Sapna Ni Udaan - 48 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 48

Featured Books
Categories
Share

સપના ની ઉડાન - 48

એક નવા દિવસ અને નવી સવાર સાથે પ્રિયા અને રોહન પોતાની એનજીઓ માં દાખલ થયા.. એનજીઓ માં પ્રિયા અને રોહન સાથે બીજા ૨૦ વ્યક્તિ કામ કરી રહ્યા હતા... એનજીઓ ખૂબ મોટી નહોતી , બસ અંદર એક ઓફિસ અને બહાર મોટો હોલ હતો ..જ્યાં બીજા નાના મોટા કાર્ય થતાં હતાં.. એનજીઓ માં કામ કરતા દરેક વ્યક્તિને પ્રિયા અને રોહન પોતાના પગાર માંથી બચાવેલ પૈસા માંથી પગાર ચૂકવતા..

પ્રિયા અને રોહન ત્યાં કામ કરતા દરેક વ્યક્તિ સાથે પોતાના પરિવાર ની જેમ જ વ્યવહાર કરતા.. એટલે આજે તેઓ બંને સાથે બધાને એનજીઓ વિશે ખુશખબર સંભળાવવા ગયા...

પ્રિયા અને રોહન જેવા અંદર દાખલ થયા ત્યાં બધા પોતાના કામ પડતાં મૂકી તેમની પાસે આવી ગયા...
પ્રિયા : કેમ છો તમે બધા... ? અને એનજીઓ નું કામ કેવું ચાલી રહ્યું છે.. ?

આ કહેતા જ કનક જે પ્રિયા અને રોહન ની ગેરહાજરી માં બધું કામ સંભાળતી તે બોલી,
" અમે એકદમ મજામાં છીએ... અને એનજીઓ નું કામ પણ ખૂબ સારું ચાલી રહ્યું છે... અને અમારી પાસે તમારા માટે એક ખૂબ સરસ ન્યુઝ છે.. ! "

રોહન : wow... અમારા માટે ગુડ ન્યૂઝ.. ? એકચ્યુલી અમારી પાસે પણ તમારા માટે ગુડ ન્યૂઝ છે... !
પ્રિયા : હા... પણ રોહન આ ગુડ ન્યુઝ same તો નથી ને... ?
રોહન : હા... પણ તમને કેમ ખબર આ ન્યુઝ વિશે..?
કનક : સર અમને તો ખબર જ હોય ને.. આ તો અમારું રેગ્યુલર વર્ક છે... પણ તમને કઈ રીતે ખબર?
પ્રિયા : એક મિનિટ... કનક તમે કઈ ખુશ ખબર ની વાત કરો છો... ?
કનક : mam હમણાં થોડાક સમય થી તમે અને સર busy હતા ..તો અમે વિચાર્યું કે અમારે આ સમયે આપણી એનજીઓ માટે કંઇક કરવું જોઇએ.. તો અમે જુદી જુદી કંપની ઓ ની visit લીધી અને તેમને આપણા કામ વિશે સમજાવ્યું.. અને તેનું પરિણામ એ આવ્યું કે ... બીજી સાત કંપની આપણા એનજીઓ ને ફંડ આપવા તૈયાર છે.. એટલે કુલ મળીને ૧૦ કંપની તરફથી આપણી એનજીઓ ને ફંડ મળશે...
પ્રિયા : શું વાત કરો છો...કનક..! તમે સાચું જ કહો છો ને..મજાક તો નથી કરી રહ્યાં ને..?
કનક : નો mam હું એકદમ સાચું કહું છું...
પ્રિયા : thank you so so much all of you... આજે હું ખૂબ જ ખુશ છું...
રોહન : હા... આજે તો ડબલ ડબલ celebration કરવા પડશે તો...
પ્રિયા : હા...
કનક : હા .. પણ mam બીજું celebration શા માટે એ તો જણાવો...!
પ્રિયા : હા... તો બીજું ગુડ ન્યૂઝ એ છે કે આપણી એનજીઓ ને... લીગલ મંજૂરી મળી ગઈ છે... અને તેના પેપર્સ પણ સાઈન થઈ ગયા છે..અને બીજી ખુશીની વાત એ છે કે સરકાર દ્વારા જે 10% ફંડ એનજીઓ માટે ફાળવવા માં આવે છે એ પણ આ વખતે આપણને મળશે...

આ સાંભળી બધા ખુશ થઈ ગયા.... પ્રિયા અને રોહન પહેલેથી જ મીઠાઈ નું બોક્સ લેતા આવ્યા હતા,એટલે પછી તેમણે બધા નું મોઢું મીઠું કરાવ્યું...
પ્રિયા : સાંભળો બધા.... મારે એક ખૂબ જરૂરી વાત કહેવી છે...

