Sapna Ni Udaan - 46 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 46

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 46

રોહન હવે પ્રિયા ની સાથે એરપોર્ટ થી ઘરે જવા નીકળી ગયો...
પ્રિયા : રોહન .. આપણે પહેલાં તારા ઘરે જઈએ છીએ એટલે તું પહેલાં તારો સામાન ત્યાં મૂકી દે.. અને અંકલ આન્ટી ક્યારે આવવાના છે?
રોહન : હા.. એ રાત ની ફ્લાઇટ માં જવાના હતા એટલે તેઓ હજી ઘરે થી નીકળ્યા નહિ હોય..
પ્રિયા : ઓહ..ગ્રેટ.. તો એક કામ કર.. તેમને અહીં જ બોલાવી લે.. અને કહી દે કે તું લંડન નથી જતો..
રોહન : હા...

રોહન એ તેના મમ્મી પપ્પા ને ઘરે આવવા કહી દીધું.. આ સમયે તેમને ઘણા પ્રશ્નો થતા હતા પણ રોહન એ કહી દીધું કે તમે ઘરે આવશો ત્યારે બધા પ્રશ્ન ના જવાબ મળી જશે...

પ્રિયા : રોહન.. એક કામ કરજે.. અંકલ અને આંટી આવે એટલે તું તેમને લઈ મારા ઘરે આવતો રહેજે..
રોહન : પણ કેમ ?
પ્રિયા : એક ખૂબ જ important કામ કરવાનું છે..
રોહન : ઓકે... પણ પ્રિયા મને એક વાત ના સમજાણી .. તને કેમ ખબર કે હું સવારની ફ્લાઇટ માં જવાનો હતો...?
પ્રિયા : એ ખૂબ લાંબી વાત છે પછી નિરાતે કહીશ..
રોહન : અચ્છા ઓકે તો બીજી એક વાત જણાવ કે તને કેમ ખબર પડી કે હું તને ઘણા વર્ષો થી પ્રેમ કરું છું ? એટલે.. મેં તો તને કંઈ કહ્યું પણ નહોતું...
પ્રિયા : એક મિનિટ...

એમ બોલી પ્રિયા રોહન ની ડાયરી લઈ આવી અને તેને બતાવતા કહ્યું...
" હમમ... આ ડાયરી... ના કારણે.. "
રોહન : પ્રિયા ..! આ તો મારી ડાયરી છે ... એ તને ક્યાંથી મળી.. હું તો તે મારી સાથે લઈ ને ગયો હતો..!
પ્રિયા : no... તું તારું આ પર્સનલ બેગ અહીં જ ભૂલી ગયો હતો.. જે મને મળી ગયું...
રોહન : એટલે... તે આ ડાયરી વાંચી લીધી..? ( રોહન થોડી ગભરાહટ સાથે બોલ્યો...)
પ્રિયા : હા... અને તારા બધા રાઝ હું જાણી ગઈ છું...મને ખબર નહોતી કે તું મારા વિશે આવું પણ વિચારતો હઈશ...
( પ્રિયા એ રોહન સાથે થોડી મસ્તી કરવા સિરિયસ થઈ ને કહ્યું )

આ સાંભળી રોહન ના ચહેરા પર ફરી ચિંતા ના ભાવ આવવા લાગ્યા...
રોહન : સોરી... પ્રિયા... મે ક્યારેય તારા વિશે જેવું તેવું વિચાર્યું નથી અને એ નજરથી ક્યારેય જોયું પણ નથી... છતાં તને એવું લાગતું હોય તો સોરી...

ત્યાં પ્રિયા તરત જોર જોરથી હસવા લાગી.. અને રોહન તો તેની સામે જ જોતો રહ્યો...આ જોઈ પ્રિયા બોલી," અચ્છા... સોરી... બસ હું તો મજાક કરતી હતી... "
રોહન : વોટ ? પ્રિયા... સાચે આ બોવ ખરાબ મજાક હતો... તને મજાક નો ખૂબ શોખ છે ને... હમણાં હું કવ... અહીંયા આવ...

આમ બોલી રોહન એ પ્રિયા નો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી લીધી...અને આ સાથે બંને એકબીજાની આંખો માં જોવા લાગ્યા... આ સાથે રોહન ની હાથ ની પકડ પણ ઢીલી થતી ગઈ..ત્યારે તરત પ્રિયા એ રોહન ને ધક્કો માર્યો... અને ભાગી..
" આવ પકડ મને... "
રોહન : ઓહ શીટ... પ્રિયા... !

