The Author Juli Solanki Follow Current Read કેળવણીકાર ગાયત્રીબેન By Juli Solanki Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા... ભાગવત રહસ્ય - 165 ભાગવત રહસ્ય-૧૬૫ વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવ... આસપાસની વાતો ખાસ - 13 12. વહેમવાળી જગ્યાઅમે અહીં ખૂબ સારા ગણાતા વિસ્તારમાં આ સું... મારી કલ્પનાઓનું પ્રતિબિંબ એક સાંજ હતી, જ્યાં બે મિત્રો વચ્ચેની વાતચીત થોડી ખાસ બની. યુ... સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 (૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share કેળવણીકાર ગાયત્રીબેન (6) 1k 3.4k ધીમે ધીમે આવતાં પગલા, ચાલવામાં ચંપલના અવાજ, કાંડામાં ઘડિયાળ અને કોટનની કડક સાડી તથા ચશ્માં એવા કે જોવાથી એવું લાગે કે તે ખૂબ જ પ્રતિભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હશે.લોખંડનાં દરવાજાંને ખોલતાં જ એની નજર સામે રહેલા તખ્તા પર પડી. તેમાં લખ્યું હતું, "શ્રી સ્વામિનારાયણ વિવેકાનંદ વિદ્યાલય."એક હાથમાં ચોપડી અને બીજામાં પર્સ, વટ દઈને ચાલતાં આ મહિલા શાળાના છ-સાત પગથિયાં ચડી ગયા. તેઓ સીધા જઈ એક રૂમમાં દાખલ થયા. ત્યાં બીજા શિક્ષક-શિક્ષિકાઓ પણ પોતાના કાર્યમાં વ્યસ્ત હતા.'સુપ્રભાત મેડમ.' કડક સ્વભાવના ભારતીબેનએ આજે પહેલીવાર સામેથી બોલાવ્યું.'સુપ્રભાત ભારતીબેન.'"સુપ્રભાત, ગાયત્રીબેન કેમ છો?"એક એવો અવાજ જેનાથી બધાને હસવું આવતું તે હતા આ સ્ટાફનાં મનોજ ગુપ્તાસર.ગાયત્રીબેનએ પ્રત્યુત્તર આપ્યો."આજે તમારો ક્યાં વર્ગ છે?"સામે બેઠેલાં શિક્ષકે પોતાના ચશ્માં ઉતારતા બોલ્યા."નિધિબેન આજે છઠ્ઠા ધોરણમાં વર્ગ છે."' ભલે'- નિધિબેન પોતાની ચોપડી ઉપાડતા બોલ્યા.ત્યાં તો આઠ વાગ્યાનો ઘંટ વાગ્યો. બધા શિક્ષકો પોતપોતાના વર્ગ લેવા ચાલી ગયા.વર્ગ પૂર્ણ થતાં જ બધા સ્ટાફ રૂમમાં જમવા બેઠા." ગાયત્રીબેન તમને પ્રિન્સિપાલ સર બોલાવે છે." બ્લુ કલરનાં કપડામાં - હાથમાં ચા-ની ટ્રે લઈને ત્યાંના કામદારે કહ્યું. ગાયત્રીબેન તરત ઊભા થયા. ટિફિન પાછું પર્સમાં મૂક્યું અને પ્રિન્સિપાલ ની ઓફિસ તરફ પગ વધાર્યા.' સર,હું આવું ??'કહી ઓફિસમાં દાખલ થયા. સામે ખુરશીએ બેઠેલાં પ્રિન્સિપાલ તેનું નામ અમૃતલાલ રાઠોડ. એકદમ જાડા ને મોટા, કાળી પેન્ટ અને સફેદ શર્ટ,હાથમાં ઘડિયાળ અને જૂના જમાના જેવી ચશ્માં,મોટો કમરમાં પટ્ટો અને શર્ટમાં ટાઈ બાંધેલી હતી. બધા તેનાથી ખૂબડરતા,એટલા જ ગુસ્સાવાળા, એનો મિજાજ પણ કડક.