Dear pandit - 17 in Gujarati Fiction Stories by Krishna Timbadiya books and stories PDF | પ્યારે પંડિત - 17

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્યારે પંડિત - 17


એક મિનિટ! "કુંદન ડ્રોઇંગરૂમમાં આવતા બોલી,
આઇ એમ સોરી પપ્પા, જો તમે મને એક મિનિટ આપશો તો ક્યારા બધું જ કહી દેશે." હા, તું પણ આવીને બેસી જા એની પાસે. નહીં પપ્પા, હું અહીંયા બેસીસ નહીં.. એક મિનિટ માટે હું ક્યારાને લઈને જાવ છું. ઓકે.. લઈ જા.. અનુજને ખબર હતી કે ક્યારા સૌથી વધારે કુંદન સાથે રહે છે એટલે વાત કહેવામાં easy રહેશે.
કુંદન ક્યારાને હાથ પકડીને બાજુના રૂમમાં લઈ ગઈ." ભાગ્યો નથી એ અને ના તો એને ના પાડી છે... પણ એ માની ગયો છે. અને એ તો એટલી હદે માની ગયો છે કે પપ્પા એનો જીવ માંગી લેશે તો પણ આપી દેશે" ક્યારા એની સામે જોઈ રહી.. અને હા તું આજે ખાલી એનું નામ બતાવજે, પણ એ ના બતાવતી કે એ પંડિત શુભાશિષનો છોકરો છે." આ વાત એને કહી? "
આ હું કહું છું. ક્યારા બોલી.." પેલા ફટાકડો ફોડ અને પછી બોમ્બ ફોડજે" પણ મમ્મીને તો તરત જ શક થઈ જશે.. એ તો પૂછશે કે પંડિતજી ના છોકરાની વાત તો નથી કરતી ને? ત્યારે શું જવાબ આપું. ક્યારાનો સવાલ પણ સાચો હતો.