આમ બોલી તે પણ પ્રિયા ને પકડવા તેની પાછળ દોડ્યો.. તે બંને આખા ઘર માં દોડતા હતા ઘડીક બેડ પર ચડી જાય તો ઘડીક એકબીજા પર ઓશિકા ફેંકે.. બંને પોતાની મસ્તી માં ખોવાઈ ગયા હતા.. આ બાજુ રોહન ના મમ્મી પપ્પા રોહન પાસે આવવા નીકળી ગયા હતા... પ્રિયા પણ થોડા સમય પછી પોતાના ઘરે જતી રહી હતી...

પ્રિયા એ રોહન ની વાત ઘરે કોઈને જણાવી નહોતી... તે બધા ને સરપ્રાઈઝ આપવા માંગતી હતી.. હવે રાત થવા આવી હતી પ્રિયા પોતાની જાતે રસોઈ બનાવી રહી હતી... એમાં પણ તે ખૂબ સારી સારી વાનગી બનાવી રહી હતી..
પરી : શું વાત છે ...! આજે આટલી બધી વાનગી એક સાથે ? કંઈ ખાસ છે આજે ?
પ્રિયા : હા... આજે એક ખાસ મહેમાન આવવાના છે...
પરી : મહેમાન પણ કોણ ?
પ્રિયા : એ તો સરપ્રાઈઝ છે...

પ્રિયા કોઈને રસોડામાં પણ આવવા નહોતી દેતી , ન તો પરી ને ન તો સંગીતા બહેન ને.. થોડી વાર રહીને ડોર બેલ વાગ્યો... જેવા મહેશ ભાઈ દરવાજો ખોલવા જતા હતા ત્યાં પ્રિયા દોડી ને ત્યાં આવી અને બોલી, " અંકલ... હું ખોલું છું..."
પ્રિયા એ તરત દરવાજો ખોલ્યો... તો બહાર રોહન અને તેના મમ્મી પપ્પા ઊભા હતા... તેમને જોઈ મહેશભાઈ, સંગીતા બહેન , હિતેશભાઇ, પરી બધા જ ચોંકી ગયા...
હિતેશભાઇ : રોહન ? બેટા તું તો લંડન જતો હતો ને ?
પ્રિયા : જવાનો હતો... હવે નથી જવાનો... અને પપ્પા આ બધી વાત પછી.. પહેલાં રોહન ના મમ્મી પપ્પા પહેલી વાર આવ્યા છે... તેમનું સ્વાગત કરીએ...

પછી બધા એ તેમનો આવકાર કર્યો અને રોહન એ તેના મમ્મી પપ્પા ને બધાનો પરિચય કરાવ્યો.. પછી બધા એ મળીને સાથે ડિનર કર્યું.. પછી બધા બહાર ગાર્ડન માં એકસાથે બેઠા અને વાતો કરી રહ્યા હતા... આ સાથે પરી એ રોહન ને પૂછ્યું, " રોહન...! હવે તો જણાવ કે લંડન નો પ્લાન અચાનક કેન્સલ કેમ થઈ ગયો..? " પરી આ સમયે પ્રિયા ની સામે જોઈ બોલી રહી હતી પણ પ્રિયા એ પોતાની નજર ફેરવી લીધી.
રોહન : હા... એમાં એવું થયું ને કે...
પ્રિયા : નહિ.... થયું કંઈ પણ નહિ... એતો.. રોહન કોઈ ઉતાવળ કરવા નહોતો માંગતો... એટલે.. તેને વિચાર કરવા થોડા દિવસ જોઈતો હતો..
( પ્રિયા એ રોહન ની વાત કાપતાં કહ્યું)

પ્રિયા નું આવું વર્તન જોઈ બધા તેની સામે જોવા લાગ્યા, રોહન પણ આશ્ચર્ય સાથે પ્રિયા ની સામે જોઈ રહ્યો હતો..
પ્રિયા : સાચી વાત ને રોહન... !
રોહન : હા... એવું જ કંઈક હતું...

અને રોહન એ ફરી પ્રિયા ની સામે આંખ બતાવતા કહ્યું... પ્રિયા એ ઈશારા માં તેને સોરી કીધું.. ફરી બધા પોતાની વાતો માં લાગી ગયા.. પ્રિયા પોતાની વાત કરવા હિંમત ભેગી કરી રહી હતી.. હવે તે ખૂબ હિંમત કરી બધાની વચ્ચે જઈ ઊભી રહી ગઈ...
પ્રિયા : સાંભળો.... બધા.. મારે તમને કંઇક કહેવું છે..
પરી : હા... મને ખબર જ હતી કે તારે જરૂર કંઇક કહેવું છે. ..હું ક્યારની એ જ રાહ જોતી હતી..
હિતેશભાઈ : હા બોલ ને બેટા શું કહેવું છે?

