"આસ્તિક"
અધ્યાય-16
આસ્તિક બે દૈવી નાગ સાથે જંગલમાં વિહાર કરવા માટે આવ્યા પછી ઊંચા પર્વત પર બેઠેલાં વાનરરૂપમાં હનુમાનજીનાં આશીર્વાદથી બધી વિદ્યાઓ અને જ્ઞાન મેળવી પુષ્ટ થયેલો. ત્યારબાદ જંગલના પ્રાણીઓની ફરિયાદ સાંભળી સરોવર કિનારે બધાં પ્રાણીઓને રંજાડતા સુવ્વરને પાઠ ભણાવતા સિંહ સ્વરૂપ ધારણ કરીને એને પડકાર્યો.
સુવ્વરનાં વેષમાં માયાવી રાક્ષસજ હતો એણે પણ આસ્તિકને સિહ સ્વરૂપમાં જોઇને સિહનું રૂપ ધરીને લડાઇ કરવા સામે આવ્યો. આસ્તિક હજી બાળ હતો છતાં બહાદુર હતો એની પાસે અગમ્ય શક્તિઓ હતી એનાં પિતા પાસેથી મળેલી વિદ્યા અને હનુમાનજી પાસેથી મળેલી અમોઘ શક્તિઓ હતી.
આસ્તિકે સિંહ સ્વરૂપે ઊંચી છલાંગ મારીને માયાવી સિહને પડકારી એનાં પર હુમલો કર્યો. બંન્ને સિંહ એકબીજાને પછાડવા માટે અધિરા થઇ રહ્યાં હતાં. માયાવી રાક્ષસ આસ્તિકને હરાવવા માટે ધમપછાડા કરી રહેલો પણ હાથમાં નહોતો આવી રહ્યો.
આસ્તિકે સિહમાંથી પાછુ ભયંકર નાગનું સ્વરૂપ લીધુ અને સિહનાં માથા પર જોરદાર પ્રહાર ક્રયો અને એનાં ગળાનાં ભાગે ઝેરી દાંત બેસાડીને એનાં શરીરમાં વિષ ભરી દીધું.
માયાવી રાક્ષસે સિહનું સ્વરૂપ લીધેલુ એ ગાયબ થઇ ગયું. અને વિકરાળ રાક્ષસમાં સ્વરૂપમાં આવી ગયો. સ્વરૂપ બદલ્યું હોવા છતાં એનાં માયાવી શરીરમાં પણ ઝેર પ્રસરવા માંડ્યું. એને ચક્કર આવવા માંડ્યા મોંઢામાંથી ફીણ નીકળી ગયું એનું આખું માયાવી શરીરને રંગ લીલો થઇ ગયો.
સાવ નિર્માલ્ય થયેલો રાક્ષસ આસ્તિકનાં ચરણોમાં પડી ગયો એણે બે હાથ જોડીને કહ્યું તમે કોણ છો ? આટલા થોડાં સમયમાં મને પરાજીત કરી દીધો તમે સિંહ પછી નાગ સ્વરૂપમાં આવી મને હરાવ્યો છે હું તમારો આશ્રિત છું મારાં આખા અંગ અંગમાં બધે વિષ પ્રસરી ગયુ છે મારું મૃત્યુ નિશ્ચિત છે મને માફ કરી આ વિષથી મુક્ત કરો તમે કહેશો એમ હું કરીશ અને પરાજીત થયાનું સ્વીકારુ છું.
આસ્તિકે અસલ રૂપ ધારણ કરીને કહ્યું હે માયાવી રાક્ષસ તું તો માત્ર થોડીજ ક્ષણોમાં પરાજીત થઇને આશ્રિત થઇ ગયો પહેલાં તું કહે કોણ છે ? અહીં કેવી રીતે આવ્યો ? અને અહીંનાં પ્રાણીઓને કેમ રંજાડે છે ? રાક્ષસે કહ્યું હું માયાવી રાક્ષસ છું મારુ નામ કાબાંક્ષ છે હું મારીચ વંશનો છું કાળક્રમે અમારી જાતી નાબૂદ થઇ રહી છે પણ મેં ઘણાં સમયથી આ વનમાં આશરો લીધો છે. મારી ભૂખ સંતોષવા જંગલનાં પ્રાણી પક્ષીઓને ખાઊં છું મને માફ કરો.
આસ્તિકે કહ્યું હું જરાત્કારુ દેવનો પુત્ર આસ્તિક છું અને આ વનનો રક્ષક છું આ મારાં બે મિત્ર જે દૈવી નાગ છે અને અહીંના પક્ષી-પ્રાણીની ફરિયાદથી તને નશ્યત કર્યો છે તારે જીવવું હોય તો હવેથી કોઇને મારીશ નહીં રંજાડીશ નહીં એની ખાત્રી આપ તો તને જીવનદાન આપું અને તારું ઝેર ઉતારુ.