પરંતુ જે કાંઈ સલાહ આપતા તે હંમેશા સાચી હોતી." જી સર, કઈ કામ ? "ગાયત્રીબેનએ નમ્રતાથી પૂછ્યું.' એક સુજાવ છે તમારા માટે.' પ્રિન્સિપાલ એ બોલવાનું ચાલુ કર્યું.' હા સર.'" તમે આટલાં મહેનતી છો,આપણી શાળામાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપો છો. તો તમે આપણા ગામનાં જે ગરીબ વસ્તીના જે બાળકો છે તેને વિના મૂલ્યે શિક્ષણ આપી શકો? જો તમે આ કાર્ય કરી શકતાં હો તોતમે લાભ જરૂર લેજો.બાળકોનાં ભવિષ્ય સુધરી જશે." પ્રિન્સિપાલે સહજ રીતે પોતાનો પ્રસ્તાવ મુક્યો.કારણ કે ગાયત્રીબેન ઘણાં વર્ષથી આ શાળામાં જોડાયેલા છે." ખૂબ સરસ. આ કરવાથી ઘણા બાળકોના ભવિષ્ય સુધરી જશે,પરંતુ મને ઘરમાં જાણ કરવી પડશે." ગાયત્રીબેન મનમાં કંઈક વિચારતા હોય તેમ કહ્યું." હા તમે વાત કરજો.કારણ કે આ તક ચૂકવા જેવી નથી." પછી ગાયત્રીબેન પોતાના વર્ગ પતાવી ઘરે પરત ફર્યા. મનમાં વિચાર હતો કે ઘરમાં માનશે કે નહીં?" આવી ગઈ હું." ગાયત્રીબેનના ઘરે સાસુ અને તેના પતિ રોહન એમ ત્રણ જણ રહેતા હતા. એમ તો ગાયત્રીબેનને બધી છૂટ હતી,પરંતુ સમાજમાં ક્યાંય ખરાબ થાય એવી વાતથી તેઓ કોઈ પણ વાતની ના પાડી દેતા.' હા માજી ' ગાયત્રીબેનએ કહ્યું.જમવાનું પતાવીને બધા વાતો કરવા બેઠાં.ગાયત્રીબેનએ વિચાર્યું હું તે વાત કહી દઉં." તારી શાળામાં કેવું ચાલે છે? " રોહન બોલ્યો.ગાયત્રિબેનએ પોતાની એ વાત કહી દેવી તે હેતુથી બોલવાની શરૂઆત કરી," બધું બરાબર ચાલે છે. પ્રિન્સિપાલ સરએ મને એક કાર્ય માટે સજાવ આપ્યો છે કે ગરીબ બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપવાનો.તો હું તે કાર્ય કરી શકું ?""પણ ગાયત્રી આજે વિના મૂલ્યે કોઈ કોઈની મદદ કરતું નથી.તો આ કાર્યમાં હું તારો સાથ નહીં આપુ. રોહને જાણે આ વાત ગમી જ ન હોય તમે ચોખી ના પાડી દીધી." પરંતુ આ એક સારું જ કામ કહેવાય.આપણું પણ ગામમાં નામ થાય.હા એ વાત સાચી કે ખાલી ગામના નામ સારું થાય એના માટે નહીં પણ બાળકોના ભવિષ્ય સુધરી જાય."ગાયત્રીબેનએ સમજાવતાં." પણ વિના મૂલ્યે આ કામ કરવાની શી જરૂર છે? ઓછા રૂપિયા લઈને પણ કરી શકાય."" એવા લોકો પોતેપોતાના પેટ સારું પણ ખાવાનું નથી મેળવી શકતા તો તેમના બાળકોને શિક્ષણ કેમ અપાવે?"" હું વિચારીને કહીશ પરંતુ હા કે ના થાય તો તૈયાર રહેજે." ધ્યાન ન આપતાં રોહને કહ્યું.રાતના આઠ વાગ્યા. ગાયત્રીબેનને એ જ વિચાર મુંજવતો હતો કે રોહન માનશે કે નહીં. કારણકે તેને હૃદયથી તે કામ કરવાની હોંશ થઈ હતી." ભલે તું તે કાર્ય કરજે, પરંતુ ખોટી જગ્યાએ ફસાઈ ન જા કોઈ દિવસ તે હંમેશા ધ્યાન રાખવાનું." આખરે રોહને ગાયત્રીબેનનેપરવાનગી આપી. " હા હું ધ્યાન રાખીશ. " ગાયત્રીએ હસતા કહ્યું.