Meeranu morpankh - 19 in Gujarati Fiction Stories by શિતલ માલાણી books and stories PDF | મીરાંનું મોરપંખ - ૧૯

Featured Books
Categories
Share

મીરાંનું મોરપંખ - ૧૯

આપણે આગળ જોયું કે કુમુદે કહેલા શબ્દોથી મીરાં ડઘાઈ જાય છે. એ બેચેની અનુભવે છે. જમતી પણ નથી. મોહિત એને પ્રેમથી જમાડે છે. આ અનોખું બંધન એમનું અતૂટ છે.હવે આગળ...

મોહિત અને મીરાં બેય સાથે જમી અને પોતાની આંખોથી આંસુ વહાવતા વહાવતા ધીમી વાત કરે છે. સંધ્યાએ ફોઈના વર્તનની વાત મોહિતને જણાવી દીધી હતી. એ મીરાંને સમજાવે છે કે એની જીભ જ કર્કશ છે. તું જાણે છે પછી એ વાતને શું કામ મનમાં લે છે. તું તારૂં વિચાર અને કાલ તૈયાર રહેજે...સવારે દસ વાગ્યે.. તારા માટે મેં અને સંધ્યાએ સરપ્રાઈઝ ગોઠવી છે......હવે સૂઈ જા ચાલ...

સવાર પડીને સૂરજ નવા કિરણો સાથે ફરી ઝળહળયો. એ જ હવા અને એ જ માહોલ, એ જ દિવાલ અને એ જ છત...એ જ બગીચો અને એ જ ઝુલો... બધું જુનું જ હતું પણ મીરાં હવે આ ઘરની મહેમાન હતી. મોહિતે કહ્યું હતું એટલે એ સરસ મજાની પરી જેવી જ તૈયાર થઈ નીચે ઊતરે છે. હોલમાં સોફા પર બેસીને ટી.વી.જોઈ રહેલી કુમુદ એકદમ ઝડપથી રીમોટને મચડી રહી હતી. એ મીરાંને ફરી તૈયાર થયેલી જુએ છે ને ફરી સળગે છે મનમાં...

મીરાં નીચે આવી ભગવાનને પગે લાગી સીધી રસોડામાં જાય છે. જ્યાં રીટા કોફી બનાવી રહી છે. એક પ્લેટમાં થોડા બિસ્કિટ અને કોફી લઈ પોતે રસોડાની બહાર નીકળે છે કે કુમુદથી બોલાઈ જાય છે કે

" મીરાં, ઢંગથી વહેલી ઊઠતા શીખ ત્યાં કોઈ ભેગું નથી આવવાનું." ( હાથને ઊલાળતા અને દરવાજાની બહાર આંગળી ચીંધતા કહે છે.)

" ફોઈ, હું ક્યાંય નથી જવાની તમને છોડીને બસ..હવે શાંતિને !"( ફોઈને ગળે વળગીને)

" બેસ હવે જલ્દી, લાવ એકાદ બિસ્કિટ.. ચાંપલી તેમાં."

આખી પ્લેટ ફોઈબાને આપી મીરાં ફરી રસોડામાં હાથ દેવડાવે છે. દસ વાગે છે ને મોહિત ઓફિસે જવા રેડી થાય છે. એ મીરાંને સાથે લઈ જવાની વાત કરે છે. બધા હા પાડે છે અને મીરાં , મોહિત અને સંધ્યા સાથે જ મોહિતની ઓફિસે જાય છે.

ઓફિસે પહોંચીને મીરાં તો સરપ્રાઈઝની રાહ જોવે છે. બરાબર અગિયાર વાગ્યે ઓફિસના કોમ્પ્યુટરની સામે બેઠેલી મીરાંને એક સુંદર હાસ્ય સાથે મસ્તાની ચાલવાળો અને વાળમાં હાથ ફેરવતો ફેરવતો એક યુવાન ઓફિસ તરફ આવતો દેખાય છે. ઓફિસનો દરવાજો ગ્લાસનો હોવાથી ચહેરો બ્લર દેખાતો હતો. જેવો એ દરવાજો ખુલ્યો કે મીરાં તો સટ્ટાક કરતી ઊભી જ થઈ ગઈ..