કાંબાક્ષ રાક્ષસે કહ્યું હું વચન આપુ છું હવે કોઇને મારીશ કે રંજાડીશ નહીં હું આજથી વનનાં ફળફૂલ ખાઇને જીવીશ પણ મને જીવનદાન આપો. મને માફ કરો.
આસ્તિકે મંત્ર ધ્યાન કરી રાક્ષસનાં શરીરમાં પ્રસરતુ વિષ બધુજ શોષી લીધુ અને એને જીવનદાન આપ્યું રાક્ષસે કહ્યું આસ્તિક દેવ જ્યારે પણ મારું કામ પડે મને યાદ કરજો હું તમારી જરૂરથી મદદ કરીશ.
આસ્તિકે કહ્યું તમે વનમાં રહી શકો છો તમારુ ક્યારેક જો કામ પડ્યું તો જરૂર યાદ કરીશ પણ આ સરોવર કિનારે જે પ્રાણીપક્ષી આવે એ લોકો નિર્ભય થઇ જળ પી શકે એવો બંદોબસ્ત કરો અને તમે પણ શાંતિથી અહીં રહો.
આમ આસ્તિક માયાવી રાક્ષસ પર વિજયી થઇને દૈવી નાગ પર સવારી કરી વન વિચરણ કરવા આગળ વધ્યો. એનાં સાથીદાર દૈવીનાગોએ કહ્યું આસ્તિક દેવ તમે તો આજે ખૂબ બહાદુરી ભર્યુ કામ કર્યુ જંગલનાં બધાં પ્રાણી પક્ષીને રાક્ષસનાં ત્રાસમાંથી ઉગાર્યા છે. હવે આપણે આશ્રમ તરફ જઇએ તમારાં માતાપિતા રાહ જોતાં હશે.
આસ્તિકે કહ્યું ભલે આશ્રમ તરફ જઇએ એમ કહીને દૈવી નાગ પર સવાર આસ્તિક પોતાનાં ઘરે આશ્રમે પાછો ફર્યો. એણે જોયુ કે એનાં માતાપિતા આશ્રમનાં આગળનાં ભાગનાં ઓટલા જેવી બેઠક પર એની રાહ જોતાં બેઠાં છે.
આસ્તિકને જોઇને માં જરાત્કારુ ઉભા થઇને આસ્તિકને વળગી ગયાં અને બોલ્યાં દિકરા તારો જંગલનો પ્રવાસ કેવો રહ્યો ? તને કોઇ મુશ્કેલી નથી પડીને ?
આસ્તિક જવાબ આપે પહેલાંજ બે દૈવીનાગે જંગલમાં એને ભગવાન હનુમાનજીનો ભેટો થયો અને પછી માયાની રાક્ષસ સાથે યુધ્ધ થયું એમાં આસ્તિકે રાક્ષસને હરાવીને ચરણોમાં લીધો બધી વાત સવિસ્તર જણાવી.
જરાત્કારુમાં આનંદ પામ્યા કે ભગવન હનુમાનજીનો ભેટો થયો એમણે વિદ્યા-શક્તિ અને જ્ઞાન આપ્યાં અને પછી બોલ્યા એવાં રાક્ષસ સાથે તારે યુધ્ધ થયુ ? તારી બાળ અવસ્થામાં હજી અને આવા દુસાહસ કેમ કરે છે ? તને કંઇ થઇ ગયું હોત તો ?
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી તમે નાહક ચિંતા કરો તો હવે આસ્તિક 10 વર્ષનો થઇ ગયો. કિશોરાવસ્થામાં છે અને તે ખૂબ બહાદૂર છે વળી એ હવે બધી વિદ્યામાં પારંગત છે એની ચિંતા ના કરો. મને તો ગમ્યુ કે એણે રાક્ષસને હરાવ્યો.
પછીથી ભગવન જરાત્કારુએ આસ્તિકને પોતાનાં ખોળામાં બેસાડીને વ્હાલ કરતાં કહ્યું આસ્તિક એ માયાવી રાક્ષસ એક માયાજ હતી એનું કોઇ અસ્તિત્વજ નથી તારી બહાદુરી અને તે મેળવેલી વિદ્યાઓની પરીક્ષા માત્ર હતી એમાં તું સફળ થયો છે. તારી સાથે આ દૈવીનાગ તારાં રક્ષણ માટે સાથે હતાંજ પણ આ માયા મેંજ રચી હતી એટલે તું નિશ્ચિંત થઇ જા તું વિજયી થયો એટલે મને મોટી હાંશ થઇ કે તું એક યૌધ્ધા તરીકે પણ તૈયાર થઇ ગયો છે.
