હાલ કોરોનો ની સેકન્ડ ઇનિંગ ચાલી રહી છે અને ચારેકોર થી કઈક નકારાત્મક સમાચાર આવી રહ્યા છે, આવી પરિસ્થિતિ માં આપણે ખૂબ પોઝિટિવ અભિગમ રાખવા ની જરૂર છે...તો તેની ઉપર તેમજ કોરોના ઉપર બે કાવ્ય... માણસો એ ખેંચેલી સરહદ ઉપર તેમજ ભ્રષ્ટાચાર રાજ કારણ નો એક ભાગ ઉપર કટાક્ષ કાવ્ય રજુ કરું છું.... આશા રાખું કે દરેક કાવ્યો ને તમે લોકો વધાવી લેશો....
કાવ્ય 01
નકારાત્મકતા.... થી સકારાત્મકતા
ઘણ.. ઘણ... ઘણ... વાગે ઘા
નકારાત્મકતા ના લાગે ઉંડા ઘા
વિચાર વાયુ એવો થાય
દિવસે પણ રાત દેખાઈ
સ્વર્ગ હોઈ ત્યાં નર્ક દેખાઇ
ઘણ.. ઘણ... ઘણ... વાગે ઘા
નકારાત્મકતા ના લાગે ઉંડા ઘા
ભીતર નકરો વલોપાત થાય
પીડા, દુઃખ, લાગણી ઘવાઈ
ખુશીઓની આત્મહત્યા થાય
ઘણ.. ઘણ... ઘણ... વાગે ઘા
નકારાત્મકતા ના લાગે ઉંડા ઘા
ત્રુંધાઈ વગર મફત નો જીવડો
મન નો મૂંઝારો અસહ્ય થતો જાય
બોઝીલ થતી લાગે જીંદગી
ઘણ.. ઘણ... ઘણ... વાગે ઘા
નકારાત્મકતા ના લાગે ઉંડા ઘા
ગુસ્સો, અપરાધભાવ, ચીંતા
ભય, ઇર્ષ્યા, નિંદા ના ઉપજાવે ભાવ
ઘણ.. ઘણ... ઘણ... વાગે ઘા
નકારાત્મકતા ના લાગે ઉંડા ઘા
નથી કહેતો હુ કોઈ નવી વાત
નકારાત્મકતા છે મોત નું દ્વાર
રહેજો સૌ દૂર કોઈ એનાથી
રાખીએ મન અને શરીર ને વ્યસ્ત
કરતા રહીએ મન ભાવન કામ
આવો આપણે સૌ વીંધી એ
નકારત્મકતા ને સકારાત્મકતા ના બાણ થી
જો સકારાત્મક અભિગમ ના લાગે ઘા
તો નકારાત્મકતા ભાગે જોયાં વગર રાહ....
હિરેન વોરા....
કાવ્ય 02
ખોલો હવે ત્રીજું નેત્ર 🙏
શિવજી નટરાજ બની ને કરો તાંડવ
દુનિયા ની વિપદા નો કરો વિનાશ..
કોરોના આપદા ને વિત્યા 13-14 માસ
કર્યો છે સમગ્ર વિશ્વ માં હાહાકાર,
છૂટે છે અરેરાટી હવે સ્નેહીજન ના
આંસુ અને લાશ ના ઢગલા જોઈ,
હવે નથી જીરવાતા કે જોવાતા લોકો ના
દુખદર્દ અને સ્મશાને લાશ નાં ઢગલા,
આ શિશુ કરે તમને બે હાથ જોડી અરજ,
તમે જ ઉગારો આ અમને મહામારી માંથી,
કોરોના ને નાથવા નથી અમારી
આગળ હવે કોઈ ઉપાય,
હે પ્રભુ કરો હવે એવો ઉપાય
કોરોના નો કરો જડમૂળ થી વિનાશ,
શિવજી ઉપાડો તમારું ત્રિશૂળ અને ડમરુ,
કરો હવે કોરોના નો વિનાશ..
કોરોના ને બાળી ને ભસ્મીભૂત કરવા
ખોલો શિવજી હવે ત્રીજું નેત્ર... ..🙏🙏🙏
હિરેન વોરા
કાવ્ય 03
હવા છે.... ખરાબ...
જરા સંભાળી ને માંડજો ડગલું
થોડી હવા છે હમણા ..ખરાબ ..
કોરોના થયો છે બેકાબુ...
જો રહેવું હોઈ કોરોના થી દૂર
તો જાતને સંભાળી ને રાખો ભીડ થી દૂર...