બધા પ્રિયા ની વાત સાંભળવા આતુરતાથી તેની સામે જોવા લાગ્યા...
પ્રિયા : અરે! મેઇન વસ્તુ તો આપણે બધા ભૂલી જ ગયા...
રોહન : પણ શું..?
પ્રિયા : અરે આપણી એનજીઓ નું નામ..! કોઈએ વિચાર્યું છે કે એનજીઓ નું નામ શું રાખશું..?
કનક : ના...mam એતો દિમાગ માંથી જ નીકળી ગયું..
રોહન : મને એક નામ યાદ આવે છે...' જીવન જ્યોત ' what say...?
પ્રિયા : નામ તો સારું છે... પણ આપણે કંઇક યુનિક name રાખીએ...
રોહન : તો પ્રિયા તું જ કહીદે...
પ્રિયા : ' The Flight of Dream ' જે લોકો ને પોતાના સપના ની ઉડાન ભરવા માટે મદદ કરે છે, અને લોકો ને સપના ની ઉડાન ભરતા શીખવે છે.... તો આ નામ વિશે તમારો શું વિચાર છે..?
રોહન : wahh wahh super mind-blowing.. પ્રિયા... શું નામ આપ્યું છે... ' FOD - Flight of Dream ' મસ્ત..

આ સાથે બધા તાળી પાડવા લાગ્યા... બધાને નામ ખૂબ પસંદ આવ્યું...
પ્રિયા : તો ' flight of Dream ' નામ ફાઇનલ... આ સાથે હું બીજી પણ એક વાત જણાવવા માંગુ છું કે... હવે આપની એનજીઓ નો ફંડ પણ વધી ગયો છે તો... હું વિચારું છું કે આપણી એનજીઓ એવા બાળકો ની મદદ કરે જે.. ભણવા તો માંગે છે , પણ આર્થિક રીતે નબળા હોવથી કે કોઈ બીજા કારણ થી ભણી નથી શકતા ..! તો એ વિશે તમારું શું કહેવું છે?
રોહન : પ્રિયા. ... આતો ખૂબ જ સરસ વિચાર છે... તું બોવ સ્માર્ટ થતી જાય છે હા... સલામ છે તારા વિચાર ને..!
કનક : હા.. mam આ દુનિયામાં ઘણા ઓછા લોકો હોય છે જે બીજા માટે વિચારે છે... કેવું સારું હોત જો તમારા જેવી વિચારસરણી બધા લોકો ધરાવતા હોત...!
પ્રિયા : બધાના વિચાર એક હોય એ તો પોસીબલ નથી... પણ આપણે એક નાની શરૂઆત તો કરી જ શકીએ ... જેથી થોડાક જ ભલે પણ લોકો આ વિચાર ને સમજે..અને તેમાં પોતાનું યોગદાન આપે...
કનક : yes.. તમે અને રોહન sir તો અમારા બધા માટે inspiration છો...
રોહન અને પ્રિયા : thank you...

પછી પ્રિયા અને રોહન ફરી પોતાના રોજ ના કામ માં લાગી ગયા...આજે રોહન ને પ્રિયા ના ઘરે ડિનર માટે જવાનું હતું... તેઓ આ ખુશી ને celebrate કરવા માંગતા હતા... રાત્રે રોહન સમય પહેલા જ પ્રિયા ના ઘરે પહોંચી ગયો.. મહેશભાઈ થોડી વસ્તુ લાવવા બહાર ગયા હતા. સંગીતા બહેન અને પરી અંદર રસોઈ ના કામ માં વ્યસ્ત હતા.. પ્રિયા ફોન માં તેની સહેલી સાથે ઉપર અગાસી પર વાત કરી રહી હતી.. રોહન અંદર આવ્યો ત્યારે કોઈ નું ધ્યાન નહોતું... આ સમયે રોહન ને કંઇક સૂઝ્યું અને તે ધીમેથી કોઈને ખબર પડે નહિ તેમ પ્રિયા ના રૂમ માં જતો રહ્યો..

તે ત્યાં જઈ દરવાજા પાછળ સંતાઈ ગયો.. પ્રિયા જેવી ફોન માં વાત કરી તેના રૂમ પાસેથી પસાર થતી હતી ત્યાં.. રોહન એ તેનો હાથ પકડી તેને અંદર ખેંચી લીધી..

પ્રિયા : રોહન... તું ..?
રોહન : હા..હું...
પ્રિયા : પણ તું ક્યારે આવ્યો..અને આમ રૂમ માં કેમ આવ્યો કોઈ જોઈ જશે..તો..?
રોહન : અરે જોઈ જાય તો જોવા દ્યો.. હું તારો future husband છુ...મારો એટલો હક તો છે જ...

