Event. in Gujarati Short Stories by Akshaybhai books and stories PDF | ઘટના.

Featured Books
Categories
Share

ઘટના.

ધૃતિના કાકાના લગન હતા. અને જિગરને ધૃતિએ કહ્યું હતું કે તું રાતે લગનમાં આવજે જેથી આપણે શાંતીથી મળી શકીએ. જિગરે ખિસ્સા માંથી સિગરેટ કાઢી મોહસીનને ગાડી ધીમી હાકવા કીધું. 8 વાગ્યા હતાં. 80 કિમી દૂર જવાનું હતું. બંનેના ઘરે એકબીજા સાથે લગનમાં જવાનું કહ્યું હોવાથી ના પાડે એવી શક્યતા હતી નઈ. રાતે મોડું થશે કહીને નિકળ્યા હતાં. 10 વાગ્યા હશે, તેવો ગામમાં પહોંચી ગયાં. ગામ મોટું હતું, પુછતાં પુછતાં તેવો આગળ વધ્યા, લગન હતા તે જગ્યાએ જતાં થોડી વાર લાગી.ગામમાં મોટા ભાગના ઘરો કાચા હતા. જે ઘરે લગન હતું ત્યાં સરસ મજાનો મંડપ ઉભો કર્યો હતો. ચારે બાજુ લાઈટો ગોઠવી હતી. સ્પીકરો મોટેથી વાગતાં હતાં. છોકરાઓએ ધમાચકડી મચાવી હતી. ગામડાંના લગન હોય કોઇને આમંત્રણ આપવાંનું રહેતું ન હતું. ગામના અને આજુબાજુના ગામમાંથી પણ લોકો આવીને જમીને જતાં હતાં. જિગરે ધૃતિને ફોન કરીને જાણ કરી. જમવાનું ચાલું હોવાથી ધૃતિએ પહેલાં જમી લેવાનું કહયું. પંગતની મજા માણતાં માણતાં બંને મિત્રોએ જમી લીધું. બેવ જણાં લગનનો માહોલ જોતા ઉભા હતાં. ગરબા શરું થતાં ધૃતિ ગરબા રમવા આવી. આ જોઈ જિગર પણ ગરબા રમવા ગયો. મોહસીનને ખાસ રસ ન હતો તેથી તે સાઈડમાં જયને થોડા મહિનાં પહેલાંજ સગાઈ થયેલી પોતાની ફિયોંસેને ફોન કરી વાત કરવા લાગ્યો. બે ત્રણ રાઉન્ડ માર્યા હશે ત્યાં બંને જણાં કોઇની નજરમાં ન આવે એરીતે ત્યાંથી બહાર નિકળી ગયાં. હવે ત્રણે જણાં ઘરની પાછળ ઉભા હતાં. ધૃતિ જિગરને ઘરની પાછળ ખેતર હતાં ત્યાં પાળ પર થોડે દૂર લઈ ગઈ અને બંને જણાં ત્યાં બેઠા. પુનમ તો ના કહી શકાય પણ એકબીજાને જોઈ શકાય એટલું અજવાળું પડતું હતું. રાતે આવી રીતે આટલે દૂર જિગર મળવા આવ્યો ઍ વાતનો ધૃતિને વિશ્વાસ ન હોતો થતો. ઍ ખુશ હતી. હાથ માં હાથ નાખી એ રાતના અજવાળામાં જિગરનાં ચેહરાને જોઈ રહી હતી. પાંચ મિનિટ માંડ થઈ હશે ત્યાં મોહસીનનો ફોન આવે છે. તે જિગરને ત્યાંથી બહાર આવવાનું કહે છે. જિગર આટલી ઉતાવળ શા માટે કરે છે એમ મોહસીનને પુછે છે ત્યારે મોહસીન જિગરને ગુસ્સામાં બહાર આવવા માટે કહે છે. મોહસીનનાં અવાજમાં ગભરાહટ હતી. કોઈ જોઈ ગયું હશે એવું વિચારતા બંને જણાં બહાર આવે છે ત્યારે મોહસીનના માથે પસિનો વળ્યો હોય છે. તે પહેલાં ધૃતિને આગળ જવા માટે કહે છે પછી જિગરને અને પોતે પાછળ ચાલીને આવે છે. થોડી વાર પછી પાછી આવુ, કહી