Ganika - Shraap ke sharuaat ? - 13 in Gujarati Women Focused by Ankit Chaudhary શિવ books and stories PDF | ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 13

Featured Books
Categories
Share

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 13

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb

ભાગ :- 13

મેધા રોહનને છેલ્લા શબ્દોમાં કહી ચૂકી હતી કે "તમે તમારા કામથી કામ રાખો અને મારું interview લીધા પછી જ કોઈક ફેંસલો કરો કેમકે તમારી માટે તમારો ગુસ્સો મહત્વનો હશે પણ મારી માટે મારું જરૂરત સૌથી મોટી છે અને એ જરૂરત પૂરી કરવા માટે હું કંઈપણ કરી શકું છું." મેધાની વાત સાંભળીને રોહનને ગુસ્સો આવી જાય છે "હું ચાહુંને તો એક જ પળમાં તને બહાર ફેંકી દઉં પણ હું એવું નહિ કરી કેમકે મારી અંદર મારી મા અને મારા દાદીએ જે સંસ્કાર ના બીજ વાવ્યા છે એના ઉપર હું કોઈ કચરાને લીધે દાગ નહિ પડવા દઉં પણ એટલું યાદ રાખજે કે તું આ interview માં અસફળ થઈ તો તારે મારી મરજી મુજબ રહેવું પડશે! બોલ છે મંજૂર?" ત્યારે મેધા થોડી હેરાન રહી જાય છે અને ઊંડા વિચારમાં ડૂબી જાય છે કે "રોહન એવું તો શું માગી લેશે એની પાસે? રોહન શું કરાવશે એની મરજી મુજબ? અરે હું ભૂલી કઈ રીતે શકું કે રોહન એક પુરુષ છે અને પુરુષની નિયત તો..... છી... પણ હું કરીશ કેમકે હું નથી ઈચ્છતી કે મારી જાતના લીધે મારી ગહેના બાનું કે પેલા માજીને કોઈ તકલીફ પડે! હું એમની માટે મારું કર્તવ્ય નિભાવવા તૈયાર છું, રોહન જે માગશે એ હું એને નિસંકોચ આપી દઈશ પણ આe નોકરી તો હું મેળવીને જ રહીશ કેમકે એ ખૂબ જરૂરી છે મારી માટે!" મેધા મનોમન આટલું વિચારીને રોહનને ખુરશી ઉપર બેસવાનું કહે છે. રોહન મેધાનો ઈશારો સમજી જાય છે અને પોતાની ખુરશી ઉપર જઈને બેસી જાય છે.

મેધા પોતાની આંખો નીચે તરફ ઝુકાવીને બેઠી હોય છે, તેને પોતાના બંને હાથ રોહનના ટેબલ ઉપર મુકેલા હોય છે, અને તે પોતાની આંગળીઓ વડે પોતાના બીજા હાથની આંગળીઓ મછળી રહી હોય છે. આ જોઈને રોહન કહે છે " મેધા તમે અહી interview આપવા માટે બેઠા છો નહીં કે તમારા હાથ માછળવા માટે! તમારી હરકતો ઉપર થોડો કાબૂ રાખો જેથી તમારી નજર તો સાફ થશે પણ એની સાથે સામે વાળા માણસનું દામન પણ ની દાગ થઈ જશે!" મેધા રોહનની વાત સાંભળીને સમજી જાય છે કે રોહનનો ઈશારો કઈ તરફ છે અને એ શું કહેવા માગી રહ્યો છે. મેધાને હવે મનોમન લાગવા લાગે છે કે તેને જે ગઈ કાલ રાત્રે રોહન સાથે વર્તન કર્યું હતું એ વર્તન થીક નોહ્તું! મારે આમ કરવું જ ન જોઈએ! પણ હું શું કરું? મારા પોતાનાઓ એજ મારી સાથે ખોટું કર્યું છે તો હું પારકા લોકો ઉપર વિશ્વાસ કઈ રીતે કરી શકું? જ્યારે મારા પોતાના લોકો જ મારી સાથે નોહતા તો આ અજનબી રોહનને હું કઈ રીતે મારો પોતાનો માની એની ઉપર વિશ્વાસ કરતી? જે થયું છે એ આવનાર સમયમાં ઠીક થઈ જશે પણ અત્યારે મારે આ નોકરીની ખૂબ જરૂર છે અને હર હાલતમાં હું આ નોકરી મેળવીને જ રહીશ! જેથી ઘણા લોકોનો મદદ થઈ શકે અને નોકરી કરીને તો કમસે કમ હું દિવસે એક સન્માન ભરી જિંદગી તો જીવી જ શકું છું, રાત્રે પછી મારી સાથે ગમે તે થાય એની પરવાહ નહિ પણ હું દિવસે સન્માન ભરી જિંદગી જીવવા માગું છું.

