Sapna Ni Udaan - 43 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 43

Featured Books
Categories
Share

સપના ની ઉડાન - 43

રાત્રે રોહન ડિનર માટે આવ્યો, બધા એ સાથે ડિનર કર્યું અને પછી રોહન , પ્રિયા અને હિતેશભાઈ વાત કરવા માટે બહાર ફળિયા માં બેસવા જતા રહ્યા...

હિતેશભાઇ : હા , રોહન ... હવે કહે કે તું શું વાત કરવા માંગતો હતો ?

રોહન ખૂબ નર્વસ લાગતો હતો, તે પ્રિયા સાથે નજર મેળવી નહોતો શકતો, પ્રિયા ને તેનું આવું વર્તન સમજાતું નહોતું, રોહન થોડો ગંભીર થઈ બોલ્યો..

" અંકલ.. , પ્રિયા... મને માફ કરજો... આ બે દિવસ તમે મારા કારણે આટલા પરેશાન થયા.. પણ સાચે.. મારો એવો જરા પણ ઈરાદો નહોતો... "

પ્રિયા : રોહન... મેઇન વાત પર આવ , હું જાણું છું કે વાત આ નથી... "
રોહન : હા, વાત આ નથી...
હિતેશભાઇ : બેટા, જે વાત તારા મનમાં છે એ કહી દે જરા પણ સંકોચ ના રાખ..
રોહન : અંકલ વાત એવી છે કે હું પ્રિયા સાથે લગ્ન નહિ કરી શકું....

આ સાંભળતા હિતેશભાઈ તો હચમચી ગયા.. પ્રિયા ને લાગ્યું કે રોહન તેણે જે કહ્યું હતું એ કદાચ કહેવાનો હશે...
હિતેશભાઈ : રોહન... તને ખબર તો છે ને તું શું બોલી રહ્યો છો ?
રોહન : હા, અંકલ મને ખબર છે..
પ્રિયા : એક વાત જણાવ રોહન... તારી લાઈફ માં બીજી કોઈ છોકરી તો નથી ને .. ?

પ્રિયા એ આમ બોલી પોતે જણાવ્યું હતું એ મુજબ કહેવા , રોહન ને ઈશારો કર્યો... પણ રોહન એ તેની સામે જોઈ નજર ફેરવી લીધી અને ગંભીર થઈ બોલ્યો...
રોહન : ના.... પ્રિયા... એવું કંઈ પણ નથી...

રોહન એકદમ confidence સાથે પ્રિયા ની સામે જોઈ બોલ્યો.. આ સાંભળી પ્રિયા ને આશ્ચર્ય થયું.. કે રોહન આમ શા માટે બોલે છે ?
રોહન : એકચ્યુલી .. અંકલ.. વાત એવી છે કે પ્રિયા મારી સાથે લગ્ન કરવા નથી માંગતી... તેણે એ માટે જ મને કેફે એ વાત કરવા બોલાવ્યો હતો ...
પ્રિયા ( નજર નીચી કરી ) : આ શું બોલે છો રોહન તું..? પપ્પા એવું કંઈ પણ નથી....

રોહન : ઓહ... પ્લીઝ... પ્રિયા.. હું કોઈ વાત છુપાવવા નથી માંગતો.. હું બસ જે સાચું છે એ અંકલ ને કહું છું.. અને એમ પણ હું ખોટું બોલી અહીંથી જવા નથી માંગતો...

હિતેશભાઇ : એક ... મિનિટ જવા નથી માંગતો.. પણ ક્યાં ?
રોહન : હા, અંકલ હું એ જ જણાવવા આવ્યો છું..
પ્રિયા... પહેલાં તો મને માફ કરજે કે મે તારી વાત માની નહિ.. અને બધું સાચું અંકલ ને કહી દીધું. પણ અંકલ ને પણ સાચી વાત જાણવાનો હક છે, અને એમાં તારો પણ કોઈ વાંક નથી .. તારે લગ્ન નથી કરવા તો એ તારો નિર્ણય છે... તેમાં હું કે અંકલ તને ફોર્સ ના કરી શકીએ... અને એમ પણ પરાણે બનાવેલા સંબંધો વધુ ટકતા નથી.. એટલે અંકલ તમે પ્રિયા ને આ નિર્ણય પોતાની જાતે જ લેવા દ્યો તો વધુ સારું...

આમ બોલી રોહન એ પ્રિયા ની સામે જોયું તો પ્રિયા એ થોડા ગુસ્સા સાથે મોઢું ફેરવી લીધું..

હિતેશભાઇ : તે સાચું કહ્યું રોહન... મારે પ્રિયા ને આ માટે ફોર્સ ના કરવો જોઈએ... પણ રોહન તું મને મારા એક પ્રશ્ન નો સાચો જવાબ આપ ...!
રોહન : ક્યો પ્રશ્ન... ?
હિતેશભાઇ : તું પ્રિયા ને પ્રેમ કરે છો..... ?

આ સાંભળતા પ્રિયા અને રોહન બંને ચોંકી ગયા... રોહન તો ઘણું કહેવા માંગતો હતો પણ તેણે પોતાની લાગણી ઉપર કંટ્રોલ કર્યો અને આંખ બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો... પ્રિયા પણ રોહન નો જવાબ જાણવા તેની સામે એક્ટકી નજરે જોઈ રહી હતી .. રોહન એ હવે આંખ ખોલી અને ચહેરા પર સ્માઇલ રાખી બોલ્યો...
" અરે ! અંકલ... આ શું બોલો છો... તમે તો બહુ આગળ પહોંચી ગયા... પ્રેમ અને હું ? તમને લાગે છે મારા જેવો idiot પ્રેમ કરી શકે ..? હું અને પ્રિયા તો બેસ્ટ ફ્રેન્ડ છીએ... રાઈટ પ્રિયા... ? "

પ્રિયા તો આંખ ફાડી ને રોહન ની સામું જ જોતી રહી... તેને ખબર નહિ રોહન ની વાત પર વિશ્વાસ નહોતો આવતો... તેને આ સાંભળી ખૂબ દુઃખ થતું હતું પણ આ દુઃખ નું કારણ શું છે એ તેને સમજાતું નહોતું, કેમ કે આમ તો હંમેશા પ્રિયા આ વાક્ય બધાને કહેતા ફરતી હોય... પણ આજે જ્યારે રોહન બોલ્યો ત્યારે તેને આવી લાગણી શા માટે થતી હતી... ? તે પોતાની અંદર જ ખોવાઈ ગઇ હતી...

રોહન : પ્રિયા... ક્યાં ખોવાઈ ગઈ... ?
પ્રિયા : હાં .... ના ક્યાંય નહિ... હા રાઈટ .. પપ્પા અમે માત્ર ફ્રેન્ડ જ છીએ...
રોહન : હા... અંકલ.. જો સાંભળી લીધું.. એન્ડ બીજી important વાત ...કે... હું કાલે રાત ની ફ્લાઇટ માં લંડન જાવ છું....

આ સાંભળતા પ્રિયા અને હિતેશભાઈ બંને સ્તબ્ધ રહી ગયા ...
પ્રિયા : લંડન... ? પણ કેમ ?
હિતેશભાઇ : હા રોહન... તું લંડન શા માટે જાય છે ?
રોહન : પ્રિયા... આપણે જ્યારે કેફે એ મળ્યા પછી ઘરેથી ફોન આવ્યો હતો.. પપ્પા નો...
પ્રિયા : રોહન અંકલ ને કંઈ થયું છે ? તેમની તબિયત તો ખરાબ નથી થઈ ગઈ ને... ? શું એટલે તું લંડન જાય છે... ?
રોહન : ના... પપ્પા એકદમ ઠીક છે..
પ્રિયા : તો ?
રોહન : સગાઈ માટે...
પ્રિયા : વોટ ? સગાઈ... ? પણ કોની ?
રોહન : મારી....
હિતેશભાઇ : રોહન ... તારી સગાઈ નક્કી થઈ ગઈ અને તે અમને કહ્યું પણ નહિ ?
રોહન : અંકલ ... હું એ જ કહેવા આવ્યો હતો.. પપ્પા ના ફ્રેન્ડ લંડન માં છે . તેમની ડોટર માટે તેઓ મારો હાથ માંગવા ઘરે આવ્યા હતા... તો પપ્પા નો ફોન આવ્યો હતો ... તો મેં પણ તેમને હા પાડી દીધી..
પ્રિયા : હા પાડી દીધી ? એટલે છોકરી ને તું મળ્યો પણ નથી અને તે હા પાડી દીધી ? તું આમ જોયા વગર કેમ નિર્ણય કરી શકે ?

રોહન : અરે ! કેમ ના કરી શકું... અમે બંને એકવાર મળ્યા હતા.. અને તેને પણ હું પસંદ છું... તેણે હા કહી પછી જ મેં હા પાડી.. હું કોઈ એવી જ વ્યક્તિ શોધતો હતો જે મને સ્વીકારે.. મને પસંદ કરે અને એ મને મળી ગઈ તો હું શા માટે તેને ના પાડું... ?

પ્રિયા : રોહન તું સમજતો કેમ નથી... ? તું તેની સાથે સગાઈ ના કરી શકે ?
રોહન : પણ કેમ.. ?
પ્રિયા : કેમ કે હું...
રોહન : હું શું... ? આગળ બોલ .. ?
પ્રિયા : કંઈ નહીં.. તારે જે કરવું હોય એ કર.. મને શું ? તારી લાઈફ છે ...

આ સાંભળતા રોહન મનમાં બોલ્યો... " કેમ કઈ બોલતી નથી... પ્રિયા ? બસ એકવાર કહી દે કે હું પણ તને પ્રેમ કરું છું... માં કસમ બધું મુકીને તારી પાસે આવી જઈશ.. બસ કહી દે... " રોહન હવે ગળગળો થઈ ગયો હતો... પ્રિયા નારાજગી સાથે આંખ નીચી કરીને ઊભી હતી.. તેની આંખો ની કોર ભીની થઇ ગઈ હતી..

