલી
નવ વાગે જોબ પર જવાનું હોય છે ને તો ઘરવાળાને નથી કહ્યું કે જોબ છોડી દીધી છે એમ. મૃણાલ સફાઈ દેતા બોલ્યો શું લેશો તમે?
ભૂખ લાગે છે તને? ક્યારા એ પુછ્યું.
ના ના! ભૂખ તો નથી લાગી.
કમાલ કરે છે તું! અહીં મારી મોત આવીને ઊભી છે અને તું કહે છે કે શું લઈશ? સવારથી એક કપ ચા નથી પીધો મેં. અને હવે તો ત્યારે જ ખાઈશ જ્યારે તું રેસ જીતીને આવીશ. ક્યારા બોલી પડી.
રેસ? રેસવાળી વાત તો એકદમ નવી છે. આવું કશું તો તમે નહોતું કહ્યું. મૃણાલ થોડો ડરી ગયો.
પાંચ વાગે મમ્મીને મળવાનું છે. કુંદન વચ્ચે બોલી પડી.
હા, એ તો યાદ છે.
હા, તો એ એક રીતે રેસ જ છે.
ઓહ! હવે મૃણાલને સમજમાં આવ્યું.
મમ્મી કડવી જેર જેવી વાતો કરશે. પણ તું શાંતિથી એની વાતો સાંભળી અને શાંતિથી જવાબ દેજે. અને હા એ ગાળ પણ આપે તો પણ તું હસતો રહેજે. કુંદન એની મમ્મી શું શું કરી શકે છે તે કહી રહી હતી.

એટલી વારમાં વેઇટર આવ્યો અને પુછ્યું, શું લેશો તમે સર!
મૃણાલ વેઇટરની સામે જોઈ બોલ્યો તને ખાવાની પડી છે યાર...
સોરી સર પછી આવું છું. કહી ત્યાંથી જતો રહ્યો.
કુંદન ક્યારા સામે જોઈ બોલી.. બોલ બીજું જે પણ કંઈ કહેવાનું હોય તે.
હા તો મમ્મીની સામે જ્યારે આવે ત્યારે બન્ને હાથ પાછળ રાખીને ચાલજે. ક્યારા એક્ટિંગ કરીને બતાવી રહી હતી અને જ્યારે બેસી જાય ત્યારે હાથ આગળ રાખીને બેસી જજે.
હા એ તો હટાવી જ લઈશ. મૃણાલ બોલ્યો
અને હા બધી વાતો ટુ ધ પોઈન્ટ કરજે અને જો કઈ ખોટું બોલાય પણ જાય તો એ વાત પકડી રાખજે.
સમજી લો પકડી લીધી.. મૃણાલ ક્યારેક કુંદન તો ક્યારેક ક્યારા સામે જોઈ રહ્યો હતો.
અને હા કોઈ વાત પર ગુસ્સો આવે તો ગુસ્સાના expression આપી દેજે. કુંદન બોલી
અને જો એ તારી હેસિયતની વાત કરે.. તને કહી દીધું કે તારી ઓકાત શું છે? ક્યારાને પ્રેમ કરવાની હિંમત કેમ થઇ? તો પછી કેવા પ્રકારના expression આપીશ. ક્યારા એની મમ્મી એની સાથે કેવું કેવું કરી શકે છે એની હિટ આપતી હતી.
મૃણાલ થોડો confusion માં હતો કે શું answer આપવો... એણે જેમ તેમ જવાબ આપ્યો, ડોન્ટ વરી.
ક્યારા એટલાથી ખુશ ના હતી એને કહ્યું કરી ને બતાવ.
હું કહું છું, એમ કહેતા કુંદન બોલી. તું ચા નો કપ ટેબલ પર મૂકીને નારાજ થઈ બેસી જજે..
મેં પણ એ જ વિચાર્યું હતું.. મૃણાલ બોલ્યો,પણ શું આવી હાલતમાં એ ચા ઓફર કરશે?
અરે! ચા તો અમે દુશ્મનો ને પણ ઓફર કરીએ છીએ. કુંદન હસતાં બોલી
બાકી બધું તમે મારા પર છોડી દો.. મૃણાલ જાણે એમ કહી રહ્યો હતો જાણે જીતી ગયો હોય તેમ.
અરે તારા પર છોડવું હોત તો મેં નાસ્તો ના કરી લીધો હોત! કુંદન ચિડાતા બોલી.
ચા પી લો... મારા પર ભરોસો રાખો હું આ જંગ જીતીને આવીશ. એમ કહી મૃણાલ એ વેઇટરને બૂમ પાડી.. 3 સેપરેટ ચા.
આ સંભાળીને કુંદનને હસવું આવી ગયું.




અવનીને શક હતો કે મૃણાલ નક્કી કૈંક કરી રહયો છે એટલે એને સાવાણી કોટનમાં કોલ કર્યો.
હેલો, સાવાણી કોટન! આકાઉન્ટમાં કોલ ટ્રાન્સફર કરી દેજો પ્લીઝ!
અને પછી જે વાત થઈ એ સાંભળી અવની ને ગુસ્સો પણ આવતો હતો અને રડવું પણ.


વધુ આવતા અંકે