મેધા પોતાના વિચારોની અંદર ખૂબ ઉંડે સુધી ખોવાયેલી હતી! જેને જોઈને રોહન બસ ચૂપ ચાપ બેસી રહે છે. રોહન ઘણો સમય રાહ જુએ છે પણ મેધા આ હાલાતમાંથી બહાર નીકળવા માગતી જ નોહતી! રોહન હવે કંટાળીને પોતાનું ટેબલ ખટખટાવે છે. મેધા અવાજ સાથે હોશમાં આવી જાય છે અને તે રોહનના ચહેરા ઉપર ગુસ્સો જોઈને કહે છે "માફ કરજો પણ હું થોડી અસમંજસમાં ફસાઈ ચૂકી હતી. ખરેખરમાં મારે આ નોકરીની જરૂરત છે નહિ તો હું ક્યારેય પણ interview આપવા માટે ન જાત પણ મને હાલત પૂરી રીતે મજબૂર કરી ચૂક્યા છે કે મારી પાસે કોઈ બીજો રસ્તો છે જ નહિ! હું મારી સમસ્યાને જેટલી હલ કરવાની કોશિશ કરું છું એટલી જ તેમાં ગૂંથાતી જાઉં છું. રોહન હું ગલત હોઇ શકું પણ યાર મારો વિશ્વાસ કરો કે જે હલતમાંથી હું પ્રસાર થઈ રહી છું એ હાલતમાંથી એકવખત પ્રસાર થઈ જુઓ! તમને આઈડિયા આવી જશે કે મેં જે પણ ગઈ રાત્રે કર્યું એ કરવા પાછળનું કારણ શું છે! બસ એક વખત મારી જગ્યા એ તમારી જાતને મૂકી જુઓ તમને બધું જ સમજાઈ જશે!" મેધા આટલું કહીને ચૂપ થઈ જાય છે. રોહન તેની સામે જ થોડા સમય માટે તો જોઈ રહે છે અને પછી કહે છે "હું અહીં interview લેવા માટે બેઠો છું, તારા પ્રોબ્લેમ જાણવા કે એને હલ કરવા માટે નહિ! જો તારે આમજ તારા વિચારમાં ડૂબી રહેવું છે તો તું જઈ શકે છે કેમકે બહાર બીજા લોકો પણ બેઠા છે જેને તારી કરતાં વધારે નોકરીની જરૂરત છે. સો લીવ.." આટલું કહીને રોહન મેઘાને દરવાજો દેખાડી દે છે.

મેધા રોહનની આ હરકતથી દુઃખી તો થાય છે કે કોઈ તેનું દુઃખ સમજી શકતું નથી પણ મેધા રોહન પાસે ઉમ્મીદ કઈ રીતે રાખી શકે? જ્યારે એના પીતા અને થોડા સમય માટે પતિ બનેલ જગો તેનો ન હતો તો આ રોહન અનંત કઈ રીતે એનો થઈ શકે! મેધા પોતાની જાતને સંભાળીને કહે છે "રોહન એ બધું છોડો અને મારું interview શરૂ કરો." અને પછી રોહન interview શરૂ કરી દે છે. મેધા રોહન તરફ પોતાના કાન રાખીને ધ્યાનથી સાંભળવાની કોશિશ કરે છે. રોહન એક પછી એક મેઘાને પ્રશ્ન પૂછે છે જેના જવાબ મેધા ખૂબ વિચાર કર્યા પછી જ આપી રહી હોય છે. રોહન મેઘાને એવા એવા મુશ્કિલ પ્રશ્નો પૂછે છે કે જેનો જવાબ મેધા માટે આપવો ઘણો મુશ્કિલ બની જાય છે પણ રોહનના બધા જ પ્રશ્નોના જવાબ આપે છે. Interview પૂરું થયા પછી રોહન મેઘાને કહે છે કે "તારું interview પૂરું થઈ ચૂક્યું છે, હવે તું જઈ શકે છે, અને બહાર જઈને રાહ જોઈ શકો છો! જો આપનું selection થશે તો આપને જણાવી દેવામાં આવશે." પછી મેધા ખુરશી ઉપરથી ઉભી થઈને રોહનને "thank you" કહી બહાર ચાલી જાય છે. તે બહાર જઇને પરીક્ષા ખંડમાં રાહ જોવા લાગી જાય છે, તેને ઉમ્મીદ ન જ હતી કે તેનું selection થશે! બસ તે ખાલી રોહન શું કરે છે એ જોવા માટે જ ત્યાં પ્રતીક્ષા કરતી બેસે છે.

શું મેઘાને નોકરી મળશે? શું મેધા પોતાની જરૂરિયાત પૂરી કરી શકશે? શું મેધા અને રોહનના સબંધમાં બદલાવ આવશે? જાણવા માટે બન્યા રહો મારી સાથે રવિવાર અને ગુરુવાર સવારે નવ વાગે ગણિકા - શ્રાપ કે શરૂઆતમાં?