Adopted in Gujarati Motivational Stories by mayur rathod books and stories PDF | દત્તક

Featured Books
Categories
Share

દત્તક




ઋત્વિક આજે ઘરેથી સમયસર ઓફીસ પર જવા માટે નીકળી જાય છે. પરંતુ સમયસર ઑફિસ પર પહોંચતો નથી. આજે તે કંઈક વિચારોમાં હોય છે અને તે ઓફીસને બદલે શહેરના એક સુંદર મજાના ઉપવનમાં સમય વ્યતીત કરવા માટે નીકળી જાય છે.

ઋત્વિક જેવો જ ઉપવનમાં પ્રવેશે એવા જ પક્ષીઓ કિલોલ કરવા લાગે છે. જાણે એવું લાગતું હતું કે પક્ષીઓને તેમનો જીવ મળી ગયો હોય! ઋત્વિક જ્યાં જ્યાં ચાલ્યો ત્યાં ફૂલોની કુદરતી મહેક આવવા લાગી હતી. પરંતુ આજે ઋત્વિક કરમાયેલા ફૂલ માફક લાગતો હતો. પોતાના કોઈ ચિંતિત વિચારોમાં મશગુલ હતો. જાણે કોઈ મોટી સમસ્યાઓ તેને હેરાન કરી રહી હોય. બસ ઋત્વિક તો એક ખૂણામાં પડેલા બાંકડા પર બેસીને તેનામાં જ ખોવાયેલો દેખાતો હતો.

મનના વિચારોમાં એવો ખોવાયેલો હતો કે બાજુમાંથી કોણ નીકળે છે ને કોણ શું કરે છે કંઈ ખબર જ ના હતી. બસ એના મનમાં તો એક જ પ્રશ્ન ઘૂમતો હતો. શું મમ્મી-પપ્પા માનસે? શું દાદા-દાદી માનસે? શું દીદી માનસે? આ વિચારોમાં જ થોડી હિંમત એકઠી કરીને ઘરે ઘરના સભ્યો જોડે વાત કરવાનું નક્કી કરે છે. લાગી તો આવું રહ્યું હતું જ ઋત્વિક આજે સાવ સશક્ત હોય. એ આજે ચાલવા માટે પણ પૂરો સમર્થના હતો. એ ચાલે તો એવું લાગી રહ્યું હતું કે એના બધા દુઃખો અને વિચારો એને ધક્કા મારી રહ્યા હોય. બસ ધીરે ધીરે કરીને એની કાર પાસે પહોંચીને ઘરે બધી વાત કરવા માટે નીકળી જાય છે. એ એના વિચારો માંથી બહાર જ નથી આવતો અને વિચારે છે કે જો મમ્મી પપ્પા નહિ માને તો ? મમ્મી પપ્પા માની ગયા અને દાદા દાદી નહિ માને! શું શ્રધ્ધા મારી વાત માનસે ? આવા વિચારોમાં મસગુલ હતો ત્યાં ઋત્વિક ઘરે પહોંચી ગયો.

ઋત્વિક જાણે આજે જ કોરોનામાંથી ઉભો થયો હોય અને સાવ અશક્ત શરીર હોય તેમ ચાલીને ઘરમાં પ્રવેશ કરે છે. દાદા-દાદી હોલમાં જ બેઠા હોય છે અને ઋત્વિકને જોઈને બોલો છે "ઋતુ કેમ ઓફીસ પરથી એટલો બધો જલ્દી ઘરે પાછો આવી ગયો! શું તબિયત તો સારી છે ને! "

અમે કરી દાદી ઋત્વિકના માથા પર હાથ ફેરવે છે. ત્યાં શ્રધ્ધા રસોડામાંથી બહાર આવતી સમયે ઋત્વિકને જોઈને બોલે છે " ઓય.. ભઈલા શું થયું કેમ આટલો બધો જલ્દી ઘરે આવી ગયો.! "
ઋત્વિકને બોલવા માટે મોં નથી ખુલતું અને તે થોડીવાર માટે મૌન રહે છે. એટલામાં ઋત્વિકના મમ્મી-પપ્પા પણ બહાર ગયા હોય ત્યાંથી આવી જાય છે. બસ ઋત્વિકને જોઈને એનો એજ સવાલ પૂછે છે " ઋતુ શું થયું કેમ ઓફિસ પરથી આટલો જલ્દી પાછો આવ્યો.! "

ઋત્વિક જાણે બેભાન હોય તેમ ઉભો હતો. બાજુમાં આવીને દાદાએ પીઠ પર હાથ ફેરવ્યો પછી ઋત્વિક થોડો ભાનમાં આવે છે. ઋત્વિકનું બોલવાનું તો ભુલ્યો પણએ પોતાની આંખમાંથી વહેતા આંસુને રોકી શકતો ન હતો. આ જોઈને શ્રધ્ધા તરત ઋત્વિકને શાંત કરવા લાગે છે. નાનીબેન ના મનાવણા પછી માંડમાંડ ઋત્વિક પોતાના હોશમાં આવે છે. અને વાત કરવાનો પ્રયત્ન કરે છે.