અત્યાર સુધી પર્ફોર્મ કરી રહી હતી તો આગળ પણ કરજે." નામ કહેજે અને શરમાઈને રૂમમાંથી બહાર જતી રહેજે. " મમ્મીને શક તો થઈ જ જશે.. ક્યારાને હવે ડર લાગી રહ્યો હતો.
હા, શક તો પપ્પાને પણ થઈ જશે પણ તું હરકતમાં રહેજે. "નામ લઈને ઊભી થઈ જજે અને એ પહેલાં કે બન્ને હોશમાં આવે ત્યાંથી તરત જ તારા રૂમમાં જતી રહેજે." કુંદન solution તો આપ્યું પણ ક્યારા હજુ વિચારી રહી હતી.
એને જોઈને કુંદન બોલી, "હવે શું થયું?" બોલાવશું તો આવી જશે મૃણાલ? ક્યારા એ માનમાં હતું એ પૂછી લીધું. "હું કેમ બોલવું, હવેથી તું વાત કરજે.. થોડી વાતચીત કરીશ તો એ ખુલશે " ખુલશે? મતલબ. અરે ક્યારા યાર બધું મારે સમજાવાનું હવે.. "અરે થોડો ખુલશે, તો પપ્પા સાથે વાત કરશે ને! તે જોયું નહીં એ તો તારી સાથે પણ વાત કરતા પણ ડરે છે. "
સાહેબે કહ્યું કે એક મિનિટ પૂરી થઈ ગઈ છે. રૂમમાં એની નોકરાણી બોલવા આવી ગઈ.
ક્યારા ડરથી કુંદન સામે જોઈ રહી. "હવે તું જા અને જતા તરત જ કહી દેજે કે મૃણાલ નામ છે એનું, કુંદનનો confidence જોઈને ક્યારામાં થોડી હિંમત આવી. " ક્યારા ડ્રોઇંગરૂમમાં જતી રહી.
મીરા ઉભા થઈ ક્યારાની આવવાની રાહ જોઈ ઉભી હતી.. ક્યારા રૂમમાં આવતા જ પેલા જ્યાં બેઠી હતી ત્યાં બેસી ગઈ અને મીરા એની બાજુમાં ઉભી રહી અને અનુજ એની સામે બેઠા હતા. હા, તો બતાવ શું નામ છે એનું? અનુજે સીધે સીધુ પૂછયું." આજે ખાલી નામ કહીશ. ક્યારા એ કુંદનને જેમ કહ્યું હતું એમ જ બોલી " હા, ઠીક છે આજે ખાલી નામ બતાવ. અનુજ એના પર કોઈ દબાવ નાખવા માંગતા ન હતા. "મૃણાલ. ક્યારા ધીમેથી બોલી" અનુજ નામ સાંભળતાં જ મીરા સામે જોયું. "મૃણાલ નામ નથી એનું.. એ તો એના કેરેક્ટરની વાત કરે છે. મીરા સફાઈ આપતા બોલી. "
આજ નામ છે એનું.. ક્યારા ફરીથી બોલી, હું એના કેરેક્ટરની વાત નથી કરતી. ક્યારા થોડીવાર મીરા તો થોડીવાર અનુજ સામે જોઈ રહી. અને ક્યારા હવે ધીમેથી ઉભી થાય છે. હવે હું જાવ?
કોણ છે આ મૃણાલ? મીરાં એ ગુસ્સામાં એનો હાથ પકડી લીધો. પંડિત શુભાશિષનો છોકરો ને! અનુજ પણ એની જગ્યાએથી ઉભા થઈ ગયા. શું આ એ જ મૃણાલ છે? અનુજે પૂછયું "ક્યારા નીચે મો કરીને ઉભી રહી કઈ બોલી નહીં" બોલો, જવાબ દે. જો આ એ જ છોકરો છે તો કહી દે કે આ એ જ છે. અનુજ મોટા અવાજે બોલ્યા. "હા, આ એજ મૃણાલ છે, ક્યારા માંડ માંડ બોલી શકી" મીરા તો ક્યારાની એને શોક થઈને જોઈ રહી હતી. ક્યારા હવે ત્યાંથી નીકળવા ગઈ ત્યાં મીરાએ એનો હાથ જોરથી પકડીને ત્યાં જ ઉભી રાખી દીધી. મીરાની આંખો માથી આગ વરસતી હતી એ જોઈને ક્યારા થીજી ગઈ. અને એને બાજુના રૂમમાં લઈ ગઈ." એ કેવી રીતે બની શકે કે તને શેરીના કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય અને દૂર દુર સુધી કોઈને ખબર પણ ના પડે. મીરા ગુસ્સામાં બોલી રહી હતી. એનો મતલબ તો એમ જ થયો કે હું માની duty કરવામાં અસફલ રહી. મીરા જાણે જાતને કોશી રહી હતી. " મેં તમને કહ્યુંને મમ્મી, નાનપણથી ફીલિંગ હતી પણ મોટા થયા ત્યારે ખબર પડી કે પ્રેમ થઈ ગયો છે. હું કઈ મળવા નથી જતી એને. ક્યારા સફાઈ દઈ રહી હતી." તો પછી આ કમી પણ પૂરી કરી દે. મીરા હજુ ગુસ્સામાં હતી. " એમાં એવું છે કે વર્ષ બે વર્ષ નો ટાઇમ મળે તો હું મારી ભૂલ સુધારી શકું એમ છું. "નાનપણના પ્રેમ ને કઈ રીતે સુધારીશ?" એ પણ ઠીક છે. "ક્યારેય વિચાર્યું ના હતું કે નામ લઇશ તો મારી જ નાખશે, મીરા એ માથા પર ટાપલી મારતા બોલી " ભૂલ થઈ ગઈ ને મમ્મી.
" ભૂલ એને કહેવાય જે એક વાર થાય અને પછી બીજીવાર ના થાય" તો મમ્મી, તમે જ કહો હું શું કરું? એટલા માટે તો હું ચૂપ હતી." એનું ખાલી નામ જ કાફી છે. મીરા ગુસ્સામાં હતી. થોડું વિચારી મીરા બોલી, કાલે મળવાં બોલાવ એને! અને એને કહેજે કે આવીને પહેલા મને મળે." તમે શું કરશો મળીને? પપ્પાને મળવાં દો ને?" તું કરવા શું માંગે છે.. જો એને તારા પપ્પા સામે કોઈ આડીઅવળી વાત કરી તો તારા પપ્પા દિલ પકડીને બેસી જશે. કોલ કર એને અને પૂછી લે કેટલા વાગે આવશે? અને એ પણ કહી દે કે જમવામાં શું ભાવે છે એને?"ખાવાનું રહેવા દો મમ્મી ખાલી, ચા પીવડાવી દેજો. "જેમ તું કહે" તમે પપ્પાને વાત તો કરો, અમિત ને ના પાડી દે. "એ પણ થઈ જશે." હવે હું જાવ, ફોન ઉપર રૂમમાં પડ્યો છે તો હું જઈને વાત કરી લઉં. ક્યારા કઈ પણ રીતે અહીંથી જવા માંગતી હતી.
ક્યારા રૂમની બહાર નીકળી ત્યાં કુંદન દરવાજા પાસે ઉભી હતી.
સાંભળી લીધું? ક્યારા કુંદન પર ચિડાઈને બોલી.
ચૂપ! કુંદન ક્યારાનો હાથ પકડીને ઉપર એના રૂમમાં લઈ જતી હતી. ત્યાં એના પાપા એને સામે મળ્યા. ક્યારાના પગ ત્યાં જ થંભી ગયા. ક્યારાને તો ડરના માર્યા જીવ નીકળી રહ્યો હતો. એણે કુંદનનો હાથ પકડી લીધો.

વધુ આવતા અંકે.