કોરોના છે એક શિકારી
ત્રાટકે મન મૂકી જ્યાં ભાળે ભીડ
જૉ મળતા રહેવું હોય વારંવાર
તો રહેવું પડશે વ્હાલા ઓ થી દૂર...
નાના -મોટ કે ગરીબ - તવંગર
નથી કોરોના નો કોઈ દોસ્તાર....
નથી રાખતો કોરોના ભેદભાવ
આપે છે દરેક બેદરકાર ને સરખો લાભ
એટલે તો કહું છું દોસ્તો,
જરા સંભાળી ને માંડજો ડગલું
થોડી હવા છે હમણા ..ખરાબ ..
હિરેન વોરા
કાવ્ય 04
વિપરીત કાળ....
કેવો આવ્યો વિપરીત કાળ
કોરોના એ કર્યા બધા ઉંધા વ્યવહાર
દુર રહેવું યોગ્ય ઠર્યું
તો ગળે મળવું ભારે પડ્યું
એકલતા ને પછાડી
મેળાવડો બન્યો જાનીદુશ્મન
ઘાટ ઘાટ નાં પાણી પીવા થયા આકરા
હવે તો ઘર ના ગોળા નાં પાણી પીવા સારા
ફરે એ ચરે વાત ખોટી ઠરી
ઘરે પડ્યો રહે એ બચે જીવ થી
જીવવા માટે ઘર છોડી કમાવવું પડતુ
હવે જીવવા માટે કમાવવા નું છોડી ઘરે રહેવુ સારું
મુશ્કેલી એ ટોળે વળી એકતા ના દર્શન થતા
હવે આપત કાળે પણ ટોળે વળે એ મૂર્ખ માં ખપે
કેવો આવ્યો વિપરીત કાળ
કોરોના એ કર્યા બધા ઉંધા વ્યવહાર
હિરેન વોરા
કાવ્ય 05
હદ....
હદ તો નફરત ને હોય
પ્રેમ ને ક્યાં હદ હોય
પ્રેમ તો અનહદ જ હોય
આકાશ ને ક્યાં હદ હોય
પંખી ને પાંખો તો
સરહદ પાર કરવા માટે જ હોય
અજ્ઞાની ને ક્યાં ખબર હોય
શીખવા ની ક્યા હદ હોય છે
જ્ઞાન તો અનહદ જ હોય છે
આંખો ને ક્યાં ખબર છે
ચહેરાની સુંદરતા ને હદ હોય છે
હૃદયની સુંદરતા તો અનહદ હોય છે
સુગંધ ને ક્યાં હદ હોય છે
ગુલાબ ખીલે બગીચા માં અને
ગુલાબ ની મહેક બધે અનહદ હોય છે
દોસ્તી માં ક્યાં હદ હોય છે
દોસ્તી તો બે મતલબ હોય છે
દોસ્તી માં મહોબત બેહદ હોય છે
હદ છે માનવી ની પણ
સરહદ ની હદ નકશા માં ખેચી ને
નફરત ની દરેક હદ વટાવી નાંખી.....
હિરેન વોરા
કાવ્ય 06
ભષ્ટ્રાચાર.... રાજકારણ નો એક ભાગ
ચાલ રમીએ આપણે કાદવ... કાદવ...
છુપાવવા આપણા ભ્રષ્ટાચાર
ત્રાગા રચતા શીખી ગયા હવે આપણે
ચાલ કાદવ ઉડાડી ને ભ્રમિત કરીએ જનતા ને
હું તારા ઉપર કાદવ ઉડાડુ
તું મારા ઉપર કાદવ ઉડાડ
બે ત્રણ રાજીનામા પડાવી ને
લાડવો આખો ખાઈ જઇએ
ન્યૂઝ એજન્સી ને આપી ખોટાં મસાલા
ચાલ રમીએ આપણે કાદવ... કાદવ...
છટકી જશું આપણે કાદવ ઉછાળી
કાયદા કાનૂન માં છે ઘણી છટકબારી
રાજકારણ થી કંટાળેલી જનતા ની છે માંગ
જો રોકવો હોય ભ્રષ્ટાચાર
કરો કાયદા કાનૂન નો જડમુળ થી ફેરફાર
દેશ નો ખજાનો લૂંટે જે ભ્રષ્ટાચારી
લટકાવો જાહેર જનતા ની સામે ફાંસી
ભષ્ટ્રાચાર રોકવા નો છે હવે આ માત્ર ઉપાય ....
હિરેન વોરા