Unknown accompaniment - 2 in Gujarati Short Stories by Krishna books and stories PDF | અણજાણ્યો સાથ - ૫

The Author
Featured Books
Categories
Share

અણજાણ્યો સાથ - ૫

" સમય"
મિત્રો કહેવાય છે કે, " સમય " સૌથી મોટો ઔષધ તરીકે છે, ગમે તેટલા ઊંડા ઘાવને પણ સમય નામની દવા અસર કરે જ છે, વાત ૧૦૦%સાચી છે, પણ અમુક અપવાદરૂપ કિસ્સાઓ બાદ કરતાં. અને આવાજ અપવાદ નો એક ભાગ એટલે આપણી સપના. અથવા તો એમ કહું કે મારી સપના. હા મિત્રો બરાબર વાંચ્યું છે તમે, મારી જ સપના, કેમ કે સપના નું પાત્ર લખતી વખતે હું જીવું છું સપના ને, એની તકલીફ ને મહેસુસ કરી શકું છું, કેમ કે ક્યાંક ને ક્યાંક મારામાં પણ એક સપના છુપાઇ છે, ને ફક્ત મારા માંજ નહીં, દુનિયા ની દરેક સ્ત્રીમાં એક સપના હોય છે, જે દુનીયા સાથે ભલે કઠણ ને નિષ્ઠુરતાથી રહે, પણ વાત જ્યારે પરીવાર ની આવે ત્યારે મીણની માફક નરમ થઇ જાય છે
તો ચાલો જાણીએ સપનાની આગળ ની સફર, ને એના સપના.