આવનાર યુવાન નરેશ જ હતો. પોતાના ચશ્મા ટેબલ પર ગોઠવી એ મોહિતને મોડા પડવા બદલ માફી માંગે છે. મોહિત એના હાથમાં કારની ચાવી અને મૂવીની ટિકીટ આપતા કહે છે કે 'મીરાં આ તારી સરપ્રાઈઝ છે.' સાંજ સુધી ગમે ત્યારે પાછા ફરો. ખૂબ માણી લો આ પળને. આ પળ પાછી નહીં જ આવે.

મીરાંએ સંધ્યાને કાનમાં કહ્યું કે.................

" ભાભી આ સરપ્રાઈઝ તમે જ ગોઠવી છે ને સાચું બોલો તો!"

" હા"

"થેંકસ, ભાભી.." કહીને મીરાં નરેશની પાછળ ચાલી નીકળી.

મોહિતની ગાડી લઈને બેય લોંગ ડ્રાઈવ પર જાય છે. મીરાં વિચારે છે કે મૂવી તો સાથે રહેશું ત્યારે ઘણા જોઈશું. આ પહેલી મુલાકાતને આંખોમાં ‌ભરીભરીને માણવી છે. એ બન્ને સીટ પર ગોઠવાય છે અને ગાડીને દૂર સુધી નહીં પણ જ રોકવી એવા ધ્યેય સાથે ઊડ્યા એના પ્રેમના આકાશમાં..

રસ્તામાં નરેશ વારંવાર વાળ સરખા કરે છે ત્યારે મીરાંને એ એની સ્ટાઈલ બહુ ગમે છે. એ આજ મૌન છે પણ સવાલોનો તો ઢગલો છે દિલમાં. નરેશ પણ મીરાંની સુંદરતા, નમણાશ અને શાંત સ્વભાવથી ખુશ છે. નરેશ હળવેથી મીરાંને કહે છે " શું તારા ભાભીએ બોલવાની ના પાડી છે?"

" ના,ના, એવું કંઈ નથી."

" જે પૂછવું હોય , બોલવું હોય અને જે કહેવું હોય એ કહી દો મીરાંજી."( મીરાંને જોતા જોતા )

" મીરાં કહેશો તો પણ ચાલશે મને."(નીચું જોઈને)

" મને તો રાણાજી કહીશ એ ગમશે મીરાં.."( પ્રેમથી અને હાથ પકડીને કહે છે.)

બહારનો પવન પણ ધીમો હતો. મૂવી જોવાની
બેયમાંથી એક ને પણ ન હતી. બપોર પણ થઈ ગઈ હતી. વાતાવરણ સુંદર અને આહલાદક હતું. નરેશ અને મીરાં એકબીજાની તમામ વાતો સાથે રોમાન્સની પળો પણ માણી રહ્યા હતા. સુંદર મજાનું તળાવ અને ફરતી બાજુ ઘટાટોપ વૃક્ષની નીચે થોડી બેન્ચ ગોઠવાયેલી હતી. નરેશ વિચારે છે કે અહીં શાંતિથી બેસી શકાય એમ છે. રસ્તામાંથી જ કોલ્ડડ્રિંકસ અને પોપકોર્ન લઈ લીધા હતા. ગાડી પાર્ક કરી બેય ત્યાં બેસે છે. માણસોની ખાસ અવરજવર ન હતી.

નરેશ મીરાંને કહે છે "મીરાં મારે તને એક અગત્યની વાત કરવી છે ?"

જોઈએ હવે આગળના ભાગમાં કે એ વાત કઈ હશે?

------------ (ક્રમશઃ) -----------

લેખક : શિતલ માલાણી

જામનગર

૨૪/૧૧/૨૦૨૦