jajbaat no jugar - 7 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જજ્બાત નો જુગાર - 7

The Author
Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

જજ્બાત નો જુગાર - 7


ભાગ : ૫ માં આપડે જોયું કે પ્રકાશભાઈ નાં બીજા લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો તો શું થશે લગ્ન આગળ જોઈએ.....

Part :7

ઘણીવાર જીંદગી માં તકલીફો આપણી પરિક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરાવા માટે આવતી હોય છે...

પ્રકાશભાઈ નાં બીજા લગ્ન માટે ની બધાં એ હકારાત્મકતા તો દર્શાવી પણ અંતરમાં ઊંડા ઘા વાગ્યાના એંધાણ વર્તાઈ રહ્યાં હતાં....

કલ્પના અને આરતી નું મન આ માનવા તૈયાર જ ન હતું કે પોતાની માઁ ની જગ્યા કોઈ બીજી સ્ત્રી લેશે એવાં વિચાર માત્ર થી જ બંને નું હ્રદય દ્રવી ઉઠ્યું હતું...છતાં હકારાત્મક અભિગમ આપ્યો હતો...

આ વાત પ્રકાશભાઈ ને ન ખબર પડે એટલે બંને બહેનો એ તેના કાકા પ્રવિણભાઈ ને કરી કે આ વાત થી બંને બહેનો અસહમત છે... એટલે પ્રવિણભાઈ એ બંને ને સમજવી ને કહ્યું કે જો બેટા આજે તમને એવું લાગશે કે તમારી માઁ નું સ્થાન કોઈ બીજી સ્ત્રી લઈ રહી છે પરંતુ તમે આવતી કાલ નો વિચાર કેમ નથી કરતાં આટલું મોટું ઘર, મકાન, લેવડદેવડ, વ્યવહાર સારાનરસા બધું કોણ સંભાળશે....??
પ્રવિણભાઈ એ બંને બહેનો ને ખૂબ શાંતિથી બેસી ને સમજાવી કે (રેખાબેન) તમારી માઁ નું સ્થાન કોઈ જ ન લઈ શકે. પણ તમે તો કાલે પાંખો આવે ને ઉડી જશો, પછી આ ઘરની જવાબદારી કોણ સંભાળશે. અમે તો થોડા દિવસો આવી શકીએ પછી... પછી કાલ સવારે તમારા લગ્ન થાય બાળકો થાય તમારા આણાં કટાણાં બધું સંભાળવા વાળું તો જોઈએ ને અમે તો થોડી વાર આવી શકીએ પણ ઘરનું વ્યક્તિ હોય તો ફેર પડે....
બહુ મનોમંથન બાદ કલ્પના અને આરતી પ્રસ્તાવના સાથે સહમત થયા....

આરતી અને કલ્પના સહમત તો થઈ પણ માત્ર બધાને ખુશ રાખવા મનનાં ઉંડાણ માં તો સતત ગડમથલ ચાલતી હતી કે પોતે તૈયાર જ નથી આ વાત થી...
પ્રકાશભાઈ હતા તો પૈસાદાર પણ તેમનું જીવન સાવ એટલે સાવ જ સાદું મકાન પણ સાવ સાદું એટલે કોઈ લગ્ન માટે ઘર મકાન જોવા આવે તો ચકીત થાય કે આટલા મોટા માણસ નું ઘર મકાન આવું સાવ સાદું....??
પ્રકાશભાઈ એ પહેલાં તો પોતાનું મકાનનું રીનોવેશન કરાવ્યું... પછી ચાર થી પાંચ સ્ત્રીઓ જોઈ બીજા લગ્ન માટે, બધી જ સ્ત્રીઓ ની અલગ અલગ ડિમાન્ડ કોઈ કે પ્રોપર્ટી તો કોઈ કે પુત્ર કોઈ કે ઘર મકાન નાનું લાગ્યું તો કોઈ ક ને ઘરના સભ્યો વધારે તો કોઈ કે તો એવાં પણ પ્રસ્તાવ મૂક્યો કે છોકરાંવ મોટા છે તો "માઁ" કહેશે કે કેમ... જેટલાં લોકો એટલી વાતો......

રેખાબેન થોડા શ્યામ વર્ણનાં હતા. અને પ્રકાશભાઈ થોડા વધારે પડતા દેખાવડા ગોળમટોળ ચહેરો મોટી આંખો ને નાક ની નમણાશ થી ઉંમર કરતાં ઘણાં નાના દેખાતા. મોટા માણસ હોવાથી ને બિઝનેસ પણ મોટો હોવાથી તેના ઘરે અવારનવાર મોટા વેપારીઓ ની અવરજવર રહેતી. ત્યારે રેખાબેન નો પરિચય આપતાં ઘણી વખત શરમ અનુભવતા કે રેખાબેન નો શ્યામવર્ણ વેપારીઓ સામે હાંસી ને પાત્ર પણ બનતાં...
એટલે પ્રકાશભાઈ હરહંમેશ મનમાં એવું હતું કે આ વખતે જીવન પાર્ટનર દેખાવમાં સુંદર હોય....
અને આખરે એક સ્ત્રી એ હાં તો પાડી જે વાને ખૂબ ગોરાં ને અણિયાળી આંખો ને સીંગલબાંધા નાં ને છેલ્લા ચાર વર્ષથી એકલા બે દિકરીઓ સાથે રહેતા પણ અમુક શર્તો ને આધિનતા મૂકી ને જેમ કે પ્રોપર્ટી માં મકાન પોતાના નામે કરાવવું, પહેલાં તો આ વાત બધાને અયોગ્ય લાગી પરંતુ ઉંડાણ પૂર્વક વિચાર કરવાથી વાત ગળે ઉતરી એક સ્ત્રી પોતાનું બધું છોડીને આવે તો ક્યા આધારે....?
માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતું, ઘરમાં રહેનારા માં પણ ભેજ હોવો જોઈએ....
જીંદગી મીઠાં જેવી છે...
એકલા હોય તો ખારી લાગે, કોઈ માં ભળી જાવ તો પ્યારી લાગે... પણ અંહીયા ઉલ્ટું લાગતું હતું પ્યારી ની જગ્યા એ જીવન વ્યર્થ લાગતું હતું
ઘરના બધા સભ્યો ના મનમાં અલગ અલગ ગડમથલ ચાલતી હતી કે મમતાબેન કહે તેમ કરવાથી આગળ ભવિષ્ય માં કંઈ અજુગતું તો નહીં થાય ને એમને પણ બે દિકરીઓ ની ચિંતા હોય એ સ્વાભાવિક હતું. છતાં કોઈ નું મન કોઈપણ ડીસીજન લઈ શકતા ન હતા.
શું કલ્પના અને આરતી પ્રસ્તાવના સ્વીકારી શકશે....?
શું મમતાબેન અને પ્રકાશભાઈ નાં લગ્ન થશે કે પ્રોપર્ટી માટે બાંધછોડ થશે... શું કરવું જોઈએ મમતાબેન ને....

ક્રમશ: