Baani-Ek Shooter - 63 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 63

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

“બાની”- એક શૂટર - 63

બાની- એક શૂટર

ભાગ : ૬૩


કેદારે લકી સામે લેપટોપ ખોલ્યું અને લાઈવ વિડિઓ દેખાડ્યા. અલગ અલગ લોકેશનનાં સાતેક જેટલા વિડિઓ દેખાઈ રહ્યાં હતાં...!!

લકી ધ્યાનથી જોવા લાગ્યો.

"લકી.....!! ધ્યાનથી શું જોઈ રહ્યો છે. આગ લગાવી દીધી છે આગ...!! તારી ગુનાખોરીમાં આગ ચાપી છે. આ અલગ અલગ એરિયાના તારા ડ્રગ્સ સપ્લાઈનાં અડ્ડા છે...!! છે... નહીં.... હતાં....!!" કહીને બાની ખડખડાટ હસી.

લકી જોઈને ચોંક્યો.

"કેદાર...!! આ બંને સ્થિર થયેલા પૂતળાને પણ વિડિઓ દેખાડો...!!" બાનીએ લકી સામે પિસ્તોલ તાકી રાખતા કહ્યું.

કેદારે મિસીસ આરાધના અને અમન સામે લેપટોપ દેખાડ્યું. તેઓ બંને પણ ધ્યાનથી જોવા લાગ્યા.

"કેદાર...!! ઈન્સ્પેકટર વરુણ રાઠોડને ફોન કર...!!" બાનીએ હુકમ કર્યો.

કેદારે મોબાઈલમાં પહેલાથી જ સેવ કરાયેલો ઈન્સ્પેકટર વરુણ રાઠોડને કોલ લગાવ્યો. ફોનને સ્પીકર પર રાખવામાં આવ્યો. કોલ જોડાતાં જ ઈન્સ્પેકટર રાઠોડનો "હલ્લો" નો સ્વર સંભળાયો.

બાનીએ ઝડપથી કહ્યું, " ઈન્સ્પેકટર રાઠોડ...!! હું બાની બોલી રહી છું."

"બાની...!!" ઈન્સ્પેકટર રાઠોડે ઝડપથી કહ્યું. પરંતુ ઈન્સ્પેકટર વરુણ રાઠોડ કશું બોલે એના પહેલા જ બાનીએ કહ્યું," રાઠોડ સા'બ...!! તમે એક ઈમાનદાર કાબેલ ઈન્સ્પેકટર છો એટલે જ તમે મારું ધ્યાનથી સાંભળજો." બાનીએ ખૂબ જ શાંતિથી કહ્યું.

"બોલો...!!" ઈન્સ્પેકટર રાઠોડે ધીરજ રાખીને કહ્યું.

"રાઠોડ સા'બ...!! તમે નકામી મારી શોધખોળમાં સમય નહીં બગાડો. હું પોતે જ પોતાનો હવાલો કરી રહી છું પણ પ્રતિશોધ પૂરો થયા બાદ...!!" બાનીએ કહ્યું ત્યાં જ અધવચ્ચે જ વાતને કાપતાં ઈન્સ્પેકટરે કહ્યું, " બાની...!! તમે ક્યાં...!!"

"ઈન્સ્પેકટર મારી વાત હજુ પૂરી નથી થઈ...!! ઝડપથી સાંભળો મારી વાતને...!! કાળાબજારીનો આ સાત લોકેશનનો ધંધો સંભાળનાર લકના નામે કામ કરતો બોસ બીજો કોઈ નહીં પણ બિઝનેસમેન લકી છે. હું તમને સાત લોકેશનનાં નામ ટેક્સ્ટ મેસેજથી જણાવું છું. જાઓ પહેલા ત્યાં શું થયું છે એ જોઈ લો...!! તમારી આગળની કારવાઈ સરળ બનશે...!!" બાનીએ ઝડપથી કહ્યું.

"બાની ગેમ રમવાનું છોડી દે...!! સીધી રીતે પોતાના સાથીઓ સાથે સરેન્ડર કરી દો...!!" ઈન્સ્પેકટર વરુણ રાઠોડે ઊંચા સાદે કહ્યું.

ઈન્સ્પેકટરની વાત સાંભળી ન સાંભળી કરીને બાનીએ તરત જ કહ્યું, " ઈન્સ્પેકટર...!! હું સરેન્ડર કરીશ જ...!! પણ મારા સાથીદારોની ધરપકડ કરવામાં નહીં આવે કેમ કે તેઓ બેગુના છે...!!" બાનીએ લાસ્ટ શબ્દો પર ભાર આપતાં કહ્યું અને તરત જ ફોન કટ કર્યો.

