The importance of freedom in Gujarati Short Stories by Anurag Basu books and stories PDF | આઝાદી નું મહત્વ

Featured Books
Categories
Share

આઝાદી નું મહત્વ

એક રાજ્ય માં બહુ પરાક્રમી રાજા રહેતો હતો...
તેનો ખૂબ જ ભવ્ય મહેલ હતો..
તેના ભવ્ય ઓરડા ની બહાર એક સુંદર ઝરુુુુખો હતો... તેેની બરાબર સાામે એક સુંદર બગીચો હતો...તે બગીચામાંં જાત જાતના ફૂલો , ફળો ના વૃક્ષો હતાં... ત્યાં રોજ પરોઢિયે સુંદર પક્ષી ઓ આવે...રાજા વહેલા જાગીને ઝરુખા માં બેસી ને ,એ પક્ષી ઓ નો કલરવ સાંભળે....એક દિવસ... ત્યાં એક આકર્ષક અને રંગબેરંગી પોપટ પણ ત્યાં આવ્યો....રાજા ને તે ખૂબ જ ગમી ગયો...તેને થયું જો આ પોપટ મારા ઝરુખા માં હોય,તો મારી અને મારા મહેલ ની શાન વધી જાય....🤔... હવે તો રાજા એ જીદ પકડી... સૈનિકો ને બોલાવી ને હુકમ કર્યો કે.. કંઈ પણ કરો ...મારે કાલે સવાર સુધી માં આ પોપટ.. મારી પાસે જોઈએ..‌‌અને તેના માટે ભવ્ય , ખૂબ જ સુંદર સોના નુ પાજરુ બનાવી લાવવાનો પણ હુકમ ફરમાવી દીધો... હવે "રાજ હઠ,સ્ત્રી હઠ અને બાળહઠ " ... કોઈ દિવસ કંઈ વિચારે નહીં... અહીં સૈનિકો એ જે વૃક્ષ પર પોપટ રોજ બેસતો.. ત્યાં જાળ બિછાવી દીધી...અને રાત્રિ થી જ ત્યાં જ પોપટના જાળ માં ફસાવવા ની રાહ જોવા લાગ્યો લાગ્યા...આ બાજુ રાતો- રાત સોનાનું પાંજરું તૈયાર થઈ ગયું... હવે તો બસ એમા પોપટ ને પૂરવા ની જ રાહ જોવાની હતી...😟...રાજા તો બેતાબી થી સવાર ની રાહ જોવા લાગ્યો... પરોઢિયે બધા જ પક્ષી ઓ આવ્યા... પોપટ પણ સાથે જ આવ્યો.. એને બિચારા ને ક્યાં ખબર હતી કે.. આજે એની આઝાદી નો છેલ્લો દિવસ છે....એ તો ખુશ થતો , વૃક્ષ પર બેસ્યો.....અનેબધા જ પક્ષી ઓ સાથે ,એ પણ જાળ માં ફસાયો... બધા. પક્ષી ઓ , ગભરાઈ ગયા... હવે છૂપાયેલા સૈનિકો બહાર આવ્યા...અને જાળમાંથી એક એક પક્ષી ને છૂટા કરવા માંડ્યા... પોપટ પણ ખુશ થઇ ગયું ને, પોતાના વારા ની રાહ જોવા લાગ્યો....પણ સૈનિકો એ.. બધા પક્ષીઓ ને છૂટા કરીને, ઉડાડી દીધા...અને પોપટ ને પકડી ને.. રાજા પાસે લઈ ગયા...રાજાની તો ખુશી નો પાર નહોતો... સૈનિકો ને છૂટા હાથે બક્ષીસ આપી... પાંજરા માં પોપટને પૂરી દેવામાં આવ્યો....
બધા જ પક્ષી ઓ સાથે ,એ પણ જાળ માં ફસાયો... બધા. પક્ષી ઓ , ગભરાઈ ગયા... હવે છૂપાયેલા સૈનિકો બહાર આવ્યા...અને જાળમાંથી એક એક પક્ષી ને છૂટા કરવા માંડ્યા... પોપટ પણ ખુશ થઇ ગયું ને, પોતાના વારા ની રાહ જોવા લાગ્યો....પણ સૈનિકો એ.. બધા પક્ષીઓ ને છૂટા કરીને, ઉડાડી દીધા...અને પોપટ ને પકડી ને.. રાજા પાસે લઈ ગયા...રાજાની તો ખુશી નો પાર નહોતો... સૈનિકો ને છૂટા હાથે બક્ષીસ આપી... પાંજરા માં પોપટને પૂરી દેવામાં આવ્યો...
બીજા પક્ષીઓ રોજ બગીચામાં આવે.... પોપટ ને જોવે...અને પોપટ ની ઈષૉ કરે કે" પોપટ ને તો જલસા છે.. રાજા ના મહેલ માં....ના રહેવાની કોઈ ચિંતા...ના ચણ શોધવા દૂર જવાની...
પોપટ પાણી માંગે અને દૂધ હાજર થઈ જાય...પણ તોય પોપટ સુકાતો જાય.... ધીમે ધીમે પોપટ બીમાર થઈ ગયો....રાજા ને તો જીવ અધ્ધર થઈ ગયો.... કેટલાયે વૈદ્ય,હકીમો ને પોપટ ને ઠીક કરવામાં લગાવી દીધા...પણ પોપટ કેમેય ઠીક થાય છે નહીં.... હવે તો રાજા એ ઈનામ જાહેર કરી દીધું... ગામેગામ ઢંઢેરો પીટાવ્યો કે "જે મારા અતિપ્રિય પોપટને ઠીક કરશે એને મ્હોં માંગ્યું, ઈનામ આપીશ."... હવે તો રાજ્ય ના વૈદ અને હકીમો તો એ પણ આશા છોડી દીધી.... કંઈ રોગ જ પકડ માં ન આવે...
ધીમે ધીમે પોપટ મૃતઃપ્રાય થવા લાગ્યો.... રાજા ચિંતાતુર થઈ ગયા....અને અચાનક એક સવારે,એક આશાની કિરણ રુપે એક મહાન વૈદ્ય.. રાજા ના ઢંઢેરા ની વાત સાંભળી..દૂર દેશ થી આવ્યા..‌