રોહન : કાલે... રાત્રે હું જતો રહીશ.. બીજે દિવસે અમારી સગાઈ છે ... અને ૧૦ દિવસ રહીને લગ્ન... અને તમારે જરૂર આવવાનું છે.. આખા પરિવાર સાથે.. ઓકે પ્રિયા.. કંકોત્રી ઘરે પહોંચી જશે... મને ખબર છે લંડન બહુ દૂર છે... પણ મારા માટે તમારે આવવું જ પડશે.. અને પ્રિયા કાલે હું હોસ્પિટલ નહિ આવું.. થોડી તૈયારી કરવાની છે તો હવે આપણે ડાયરેક્ટ લંડન લગ્ન માં જ મળીશું...

રોહન થી પોતાના આંસુ કંટ્રોલ નહોતા થતા.. એટલે તેણે ગોગલ્સ કાઢીને પહેરી લીધા..
રોહન : તો અંકલ બાય... અને સમયસર પહોંચી જજો હો.. પ્રિયા... બાય !

રોહન પ્રિયા ની સામે જોતો હતો પણ પ્રિયા તો તેની સામે આંખ પણ મેળવી નહોતી શકતી... તેનું હૃદય એટલું જોરથી ધડકતું હતું કે જાણે તે હમણાં બહાર નીકળી જશે... તેની આંખ માંથી આંસુ વહી રહ્યા હતા.. રોહન મન માં બોલ્યો... " પ્રિયા રોકી લે મને પ્લીઝ... બસ એકવાર કહી દે કે તું લંડન ના જા... હું કંઈ પણ વિચાર્યા વગર રોકાઈ જઈશ... "

પ્રિયા કંઈ પણ કહ્યા વગર રડતા રડતા દોડી ને ઘર માં જતી રહી... રોહન ને પ્રિયા નું છેલ્લું બાય પણ ના મળ્યું... તે હિતેશભાઇ ને બાય કહી ને ઘર ની બહાર નીકળી ગયો... રોહન ત્યાંથી દોડવા લાગ્યો... અને જ્યાં સુધી તેના પગ ના અટક્યા ત્યાં સુધી તે દોડ્યો...અને પછી જ્યાં આજુ બાજુ કોઈ હતું નહિ તે જગ્યા એ એક બાકડા પર જઈ બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો... અને તે રડતા રડતા ત્યાં બાકડા પર જ સુઈ ગયો ...

આ બાજુ પ્રિયા પણ તેના રૂમ માં જઈ રડવા લાગી ... તેને જોઈ પરી તેની પાછળ આવી...
પરી : પ્રિયા શું થયું ... ?
પ્રિયા : ( રડતા રડતા ) પરી એ જાય છે..
પરી : કોણ જાય છે ?
પ્રિયા : રોહન... એ લંડન જાય છે...
પરી : વોટ ? પણ કેમ ?
પ્રિયા : પરી... તું તો કહેતી હતી ને કે રોહન love's me..
પરી : હા... પણ થયું શું પ્રિયા ?
પ્રિયા : નો... હિ ડોન્ટ લવ મી... એ મને બેસ્ટ ફ્રેન્ડ જ માને છે... એણે કહ્યું હમણાં મને... હું કહેતી હતી ને તને... પણ તું મારું માનતી જ નહોતી...
પરી : પણ પ્રિયા શું થયું છે એ તો બોલ... તું આવી વાત શા માટે કરે છો ?

પ્રિયા હજુ રડતી જ જતી હતી... કંઈ જવાબ આપતી નહોતી..
પરી : પ્રિયા... કંઇક બોલ... હું તને કંઇક પૂછું છું .. !
પ્રિયા : તે સગાઈ કરે છે કોઈ લંડન ની છોકરી સાથે.. અને ૧૦ દિવસ માં તેની સાથે લગ્ન પણ કરવાનો છે..
પરી : શું ? રોહન સગાઈ કરે છે ? ઈમ્પોસિબલ...
પ્રિયા : હા.. પરી.. તું પપ્પા ને પણ પૂછી જો.. અમે સાથે જ હતા..
પરી : પણ પ્રિયા... મને એક વાત જણાવ.. તને આટલો બધો ફરક શા માટે પડે છે ? તારે તો એ જ જોઈતું હતું ને કે રોહન અને તારા લગ્ન ના થાય.. તું જ એને ના પાડવા ગઈ હતી ને..
પ્રિયા : હા , હું ગઈ હતી..તો? અને મને નથી ખબર કે મને આટલો ફરક શા માટે પડે છે..મને કંઈ નથી ખબર... તું જા અહીંથી.. મારે સુઈ જવું છે..
પરી : ઓકે.. હજી વિચારી લે આ રાત છે તારી પાસે.. કદાચ તું રોહન ને રોકી શકે... !

આમ બોલી પરી ત્યાંથી જતી રહી.. પ્રિયા પણ સૂવાની કોશિશ કરવા લાગી..

To Be Continue..