કેદારે પહેલાથી જ સાત લોકેશનવાળો ટેક્સ્ટ મેસેજ ડ્રાફ્ટ કરીને રાખ્યો હતો એને ઝડપથી સેન્ડ કર્યો. રિસીવ મેસેજનો ટોન વાગતા જ કેદારે મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢીને પોતાના ખિસ્સામાં રાખ્યો.

"હા તો લકી તું શું કહેતો હતો....!! વાત અધૂરી રાખતો નહીં...!!" બાનીએ આ વખતે લકીના મસ્તિષ્ક પર પિસ્તોલનું નાળચુ રાખી ધ્યાન કેન્દ્રિત કરતાં પૂછ્યું, " જાસ્મિનનું મૌત કેવી રીતે થયું??"

"બાની...!! એ સાત લોકેશનને આગ લગાવાથી મારુ કશું પણ બગડી નથી જવાનું...!! આ ડ્રગ સપ્લાઈની ચેન છે જેને કોઈ પણ તોડી નથી શકવાનું...!! મારા પકડાઈ જવાથી કશું અટકવાનું નથી..!!જે ચાલતું આવ્યું છે એ ચાલશે જ..!!" લકી હજુ પણ હારવા માંગતો ન હતો.

"લકી....!! મને જાસ્મિનનાં ગુનેગારો સુધી પહોંચવાનું હતું...!! એ કરી દીધું છે...!! આગળની કારવાઈ પોલીસતંત્ર કરશે...!! અને તું ભ્રમમાં છે કે તું પોલીસના હાથમાં લાગશે એટલે છૂટી જશે....!! ત્યાં સુધી તું જીવંત રહેશે તો ને...!!" બાનીએ લકીના મૌતની આગાહી કરતાં કહ્યું.

"બાની....!! તારી બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિન પાસે તો તને પહોંચવું જ પડશે...!!" કહીને જોરથી લકીએ બંને હાથેથી બાનીના પિસ્તોલવાળો હાથ પકડવાની કોશિશ કરી પરંતુ લકી કશું સમજે એ પહેલાં જ બાની થોડી દૂર ખસી અને લકીના પગ પર પિસ્તોલ તાકી ગોળી છોડી...!! લકી ચિત્કારી ઉઠ્યો. તે જ સમયે કેદાર પણ હરકતમાં આવી ગયો. પરંતુ એ ફરી લકીને ચિત્કારી ઉઠતાં જ સ્થિર થયો. અમન અને મિસીસ આરાધના સ્તબ્ધ થઈ ગયા. લકીના બોડીગાર્ડ્સ દોડી આવ્યા પરંતુ લકી ઘાયલ થતાં જ તેઓ ત્યાં જ સ્થિર રહ્યાં... તેઓ પણ એક મોકાની તલાશમાં હતા પણ બાનીએ એવી કોઈ હરકત દેખાડી નહીં જેથી લકીના સાગીરતો પોતાની હિંમતનો પરચો દેખાડી શકે...!!

"અમન...!! બકવા માંડ જલ્દીથી....!! જાસ્મિનનું મૌત કેવી રીતે થયું??" લકી પારાવાર પીડા ભોગવી રહ્યો હતો એ જોતાં જ અમનને પૂછવા માંડ્યું. કેમ કે બાની જાણતી હતી કે પોલીસની ટુકડી ક્યારે પણ અહીં પહોંચી શકે..!! એના માટે એક એક સેંકેન્ડ અત્યારે કિંમતી હતી!!

"જાસ્મિન અમારી ગુનાખોરીનું રહસ્ય જાણી ચૂકી હતી...!! એક દિવસ જાસ્મિન સાથે હું એક રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરીને બેસેલા હતાં. જાસ્મિન બેખબર હતી આ કામથી..!! કે ખરેખરમાં શેનાં માટે જાસ્મિનની મુલાકાત મારી સાથે રાખી હતી...!!

અમે બંન્ને જ્યુસ પીવામાં મશગુલ હતાં...!! ત્યાં જ એક કોલેજ બોય અમારી ટેબલ પર આવ્યો...!! એ જાસ્મિનને સંબોધીને ઉત્સાહથી બોલવા લાગ્યો, " ઓહહ જાસ્મિન મેડમ હું આપનો મોટો ચાહક છું...!!"

એવી ઘણી બધી જાસ્મિનના ફિલ્મોની તેમ જ સિરીઝની તેમ જ કામની વખણાઈ કરવામાં આવી!! એ કોલેજ બોયને ઓટોગ્રાફ પણ જાસ્મિન મેડમ દ્વારા આપવામાં આવ્યો. ત્યાં જ મેં પણ મોકો લઈ લીધો...!! મોકો નહીં પહેલાથી જ પ્લાન ગોઠવામાં આવ્યો હતો.