ધૃતિ આગળ જતી રહી. મોહસીન જિગરને ગાડી મુકી હતી ત્યાં લઈ ગયો, ત્યાં સુધીમાં જિગરે ત્રણ થી ચાર વાર શું થયું એમ મોહસીનને પુછી નાખ્યું હતું. હજી પણ મોહસીનનાં ચેહરા પર ઘભરાહટ હતી. તેણે માંડીને વાત કીધી. ઘર પાછળ પોતે જે ઝાડ નિચે ઉભો રહી વાત કરતો હતો ઍ ઝાડ પાછળ એક વિચિત્ર આકારનું માણસ જોયું.. સફેદ કલરનું, ખૂબ મોટી આંખ વાળું, વાળ વિચિત્ર હતાં અને કદમાં સાવ નીચું. એનો દેખાવ એટલો વિચિત્ર હતો કે તું એને જોતે તો જગ્યા પર જ બેહોશ થઈ જાત એમ મોહસીને જિગરને કહ્યું. મોહસીને આવા વિચિત્ર માણસની વાત સાંભળી હતી અને એટલું એને ખબર હતી કે એની અને આપણી આંખ મળી જાય એટલે એ વિચિત્ર વસ્તુ ગામની હદ સુધી પીછો કરે અને સામે વાળી વ્યક્તિ ને મુશ્કેલીમાં મુકી દે. મોહસીને જિગરને કહ્યું હવે આપણે આ ગામમાંથી નિકળી જવું જોઇએ. જિગરને આવો અનુભવ ક્યારેય થયો ન હતો અને આવું જોયું પણ ના હતું તેથી એણે મોહસીનની વાતને વધારે મહત્વ ના આપ્યું પણ મિત્રની વાત સાવ નકારી કાઢે એવો તે ન હતો અને તેવો જવાં માટે તૈયાર થયાં. જિગરે ધૃતિને ઇશારાથી ફોન કરવા કીધું અને ફોન પર જ બધી વાત કરી ત્યારે ધૃતિ ઍ પણ ઍ માણસ હોવાનો દાવો કર્યો. મોહસીન બબડતો હતો કે નજીકમાં શમશાન હોવું જોઇએ, આ સાંભળી ધૃતિએ ફોન પર કહ્યું હા, નજીક માજ છે ઘરની પાછળ ખેતર પુરા થાય એટલે શમશાન આવે. આ સાંભળી જિગર ધૃતિ પર નારાજ થતાં બોલ્યો તને ખબર હતી તો તારે પાછળ ન લઈ જવાય. ધૃતિઍ કહ્યું લગનનો માહોલ છે આવા વાતાવરણમાં આવું થશે એવું કોણે ખબર હતી, વાત સાચી હતી. જિગરે અમે નીકળીએ એમ કહી ફોન મુક્યો અને ત્યાથી જવાં નિકળ્યાં. ગામ બહાર નિકળ્યાં પછી મોહસીનને સારું લાગ્યું. જિગર પાછળ બેસી થોડી થોડી વારે ધૃતિના ફોન, મેસેજના જવાબ આપતો હતો. મોહસીન ચુપચાપ ગાડી ચલાવતો હતો. રસ્તો સિંગલ હાઈવે હતો, રાતનો સમય 12 થવાં આવ્યાં હતાં. રસ્તો એક દમ સુમ્ંસાન એકલદોકલ ટ્રક જતી આવતી હતી. ગાડી રસ્તાની વચ્ચે ચાલતી હતી. જિગરને લાગ્યું રસ્તો ખાલી છે એટલે મોહસીન વચ્ચે ચલાવે છે. સામેથી બે ટ્રક આવી હોર્ન મારીને નિકળી ગઈ પણ મોહસીને કોઈ પ્રતિક્રિયા આપી નઈ. થોડી વારમાં પાછી એક ટ્રક આવી અને નજીકથી જતી રહી ત્યારે જિગરને નવાઇ લાગી અને મોહસીનનાં ખભે હાથ મુક્યો એટલે મોહસીન તરત ચમકાયો, જાણે કે ઊંઘ માંથી જાગ્યો હોય. ગમે એટલી રાત હોય મોહસીને આવું ક્યારેય કર્યુ ન હતું. ગાડી સાઈડમાં લીધી અને જિગરને ચલાવા આપી. થોડે ગયા હશે ત્યાં મોહસીન જિગરની પીઠ પર માથું નાખી ઢળી