અસ્થિ વિસર્જન પછી વસંત ભાઈ અને રાજ સપનાને ઘરે લાવ્યા, પણ સપના, સપના ક્યાં હતી. હતી તો બસ એક જીવતી જાગતી લાશ. હા ફક્ત શ્વાસ લેવા પુરતી એ જીવતી હતી, બાકી તો પોતાના સ્વજનો ને અગ્નિદાહ આપતા સમયે જ પોતાની જાતને પણ હોમી દીધીતી એણે, નોતી એને ખાવા પીવાની કઈ ખબર કે નોતુ પેરવા-ઓઢવાનું ભાન, એની તો આંખો જ સુકાઇ ગઇ હતી, રાજ ના મમ્મી એને એક નવજાત શિશુ ની જેમ સાચવતા, પોતાના હાથે ખવડાવવાનું, નવડાવવુ, તૈયાર કરવુ. સપનાને તો કોઈ સુધજ નોતી, સપના ના પિરિયડ્સ પણ એજ સાચવતા, જેમ એક માઁ કરે એવીજ રીતે, ને જયારે પોતે ઘર કામમાં વ્યસ્ત હોય, ત્યારે વસંત ભાઈ અથવા રાજ સાચવી લેતા, જોત જોતાં મહીના થવા આવ્યા પણ સપના માં કોઈ સુધારો ન થવાથી વસંત ભાઈ ને એની ચિંતા થવા લાગી, છોકરી સામે હજુ પહાડ જેવી જીંદગી પડી છે, એટલે એમના મિત્ર ની વાઈફ જે ન્યુરોસૃજન હતી એમની પાસે લઈ જાય છે.
ડૉ. કેતકી એમના પેશન્ટને માનસિક રોગી તરીકે નહિ પણ,
પોતાના સ્વજનો તરીકે ટ્રીટ કરતા હતા, એટલે તો મુંબઈ ના ટોપ ડૉ. મા એમનું નામ આવતું. બીજે દિવસે ડૉ. કેતકી ની કેબીન મા સંવેદનશીલ સંવાદ.
ડૉ. : જયશ્રી કૃષ્ણ વસંત ભાઈ 🙏
જયશ્રી કૃષ્ણ રાજ 🙏
Please have a seat.
રાજ: રાજ , વસંત ભાઈ અને સપનાને ખુરશી પર બેસાડતા
Thank you ma'am.
વસંત ભાઈ: ડૉ. આ જે અહીં બેઠી છે, ને એ મારાં ઘરની લક્ષ્મી છે, આની આવી હાલત હવે નથી જોઈ શકતા અમે ડૉ, આટલું બોલતા તો વસંત ભાઈ રીતસરના રડી પડે છે,
ડૉ, :સપના ની આવી હાલત કઈ રીતે થઈ તમે મને જણાવશો?
રાજ: ડૉ. મહીના પહેલા જે કાનપુર એક્સપ્રેસના ૬ ડબ્બા પાટા પરથી નીચે નદી મા પડયાતા, એમાં સપના નો આખો પરીવાર મૃત્યુ પામ્યો છે ને એજ આઘાત લાગ્યો છે મારી સપના ને, છેલ્લા ૨ મહીનાથી લાશ ની જેમ જીવે છે સપના, પણ હવે બસ ડૉ, એને આ ટ્રોમા માંથી બહાર લાવવામાં તમારી મદદ જોઈએ છે ડૉ. આટલું બોલતા રાજ પણ રડી પડ્યો.
ડૉ, : રાજ, વસંત ભાઈ, પ્લીઝ રડવાથી કઈ નહિ થાય, પરીસ્થિતિ નો સામનો કરવો છે ને સપના ને પાછી સપના જોતી કરવી૩ છે, એટલે તમે બસ તમારો વિશ્વાસ, સાથ ને સહકાર આપો, સારવાર હું આપીશ, ને જોજો થોડાકજ દિવસોમાં સપના પાછી તમારી પહેલા જેવીજ સપના બની જશે, બસ હિંમત નથી હારવાની.
મારે સપના ના મગજનાંMRI, CT SCAN, BLOOD REPORTS, & ALL PHYSICAL TESTS કરાવા પડશે, માટે રાજ તુું સપના ને લઈને સ્કેન રુમમાં આવ, ને વસંત ભાઈ તમે આ ફોર્મ ભરી રીસેપ્શન પર આપી આવજો, આપણે આજથી જ સપના ને નવા સપનાની ઉડાન માટે તૈયારી કરવી પડશે.
બપોર સુધીમાં બધા જ રીપોર્ટસ આવી ગયા, ડૉ, કેતકી રાજ અને વસંત ભાઈ ને કેબીન મા બોલાવે છે, હવે ચચાૅ રીપોર્ટ વિશે.
ડૉ. : રાજ , વસંત ભાઈ, મારી વાત ધ્યાનથી સાંભળો, સપના ડિપ્રેશનમાં સરી ગઈ છે, એને જે આઘાત લાગ્યો છે, એના લીધે એના મગજ પર માઠી અસર થઈ છે, હું દવા આપું છું પણ સાથે તમને એને રોજ અહીં લઈ આવવી પડશે, હોસ્પિટલ પાછળ એક યોગ સેંટર છે, ત્યાં એને મેડિટેશન, મ્યુઝિક, ટ્રિટમેન્ટ અપાશે, કમ સે કમ દિવસ. દિવસ સુધી સપના કેવો રિસ્પોન્સ આપે છે, એના આધારે બીજી ટ્રિટમેન્ટ નક્કિ કરાશે, તમે ઘરે પણ સપના સામે નોર્મલ બીહેવ કરજો, ઘરે વાતાવરણ ખુશનુમા રાખજો, રાજ સપના ની પસંદ તમને વધારે ખબર હશે, એટલે ઘરે પણ એની પસંદગીનુ મ્યુઝિક, રસોઈ, રુમમાં તાજા ફુલો અને ખાવામાં વધુ ઉપયોગ ફ્રુટ્સ નો કરજો, પણ સપના ની પસંદ નુ ધ્યાન રાખી ને. વસંત ભાઈ આ દવાઓ નીચે કેમિસ્ટ પાસે મળી જશે, ને ઈંજેક્શન પણ બધા સાથે જ લઈ લેજો, હું હમણા લગાવી આપુ છું, બાકી રોજ સિસ્ટર આવીને મારી જશે. ડૉ, ઈંજેક્શન આપીને સપના ને ઘરે લઈ જવા રજા આપે છે. ડૉ, કેતકી ના કહેવા અનુસાર વસંત ભાઈ અને રાજ બધી જ વ્યવ્સ્થા કરે છે.
સપનાની ટ્રિટમેન્ટ કેવી અસર કરે છે, રાજ ને સપનાનો પ્રેમ, કઈ દિશામાં આગળ પહોચશે, જાણવા માટે મારી સાથે મલજો આવતા ભાગમાં. ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