"આ લો...!! મેડમ જાસ્મિનનાં આટલા મોટા ચાહક તરીકે તમે છો તો આ નાની અમથી ગિફ્ટ જ સમજી લો જાસ્મિન એટલે કે અમારા તરફથી...!!" એ કોલેજ બોયના હાથમાં એ ગિફ્ટ સોંપતા મેં ઉત્સાહથી કહ્યું. એ કોલેજ બોયે ઝડપથી એ ગિફ્ટ લીધી. થોડી આમતેમની વાતો કર્યા બાદ એ ગિફ્ટ લઈને ઝડપથી નીકળી ગયો.

મેં જાસ્મિનને એવી રીતે ઘણી વાર બિઝનેસ મિટિંગનાં નામે અલગ અલગ સ્થળે બોલાવતો અને સેમ એજ પ્લાન દોહરાવતો. કોઈ કોલેજ બોય આવતો અને એ જાસ્મિનનો ચાહક છે, એ નામે એ ગિફ્ટ એ બોયને આપી દેતો...!!

જાસ્મિન સામે આવું બે વાર બન્યું...!! એને આ બધું હસીને લીધું...!! પરંતુ આવો જ પ્લાન એના સામે અનેકો વાર પાર પાડવામાં આવ્યાં...!! એને ગંધ આવી ચૂકી હતી કે કશુંક તો એવું બની રહ્યું હતું જેનાથી એ અણજાણ હતી...!!

આખરે એને પૂછી જ લીધું, " અમન હું જાણી શકું?? કે મારા નામે કયું ગિફ્ટ મારા ચાહકોને અપાઈ રહ્યું છે!!??"

"ઓહ..!! કમોન બેબી...!! તું મારી સાથે રહીને એટલું પણ ન જાણી શકી??" મેં એને તદ્દન સ્વાભાવિકતાથી પૂછ્યું. કેમ કે મને એમ જ લાગતું હતું કે જાસ્મિન બધું જાણશે તો એ પણ અમારા કામમાં સાથ આપશે...!! પણ એવું બન્યું નહીં..!! નૈતિકતા.... ઉફ્ફ...!!....એના લીધે એને એની જાન ગુમાવી પડી..!!" અમને કહ્યું અને તે બોલતો અટક્યો.

"આગળ બોલ...!!" બાનીએ ઝડપથી અમનને કહ્યું.

મેં એને કહ્યું, " ડાર્લિંગ જાસ્મિન....!! એટલી પણ નાસમજ ના બન...આ ડ્રગ્સ સપ્લાઈનો ધંધો છે...!! હવે તને સમજ જ પડી ગઈ છે તો તું પણ અમારી સાથે જોડાઈ જા....તું ઘણું કમાઈ જશે!!" મેં એને સમજાવી પરંતુ ત્યાં જ મને એને થપ્પડ જડી દીધી અને એ જતી રહી.

સચ્ચાઈ જાણીને જાસ્મિન કશું નહીં કરશે એ મારો ભ્રમ હતો..!! આ વાતને એને અહીં જ પડતી રાખી નહીં. પરંતુ એને ખોદીને જડ સુધી જવાની કોશિશ કરી..!! હું તો એમ જ સમજતો હતો કે જાસ્મિન ભલે અમારી સાથે શામિલ ન થઈ શકી હશે પણ અમારો ગેરકાયદેસર કામને પણ તે કદી ઉજાગર કરશે નહીં. જાસ્મિને આંખ આડા કાન કર્યા હશે એમ ધારીને મેં એની સામે જ મારા ફોન કોલ્સ પણ અટેઈન કરતો રહ્યો. એવામાં જ એ એટલું તો જાણી ચૂકી હતી કે મિસીસ આરાધના, કે.કે.રાઠોડ, લક અને હું આ કાળાબજારીમાં શામેલ છીએ.

ડ્રગ્સ સપ્લાઈ કરવાનો ધંધો ફક્ત અમે અમુક એક વર્ગને જ ટાર્ગેટ કરી રાખ્યો હતો એ જ વાત જાસ્મિનને ખટકી રહી હતી...!!

આ જ સસ્પેન્સનો ઘટસ્ફોટ જાસ્મિન કરવાની હતી. એને એક એક સબૂત તૈયાર કરી રાખ્યા હતાં." એટલું કહીને અમન ડરતો એક નજર મિસીસ આરાધના તેમ જ લકી પર નાંખી પછી બાની તરફ જોયું.

"આગળ બક રે....!!" બાની ચીખી.

ક્રોધની આગમાં બળબળતી બાનીનાં ચીખવાની સાથે જ અમનને પોતાનું મૌત નજદીક દેખાઈ રહ્યું હતું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)