આસ્તિક તારાં જીવનમાં આ ઊંમરથીજ બધીજ સ્થિતિ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આવી ગઇ છે
માઁ જરાત્કારુએ કહ્યું ઓહ સ્વામી આ તમારી રચેલીજ માયા હતી ? આસ્તિકની આવી કપરી કસૌટી લેવાની શું જરૂર ? એને કાંઇ હાની પહોંચી હોત તો ?
ભગવન જરાત્કારુએ હસતાં હસતાં કહ્યું મારો દિકરો હવે તૈયાર થઇ ગયો છે એને કોઇ હાની નહીં પહોચાડી શકે એટલે દેવી તમે ચિંતામુક્ત થઇ જાવ.
આસ્તિક ભગવાન જરાત્કારુનાં ચરણોમાં પડી ગયો અને બોલ્યો પિતાશ્રી તમારી આપેલી કેળવણી, જ્ઞાન-વિદ્યા તમારાં આશીર્વાદથી પચાવી ચૂક્યો છું હું હવે ક્યારેય હારીશ નહીં બલ્કે નવા સાહસો કરવા માટે તમારી વધુને વધુને વિધાને અજમાવીશ.
ભગવાન જરાત્કારુએ કહ્યુ તારાં જેવાં દરેક બાળકે ખૂબ મહેનત કરી વિદ્યા પ્રાપ્ત કરવી જોઇએ અને બહાદુર બનવું જોઇએ. તમારું મનોબળ મજબૂત હશે તો તમને કોઇ હરાવી નહી શકે. ભગવન જરાત્કારુ આસ્તિકને શીખ આપી રહેલાં અને ત્યાંજ કોઇ અજાણ્યો ઘોડેશ્વાર આશ્રમ નજીક આવ્યો.
આસ્તિક તરતજ ઉભો થઇ ગયો અને આવનાર અજાણ્યાં આંગુતકને પૂછ્યું. તમે કોણ છો ? અહીં કેમ આવ્યાં છો ? તમારુ અહીં આવવાનું પ્રયોજન શું છે ?
આવનાર ઘોડેસવારે કહ્યું હું મહર્ષિ વશિષ્ઠજીનાં આશ્રમથી આવેલો એમનો શિષ્ય છું એમ કહીને એ ઘોડેથી નીચે ઉતર્યો અને ભગવન જરાત્કારુનાં ચરણે પડીને નમસ્કાર કર્યા અને બોલ્યો ભગવન મને મારાં ગુરુએ આપની પાસે મોકલ્યો છે ખાસ સંદેશ આપવા માટે.
ભગવન જરાત્કારુએ કહ્યું "બોલ બ્રાહ્મણ શું સંદેશ છે ? આવનારે હાથ જોડીને કહ્યું ભગવન મારા ગુરુ પોતે એમનાં શિષ્ય મંડળ સાથે આવતી અગીયારસે આપનાં આશ્રમ પધારવા માંગે છે અને આવનાર પૂનમનો હવનયજ્ઞ આપની સાથે કરવા માંગે છે એની પાછળ ચોક્કસ હેતુ છે એમ કહી આસ્તિકની સામે જોવા લાગ્યો.
ભગવન જરાત્કરુ સમજી ગયાં અને બોલ્યાં વાહ ખૂબ સુંદર પ્રયોજન છે. તું જળ પીને પછી અહીં ભોજન આરોપી આરામ કરીને પછી તારાં ગુરુને સંદેશ આપી આવકે હું એનાં માટે તૈયાર છું અને એની પાછળનાં ખાસ હેતુને જાણું છું એટલે મારી વિનંતી છે કે તારાં ગુરુ એમનાં શિષ્ય મંડળ સાથે ભલે પધારતાં અને અમારો આશ્રમ પાવન કરતાં.
માઁ જરાત્કારુએ વશિષ્ટ ઋષીનાં શિષ્યને જળ આપ્યું ભોજન કરાવીને કહ્યું તારે કરવો હોય એટલો વિશ્રામ કરીને તારાં ગુરુ પાસે જજે.
આસ્તિકે એનાં પિતાશ્રી ભગવન જરાત્કરુને પૂછ્યું પિતાશ્રી આમનાં ગુરુ વશિષ્ઠજી ક્યા ખાસ હેતૂથી અહીં હવનયજ્ઞ કરવા આવવાનાં છે ? મને ખૂબ ખુશી થઇ છે કે આપણાં આંગણે એમની હાજરીમાં હવનયજ્ઞ થશે....
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----17