એમણે પોપટને જોયો..અને રાજા ને કહ્યું, હું આને એકદમ ઠીક..માત્ર બે જ દિવસમાં કરી દઈશ ... રાજા ની તો ખુશી નો પાર ના રહ્યો....પણ..... વૈદ્ય એ એક શરત મૂકી કે," હું જ્યાં સુધી ના કહું, ત્યાં સુધી મારી પાસે કોઈ એ આવવું નહીં...અને મને આ બગીચામાં એક તંબુ બનાવી આપવો... જેમાં હું અને પોપટ બંને જ રહીશું,તેમજ મારા માટે થોડા ફળો ની વ્યવસ્થા ત્યાં કરી આપવી.."રાજા એ કહ્યું,"બધીજ શરતો મંજૂર છે..બસ મારો પોપટ પહેલા જેવો થવો જોઈએ...

તાત્કાલિક વૈદ્ય ના કહ્યા પ્રમાણે ,બધીજ વ્યવસ્થા થઈ ગઈ.... હવે રાજા ને ત્રીજા દિવસનો ઇંતેજાર હતો...અને બે દિવસ વીતી ગયા.... સવારમાં રાજા પોતાના વચન પૃમાણે , વૈદ્ય પાસે ગયા...અને શું જોયું?...‌પોપટ પાંજરા માં નહોતો... તંબુ માં પણ નહીં.... રાજા તો ક્રોધ માં આવી ગયા...પણ વૈદ્ય એ કહ્યું, મહારાજ ક્ષમા કરજો... મેં તમને પોપટ ને ઠીક કરી દેવાનું વચન આપ્યું હતું.. અને મેં વચન પાળ્યું છે... ત્યાં સામે બધા પક્ષીઓ સાથે,પેલા વૃક્ષ પર જોવાની, કૃપા કરશો..."

અને રાજાના આશ્ચર્ય વચ્ચે... પોપટ એકદમ તંદુરસ્ત, કલબલાટ કરતો ,બધા પક્ષીઓ ની સાથે હતો...એકદમ મીઠું મધુરો અવાજ કરી રહ્યો હતો.... રાજા ને હવે એ જાણવાની તાલાવેલી થઈ કે, જ્યારે બધા જ વૈદ્ય હકીમો એ હાથ હેઠા મૂકી દીધા હતા...તો માત્ર બે દિવસ માં જ ઈલાજ કેવી રીતે કર્યોં...

ત્યારે એમણે પોતાના વગર વિચાર્યે કરેલા વતૅન ની માફી માંગીતા... વિનય પૂર્વક... પોતાની દુવિધા ને દૂર કરવા માટે... વૈદ્યરાજ ને કહ્યું... ત્યારે વૈદ્ય રાજ એ જણાવ્યું કે, મેં કોઈ જ ચમત્કાર નથી કર્યો.... ના કોઈ વિશેષ જડીબુટ્ટી નો ઉપયોગ કર્યો છે...‌મે તો માત્ર જે વૃક્ષ પર એ રોજ બેસતો તેના મિત્રો સાથે.. ત્યાં નીચે, પરોઢિયે એને મૂકી દીધો...એના મિત્રો તેની આવી હાલત જોઈ,તેની પાસે જ બેસી રહ્યા....તેને પ્રેમ થી ખવડાવ્યું...અને તેની સેવા કરી....અને તે પોપટ જલ્દી થી સાજો થઈ ગયો... તેને કોઈ જ બિમારી હતી જ નહીં....પણ તે એક આઝાદ પક્ષી...‌બધા સાથે હળીમળીને,રહેવા વાળું...તેને સોનાનું પાંજરું ના સોહાય...તે અંદર અંદર જ , એકલા મરવા લાગ્યો હતો...મેં તો માત્ર તેની એ લાગણી ને સમજી છે....

હું તો તેને જોતા જ સમજી ગયો હતો તેને ..... મેં મારું વચન પાળ્યું છે... હવે તમારે તમારૂ વચન પાળવાનુ છે.....યાદ છે ને કે.. હું માંગીશ એ તમે મને આપશો....અને રાજા એ કહ્યું.. હું મારા વચનથી ફરતો નથી...માંગો વૈદ્યરાજ... માંગો તે આપું....અને વૈધરાજ એ.... ઈનામ માં ,બે હાથ જોડીને.. વિનમ્રતા થી.કહયુ...મારેએ બીજુ કંઈ ના જોઈએ....માત્ર આ પોપટ ની આઝાદી સિવાય....અને બંને હસી પડ્યા...‌રાજાને પણ પોતાની ભૂલ સમજાઈ..અને પોપટની આઝાદી નું વચન આપ્યું...‌હવે રાજા એ પોપટ ને... પોતાના ઝરુખા માં થી જ જોઈને,કલબલાટ કરતો જોઈને ખુશ છે.......

વાતૉ.... બાળવાર્તા જરૂર છે..પણ આમાં જીવન નો હાદૅ સમજાઈ જાય છે...કે જેને પ્રેમ કરો, એને મુક્ત રહેવા દો.... આઝાદી છીનવવાથી તો એ મુરઝાઇ જશે.... મેં પણ બાળપણ માં સાંભળેલી,આ વાતૉનો હાદૅ મને આજે સમજાય છે