સવાર થતા જ શાળા ખુલવાના થી પહેલા ગાયત્રીબેન ગરીબ લોકો જ્યાં રહેતા હતાં ત્યાં પહોંચી ગયા.બધા ને એકઠાં કર્યા અને બોલવાનું શરૂ કર્યું ," હું એક શિક્ષિકા છું. તમારા બધા બાળકોને શિક્ષણ આપવા માટે વાત કરવા આવી છું.""અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ તેવા ખર્ચ નથી નીકળી શકતા. અમે પોતાનું ગુજરાન પણ માંડ ચલાવીએ છીએ."ત્યાં રહેલા એક બહેન બોલ્યા."હું જાણું છું કે તમારી પરિસ્થિતિ સાધારણ નથી. પરંતુ હું એ કહેવા માગું છું કે તમે તમારા બાળકોને મારી પાસે વિના મૂલ્યે શિક્ષા અપાવો, કારણ કે અક્ષરજ્ઞાન જ કેળવણી કહેવાય. તમે તેમને અક્ષરજ્ઞાન અપાવશો તો આપમેળે તેની કેળવણી સારી થશે.હું તો કહું છું કે આજ સાંજથી જ ચાર વાગ્યે અહીં નાકા પાસે હોલ છે ત્યાં મુકો."ગાયત્રીબેન આ વાત જણાવી ત્યાંથી ચાલી નીકળ્યા. શાળાના તથા ઘરના કામ પતાવીને 4 વાગે તે હોલમાં પહોંચી ગયા અને બાળકોની વાટ જોતા મનમાં વિચારતા હતા કે તે બધા આવશે કે નહીં? તેને ખૂબ જ હોંશ હતી બધાને શિક્ષણ આપવાની. આશરે છ-સાત બાળકો ત્યાં આવી પહોંચ્યા. ગાયત્રીબેને ગમત કરાવતાં જ્ઞાન આપતા ગયા અને આ પ્રવૃત્તિમાં તેઓ સતત કાર્યરત રહ્યા." કેવી ચાલે છે તારી ભણાવવાની સેવા? રોહને કહ્યું." ખૂબ જ સારી.. મને આ કામ કરવામાં ખૂબ આનંદ મળે છે."' સરસ ' - રોહને પ્રત્યુત્તર આપ્યો.ગાયત્રીબેન હવે આજુબાજુમાં જે માતા-પિતા બાળકો માટે શિક્ષણનું ખર્ચ નથી ઉપાડી શકતા તેમને પણ જોડ્યા અને ધીમે ધીમે તેઓ કેળવણીકાર બની ગયા.ગામનાં લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા." સર,હું આવું ?" પ્રિન્સિપાલની ઑફિસનો દરવાજો ખખડાવતા ગાયત્રીબેન બોલ્યા." હા આવો ગાયત્રીબેન." ગાયત્રીબેન જઈને સર બેઠા હતા તેની સામેની ખુરશી પર બેઠા.' હા સર .'" તમે આ કાર્ય છેલ્લા 3-4 મહિનાથી કરો છો. આટલા ઓછા સમયમાં તમે આપણા આખા ગામમાં જાણીતા થઈ ગયા. "" આભાર સર. હું પણ ગામનાં જે બાળકોને તેમના માતા-પિતા નથી મોકલતાં તેને પણ હું સમજવાનો પ્રયત્ન કરીશ. આ કાર્યમાં જ હવે હું મારો પૂરો યોગદાન આપીશ."ગાયત્રીબેનએ પ્રત્યુત્તર આપ્યું." તમને 'શિક્ષક દિન'ના રોજના શાળા તરફથી પુરસ્કૃત કરવામાં આવશે."પ્રિન્સિપાલએ કહ્યું.' આભાર સર.' કહી ગાયત્રીબેન ખુશ થતાં થતાં પોતાના વર્ગ લેવા નીકળી ગયા. Download Our App