આ સાથે રોહન એ એક હાથ થી પ્રિયા ને કમરથી પકડી પોતાની તરફ વધુ નજીક ખેંચી.. આ સાથે પ્રિયા શરમાઈ ગઈ..અને ખૂબ પ્રેમ સાથે શાંતિથી બોલી..
પ્રિયા : રોહન...પ્લીઝ.. મને છોડી દે..કોઈ આવી જશે..
રોહન : અહ...એસે કેસ છોડદુ... કેટલા સમય પછી તને આવી રીતે જોવાનો સમય મળ્યો છે..
પ્રિયા : અચ્છા... તો રોજ તું શું કરતો હોય છે...?
રોહન : હું તો તને જ જોતો હોવ છુ... પણ આટલું નજીક થી નહિ ને... !
પ્રિયા : થોડો wait કરો.. મી.રોહન..લગ્ન પછી એ જ કરવાનું છે..
રોહન : અચ્છા ઓકે .. પણ આપણે આ દિવસ ને celebrate તો કરવો જોઈએ ને...!
પ્રિયા : હા..એટલે જ તો તને ડિનર માટે બોલાવ્યો છે...
રોહન : હા પણ હું બીજા celebration ની વાત કરું છું... સમજી કંઈ...?
પ્રિયા : ના... હું નઈ સમજી...
રોહન : ઓકે ..તો હું તને સમજાવું...એક ગર્લ ફ્રેન્ડ અને બોયફ્રેન્ડ કઈ રીતે celebrate કરે...?

આ સાંભળી પ્રિયા ફરી શરમાઈ ગઇ..
પ્રિયા : રોહન.. આંટી બોલાવે છે...
રોહન : આંટી નથી બોલાવતા.. તું topic change ના કર... હું તો એ પણ વિચારતો હતો કે આજે રાત્રે તું અને હું...

આ સાંભળી પ્રિયા એ મનમાં કંઇક વિચાર્યુ અને પછી તરત આંખ બંધ કરી રોહન ના મોઢા પર હાથ મૂકી બોલી..
" રોહન.. આ શું બોલે છો..? "
રોહન : શું...? હું શું વિચારું છું...એમ? પહેલાં એમ કહે કે તું શું વિચારે છો...? હું તો એમ કહેતો હતો કે રાત્રે તું અને હું બધા સાથે મળીને ખૂબ એન્જોય કરશું...પણ એક મિનિટ..! સિરિયસલી...પ્રિયા...! તું એ વિચારતી હતી... ? Very bad... પ્રિયા.. તું હમણાં બોવ ઓવર થીંકિંગ કરવા લાગી છો... અરે ! હજી લગ્ન તો થવા દે.. પછી તારી એ વિશ પણ પૂરી કરીશ...!

રોહન પ્રિયા ને ચિડવતો હતો... પ્રિયા તેની વાત થી ચિડાઈ ગઈ ...અને બોલી..
" રોહન... તું બોવ ખરાબ છો.. તું મને તારી વાતો માં confuse કરી દે છો... નથી બોલવું જા.."

એમ કહી પ્રિયા રોહન ને મારવા લાગી...
રોહન : અચ્છા... સોરી બસ... I am just kidding...
પ્રિયા : ok .. તો હવે બહાર જઈએ..?
રોહન : નો...નો.. તારે પહેલાં મારી સાથે celebrate તો કરવું પડશે...
પ્રિયા : ઓકે શું કરવાનું છે...?
રોહન : એક કિસ.... !
પ્રિયા : વોટ..? નો... કોઈ જોઈ જશે...
રોહન : અરે ! કોઈ ના જોવે... એક જ... પ્લીઝ...

ત્યાં નીચેથી સંગીતા બહેન એ પ્રિયા ને સાદ કર્યો...
પ્રિયા : હા... આવી આંટી... રોહન આંટી બોલાવે છે... મારે જવુ પડશે..

આ સાંભળી રોહન એ મોઢું ચડાવી લીધું... આ જોઈ પ્રિયા ઝડપથી તેના ગાલ પર કિસ કરીને દોડી ને ત્યાંથી જતી રહી .. એટલે રોહન પણ ખુશ થઈ ગયો...

પછી રોહન બહાર ગયો...તો પરી તેને જોઈ ગઈ...
પરી : રોહન તું પ્રિયા ના રૂમ માં શું કરી રહ્યો હતો...? અને તું આવ્યો ક્યારે..?
રોહન : હું ...હું બસ થોડી વાર પહેલા જ આવ્યો..

પ્રિયા ગભરાઈ ગઈ કે પરી ને આ વાત ની ખબર નાં પડી જાય! નહીતો તે તેને ચિડવ્યા જ કરે એટલે પ્રિયા એ તરત તેને કહ્યું,
" હા પરી..તે હમણાં જ આવ્યો એ તો બસ એનજીઓ ના કંઇક પેપર્સ હતા એ મૂકવા ગયો હતો મારા રૂમ માં "
પરી : ઓકે...

પછી બધાએ સાથે મળીને ડિનર કર્યું... અને એ દિવસ ને વધુ યાદગાર બનાવ્યો...

To Be Continue..