ઋત્વિક : " પપ્પા આપણાં ઘરે એક પારણુંની ખોટ હંમેશ માટે છે તો મને એ વાત ખૂબ જ ખટકે છે."

ઋત્વિકના મમ્મી : "બેટા અમે તો તને કહી કહીને થકી ગયા કે તું બીજા લગ્ન કરીલે પણ તું ક્યાં માને છે. અમને પણ ઈચ્છા છે કે અમે પણ અમારા પૌત્રને રમાડતા જવી."

ઋત્વિક : મમ્મી હું આજે પણ અને કાલે પણ બીજા લગ્નતો નય જ કરું તો હું વિનંતી કરું છું કે તમે મને બીજા લગ્ન કરવા માટે વિવસ ના કરો."

શ્રધ્ધા : "ભાઈ તો તું કેવા શું માંગે છે? વગર લગ્ન કેમ આપણાં ઘરે પારણું બંધાશે?

ઋત્વિક : " તમે મારી એક વાત માનશો તો એક વાત કહું ! "

શ્રધ્ધા : " હા ભાઈ બોલ શું ચાલે છે મનમાં "

ઋત્વિક : "દાદા તમને ખિજાસો નહીંને તો જ બોલું? "

દાદા : " હા નહિ ખિજાવ તું બોલ બસ તારું મૌન અમારાથી નથી જોવાતું. "

ઋત્વિક : " મારે એક વૃદ્ધાશ્રમ અને એક અનાથાશ્રમ બનાવવું છે. "

પપ્પા : " ઋતુ તું ભાનમાં તો છે ને? "

ઋત્વિક : " હા ! "

શ્રધ્ધા : "ભાઈ પણ તું આ શું બોલે છે!"

ઋત્વિકના મમ્મી : "ઋતુ પણ આપણી પાસે એવી સગવડતા નથી તને પણ ખબર છે. "

ઋત્વિક : " પપ્પા પેલી પાલનપુર વાળી જમીન.... "

દાદા : " તને ખબર છે તું શું બોલી રહ્યો છે! "

દાદી : "એ જમીન આપણાં પુરખોની છે તો એ થોડી વેચાય તને બોલતા શરમ આવે આવે છે!"

ઋત્વિક થોડા સમય માટે મૌન ધારણ કરી લે છે.

ઋત્વિક : "મને ખબર છે આપણી સ્થિતિ સારી નથી પરંતુ જે સાવ નિરાધાર છે એનું શું? પેલા ગરીબ બાળકો રોડ-રસ્તા પર સુતા હોય છે અને દિવસ ઉગતા જ ભીખ માંગે છે. તો બિચારા વૃદ્ધ ઘરડા તો ઘરેથી અમને એમના છોકરાવ કાઢી મૂકે છે તો એ ક્યાં જાય? બિચારા પડ્યા રહે છે મંદિરના એક ખૂણે."

ઋત્વિકના પિતા : " તું ભાનમાં તો છે ને એટલા બધા માણસોની સેવા કોણ કરશે? રોજરોજ જમવાની સગવડ કોણ પુરી પાડશે? તે વિચાર્યું છે આ બધું!

ઋત્વિક : દાદા-દાદી, મમ્મી-પપ્પા મને માફ કરજો પણ તમે પણ વિચાર્યું તું કે મને દત્તક લઈને કે મારું ભરણપોષન કોણ કરશે!

ઋત્વિકના મમ્મી : "અરે તું તો અમારો દીકરો છે ઋતુ અને આ વાત આજ પછીના બોલતો કે તને અમે દત્તક લીધો છે.(અમે કરીને ઋત્વિકના મમ્મી રડવા લાગે છે.)

શ્રધ્ધા : " ભાઈ તું આ બધું ખોટું બોલે છે ને? પપ્પા શું આ બધું સાચું છે."

ઋત્વિકના પપ્પા એક કડક લાકડા માફક થંભી જાય છે અને મૌન ધારણ કરી લે છે.

શ્રધ્ધા : "દાદા તમે બોલો આ વાત સાચી છે?"

દાદા : "હા....."

શ્રદ્ધા : "મને કેમ કોઈએ વાતની જાણના કરી..!" (આ વાત કરીને આંસુના ધારની રોકી શકતી નથી.)