બધા પ્રિયા ની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહ્યા હતા...
પ્રિયા : મારે તમને એ વાત કહેવી હતી કે... હું... મારા જીવન માં આગળ વધવા તૈયાર છું... એટલે.. એક નવા જીવનસાથી સાથે નવો સફર શરૂ કરવા તૈયાર છું...

આ સાંભળી બધા તેને આંખો ફાડી ને જોવા લાગ્યા... થોડી વાર રહી બધા એકસાથે હસવા લાગ્યા અને તાળી પાડવા લાગ્યા .
પરી : તો મેડમ લગ્ન માટે તૈયાર છે... ? વાહ.. આટલી બધી ખુશી તો મને મારા લગ્ન માં પણ નહોતી થઈ...
પ્રિયા : પરી..... હું તને મારીશ હો.. આતો baby તારા પેટ માં છે એટલે હું મને રોકીને બેઠી છું.. એકવાર આ બેબી ને આવવા દે પછી જો હું અને બેબી કેમ તને હેરાન કરીએ... !
પરી : અચ્છા બાબા સોરી.. પણ હું સાચે તારા આ નિર્ણય થી ખૂબ ખુશ છું..
સંગીતા બહેન : હા , બેટા... તે ખૂબ સારો નિર્ણય લીધો છે..
હિતેશભાઇ : હા... પ્રિયા... બસ હવે એ પણ કહિદે કે એ ખાસ વ્યક્તિ છે કોણ ?

આ સાંભળી પ્રિયા શરમાઈ ગઈ...
પરી : ઓહ હો... હું સમજી ગઈ.. કોણ છે ખાસ વ્યક્તિ... અરે ! ના સમજ્યા તમે ? અરે ! આપણો રોહન...... એટલે તો તે લંડન ની જગ્યા એ આપણા ઘરે આવ્યો છે...
હિતેશભાઈ : પ્રિયા.... પરી સાચું કહે છે ?

પ્રિયા એ સ્માઈલ કરતા કરતા હા પાડી... આ સાથે બધા એકદમ ખુશ થઈ ગયા.. હિતેશભાઇ તો રોહન ને ભેટી જ પડ્યા...
મહેશભાઈ : પ્રિયા બેટા અમે ખૂબ જ ખુશ છીએ કે તે રોહન ને પોતાનો જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું છે પણ પહેલાં રોહન ના મમ્મી પપ્પા ની પણ પરમિશન લઈ લે ?
પ્રિયા : હા... અંકલ..

પ્રિયા રોહન ના મમ્મી પપ્પા પાસે ગઈ... અને ત્યાં જઈ બોલી,
" અંકલ.. આંટી.. તમને ખબર છે... રોહન મારા માટે બહુ જ સ્પેશિયલ છે... પહેલાં હું એ સમજી ના શકી... કેમકે મને સમજણ જ ન હતી કે પ્રેમ છે શું ? પણ હવે પ્રેમ નો સાચો મતલબ હું સમજી ગઈ છું, અને પ્રેમ નો સાચો મતલબ મને રોહન એ શીખવ્યો છે.... અંકલ આંટી .. રોહન એ હંમેશા મારો સાથ આપ્યો છે, મારે ક્યારેય તેનો સાથ માંગવો નથી પડ્યો... પણ આજે હું તમારી પાસે હંમેશા માટે રોહન નો સાથ માંગુ છું ... શું તમે મને આપશો ? તમે મને તમારી વહુ તમારી દીકરી તરીકે સ્વીકાર કરશો ?

આ સાંભળી બધાની આંખો ભીની થઈ ગઈ હતી...
રોહન ના પપ્પા : હા બેટા... તારાથી વધુ સારી જીવનસાથી મારા રોહન ને ના મળી શકે અને તારાથી વધુ સારી દીકરી અમને નહિ!
રોહન ના મમ્મી : બેટા... તું તો પહેલેથી જ મારી પસંદ રહી છે...

તે આગળ કંઈ બોલી શક્યા નહિ અને પ્રિયા ને ભેટી ગયા.. પછી મહેશભાઈ બધા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા અને બધા એ આ ખુશી ને celebrate કરી. બધા એ સાથે મળી રોહન અને પ્રિયા ની સગાઈ નક્કી કરી. તે બંને સગાઈ માં બહુ ખર્ચો કરવા નહોતા માંગતા કેમકે તેઓ તે પૈસા પોતાના પ્રોજેક્ટ ના કામ માં યુઝ કરવા માંગતા હતા. એટલે બીજા દિવસે માત્ર પરિવાર ના સભ્યો ની હાજરી માં પ્રિયાએ અને રોહન એ એકદમ સાદાઈ થી સગાઈ કરી... પરિવાર ના બધા સભ્યો તેમના આ નિર્ણય થી ખૂબ ખુશ હતા..

To Be Continue....