પડ્યો. આથી જિગર પણ ગભરાયો ગાડી ઉભી રાખી અને મોહસીનને બેઠા બેઠા જ હલાવી નાખ્યો અને પુછ્યું શું થાય છે. મોહસીને કહ્યું શરીરમાં સારું નથી લાગતું થોડી વાર સુઇ જઈશ તો સારું લાગશે પણ 30 35 કિમી સુધી એવી કોઈ જગ્યા આવતી ન હતી કે મોહસીનને સુવડાવી શકાય. નાની દુકાનો બંધ થઈ ગઈ હતી. સમય ઘણો થઈ ગયો હતો. જિગરે મોહસીનના હાથ આગળ લઈ લીધાં ગાડી ચાલું કરી અને પોતાનો એક હાથ પાછળ રાખ્યો ધીમે ધીમે ગાડી જવાં દીધી. એક કલાક ગાડી ચલાવ્યા પછી નાનું એવું શહેર કહી શકાય એવી જગ્યા આવી ત્યાં મોડી રાતે બે ત્રણ ચાઇ ની દુકાનો ખુલ્લી રહેતી હતી. ત્યાં આવીને જિગરે મોહસીનને જગાડી ધીમેથી ઉતાર્યો અને મોડું ધોવા પાણી આપ્યું અને બંને જણાંએ ત્યાં ચાઇ પીધી. જિગરે ટેવ મુજબ સિગરેટ સળગાવી મોહસીન તરફ જોયું એ હવે એકદમ સ્વસ્થ થઈ ગયો હતો આથી જિગરને હિમ્મત આવી. હવે તેવો જવાં નિકળ્યાં. સવાએક થયો હતો. મોહસીને ગાડીની ચાવી માગી, જિગર થોડો ગભરાયો પણ મોહસીનને ઍકદમ સારી હાલતમાં જોઈ ચાવી આપી. હજુ 30 કિમી જવાનું હતું, હવે રસ્તો અજાણ્યો ન હતો પણ વધારે સુમસાન હતો. હવે બંને મિત્રો લગનમાં જે થયું ઍ કોઇને પણ જાણ ન કરવાનું એકબીજાને કહી રહ્યા હતા અને બીજી વાતો કરતાં કરતાં તેવો ઘરે આવી ગયાં. જિગરે મોહસીનને એના ઘરે ઉતાર્યો અને ત્યાંથી પોતાના ઘરે જવા નીકળ્યો. રસ્તામાં ગાડી ઉભી રાખી ખિસ્સામાં બચેલી છેલ્લી સિગરેટ સળગાવી અને મોહસીનને ઘર સુધી સલામત લાવ્યો એનો હાશકારો અનુભવ્યો.. ઘરે પહોચ્યો, સુવા પડયો ત્યારે પોણા ત્રણ થઈ રહ્યાં હતા. ધૃતિને ઘરે આવી ગયાનો મેસેજ કરી જિગર સુઇ જાય છે. બે ત્રણ દિવસ મોહસીનને ફોન કર્યા પણ એણે કઈ જવાબ આપ્યો નઈ. જિગરને લાગ્યું કામમાં હશે..

થોડા દિવસો પછી જિગર મોહસીનની દુકાને જાય છે અને ફોન ન ઉપાડવાનું કારણ પુછે છે ત્યારે મોહસીન કહે છે કે લગન માંથી આવ્યાં પછી બીજા દિવસ થી તે પથારીવશ થઈ ગયો હતો. તેને દેખાતું જ બંધ થઈ ગયું હતું અને આખું શરીર ગરમ રહેતું. દરગાહથી મૌલાવી બાબાને બોલાવીને સારું કર્યુ હોવાનું તેણે જિગરને કહ્યું. આટલું બધું થયું છતાં પોતાને ન કહ્યું એમ કહી જિગર ગુસ્સે થવા લાગ્યો.. મોહસીને હસીને વાત ટાળી અને કહ્યું રાતે લગન છે અને આપણે જવાનું છે. જિગરે સિગરેટ સળગાવી અને સિગરેટનાં ધુમાડામાં મોહસીનનો ચેહરો જોઈ રહ્યો. બે ઘડી વડગીને કહેવાનું મન થયું કે દોસ્ત તને કંઈ થઈ જાત તો???, મોહસીન હજી પણ હસતો હતો. " સારું આઠ વાગે તૈયાર રહેજે ".. એમ કહી જિગર ત્યાંથી જાય છે.