Silent Love - 1 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | સાયલંટ લવ - 1

Featured Books
Categories
Share

સાયલંટ લવ - 1

સાયલંટ લવ

"લોકોને પ્યાર હોય છે, તો પણ કહેતા નહી! પણ શું કરે એ લોકો એમના વિના એમને ચાલતું પણ નહિ!" ધ્રુવ એ બહુ જ ચાલાકીથી આ શબ્દો એના જીજાજી અને બહેન પર વાપર્યા હતા, પણ એના જીજુ ની બહેન ધ્વનિ માટે પણ આ કેટલું સટિક અને સાચ્ચું હતું!!!

"નહિ પ્યાર, કોઈ ની પણ સાથે નહિ!" એક નિશ્વાસ નાંખતા ધ્વનિ એ જાણે કે ધ્રુવ ને જ જવાબ આપ્યો!

"જો હમે સમજ ના સકા ઉસે હક હૈ બુરા કહેને કા... ક્યુકી જો મુઝે જાન લેતા હૈ, વો મુજ પે જાન દેતા હૈ!" ધ્રુવે ફરીથી એણે ડાયલોગ ની જ ભાષા માં કહ્યું!

ખરેખર એવું જ હોય છે! કોઈને જાણવા માટે, એણે સમજવા માટે સમય લાગતો હોય છે!

સાવ એવું પણ નહોતું કે બંને એકમેક ને જાણતા જ નહોતા! પરિવાર એ પણ એકમેક ને તો "ધ્રુવ તો બહુ સારો કે ધ્વનિ તો બહુ સારી" એવું કેટલીય વાર કહેલું જ! પણ બંને એકમેક ની નજીક તો હવે આવ્યા હતાં. ધ્રુવ ને નોકરી જોઈતી હતી તો એ એના જીજાજી ના ઘરે રહેવા આવ્યો હતો.

પહેલાં અમુક દિવસ તો બધું નોર્મલી જ ચાલ્યું પણ જેમ જેમ સમય વીતતો ગયો. ધ્રુવના સ્વભાવે જાદુ શુરૂ કર્યો!

ધ્વનિ એની વાતોથી, એના સ્વભાવ થી કે એના વ્યક્તિત્વ ની એ મીઠાશ થી આકર્ષાઈ ગઈ હતી! વાત ચાહે એની માટે કોફી બનાવવા ની હોય કે એની કોઈ વસ્તુ બજાર થી લાવવી, ધ્રુવ હંમેશાં એના કામમાં તત્પર રહેતો!

ધ્વનિ પણ એના ટિફિન માં એની પસંદ નું જ ખાવાનું બનાવતી. બંને વચ્ચે વચ્ચે રાજાના દિવસે કોઈ કેફે માં સાથે જઈ પણ આવતા!

ખરેખર તો હવે ધ્વનિને આખોય દિવસ બસ ધ્રુવના જ વિચારો આવવા લાગતા! ક્યારે ધ્રુવ ઑફિસેથી આવે તો એની સાથે એ માર્કેટ માં શાકભાજી લેવા જાય! એ બસ વિચારી લેતી! એણે રવિવારના દિવસે એની સાથે કેફે માં જવાનું પણ બહુ જ મન હોતું! એ વિચારી જ રહેતી કે ક્યારે રવિવાર આવે ને ક્યારે એ એની સાથે જાય!

બધું જ ખૂબ જ મસ્ત ચાલતું હતું, પણ એક દિવસ ધ્રુવના ભાઈ પર કોલ આવ્યો કે એની માસી ની છોકરી રાધા એ એમના જ શહેરના કોલેજમાં એડમીશન લીધું છે અને હવે એ કાલ થી ત્યાંથી જ કોલેજ જશે! ચિંતા ની એક ઘેરી લકીર ધ્વનિ ના કપાળે આવી ગઈ! પોતાના ધ્રુવ ને ખોઈ જવા નો ડર એણે મહેસૂસ કર્યો!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઇમેકસ)માં જોશો: રાધા ને લીધે જ ધૃવ અને ધ્વનિ વચ્ચે બહુ જ જુદાઈ આવી ગઈ હતી! જે રવિવાર નો આખું અઠવાડિયું ધ્વનિ રાહ જોતી હવે એ અઠવાડિયે તો ધૃવ રાધાને શોપિંગ પર લઈ જવા લાગ્યો!

એકવાર ધ્રુવને ઓફિસે ધ્વનિ નો કોલ આવ્યો. જે એણે કોલ માં કહ્યું એ સાંભળીને ધ્રુવ બિલકુલ હચમચી ગયો!

"હું જાઉં છું, ભાભીના ઘરે! અહીં મારું મન નહિ લાગતું!" એણે કોલ પર કહ્યું હતું!

"ઓ પાગલ, અહીં રહેને તું પ્લીઝ!" ધ્રુવે પારાવાર અફસોસ સાથે કહેલું! પણ એનો આટલો અફસોસ તો ધ્વનિ માટે કાફી નહોતો! જો એણે પણ પ્યાર હતો જ તો એણે પણ તો એકરાર કરવો જ જોઈએ ને?! આખીર પોતાના જ પ્યાર ને આમ કોઈ બીજા નો થઈ જતાં કોણ જોઈ શકે?!

"જો ધ્યાન રાખજે તારું, સમય પર ઊંઘજે!" ધ્વનિ એ એણે કહેવા માંડ્યું.