ઋત્વિક શ્રધ્ધાને શાંત કરાવે છે પણ એ કોઈનું નથી માનતી છેવટે ઋત્વિકે કહ્યું બેના તને મારી રાખડીના સોગંદ છે હવે બંધ થઈ જા. અને પછી શ્રધ્ધા શાંત થાય છે. ત્યાર બાદ ઋત્વિક એના મમ્મીને શાંત કરાવે છે અને બધા ને પાણી આપવામાં માટે શ્રધ્ધાને ઈશારો કરે છે. બધાને પાણી આપ્યા બાદ બોલે છે.

ઋત્વિક : પપ્પા તમે પણ જો રોડ રહેવા દીધો હોત તો હું આજે પણ ભીખ માગતો હોત.

દાદા : "ઋતુએ તો અમારી ફરજ હતી.

ઋત્વિક : બસ દાદા હું એજ કહું છું કે જો તમે મારું એકનું ભરણ પોષણ કરી શકો છો તો બીજા નું કેમ નહીં? આપણે જો અનાથાશ્રમ બનાવીશું તો અનાથ બાળકોને ઘર મળી રહેશે અને બાજુમાં વૃદ્ધાશ્રમમાં બનાવીશું તો અનાથ બાળકોને માતાપિતા અને ઘરડા માં-બાપને બાળકોનું સુખ પ્રાપ્ત થશે. અને તને ખર્ચાની ચિંતાના કરો. બસ પાલનપુરવાળી જગ્યા પર અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવની છૂટ આપો.

ઋત્વિકના પિતા : " ઋતુ પણ બવ થશે.

ઋત્વિક : " પપ્પા તમે મને જેમ આખો બંધ કરીને ભણાવ્યો અને સારી નોકરી પર લગાવ્યો તો હું પણ અમને સારું શિક્ષણ આપીને નોકરી પર ચડાવી દઈસ. અને પછી એ અમને ખર્ચો ખુદ લેતા થઈ જશે અને એ બીજા બાળકોને પણ પ્રોત્સાહન આપીને આગળ વધારશે.

દાદા : " ઋતુ તું રાજી એમાં અમે રાજી બસ. "
ઋત્વિકના પિતા : " પરંતુ પપ્પા.."

દાદા : " બસ એક વાર કીધું એ પાકું અને જો તું ઋતુને રસ્તા પર પડ્યો રહેવા દીધો હોત તો શું આપણને આવો સમજદાર દીકરો મળ્યો હોત. જા દીકરા કામ શરૂ કરવી દે અને જો પૈસાની જરૂર વર્તાય તો મારું અને તારી દાદીનું એફ.ડી તોડી નાખજે.
ઋત્વિક દાદા-દાદી અને મમ્મી-પપ્પાને પગે લાગીને આશીર્વાદ લે છે અને શ્રધ્ધાને ભેટીને કહે છે ચાલ બેન ક્યારેક તો તું કામમાં આવી. આજે તારું સિવિલ કામમાં આવશે. (અમે કરીને શ્રધ્ધાને ખીજવાડે છે.)

અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમનું બાંધકામ શરૂ થઈ જાય છે. અને હજી તો કામકાજ અડધે જ પહોચ્યું હોય ત્યાં દાદાનું અવસાન થઈ જાય છે. અને ઋત્વિક કમજોર થઈ જાય છે. પરંતુ દાદીના આશ્વાસનથી બંનેના બાંધકામ પૂર્ણ થાય છે.

ઋત્વિકે રોડ પર રહેલા બધા બાળકોને અનાથાશ્રમમાં દત્તક લઈ લીધા અને તેમનું ભણવાનું શરૂ કરાવી દીધું તો બીજી બાજુ વૃદ્ધાશ્રમમાં ઘરડાનો સહારો બની ગયો. અહીં ઋત્વિકે બધા બાળકોને દત્તક લીધા અને તેમને માતા-પિતાનો પ્રેમ આપ્યો. તો વૃદ્ધાશ્રમાં દીકરાની ફરજ પુરી કરતો ત્યાં શ્રધ્ધા પણ દીકરીની ફરજ પુરી કરતી હતી. દસેક વર્ષનો સમય વ્યતીત થાય અને ઋત્વિકે ભણાવેલા બાળકો સારી સારી નોકરી કરતા થઈ જાય છે અને એ બધા બાળકો ઋત્વિકને મોટા ભાઈ તો ઋત્વિકના મમ્મી પપ્પાને માતા-પિતા માનીને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમનો ખર્ચો ઉઢાવી લે છે. અમુક સમય પછી ઋત્વિક તમામના બાળકોની પુખતી વય થઈ જતા લગ્ન પણ કરવી દે છે.

આ બધું જોઈને ઋત્વિકના માતા પિતા ખૂબ જ ખુશ થાય છે. અને ગર્વ કરે છે કે ઋત્વિક અમારો દીકરો છે.

અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવ્યા બાદ ઋત્વિકના માતા પિતાને જરાય પણ પૌત્રની ખોટ વર્તાતી નથી.

✍🏻~દુશ્મન